________________
તા. ૧-૩૧૮
પ્રબુદ્ધ જીવન
૨૨૩
વાની–મદદરૂપ થવાની - વૃત્તિ ઘણી વાર દબાઈ જાય છે. કદાચ આવી વ્યકિતને એમ લાગતું હોય છે કે જ્યારે આંખ સામે થઈ રહેલ અમુક ગુન્હાહિત દુષ્કૃત્યના અથવા તે અકસ્માતના બીજા પણ અનેક સાક્ષીઓ છે ત્યારે આવા પ્રસંગે સક્રિય બનવાની જવાબદારી સામે ઉભેલા અનેક લોકોમાં વહેંચાઈ જાય છે અને તેથી તેવા કિસ્સાઓમાં જાતે અંદર ઝંપલાવીને મદદરૂપ બનવાની વૃત્તિ અને કદાચ જવાબદારી પણ – તેટલા પ્રમાણમાં હળવી બની જાય છે.” આપણે પડોશી કોણ?
મારા મિત્ર ર્ડો. એમ. એમ. ભમગરાએ થોડા દિવસ પહેલાં મારી ઉપર : “The good Samaritan and the bad’ એ નામની એક પુસ્તિકા મોકલી. તેના ટાઈટલ પેજની પાછળની બાજુએ, બાઈબલના ન્યુ ટેસ્ટામેન્ટલમાં ‘સેન્ટ લ્યુક’ એ મથાળાનું એક પ્રકરણ છે તેમાંથી તારવેલી એક ધર્મકથા આપવામાં આવી છે. તેને અનુવાદ નીચે આપવામાં આવે છે. તેમાં ધર્મના નામે માનવીની સેવા અંગે ઉદાસીનતા દાખવતા ધર્મગુરુઓ ઉપર કટાક્ષ છે અને અન્યની આપત્તિના પ્રસંગે સહૃદય માનવીને ધર્મ શું હોઈ શકે તેનું સ્પષ્ટ માર્ગદર્શન છે. તે ધર્મકથાને અનુવાદ નીચે મુજબ છે:
“અમુક એક આદમી જેરૂસેલમથી જેરીક તરફ ગયો અને ચેરલૂટારૂની મંડળીમાં ફ્લાઈ પડશે. આ ચેરલૂટારૂઓએ તેનાં કપડાં ઝુંટવી લીધાં અને તેને ઘાયલ કર્યો, અને તેને અધમુઆ જે મૂકીને ચાલતા થયા.
. અને અકસ્માત એ રસ્તે અમુક એક પાદરી આવ્યો; અને આ પહેલા અધમૂઆ આદમીને તેણે જોયો અને બીજે રસ્તે તે આગળ ચાલતો થયો.' '
.. એવી જ રીતે એક કોઈ નાગરિક-Levite-જે એ જ સ્થાન આસપાસ રહેતો હતો તે ત્યાં આવી ચડયો, આ આદમીને તેણે જોયો અને બીજે રસ્તે તે પણ આગળ ચાલતો થયો. '
. .. પણ પછી અમુક એક ભલે પરગજ માનવી-Samaritanએ બાજુએ પ્રવાસ કરતે, જ્યાં પેલે આદમી પડેલે હતો ત્યાં, આવી ચડયો અને એ આદમીને તેણે જોયું કે તેના દિલમાં તેના વિશે કરુણા કુરાયમાન થઈ.
