________________
૨૧૦
પ્રભુ જીવન
નવી દુનિયામાં
(તા. ૧-૧-૬૮ના રોજ મુંબઈથી રવાના થયેલા પંડિત દલસુખભાઈ માલવણિયાના ટોરોન્ટો (કેનેડા)થી આવેલા લેખ).
નવી દુનિયામાં આવ્યો છું તો અહીંના જાણવા જેવાં નવીન સમાચારો ‘પ્રબુદ્ધ જીવન' દ્વારા રજુ કરવા—એમ શ્રી પરમાનંદભાઈ લખે છે અને શ્રી શાંતિભાઈ શેઠ પણ દિલ્હીથી લખે છે. જેને લેાકસંપર્ક કહે છે તે તો હજી મેં કેળવ્યો નથી, તેમ જ ટેલિવિઝન કે રેડિયા પણ હજુ અહીં મેં વસાવ્યો નથી. તેવી સ્થિતિમાં આસપાસ જે કાંઈ હરતાં ફરતાં જોઈએ અગર સમાચારપત્રોથી જાણીએ તેના જ પડઘો પાડી શકાય. તા. ૫-૧-૬૮ ના રોજ અહીં પહોંચ્યો પણ અત્યાર સુધીમાં માત્ર બે જ દિવસ મે’ છાપું લીધું અને વાંચ્યું છે. સાઠપાનાનું છાપું લેવું અને વાંચવું એ પણ એક કસેટી મને તો લાગે છે. ખર્ચ કરીને લઈએ અને પૂરૂં વાંચીએ નહિ તે ખર્ચનું વળતર મળી રહે નહીં અને લીધા પછી વાંચ્યા વિના ચાલે પણ નહિ. અમદાવાદનાં જ છાપાં જેમાં પાનાં ઓછાં પણ મારો એકથી દોઢ કલાક તો લેતા જ, તે અહીં છાપાની લગભગ બધી વિગતો અજાણીઆપણી દષ્ટિએ મેળ વિવાની—એટલા માટે કે કયા શહેરની કે પ્રાંતની આ ખબર છે—તેની શું સમસ્યાઓ છે—એ પૂર્વભૂમિકા વિના છાપામાં કાંઈ વિશેષ મેળ જામે નહિ, પણ માનવ તો સર્વત્ર માનવ છે - એની સમસ્યાઓ પણ સરખી છે—આ એક બાબત લક્ષમાં લેતાં મેળ બેસી જાય છે એમ અનુભવે જણાવ્યું.
ભાષાના ભૂતની સમસ્યા આજની નથી; પણ જૂની છે, જયાં સુધી નજર મારી પહોંચે છે ત્યાં સુધી કહી શકું કે, ભૂતના ઈતિહાસ અઢી હજાર વર્ષ જેટલા જૂના તો છેજ. તેના પુરાવા પણ છે. પણ એ ઈતિહાસ એથી પણ જૂના હશે જ. કદાચ માનવ જાતની સાથે જ જ્યારથી તે ભાષા બેાલતા થયા હશે. ત્યારથી જ હશે. જે જાતિએ જે ભાષાની શેાધ કરી હશે તે પેાતાને તે દ્વારા ધન્ય માનતી થઈ હશે એમ લાગે છે. તે બુદ્ધ અને મહાવીરે સંસ્કૃતભાષાના મહત્ત્વને ઘટાડી લોકભાષામાં ઉપદેશ આપ્યો અને ભાષાના મહત્ત્વને ઘટાડી અર્થને મહત્ત્વ આપવા પ્રયત્ન કર્યો, તો આપણે પાછા એવા મૂર્ખ નીકળ્યા કે તેમની એ જમાનાની પ્રવૃત્તિને