________________
૨૧૮
પ્રબુદ્ધ જીવન
( તા. ૧-૩-૧૮
અને પછી દયા. સામાન્ય રીતે જ્ઞાનનો અર્થ જાણવું અને દયાને અર્થ રક્ષણ, પોષણ ત્રાણ ઈત્યાદિ મનાય છે. અમારી માન્યતા પ્રમાણે પ્રાણીમાત્ર પ્રત્યે સુરક્ષાની ભાવનાને દયા કહેવી જોઈએ. દયા આધ્યા- ત્મિક તેમ જ પારમાર્થિક છે. અનેક વિચારકોએ દયાના સ્વ-દયા અને પર–દયા લૌકિક અને લોકોત્તર, આધ્યાત્મિક અને વ્યવહારિક એવા ભેદ પાડયા છે. અમે પણ આ વિષે સિદ્ધાન્તની દષ્ટિએ વિવરણ કર્યું છે. અમારા વિચારો જૈન સંસ્કૃતિ અને જૈન આગમ પર આધારિત છે. દરેક ચિન્તક પિતાની સ્વતંત્ર બુદ્ધિથી વિશ્લેષણ કરે છે. મારી દષ્ટિ હંમેશા તુલનાત્મક રહી છે.
‘દયા’ શબ્દ ક્રિયાબેધક છે. જૈન દર્શને જ્ઞાન અને ક્રિયા વડે મેક્ષ પ્રાપ્ત થાય છે એમ જણાવ્યું છે. ક્રિયામાં સમ્મચારિત્ર આવી જાય છે. સમ્યકજ્ઞાન વિના સારાસારનો વિવેક આવતું નથી. માટે સૌપ્રથમ જ્ઞાન અને પછી દયા આવે છે. આચાર વિના જ્ઞાન સમ્યક નથી અને સમ્યકજ્ઞાન વિના અપગાર પણ ફળદાયી થતા નથી. એટલા માટે જૈન દર્શનમાં માત્ર જ્ઞાન એ જ મુકિત ગણી નથી, પણ જ્ઞાનની સાથે દયા - કિયા- ને પણ જોડી છે. સમ્યકજ્ઞાન હોવું સૌપ્રથમ આવશ્યક છે. શાકાહારી બર્નાર્ડ શોએ માંસાહારી ભેજનને અસ્વીકાર કરતાં કહ્યું હતું કે મારું પેટ મરેલા જાનવરોનું કબ્રસ્તાન નથી. - જૈન દષ્ટિકોણ મુજબ સમ્યજ્ઞાન, સમ્યક્ દર્શન અને સમ્યકચારિત્રનો ત્રિવેણીસંગમ એ જ મોક્ષ છે. આપણું ચિન્તન એકાંગી થતું ગયું છે માટે જ અનેક પ્રકારની મુશીબતે ઊભી થતી ગઇ છે. સાધારણ રીતે જ્ઞાન એટલે જાણવું, દર્શન એટલે શ્રદ્ધા કરવી અને ચારિત્ર એટલે ક્રિયા કરવી એમ આપણે માનીએ છીએ. પણ અધ્યાભેગીએ માત્ર શ્રદ્ધાને નહીં પણ આત્માને વિશે નિશ્ચય થવાને સાચું દર્શન કર્યું છે. આત્મજ્ઞાન એ જ જ્ઞાન છે. આત્મશ્રદ્ધા એ જ શ્રદ્ધા છે અને આત્મરમણ એ જ ચારિત્ર છે, જો આ ત્રણે ન હોય તે એકડા વિનાના મીંડા જેવું છે. માટે હું કહું છું કે ‘દયા’ શબ્દ આચારબોધક છે. - જ્ઞાન અને આચાર બંને મોક્ષના અંગરૂપ છે. આપણે ત્યાં કેરું જ્ઞાન મેક્ષના અંગ રૂપ ગણાતું નથી. જ્ઞાન પણ આત્મજ્ઞાન હોય છે જેની પરીક્ષા ગુરૂ કરે છે . અને તે પણ કાગળ પેન્સિલ દ્વારા નહીં પણ જીવનવ્યવહાર દ્વારા. તેને લગતું એક ઉદાહરણ આપું. ત્રણ શિષ્ય પોતાના અભ્યાસકાળ પૂરો કરી ગુરૂની રજા લઇને ઘેર જવાના હતા. ગુરૂએ એ ત્રણેની પરીક્ષા લેવા સારુ દરવાજાની બહાર કાંટા પથરાવી દીધા, અને શિષ્યોને જલ્દીથી લાકડા લઇ આવવાની આજ્ઞા કરી. પહેલો શિષ્ય એકદમ દોડયો પણ દરવાજા પાસે જ પગમાં કાંટા વાગવાથી બેસી પડે. બીજો શિષ્ય રસ્તામાં કાંટા જોઇ આગળ જ ન વળે, જ્યારે ત્રીજો શિષ્ય ઝડુથી રસ્તો સાફ કરીને લાકડા લઈ આવ્યો. ગુરૂએ ત્રીજા શિષ્યને પરીક્ષામાં ઉત્તીર્ણ જાહેર કર્યો, જ્યારે પહેલા અને બીજા શિષ્યને ફરીવાર અભ્યાસ કરવાની આજ્ઞા આપી.
