________________
તા૧-૩-૧૮
પ્રબુદ્ધ જીવન
૨.૧
ચાર બાળકોને ચોરી કરવાનું શીખવી ખાય --પીએ. છોકરા ચોરી કરતા પકડાયા. આપણે જે દેશને સમૃદ્ધ અને સુખી માનીએ છીએ ત્યાં પણ આવું ચાલી રહ્યું છે અને રોજ આવા કિસ્સાઓ પકડાય છે.
મુંબઇમાં ગર્ભપાતને સરળ બનાવવા કાયદામાં સુધારો કર-વાની વાત ચાલી હતી તે યાદ છે. અહીં પણ એ માટેનું બિલ આવી - ગયું છે. તેને વિરોધ પાદરીઓ કરી રહ્યા છે. આમ આજે દુનિયા જેમ નાની બનતી જાય છે તેમ તેની સમસ્યાઓ પણ સર્વત્ર સરખી જ થતી જાય છે એમ લાગે છે.
ઑફિસેમાં અને બીજે પણ જ્યાં જુઓ ત્યાં બહેને કામ કરતી નજરે ચડે છે. ખર્ચને પહોંચી વળવા માટે આ સિવાય બીજો રસ્તે પણ નથી. કામ કેમ સરલ કરવું તેની આવડત આ દેશમાં છે અને કામને કેમ વિલંબમાં નાખવું તેની આવડત આપણા દેશના કર્મચારીઓમાં છે. એક જ ઉદાહરણ આપું. મારે ઘરમાં ટેલીફોન લે હતે. અમારા વિભાગના સેક્રેટરી બહેને ઠેકાણું જણાવી ફેનથી આ બાબતે વાત કરી દીધી અને બીજે દિવસે ફોન આવી પણ ગયો. નહિ અરજી, નહિ અરજી ઉપર ભારના પૈસાની લાંચ, કામને નિકાલ તરત કેમ કરવું એની ધૂન છે, જ્યારે આપણે ત્યાં તે કલાર્ક ઝોકાં ખાતાં બેસી જ રહે. બેંકમાં ચેક આપીએ કે બીજી મિનિટે તો આપણા હાથમાં રૂપિયા હોય. આ અનુભવ તે જીવનમાં અહીં પ્રથમ વાર જ થયું. ખાતું ખોલવામાં નહીં ઓળખાણ, નહિ પિછાણ – બધુ વિશ્વાસે ચાલે. બજારમાં છૂટા છાપા પડયા હોય, ડબીમાં લોકો પૈસા નાખતા જાય અને છાપું લેતા જાય. કોઈ વેચનારની જરૂર નહિ. મારા દૂધવાળાનું મેં હજી માં પણ જોયું નથી, પણ માત્ર ચિઠ્ઠી પ્રમાણે તો રોજ દૂધની બાટલી આપી જાય છે, અને મહિનાને અંતે બાટલી સાથે બિલ મૂકતો જાય છે.
પ્રજા પરિશ્રમી છે. અન્યથા આવી વિષમ ઋતુમાં પણ બધે વ્યવહાર કેવી રીતે ચાલે ? મેજ પણ એવી જ છે. છાપામાં જાહેર ખબરમાં માત્ર ખાવા - પીવાની, સૌન્દર્યસાધનની અને મોટરોની જાહેર ખબર વધારે પ્રમાણમાં છે. પણ આ લોકો પૈસો પેદા કરી જાણે છે અને ખર્ચો પણ જાણે છે. ગઇ કાલના છાપામાં વાંચ્યું ફોર્ડ કંપનીના પ્રેસિડેન્ટને કંપની જરનલ મેટર્સમાંથી