________________
i
૨૨૩
પ્રબુદ્ધ જીવન
પ્રકીર્ણ નોંધ
આચાર્ય તુલસી અવ્યા અને ગયા : એક અંગત લાચના
આચાર્ય તુલસી જાન્યુઆરી માસની છઠ્ઠી - સાતમી તારીખે મુંબઈ ખાતે પધાર્યા અને ફેબ્રુ આરી માસની ૧૨મી તારીખે તેમણે મુંબઈથી વિહાર કર્યો. આ રીતે તેઓ મુંબઈમાં લગભગ સવા માસ રહ્યા. તે આખા સવા માસ તેમની આસપાસ ઊભી કરવામાં આવેલી અનેક પ્રકારની પ્રવૃત્તિઓથી, પાર વિનાના કાર્યક્રમાથી, વિવિધ પ્રકારની પ્રચારપ્રક્રિયાઓથી અને તેમને લગતી તરેહ તરેહની જાહેરાતોથી ખૂબ ધમધમતો રહ્યો. તેમના નિવાસસ્થાનની બાજુએ એક મોટું સરકસ હતું. પણ વચગાળે તેરાપંથના વાર્ષિક મર્યાદા મહોત્સવ આવ્યા અને ઉજવાઈ ગયા – આ નિમિત્તે રાજસ્થાનથી તેમના અનુયાયીઓ સેંકડોની સંખ્યામાં મુંબઈ આવેલા હોઈને આચાર્યશ્રીના નિવાસસ્થાન આસપાસની ધમાલ આગળ ઉપર જણાવેલ સરકસની ધમાલ કોઈ વિસ્તારમાં નહોતી. આ દિવસે દરમિયાન ઘણી વાર મનમાં પ્રશ્ન થતો કે એક ધર્માચાર્ય પાછળ આટલી બધી જાહેરાત અને પ્રચારપ્રક્રિયા અને પ્રસિદ્ધિપ્રયાસ શા માટે અને મુંબઈ શહેરની અનેક અગ્રગ—ખાસ કરીને સત્તારૂઢ વ્યકિતઓને પુન: આચાર્યશ્રી તરફ ખુનઃ નિમંત્રણા તથા ટેલીફોના દ્વારા આકર્ષવાને લગતી તેમના અનુયાયીઓની આટલી બધી દોડાદોડ શા માટે? એક વિશિષ્ટ વ્યકિતની સાચી ઓળખ કરાવવા માટે આટલું મેાટું પ્રચારતાંડવ ખરેખર જરૂરી છે ખરૂ? સામાન્ય લોકો આવી જાહેરાત અને પ્રસિદ્ધિઓથી થેાડા સમય માટે જરૂર પ્રભાવિત થાય છે, પણ સુજ્ઞ જનાના માનસ ઉપર આવી જાહેરાતો અને પ્રસિદ્ધિપ્રયાસે ઘણી વખત પ્રતિકુળ પ્રત્યાઘાત પેદા કરે છે અને તેના અતિરેક પ્રસ્તુત વ્યકિતની ખરી મહત્તાની પ્રતીતિ કરાવવામાં અવરોધરૂપ બની જાય છે. આચાર્યશ્રીના અનુયાયીઓ
આ બાબત બરોબર સમજે અને વધારે વિવેકશીલ બને એમ આપણે ઈચ્છીએ. સત્વશીલ માનવીનું વ્યકિતત્વ લાંબા સમય ઢંકાયલું કે છુપાયલું રહેતું નથી અને તેથી માનવસમાજ પ્રભાવિત થયા વિના પણ રહેતો નથી. આટલી આપણામાં શ્રાદ્ધા હોય તો આવા પ્રચારઅતિરેક આપણાથી થવા ન પામે.