. .... અને તે તેની પાસે ગયો અને તેના ઘા ઉપર ઔષધ તેમ જ મિલમ ચેપડીને પાટો બાંધ્યું, અને તેને ઉંચકીને પોતાના ખચ્ચર ઉપર બેસાડયો, અને નજીકની એક ધર્મશાળામાં લઈ આવ્યા, અને આખી રાત તેની સેવા સુશ્રુષા કરી. * ...... અને બીજા દિવસે તે ભલે આદમી જવાને તૈયાર થયો તે પહેલાં પિતાના ખિસ્સામાંથી તેણે બે આના કાઢયા અને ધર્મશાળાના રખેવાળને આપ્યા અને તેને કહ્યું : આ આદમીની સંભાળ લેજે અને તેની પાછળ જે કાંઈ વધારે ખર્ચ થાય છે, જ્યારે હું પાછો ફરીશ ત્યારે, તને ભરી આપીશ. 1 . ઉપર જણાવેલ ચેર અને લૂંટારૂઓને જે ભોગ થઈ પડશે તે આદમીને, ઉપર જણાવેલ ત્રણ. વ્યકિતઓમાંથી, તારા વિચાર મુજબ, કોણ પાડોશી ગણાય? ' ' '... અને તેણે જવાબ આપ્યો કે જેણે એ આદમી ઉપર દયા દાખવી છે. આ સાંભળીને જીસસે તેને કહ્યું કે: “જા અને તું પણ તે મુજબ વર્તવાનું ધ્યાનમાં રાખજે.” ': ', શ્રી લીલીબહેન પંડયા: કેંગ્રેસ ઉમેદવાર, ' '
* આવતા માર્ચ માસની ૨૬ મી તારીખે મુંબઈની મ્યુનિપિલ ર્કોર્પોરેશનની ચૂંટણી છે. એ ચૂંટણી અંગે અનેક વ્યકિતએ કોઈ એક યા અન્ય પક્ષ તરફથી અથવા તે સ્વતંત્ર રીતે પોતાની ઉમેદવારી નોંધાવી છે. આ રીતે શ્રી લીલીબહેન પંડયા કૅન્ચેસ પક્ષ તરફથી મલબાર હીલ અને મહાલક્ષ્મી ટેમ્પલ વિભાગ (મ્યુનિસિપલ વૉર્ડ નં. ૧૪) માટે ઊભા રહ્યા છે. તેઓ ૧૯૬૧ ની ચૂંટણી દરમિયાન વાલકેશ્વર - મલબાર હિલ વિભાગમાંથી સૌથી વધુ મતે ચૂંટાઈ આવ્યાં હતાં અને કેંગ્રેસ પક્ષનું જનરલ સેક્રેટરી પદ તેમણે સંભાળ્યું હતું. ૧૯૬૩ માં મ્યુનિસિપલ કૅરપોરેશનની ઍજ્યુકેશન કમિટીના અધ્યક્ષપદે તેમની નિયુકિત કરવામાં આવી હતી અને મ્યુનિસિપલ સ્ટેન્ડીંગ કમિટીના સભ્યપદે તેમની નિયુકિત થઈ હતી. છેલ્લાં સાત વર્ષના ગાળામાં તેમના ભાગે આવેલી મુનિ
સિપલ કૅરપોરેશનના વહીવટને લગતી અનેક જવાબદારી તેમણે સંભાળી હતી. આ ઉપરાંત લીલીબહેન વિકટોરિયા જ્યુબિલી ટેકનિકલ ઈન્સ્ટીટયુટના બંડના મુંબઈ પ્રૌઢ શિક્ષણ સમિતિના તથા ઈન્ડો – અમેરિકન સંસાયટીના બંડ ઑફ મેનેજમેન્ટના સભ્ય છે, ચિલ્ડ્રન ઓર્થોપીડીક હૈસ્પિટલ અને સાસાયટી ઑફ ધી રીહેબીલીટેશન ઑફ કીપડની કાઉન્સિલ ઓફ મેનેજમેન્ટના સભ્ય અને કોષાધ્યક્ષ છે અને વૅલ્સગહામ હાઈસ્કૂલના ટ્રસ્ટી છે. મુંબઈના જાહેર જીવનમાં જેમનું આવું માન અને પ્રતિષ્ઠાભર્યું સ્થાન છે તેવાં લીલીબહેનને કેંગ્રેસ તરફથી તેમને સુપ્રત કરવામાં આવેલ વિભાગના મતદારોને પોતાને મત આપવા અંગે વિશેષ પરિચય આપવાની જરૂર નથી.