આ ઉદાહરણ સામાન્ય છે, પરંતુ આજે એવી સ્થિતિ સર્વત્ર જણાય છે. શરૂમાં જ્ઞાને અને ક્રિયા વચ્ચે અંતર દેખાય છે, પણ ઊંડાણમાં જવાથી જ્ઞાન અને ક્રિયા એક થઇ જાય છે. ધર્મરાજ યુધિષ્ઠિરે બચપણમાં “ક્રોધ કરવો નહીં.” એ સૂત્રને બીજા બાળકોની જેમ માત્ર ગેખ્યું નહીં, પણ અનેક દિવસ સુધી કોઇ નહીં કરવાને અભ્યાસ કરીને જ્યારે ચેટ લાગવા છતાં પણ શાંત રહેવાનું શકય બન્યું ત્યારે જ એ સૂત્રને પાઠ વીકાર કર્યો. આજના વિદ્યાર્થીએ જો એ પ્રમાણે કરે તો તમામ ઉડતા ન થઇ જાય. તેથી જ હું કહું છું કે અંતમાં જ્ઞાન અને ક્રિયા એક થઇ જાય છે.
જ્યાં જ્ઞાન પણ બુદ્ધિના સ્તર પર જ રહે છે ત્યાં વાદવિવાદ - થાય છે. અધ્યાત્મના સ્તર પર જ્ઞાન હોય છે ત્યાં વિવાદ સમાપ્ત’ થઇ જાય છે. એ જ સાચું જ્ઞાન છે. આજે બુદ્ધિજીવી માણસેમાં ધર્મની ભૂખ જાગી છે કારણ કે કોરી બુદ્ધિથી એને શાંતિ મળતી નથી. અનેક આચાર્યો અને પ્રવચનકારોની સભાઓમાં હજારો બુદ્ધિ-
જીવી લોકોનું આગમન એમ જ સૂચવે છે કે તેમનામાં ધર્મની ભૂખ જાગી છે. ખરેખર તો એ લોકોને ચિતનને ખોરાક આપનારા ઓછા છે. શાંતિના ઇચ્છુક બુદ્ધિવાદીઓને આત્મજ્ઞાન વિના ચેન કે શાંતિ પ્રાપ્ત થવાનાં જ નથી. ઉપનિષદમાં કહ્યું છે કે આત્માને જા તેણે સઘળું જાણ્યું. વિવાદ કે બૌદ્ધિક આગ્રહો દ્વારા જ્ઞાન મળતું નથી. દિલ્હીમાં ચાંદની ચોકની વિશાળ સભામાં દિગંબર સમાજના આચાર્ય શ્રી દેશભૂષણજી અને સ્થાનકવાસી સમાજના આચાર્ય શ્રી આનંદઋષિની સાથેના મારા સામૂહિક કાર્યક્રમ વખતે મેં કહ્યું હતું કે, “પૂર્વાચાર્યોએ આપણને વિભકત કર્યો છે, પરંતુ પુન: એક કરવાના કાર્યને યશ આપણે લેવો જોઇએ.”