આચાર્યશ્રીના મુંબઈ ખાતેના નિવાસ અંગે મન ઉપર પડેલી છાપની આ એક બાજુ થઈ. બીજી બાજુ તેમના આ વખતે થયેલા પ્રત્યક્ષ પરિચય અંગે અનુભવેલી ઊંડી પ્રસન્નતાને લગતી છે. તેમના ટૂંકા નિવાસ દરમિયાન કેવળ વિચારવિનિમય અને પરસ્પરને નિકટતાથી સમજ, ઓળખવાના હેતુથી હું તથા મારા સાથી અને સહચિંતક શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ તેઓશ્રીને રાત્રિના ૮ થી ૧૦ ના ગાળામાં ચાર વાર મળ્યા હતા. અને તેમની તથા તેમના વિદ્વાન અને તર્કનિપુણ શિષ્ય મુનિશ્રી નથમલજી સાથે અનેક વિષયોની ચર્ચા થઈ હતી. શ્રી રિષભદાસજી રાંકા આ બધી બેઠકો દરમિયાન અમારી સાથે હતા. કોઈ ધર્માચાર્ય સાથે આટલી લાંબી ચર્ચા કરવાના મારા માટે આ પહેલા પ્રસંગ હતા. અમારી બાજુએ શ્રી ચીમનભાઈ મોટા ભાગે રજૂઆત કરતા હતા. અમારી આ ચર્ચાની વિગતો રજૂ કરવાના અહિં આશય નથી. અહિંસા અને કરુણાના તત્ત્વ અંગે અમારા અને એમના દૃષ્ટિકોણમાં મેટો ફરક હોવાથી અમારી અને તેમની વચ્ચે સર્વથા મનૈકય નિર્માણ થવાનું શકય નહોતું. આમ છતાં પણ અમારી સાથેના તેમના વ્યવહારમાં પૂરી ઉદારતા, નિખાલસતા અને આદરના અમને અનુભવ થયો હતો. સમગ્રપણે અમારે એમ પણ કહેવું પડે કે તેએ અમુક વિચાર કે અભિપ્રાયના કટ્ટર આગ્રહી ન લાગ્યા. તેઓ સંશોધન-અભિમુખ
તા. ૧-૩-૧૮
✩
છે અને પરિવર્તન વિરોધી નથી – આવી તેમના વિષે અમારા મન ઉપર છાપ પડી.
આ ઉપરાંત તેમના મુંબઈના નિવાસ દરમિયાન જુદા જુદા પ્રસંગાએ તેમને અંગત રીતે છૂટુંછવાયું મળવાને પણ મને સુયોગ પ્રાપ્ત થયા હતા અને એ દરમિયાન તેમના સાહાર્દને મને જે પરિચય થયા તેને પણ, મને લાગે છે કે, મારે અહિં આછા ઉલ્લેખ કરવા જોઈએ. તેમના એક ધર્માચાર્ય તરીકેને આડંબર, આજના જમાના સાથે બંધબેસતી ન હોય એવી તેમની આચારાપ્ત જુનવાણી રહેણીકરણી આવું ઘણુ છે કે જે અપણને ન ગમે, જે આપણને કાળપ્રતિગામી લાગે, જે આપણને અવૈજ્ઞાનિક લાગે, આમ છતાં પણ, તેમની ધીરાદાત્ત સ્વસ્થતા, માનવલક્ષી અભિ ગમ, પ્રાકૃતિક પ્રસન્નતા, અન્યને જાણવા સમજવાની અભિમુખતા અને લાક્ષણિક વિનમ્રતા – આ તેમના ગુણા વડે હું ઠીક ઠીક પ્રભાવિત થયો અને તેમના વિષે, જયાં એક વખત પરાયાપણાના ખ્યાલ હતા ત્યાં, એક પ્રકારની આત્મીયતાના ભાવ મેં અનુભવ્યો. આ વખતના પરિચયથી મારા ચિત્ત ઉપર તેમના વિષે આવી કાંઈક મધુર છાપ અંકિત થઈ છે.