લઈ આવીને નિયુકત કર્યા, કેટલે પગાર આપશે તે બહાર આવ્યું નથી, પણ તેમને જનરલ મેટર્સમાંથી વાર્ષિક બેનસ અને પગારની રકમ પેટે ૪,૮૨૦૦ ડૉલર મળતા હતા. આ પગારની કલ્પના આપણે હિન્દુસ્તાનમાં કરી જ ન શકીએ. કંપની કમાતી હશે તો આટલા આપી શકતી હશે ને? અને કેનેડાની ટેલીફોન કંપની એટલું બધું કમાઇ છે અને બીજા ધંધામાં રોકે છે કે તેને વધારે રોકાણ કરતી અટકાવવા બિલ લાવવાનો વિચાર ચાલી રહ્યો છે, ત્યારે આપણે ત્યાંની ટેલિફોન વ્યવસ્થા દેવાળીયા કંપનીમાં જ ખપે. બબ્બે હજાર અગાઉથી લઇ લે તે પણ સમયસર કામ કરી આપે નહિ. લાંચ આપે તે ટેલિફોન મળે, અન્યથા નહિ–આવા આક્ષેપ સાંભળવા મળે છે. તા. ૮-૨-૬૮, ટોરોન્ટો, કેનેડા. દલસુખ માલવણિયા માથાના માપે ટોપી કે ટોપીના માપે માથું? ' ધર્મ, રાજનીતિ, સાહિત્ય, કલા વગેરે દરેક ક્ષેત્રમાં કેટલીક સીમાએ બંધાઈ ગઈ છે. જે પુસ્તક આ મર્યાદાઓનું પ્રતિપાદન કરે છે એ શાસ્ત્ર બની જાય છે. શાસ્ત્ર’ શબ્દનો અર્થ છે શાસન. કરનારૂં. કેઈ શાસ્ત્ર શરીરની હલચલ પર નિયંત્રણ મૂકવા માંગે છે છે તો કોઈ શાસ્ત્ર હૃદયના સંવેદન પર, અને કોઈ શાસ્ત્ર બુદ્ધિની શકિત પર. શરીર પર શાસન કરનારૂં શાસ્ત્ર એમ ઈચ્છે છે કે મનુષ્ય એમાં લખ્યા પ્રમાણે જ વર્તે. એમાં જણાવેલા સમયે ઊઠે, સ્નાન કરે અને દેખાતું ન હોય તે પણ કોઈ શકિતશાળી અસ્તિત્ત્વ પ્રત્યે
પોતાનું મસ્તક નમાવે. એમાં જણાવ્યા પ્રમાણે ભજન કરે, વાતચિતમાં પણ એમાં જણાવેલા શબ્દો વાપરે અને શાસ્ત્રમાં લખેલા સમયે સૂઈ જાય. એ સમયે જો એને ઊંઘ ન આવે તો પોતાને પાપી સમજે, અને એ પાપનું પ્રાયશ્ચિત કરે, પ્રાર્થના કરે. ટમટમતા કોડિયાનું સ્થાન વિજળીએ લઈ લીધું. આપણા વ્યવહારને સૂર્યોદય કે સૂર્યાસ્ત સાથે કોઈ વિશેષ સંબંધ રહ્યો નથી; પુરાણા જમાનામાં જે પ્રકારના જગતની કલ્પના પણ થઈ શકતી ન હતી એવા જગતને ધ્વનિ આજે સંભળાવા લાગ્યો છે અને એ પ્રકારની ચેતરફ હીલચાલ જોવામાં આવે છે, તે પણ એમ કહેવામાં આવે છે કે ત્રણ હજાર વર્ષ પહેલાં જે પ્રકારનું જીવન હતું એવું જ જીવન આપણે આજે પણ જીવીએ.
