________________
*]
A Regd No. MH. 117 વાર્ષિક લવાજમ રૂા. ૭
પ્રબુદ્ધ જીવન
“પ્રબુદ્ધ જૈનનુ નવસંસ્કરણ વર્ષ ૨૯ : અંક ૨૨
મુંબઈ, માર્ચ ૧૬, ૧૯૬૮, શનિવાર પરદેશ માટે શિલિંગ ૧૨
તંત્રી પરમાનંદ
✩
ધાર્મિક શિક્ષણ :
શ્રી મહાવીર જૈન વિદ્યાલયના સુવર્ણ મહેાત્સવના વિવિધ કાર્યક્રમામાં એક કાર્યક્રમ તે ' દ્રારા યોજાયેલી વ્યાખ્યાનમાળાને લંગતા હતા. આ વ્યાખ્યાનમાળામાં તા. ૨૨ જાન્યુઆરીથી તા. ૨૫મી જાન્યુઆરી સુધી એમ ચાર વ્યાખ્યાનસભાએ બિરલા ક્રીડા કેન્દ્રમાં સવારના ભાગમાં ગેાઠવવામાં આવી હતી. પહેલી વ્યાખ્યાનસભામાં આચાર્ય રજનીશજીનું વ્યાખ્યાન યા વિદ્યા સા વિમુત્તયે ' એ સૂત્ર ઉપર રાખવામાં આવ્યું હતું. બીજી વ્યા
ખ્યાનસભામાં મુનિશ્રી ચિત્રભાનુનું વ્યાખ્યાન ‘આપણું સંસ્કારધન' એ વિષય ઉપર રાખવામાં આવ્યું હતું. ત્રીજી વ્યાખ્યાન - સભામાં પ્રા. ગૌરીશંકર ચુનીલાલ ઝાલાના પ્રમુખપણા નીચે સૌ. પૂર્ણિમાબહેન પકવાસા અને શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના ‘ધાર્મિક શિક્ષણ ઉપર પરિસંવાદ ગાઠવવામાં આવ્યો હતો. ચોથી વ્યાખ્યાનસભામાં મહાસતી પ્રમાદસુધાજી, મૃગાવતીજી અને સુનંદાશ્રીના અમૃતં તુ વિદ્યા! ઉપર પરિસંવાદ યેાજવામાં આવ્યા હતા. આમાંની ત્રીજા દિવસની વ્યાખ્યાનસભાનાં વકતવ્યો અનુક્રમે પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ કરવા વિચાર્યું છે. શ્રી પૂર્ણિમાબહેન પકવાસાએ ઉપર જણાવેલી સભામાં જે વ્યાખ્યાન આપ્યું હતું તે જરા વિસ્તારીને તેમણે પોતે જ લખી આપ્યું છે જે નીચે પ્રગટ કરતાં હું આનંદ અનુભવું છું. પરમાનંદ )
:: . ।
શ્રી પૂર્ણિમાબહેન પકવાસાનું પ્રવચન ધાર્મિક શિક્ષણ પ્રત્યે આજે આપણે સૌ સજાગ બની ગયાં છીએ. વર્તમાન શિક્ષણપ્રણાલીમાં આ શિક્ષણ દાખલ કરવું જોઈએ તે વિચાર આજે દેશનાં નેતાએ, વિચારકો અને ચિંતકો અને શિક્ષણસંસ્થાએનાં પ્રિન્સીપાલાનાં મનમાં બહુ જૅરથી લૂંટાય છે. દેશની વર્તમાન પરિસ્થિતિ અને વિશેષરૂપે વિદ્યાર્થીસમાજમાં પ્રસરેલી હિંસા, અશાંતિ, ગેરશિસ્ત અને સમાજવિરોધી કાર્યો પ્રતિની દિલચસ્પીના અનિષ્ટ પ્રત્યે સૌનું ધ્યાન ખેંચાયું છે. આ દુ:ખદ પરિસ્થિતિ બહુ જલ્દી પલ્ટો માગે છે તે વિષે પણ લગભગ બધા સહમત છે.
ધર્મ એટલે શું તે વિષે વિચારતાં અનેક લોકોએ પ્રગટ કરેલા વિચારો અને વ્યાખ્યાને યાદ આવે, પણ જરા ઊંડાણથી જોતાં લાગે કે તે બધા તે ધર્મના એક એક પાસા જ છે. પણ સમગ્ર રીતે તેની વ્યાખ્યા આપવી હોય તે એમ કહી શકાય કે આપણી અંદર રહેલી પૂર્ણતા પ્રતિ ગતિ કરવાનું વિજ્ઞાન તે જ ધર્મ હાઈ શકે. આ ગતિના પ્રારંભ સાથે જ વ્યકિતમાં ઘણા મૂળભૂત ફેરફારો થાય છે, અને તેના જીવનના પ્રવાહ ઉર્ધ્વગામી બને છે, એટલે ધર્મને અહિં ઉન્નત જીવન જીવવાનું વિજ્ઞાન પણ કહી શકાય.