Urban Unconcern : શહેરી જનાના નિલે પભાવ
તા. ૧૯-૧૨-૧૯૬૬ ના ટાઈમ્સ ઑફ ઈન્ડિયામાં ઉપરના મથાળા નીચે પ્રગટ થયેલી નોંધ શહેરમાં વસતા આપણ સર્વ લોકો માટે ઊંડી વિચારણા માંગે તેવી છે. તેના અનુવાદ નીચે મુજબ છે :
“શહેરી જીવનની દુનિયાભરમાં એક સર્વસાધારણ ખાસિયત જોવામાં આવે છે અને તે છે Indifference : આસપાસ
બનતી દુર્ઘટના અંગે ઉદાસીનતા – બેપરવાઈ - કદાચ એક પ્રકારની હૃદયશૂન્યતા –– જે બીજી રીતે સામાન્યત: સંવેદનશીલ હાય, સહૃદય હોય એવી વ્યકિતઓમાં શહેરી જીવન દ્વારા કેળવાતી માલુમ પડે છે. “The unconcered bystanders: studies in social responsibilites”. “બાજુએ ઉભેલા – પસાર થતા બેપરવા માનવી : સામાજિક જવાબદારીઓ અંગેનું સંશોધન ” – એ વિષય ઉપર યુનાઈટેડ સ્ટેટ્સમાં તાજેતરમાં એક પરિસંવાદ યોજવામાં આવ્યો હતો. તેમાં અગ્રગણ્ય લેખાતા સામાજિક માનસશાસ્ત્રના કેટલાક નિષ્ણાતોએ ભાગ લીધા હતા અને શહેરમાં વસનારા નાગરિકો પોતાના સહવાસી નાગરિકોને મદદરૂપ થવામાં કેમ પાછા પડે છે, કેમ મંદ હોવાનું માલૂમ પડે છે તેનાં કારણેાનું પૃથક્કરણ કરવા તેમણે પ્રયત્ન કર્યો હતા. બે વર્ષ પહેલાં ન્યુયોર્કના ફેશનેબલ સોહામણા વિભાગમાં રહેતી કીટી ગેનેવીસ નામની એક યુવતી ઉપર સરિયામ રસ્તા વચ્ચે ખૂની હુમલા કરવામાં આવ્યા હતા, આ દુર્ઘટના લગભગ ૪૦ લોકો ટગર ટગર જોઈ રહ્યા હતા, પણ તે યુવતીને મદદ કરવા માટે – બચાવવા માટે કોઈ એક પણ આદમી આગળ આવ્યો નહોતો. એવી જ રીતે તાજેતરમાં મુંબઈના મરીનડ્રાઈવના રાજમાર્ગ ઉપર રાત્રીના નવ વાગ્યાના સુમારે પુરપાટ દોડી જતી મેાટર નીચે મુંબઈ હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ પટકાઈ પડયા હતા, પણ જે લોકો તેમની નજીકમાં હતા તેમનું એમ કહેવું હતું કે કેટલીયે મુશ્કેલીઓ અને સમજાવટ બાદ તેમને મદદ કરે અને આ જીવન – મરણ વચ્ચે ઝોલાં ખાતા ન્યાયમૂર્તિને હાસ્પીટલ સુધી પહોંચાડવા તૈયાર થાય એવી વ્યકિત તે માંડમાંડ મેળવી
શકયા હતા.
“ યુનાઈટેડ સ્ટેટ્સના સામાજિક માનસનું સંશોધન કરતા નિષ્ણાતો દ્વારા આવી ઉપેક્ષા-બેફિકરાઈનુંકારણ શું છે તે અંગે સંશાધન કરાવતાં એમ માલૂમ પડયું હતું કે જ્યારે કોઈ એક વ્યકિત સમ્મૂહમાં હોય છે ત્યારે તે વ્યકિતઓની આવા કિસ્સાઓમાં સક્રિય બન