હૃદય પર નિયંત્રણ કરનારું શાસ્ત્ર દાવો કરે છે કે એણે હૃદયના તમામ સ્પંદને તાગ કાઢી લીધો છે, એનું વર્ગીકરણ પણ કરી લીધું છે અને બે હજાર વર્ષથી હૃદયના દરેક સંવેદનનું એ જુદા જદા વર્ગોમાં વિભાજન કરી રહ્યાં છે આ શાસ્ત્રને દાવે છે કે એના સિવાય કોઈ નવી અનુભૂતિ અથવા કોઈ નવું સંવેદન હોઈ શકે જ નહીં. એ સંવેદનના કારણોની પણ આવેચન આ શાસ્ત્રો કરી છે. સમય બદલાઈ ગયો, પરિસ્થિતિ પલટાઈ ગઈ, સંવેદનનાં કારણ પણ બદલાઈ ગયાં. તે પણ વરસ પહેલાં જે કારણ એ શાસ્ત્રમાં બતાવેલાં તેની જ જૂનીપુરાણી ચર્ચા હજી ચાલી રહી છે. એનાથી જો હૃદયમાં સ્પંદન પેદા થતું નથી, તે કહે છે કે માણસ સ્વાર્થી બની ગયો છે, એનામાં રસિકતા રહી નથી. અનુભૂતિ પ્રમાણે વર્ણન કરવાને બદલે માં શાસ્ત્રની એવી અપેક્ષા રહી હોય છે કે તેમાં કરેલા વર્ણન પ્રમાણે અનુભૂતિ થવી જોઈએ. "
બૌદ્ધિક આલોચના અને તર્કશકિતને દાવો કરનારા ત્રીજા વર્ગની પણ આવી જ દશા છે. એણે બાહ્ય વસ્તુઓને જાણવાના સાધનોનું સમાલોચન અને વર્ગીકરણ કર્યું, અને એ આધાર પર સત્યાસત્યને નિર્ણય કરવાનું વિચાર્યું. વર્તમાન વિજ્ઞાને આપણી નિરીક્ષણ શકિતને લાગણી વિકસાવી દીધી છે. પરિણામે ફ લમાં જે સુન્દરતા દેખાતી હતી તે વિકરાળ બની ગઈ છે અને એ વિષયની પ્રાચીન માન્યતાઓ મિથ્યા જણાવા લાગી છે. પરંતુ પુરાણા દાર્શનિકો અને પંડિતો એને છોડવા તૈયાર નથી, પોતાની જુની માન્યતાઓ તેઓ બદલવા તૈયાર નથી.
આપણી સામે પ્રશ્ન એ ખડે થયો છે કે ટોપી માથાને માટે છે કે માથું ટેપીને વાસ્તે? એક વર્ગ એવો છે કે જે ટોપીથી માથું માપે છે. જે માથું ટેપીમાં બંધ બેસી જાય એની પ્રશંસા કરે છે અને નથી બેસતું એની નિન્દા કરે છે. એ વર્ગ એમ ચાહે છે કે કોઈ પણ માથું આ ટેપીથી મોટું ન હોય. જેમ આવા મેટા માથાની સંખ્યા વધતી જાય છે તેમ એનું દુ:ખ પણ વધતું જાય છે. અને પિતાને ગુસ્સે જોરશોરથી પ્રગટ કરતાં કહે છે: “દુનિયામાં નાસ્તિકતા વધી ગઈ છે, કોઈ ધર્મનું પાલન કરતું નથી, બધી મર્યાદાએ ટવા લાગી છે, હવે તે પ્રલય માત્ર આવો બાકી રહ્યો છે.” .
ઈતિહાસ તપાસીએ તો લાગશે કે આ પ્રકારનું ઝનૂન નવું નથી. પ્રત્યેક જની પરંપરા નવી પરંપરાનું ઠીક આ જ રીતે સ્વાગત કરતી આવી છે. દરેક ધર્મપ્રવર્તકનું સ્વાગત નાસ્તિક તરીકે જ આપણે કર્યું છે અને અનુયાયીઓ મળ્યા પછી આ જ ધર્મપ્રવર્તકને આપણે અવતાર માન્યો છે. પ્રત્યેક સમાજસુધારક પણ પોતાના જીવનકાળ દરમ્યાન પતિત ગણાય છે, પણ સમયના વહેણ સાથે એના નામ પર એક નવા સમાજનું નિર્માણ થયું છે. જે કોઈ સંગઠ્ઠનની રચના રૂઢિઓની વિરુદ્ધ કાંતિના રૂપમાં થઈ તે પણ સમયાંતરે પિતે જ રૂઢિઓનું ઘર બની ગઈ છે. જે માથા થોડા સમય ટેપી વિના દૂધૂમતા રહ્યા હતા એમણે નવી ટોપી બનાવી લીધી છે અને નવા માથા પર પ્રતિબંધ મૂકવા લાગ્યા છે.
આજના માનવ પાસે એક સમશ્યા પડી છે: કોણ વધે–રોપી કે માથું? અનુવાદક :
' મૂળ હિન્દી : શ્રી સુબોધભાઈ એમ. શાહ
ડૉ. ઈન્દ્રચંદ્ર શાસ્ત્રી