મનુષ્યજન્મ ધારણ કરીને આપણે મુખ્યત્વે બે કાર્યો કરવાનાં હાય છે. (૧) શરીર સંબંધી, એટલે કે શરીરનાં પાલનપોષણ, તેને સુખસગવડ મળે, આનંદ મળે, તે પ્રતિની સર્વ પ્રવૃત્તિઓ આ વિભાગમાં. આવી જાય, જેને આપણે ભૌતિક પ્રવૃત્તિએ કહીશું. (૨) શરીર જે કાર્ય માટે બનીને આવ્યું છે તે, એટલે કે
શ્રી મુંબઇ જૈન યુવક સ’ઘનુ' પાક્ષિક મુખપત્ર છૂટક નલ ૪૦ પૈસા
કુંવરજી કાપડિયા
એક પરિસ’વાદ
✩
પોતે કોણ છે તે જાણવું અને પૂર્ણતા સુધી પહોંચવું. આને આપણે આધ્યાત્મવિજ્ઞાન કહીશું.
મનુષ્યશરીર આવા પ્રયોગ કરવાની ઉત્કૃષ્ટ પ્રયોગશાળા છે. તેનાથી નીચેની કક્ષાના પ્રાણીઓમાં આ સંભાવના નથી હોતી. તે જે પ્રયોગ માટે આ શરીરરૂપી પ્રયોગશાળા બનીને આવી, તે પ્રયોગ જ ન થાય અને બહારના એકાંગી કાર્યોમાં જ પાત્ર ગૂંચવાઈ રહે તો શરીરસંબંધી જરૂરિયાતવાળા અર્ધું જ માત્ર પ્રયોગ સિદ્ધ થયો કહેવાય. તેને આપણે અપૂર્ણ પ્રયોગ કહીશું. પૂર્ણ પ્રયોગ તો ત્યારે થયો કહેવાય કે જ્યારે શરીર જેને માટે બનીને આવ્યું છે તે કાર્ય સંપન્ન થાય. બાકી તે અર્ધો પ્રયોગ કરનારની દિષ્ટ પણ અધુરી જ રહેવાની, અને અધુરી અપૂર્ણ દષ્ટિ સાથે જો કોઈપણ કામ કરવામાં આવે તો તેમાં પૂર્ણતા શી રીતે આવે ? આવી અંપૂર્ણ દૃષ્ટિએ થયેલાં કાર્યોમાંથી જ સંઘર્ષ અને અનેક જાતના નાના ટેટાએ ઊભા થાય છે. નાનાનાના સંઘર્ષોમાંથી મોટા સંઘર્ષો અને તેમાંથી લડાઈઓ અને યુદ્ધનાં સર્જને થાય છે. ‘ગ્રેઈટ વાર ” નાં મૂળમાં આ અજ્ઞાનપૂર્ણ અપૂર્ણ દૃષ્ટિ જ કારણભૂત છે. જાતિવાદ, પ્રાંતવાદ, ભાષાવાદનાં ઝનૂનો, હિંદુ - મુસલમાન ઝઘડાએ આદિનાં મૂળમાં પણ આ જ અજ્ઞાનદષ્ટિ રહેલી છે. કારણ કે તેઓનું ‘વીઝન ’ અર્ધું જ હોય છે, એટલે તેઓના વિચાર અને વ્યવહારમાં સંતુલન નથી રહી શકતું.
ધર્મ એટલે ભાનપૂર્વક સારું જીવન જીવવાનું વિજ્ઞાન તે આપણે ઉપર જોઈ ગયાં. આ પ્રયોગ સ્વ ઉપર — પોતાની ઉપર જ શકય છે. સ્વયં પ્રયોગ કરીને બાહ્યમાંથી અંતરમાં ( ભીતરમાં જવાનું છે. સ્વશરીર, સ્વમન એ શું છે તે જાણવા માટે ‘કાસ્મીક સિદ્ધાંતો જાણવા જરૂરી છે. તે નિયમોનો ખ્યાલ આવી જાય તે એ જાણવું ઘણું સહેલું, રસપ્રદ અને આનંદપ્રદ થશે, કે જે સિદ્ધાંતો આખા બ્રહ્માંડમાં વ્યાપી રહ્યાં છે તે આપણાં શરીરની જગ્યા પર પણ છે જ. આપણે એ ન સમજીએ કે ન જાણીએ તેથી તેઓ ત્યાંથી ગેરહાજર થોડા જ રહી શકે છે? આકસ્મીક પ્રિન્સીપલા ’ આપણાં સૌમાં અને સારાયે વિશ્વમાં વ્યાપ્ત છે આવી પ્રતીતિ આપણામાં ન થાય ત્યાં સુધી સાચી સાધનાને યા ધાર્મિક શિક્ષણના આરંભ થતા નથી.
આવી પ્રતીતિ થાય તો આખા વ્યકિતત્વનો પલટો થવા સંભવિત બને છે, આખું Being— વ્યકિતત્વ અંદરથી બદલાઈ જાય છે. આપણું વર્તમાન વ્યકિતત્વ છે જેને આપણે આપણુ માનીને ફરીએ છીએ, અને જેને અનુલક્ષીને આપણે બધા વ્યવહાર કરીએ છીએ તે તો અપૂર્ણ છે અને Acquired એટલે કે બહારથી ઘડાયલું છે, પણ સ્વયં આપણું વ્યકિતત્વ ‘Self' છે જે પૂર્ણ છે, તે તે। તદૃન જુદું જ છે. તે અંદરબહાર સર્વત્ર વ્યાપક પણ છે. તેને સિદ્ધ કરવાના પ્રયોગ તેને ધાર્મિક શિક્ષણ અથવા સાચું શિક્ષણ કહી શકાય. આવી રીતે સમજી સમજાવીને પોતાની