પકડીને બેસી ગયા અને લોકભાષાને મહત્ત્વ આપતા અટકી ગયા પણ આ તો ધાર્મિકક્ષેત્રે ભાષાના ભૂતની વાત થઈ. પણ આધુનિક કાળે ભાષાના ભૂતને લઈ ભારતમાં જે પ્રકારના વિવાદ ચાલી રહ્યા છે તેવા આ દેશમાં નથી, આ નવી દુનિયા હોઈ, ન હોય એમ કોઈ માનતું હોય તો તે બરાબર નથી. અહીં પણ ફ્રેન્ચ અને અંગ્રેજીના ભૂતની ચર્ચા છાપામાં વાંચું છું ત્યારે આ ભૂત તો સર્વત્ર પગપેસારો કરતું હોય એમ જણાય છે. ફ્રેન્ચાએ તે પાકિસ્તાનની જેમ અલગ પ્રજા - અલગ સંસ્કૃતિને નામે અલગ દેશની માંગ મૂકી તેનું નિરાકરણ કેવી રીતે લાવવું એ અહીંના પ્રબુદ્ધ જનની સમસ્યા છે. અને પાર્લામેન્ટમાં (Bill of Rights) ના નામે એ સમસ્યાના ઉકેલ માટે પ્રયત્ન થઈ રહ્યો છે. તેના વિરોધમાં અને સમર્થનમાં ચર્ચા ચાલુ થઈ ગઈ છે. આ ચર્ચા આપણી પાકિસ્તાન માટેની ચર્ચા જેવી જ છે. વળી તેમાં પ્રાન્તવાદ પણ દાખલ થયા જ છે, જૂના બંધારણમાં ‘વેબેકને વિશેષ હક્કો હતા. નવા પ્રસ્તાવિત બંધારણમાં એવા કોઈ વિશેષ હકકો કોઈ પ્રજાને ન હોય પણ સૌને સરખા હક્ક હોય એ આદર્શ ઉપર વિચાર—ચર્ચા ચાલી રહી છે. કવેબૅક પેાતાને અત્યાર સુધી મળતી સગવડો - વિશેષ હકકો જતા કરવા તૈયાર નથી, પણ વેબેકના જ એક વિદ્વાન પુરૂષે આ ઉપર જણા વેલ નવું બીલ ઘડયું છે. જોવાનું એ રહે છે કે એ પેાતાના પ્રાન્તના નિવાસીઓને ગળે પેાતાની વાત ઉતારી શકે છે કે નહીં, ભાષા અગર પ્રાન્તવાદથી ઉપર જઈને પણ વિચારનારા તોટો જેમ
જ
તા. ૧-૩-૬
✩
આપણે ત્યાં નથી તેમ અહીં પણ નથી. બીજી બાજુ ભાષાના ભૂતને અને પ્રાન્તવાદને વળગી રહેનાર આપણી જેમ અહીં પણ છે જ. વળી ભારતમાં જેમ એક પ્રાન્ત સમૃદ્ધ છે, વિકસિત છે, તો બીજો વિકસિત નથી. તેમ અહીં પણ સમસ્યા છે જ. અવિકસિતના વિકાસ કરવાની દેશની ફરજ માટે તેવા પ્રાન્તને વધારે ગ્રાન્ટ મળવી જોઈએ, આવી રજૂઆત થાય છે તે સામે પક્ષે તેના વિરોધ પણ થઈ રહ્યો છે. આમ માનવતાવાદી બળા અને તેની વિરુદ્ધનાં બળા કામ કરી રહ્યાં છે, પણ અંતે માનવતાવાદી બળા વિજ્યી નિવડે. આપણે ત્યાં અને અહીં સર્વત્ર એમાં જ હિત સમાયું છે.