લીલીબહેન મુંબઈની પટેલ એન્જિનિયરીંગ કંપની લિમિટેડ અને એન્જિનિયરીંગ પેડક સ લિમિટેડના ડિરેકટર હાઈ સક્રિય વ્યવસાયને વરેલાં છે. જન્મે તેએ જેન છે અને મુંબઈ જૈન યુવક સંઘના સભ્ય છે. તેમણે યુરોપ- અમેરિકાને અનેકવાર પ્રવાસ કર્યો છે અને ભારતીય સ્ત્રી મંડળના સભ્ય તરીકે તેઓ રશિયા પણ ગયા છે અને ત્યાંની ઈજનેરી શૈક્ષણિક વગેરે અનેક સંસ્થાઓનું તેમણે નિરીક્ષણ કર્યું છે. આવાં શિક્ષિત અને અનુભવી બહેન મુિંબઈની મ્યુનિસિપલ કૅરપેરેશનમાં ચૂંટાય એમાં મુંબઈ શહેરનું તેમ જ મુંબઈના સ્ત્રીસમાજનું ગૌરવ છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલયને અદ્ભુત સફળતાને વરેલો સુવર્ણમહોત્સવ !! શ્રી મહાવીર જૈન વિદ્યાલયને ગયા જાન્યુઆરી માસના અન્તિમ સપ્તાહ દરમિયાન મુંબઈ ખાતે યોજવામાં આવેલ શ્રી મહાવીર જૈન વિદ્યાલયના સુવર્ણ મહોત્સવને લગત તા. ૨૧-૧-૬૮ થી તા. ૨૮-૧-૬૮ સુધીને સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પડયો છે, તે માટે તે સંસ્થાના સંચાલકોને અનેક ધન્યવાદ ઘટે છે. સવિશેષ આનંદજનક બીના તે એ છે કે પ્રસ્તુત સુવર્ણ મહોત્સવની અનુસંધાનમાં સંસ્થાની વ્યવસ્થાપક સમિતિએ રૂા. ૨૧,૦૦,૦૦ની પ્રાપ્તિનું લક્ષ્ય નક્કી કર્યું હતું અને આગળના મહિનાઓ દરમિયાન આ લક્ષ્યાંકને પહોંચાશે કે કેમ તે વિશે સારા પ્રમાણમાં ચિત્તા સેવાતી હતી. તેના બદલે સુવર્ણ મહોત્સવની પૂર્ણાહુતિ સુધીમાં આ ફંડ રૂા. ૨૯,૦૦૦ ની સીમાને વટાવી ગયેલ છે એ હકીકત સંસ્થાના સંચાલકોને માટે માત્ર આનંદપ્રદ નહિ પણ અત્યન્ત ગૌરવપ્રદ છે. એ મહોત્સવના દિવસે દરમિયાન એવા કેટલાય પરિચિત મિત્રોને મળવાનું બન્યું કે જેમણે મને જણાવ્યું કે : “ અમે પણ આ ફંડમાં રૂ. ૧૦,૦૦૦ અથવા તે રૂા. ૧૨૫૦૦ નોંધાવ્યા છે. કારણ કે અમને થયું કે જે સંસ્થાએ જૈન સમાજની આટલી બધી સેવા કરી છે તે સંસ્થાના આવા પ્રસંગે અમે મદદરૂપ નહિ થઈએ તો કયારે થઈશું?” કોઈ કોઈએ સાડા બાર નોંધાવેલા તેણે પચ્ચીસ હજાર કરી આપ્યા. જે સંસ્થાને. એક સમયદર્શી જૈન આચાર્ય શ્રીમદ્વિજયવલ્લભસૂરિની પ્રેરણા અને આશીર્વાદ છે અને જે સંસ્થાના ઘડતર પાછળ સ્વ. શ્રી મોતીચંદભાઈ અને તેમની પરંપરાને દીપાવનારા શ્રી ચંદુલાલ વર્ધમાન શાહ અને બીજા અનેક કાર્યકરોને પ્રસ્વેદ અને પરિશ્રમ રહેલું છે તે સંસ્થા તેને લગતા સમાજના લોકોનું દિલ કેવી રીતે જીતી લે છે તેને આ ઘટના અદ્ભુત પુરાવો છે. . .
પ્રસ્તુત સુવર્ણ મહોત્સવના સંદર્ભમાં ગયા ફેબ્રુઆરી માસની ૧૮મી તારીખે પુના ખાતે યોજાયેલા એક કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પડશે અને તા. ૨૪મીના રોજ વલ્લભવિદ્યાનગર ખાતે, તા. ૨૫મીના રોજ વડોદરા ખાતે અને તા. ૨૬ મીના રોજ અમદાવાદ ખાતે ભરચક કાર્યક્રમ ગોઠવાયા હતા અને અમદાવાદ ખાતે આગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજજીની નિશ્રામાં શેઠ કરતુરભાઈ લાલભાઈના પ્રમુખસ્થાને આગમ પ્રકાશન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ બધા સફળતાપૂર્વક સંપન્ન બની ચૂકયા છે. મુંબઈના શ્રી કચ્છી વીશા ઓશવાળ સ્થાનકવાસી
મે મહાજનને ધન્યવાદ * શ્રી કચ્છી વિશા ઓશવાળ સ્થાનકવાસી જૈન મહાજન સંચાલિત માતુશ્રી મણિબાઈ શિવજી દેવજી કન્યા કેળવણી ફંડ અંગે તેના મંત્રી શ્રી શાન્તિલાલ દેવજી નંદુ તથા શ્રી મોરારજી લધા શાહ તરફથી મળેલા તા. ૧-૨-૬૮ ના પરિપત્રમાં જણાવ્યા મુજબ તેમની જ્ઞાતિની એસ. એસ. સી. થી આગળને ઉચ્ચ અભ્યાસ કરવા ઈચ્છતી બહેનોને મદદ કરવાના હેતુથી શેઠશ્રી દેવજી ખેતશીના