જૈન એકતા વિશે મારા દિલમાં ઊંડી લગન છે, કેમકે એકતાના અભાવમાં મને અંધકાર દેખાઈ રહ્યો છે. જો ધર્મ ખૂદ સંકટમાં હશે તે પછી સંપ્રદાયને શું કરવાનો છે? માટે જ હું કહું છું કે ધર્મને મુખ્ય ગણે, સંપ્રદાયને ગૌણ. નહીંતિ પછી આપણે એનાં માઠાં પરિણામ ભોગવવા પડશે. સાથે સાથે હું એકતાનો અંધ પક્ષપાતી નથી. સમ્યજ્ઞાન દ્વારા ચિન્તનપૂર્વક એકતાનું કાર્ય થવું જોઈએ. એકતાની આ દિશામાં અન્ય લોકો પણ પ્રવૃત્તિ કરી રહ્યા છે. ભગવાન મહાવીરની ૨૫મી નિર્વાણ સદીને અવસર નજીક આવી રહ્યો છે. એ નિમિત્તે વાદવિવાદને સંકેલી લઈને આપણે સર્વેએ એકતા માટે પ્રયત્ન કરવો જોઈએ. એક થવાને અર્થ વિચારભેદોને ગમેતેમ મિટાવીને સમાધાન કરવાનું નથી. હું સમાધાનને મહત્ત્વ આપતા નથી. સંપૂર્ણપણે ચિન્તન પછી પણ મતભેદ રહે તે તે સ્વાભાવિક છે પણ મનભેદ રહેવો ન જોઈએ. જૈન સમા જના તમામ લોકોને અને ખાસ કરીને તેરાપંથી સમાજને વધારે ભારપૂર્વક હું એમ કહેવા ઈચ્છું છું કે આ દિશામાં આગળ ન વધાય તે પણ એકતાની દિશામાં બાધારૂપ તે આપણે બનવું નથી જ. મને આનંદ થાય છે કે તેરાપંથી સમાજ આ જવાબદારી પ્રત્યે સભાન છે.
જો આપણું ધ્યેય વિકાસ અને મુકિત હોય તો બીજા સંપ્રદાયના લેકોની ધૃણા કરવી જોઈએ નહીં. જે આ નીતિ બરોબર હશે તે “પઢમે નાણે તેઓ દયા” આપણા જીવનમાં ઉપયોગી થશે. હું તમારા જૈન યુવક સંઘના સભ્યોને જોઈને પ્રસન્નતા અનુભવું છું. તમારા ક્રાંતિકારી વિચારોની સામે મારો કોઈ વિરોધ નથી. જે વાત તમને ન જચે તેના વિશે તમે વિરોધ જરૂર કરી શકો છો પણ તમારો વિરોધ ઊંચા સ્તરને હોવો જોઈએ, ગૌરવપૂર્ણ અને અહિંસાત્મક હોવો જોઈએ.
મે અહિંસાત્મક પ્રતિરોધની વાત કરી છે. તાજેતરમાં જ શ્રી ગજેન્દ્રગડકરે પણ ધ્વસાત્મક ઘટનાઓ સામે અહિંસાત્મક પ્રતિરોધનો અવાજ ઉઠાવ્યો છે. એમની ભાવના અણુવ્રતની અને અહિંસાની છે. તમે લોકો પણ કોઈ કુરૂઢિ અથવા આડંબરની વિરૂદ્ધમાં તમારો અવાજ ઊઠાવશે તે યથાસંભવ અમારો સહયોગ પણ તમને મળશે.
અમે પણ ક્રાંતિને અવાજ ઉઠાવ્યો છે. હું પોતે કાન્તિની વિરુદ્ધ નથી. પરંતુ કાન્તિ એ ભ્રાન્તિ ન હોવી જોઈએ. ક્રાંતિ શુદ્ધ, હોવી જોઈએ, ખંસાત્મક નહીં પણ નિર્માણાત્મક હોવી જોઈએ. રાજસ્થાનના મહિલા સમાજમાં અને આ પ્રકારના કાર્યને પ્રારંભ કર્યો છે, અમને સફળતા પણ પ્રાપ્ત થઈ રહી છે. આપલક પણ જૈન ધર્મમાં જ્યાં જયાં આવું થઈ રહ્યું હોય જ્યાં આપનો અવાજ ઉઠાવશે તે ઉચિત જ થશે. સંધના પ્રમુખ શ્રી ચીમનભાઇનું આભારનિવેદન
ત્યાર બાદ સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે આચાર્ય તુલસીગણીને આભાર વ્યકત કરતાં નીચે મુજબ નિવેદન કર્યું હતું :
“અમારા મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે આચાર્યશ્રીએ આજે પ્રવચન આપ્યું તે માટે જૈન યુવક સંઘ વતી હું તેમને હાર્દિક આભાર
વિરૂદ નથ. કાંતિનો અવાજ સારો સહારોગ પણ