મોંધવારી જેમ ભારતને સતાવી રહી છે તેમ અહીંના લોકોને પણ સતાવી રહી છે. પ્રજાના પાંચ ટકાથી વધારે લોકો વર્ષના ૧૨૦૦૦ ડોલર કમાતા નથી. પણ આવક-ખર્ચનો હિસાબ કેમ મેળવવા તે સમસ્યા છે. પણ એક વાત નક્કી છે. ભારતની જેમ જ અહીં જે વસ્તુ આજથી દસ વર્ષ પહેલાં માજશાખની ગણાતી તે વસ્તુઓ આજે અનિવાર્ય ગણાવા લાગી છે. અને આ માંઘવારીના નડતરમાં આ નિવાર્ય જ વધારે ભાગ ભજવે છે તેમ અહીંના નિષ્ણાતોના મત છે. વિજળીના અને બીજા યાંત્રિક સાધનાએ ઘરકામમાંથી સ્ત્રીઓને નવરાશ આપી છે, પણ સામે પક્ષે એ નવરાશના ઉપયોગ એવા કાર્યમાં થાય છે જેમાં ખર્ચ જ ખર્ચ છે. છેલ્લા દશ વર્ષમાં ખર્ચમાં વધારો જેટલા કોસ્મેટિક - સૌંદર્યપ્રસાધનાને કારણે છે તેટલા બીજા કશામાં નથી એમ આંકડાશાસ્ત્રીઓ કહે છે. કેટલેક
અંશે આપણે ત્યાં પણ મધ્યમ વર્ગમાં પણ આ ખર્ચ વધી ગયા છે અને તે પણ મોંઘવારીનું નડતર પેદા કરે છે.
પ્રજામાં નિડરતા – એક સામાન્ય ગુણ હોય એમ લાગે છે, અને યૌનસંબંધાની સમસ્યા વિકરાલ રૂપ લઇ રહી હોય એમ જણાય છે. આ સમૃદ્ધ ગણતા દેશાની નકલ હવે આપણા ભારતમાં પણ થવા વાગી છે અને તે માટે અહીંના પ્રબુદ્ધ જન જાગૃત છે, તેમ ધાર્મિક નેતાઓ પણ જાગૃત છે, પણ એ સમસ્યાને ઉચિત ઉકેલ થઇ શકે તેવી પરિસ્થિતિ રહી નથી. છાપામાં વાંચ્યું એક કુમારિકા કોઇ પરિચિત કર્નલ સાથે રાત ગાળીને ઘેર આવી અને માતા–પિતાને કહી દીધું કે મેં આવી રીતે રાત ગાળી છે. તેને તેમના તરફ્થી સજા ફરમાવવામાં આવી કે તારે તારા પ્રિય કુતરાને પિસ્તોલથી મારી નાંખવા. કુમારિકાએ તેની માતાની નજર ચૂકવી કુતરાને બદલે પોતાના જ ઉપર ગેાળી ચલાવીને પ્રાણત્યાગ કર્યો. આ કુમારિકા વિષે મનમાં ઘણા ઘણા વિચાર આવે છે પણ એક વાત તો નક્કી જ કે તેના મનમાં તેના પ્રિય કુતરો તો અપરાધી હતા નહીં, તે તેને મારવા કરતાં પોતે જ મરવું પસંદ કર્યું. તે તેની ભવ્યતા નહિ તો બીજા શું છે? આ પ્રકારની ન્યાયભાવના તો કુમારિકામાં જાગૃત છે; કુતરા પ્રત્યેના પ્રેમ તેને મારવા પ્રેરા નથી, પણ પેાતાનું મૃત્યુ વહોરી લેવા પ્રેરે છે. આથી ઊંચા પ્રકારની માનવતા બીજી કઇ હોય ? પણ બીજી બાજુ યૌનસ્વેચ્છાચારમાં તે કાંઇ અઘટિત માનતી નહીં હોય. આ સંસ્કાર તેને સમાજના વાતાવરણમાંથી મળ્યા, જ્યારે કુતરા પ્રત્યેનો પ્રેમ તેના વ્યકિતગત જીવનમાંથી પાંગર્યા.
ત્રેવીશ જ વર્ષની મહિલાં પાંચ સંતાનની માતા, અને તે સંતાનો પણ ભાગેડુ પતિથી—બેજવાબદાર પતિથીથયા. ઘરે આવે એકાદ – અઠવાડિયું રહે, સંતાન દેતા જાય અને ભાગી જાય. આ મહિલા કોઇનું પાકિટ ચારી તેમાંની ચેક વટાવતાં પકડાઇ અને સજા થઇ. વાંચી કમકમાટી ઉપજે એવા કિસ્સા છે. આમાં પાંચ સંતાનોના શે। ગુનો કે તેમણે માતા–વિહીન રહેવું? અને માતાને જેલ મોકલવાથી પણ સમાજનું શું ભલું થવાનું છે? ગરીબ પિતા