________________
Regd No: M H. 117 વાર્ષિક લવાજમ રૂા. ૭
પ્રબુદ્ધ જૈન'નું નવસસ્કરણુ વર્ષ ૨૯ : અર્ક ૨૧
प्रबुद्ध भवन
શ્રી મુંબઇ જૈન યુવક સ`ઘનુ' પાક્ષિક મુખપત્ર છૂટક નકલ ૪૦ પૈસા
મુંબઈ, માર્ચ, ૧, ૧૯૬૮, શુક્રવાર પરદેશ માટે શિલિંગ ૧૨
તંત્રી; પરમાનંદ કુંવરજી કાપઢિયા
‘પઢનો નાળ તકો ઢઢ્યા ’
✩
તા. ૩ ફેબ્રુઆરી શનિવારના રોજ સાંજના સમયે ચર્નીરોડ સ્ટેશન પાછળ આવેલું સરકારી છાપખાના અંગેનું નવું મકાન કે જ્યાં તેરાપંથી સાધુ સમુદાયને મુંબઈ ખાતેના તેમના નિવાસ દરમિયાન ઉતારો આપવામાં આવ્યો હતો તે સ્થળે શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે ‘પઢમા નાણું તએ દયા' એ વિષય ઉપર આચાર્ય તુલસીનું જાહેર વ્યાખ્યાન ગોઠવવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંઘના સભ્યો સારી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા અને તે ઉપરાંત બે દિવસ બાદ ઉજવવામાં આવનાર તેરાપંથીઓના વાર્ષિક મર્યાદા મહાત્સવ’ના કારણે ઘણી મોટી સંખ્યામાં મુંબઈ ખાતે આવી પહોંચેલા મોટા ભાગે મારવાડી ભાઈ બહેનોની પણ આ સભામાં હાજરી હતી.
શ્રી પરમાનંદભાઇનુ` આવકારવચન
સભાના પ્રારંભમાં સંઘના ઉપપ્રમુખ શ્રી પરમાનંદભાઈએ મુંબઈ જૈન યુવક સંઘના અને તેની વિવિધ પ્રવૃત્તિઓના સંક્ષેપમાં ખ્યાલ આપ્યો હતો અને ત્યાર બાદ આજથી લગભગ બાર વર્ષ પહેલાં આયાર્ય તુલસીજીએ મુંબઈમાં ચાતુર્માસ કરેલું તે દિવસેાની યાદ આપતાં તેમણે જણાવ્યું કે “એ ચાતુર્માસ દરમિયાન શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે ‘અનેકાન્ત વાદ’ ઉપર આચાર્યશ્રીનું વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું. એ દિવસે દરમિયાન તેરાપંથની માન્યતા અંગે મેં એક લાંબી આલોચના તે વખતના પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ કરી હતી. ત્યાર બાદ પ્રબુદ્ધ જીવનમાં આચાર્ય તુલસીના વિચારો—અભિપ્રાય અંગે આજ સુધીમાં અવારનવાર નાની મોટી ટીકાટિપ્પણી પ્રગટ થતી રહી છે. ગઈ દિવાળી બાદ અમદાવાદ જવાનું બનતાં આચાર્યશ્રી સાથે અનેક બાબતો વિષે ચર્ચા કરવાને મને લાભ મળ્યો હતો. તેઓ મુંબઈ ખાતે થોડી મુદત માટે પધાર્યા છે તે તકનો લાભ લઈને સંઘના સભ્યોને તેમનાં પ્રત્યક્ષ દર્શન અને વિચારોનો લાભ મળે એ હેતુથી આજની સભા ગોઠવવામાં આવી છે. તા. ૧-૧-૬૮ ના ‘પ્રબુદ્ધ જીવન’ માં મુંબઈ પધારી રહેલા આચાર્યશ્રીને આવકાર આપતી મારી નોંધમાં તેમના સંક્ષિપ્ત પરિચય આપવામાં આવ્યો છે. વળી તેમના અહિં આવ્યા બાદ તેમના અંગે અહિંના સામયિકોમાં પણ સારા પ્રમાણમાં ઉલ્લેખા થતા રહ્યા છે, તેથી અહિં તેમને વિશેષ પરિચય આપવાની મને. જરૂર લાગતી નથી.
~)
આજના વ્યાખ્યાનંવિષય છે-‘ પઢમા નાણું તએ દયા ' તેના અર્થ છે ‘પહેલું જ્ઞાન, પછી દયા.’ જૈન ધર્મ જુદા જુદા સમુદાયોમાં વહેંચાયેલા છે, સર્વસાધારણ એવી જૈન ધર્મને લગતી સમજુતી ઉપરાંત દરેક સંપ્રદાયનું જુદી જુદી બાબતે અંગે વિશિષ્ટ મન્તવ્ય પણ રહેલું છે. તેરાપંથ જૈન ધર્મના મુખ્ય સંપ્રદાયોમાંના એક છે . અને આચાર્ય તુલસી તે સંપ્રદાયના પ્રમુખ આચાર્ય છે. તે તેરાપંથની વિશિષ્ટ
✩
માન્યતા શું છે તેના પ્રસ્તુત વિષયના વિવરણ દ્ગારા કાંઈક ખ્યાલ આપવા અને સાથે સાથે કેટલાંક વર્ષોથી તેમણે શરુ કરેલા અણુવ્રતઆન્દોલન અંગે જરૂરી સમજુતી આપવા મારી તેમને પ્રાર્થના છે. આટલાં નિવેદન સાથે આચાર્યશ્રીને અમારા સંઘ તરફથી અન્ત:કરણપૂર્વક આવકાર આપું છું અને તેમણે આજના વિષય ઉપર વ્યાખ્યાન આપવાની અમારી માંગણી સ્વીકારી તે બદલ તેમનો આભાર માનું છું.”
આચાર્ય તુલસીનું પ્રવચન
( ત્યાર બાદ આચાર્યશ્રીએ હિન્દીમાં જે પ્રવચન કર્યું હતું તેને ટૂંકાવીને શ્રી સુબોધભાઈ એમ. શાહે લખી આપેલી ગુજરાતી નોંધ નીચે મુજબ છે).
આજથી લગભલ તેર વર્ષ પહેલાં આપના સંઘના ઉપક્રમે મેં એક વ્યાખ્યાન આપ્યું હતું જેની નોંધ આપના પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ કરવામાં આવી હતી. ત્યાર બાદ તેરાપંથી માન્યતાઓ સંબંધમાં આપના શ્રી પરમાનંદભાઈએ એક સવિસ્તર આલાચના લખીને પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ કરી હતી અને તેના હિંદી અનુવાદ એ દિવસેાના જૈન ભારતીમાં પ્રગટ કરવામાં આવ્યા હતા અને તેની પ્રતિઆલાચના પણ અમારામાંના મુનિશ્રી નથમલજીની લખેલી– પછીના જૈન ભારતીમાં પ્રસિદ્ધ કરવામાં આવી હતી. આ પહેલાં અમારી નીતિ એવી રહી હતી કે અમારા વિષેની ટીકાના અમે જવાબ આપતા ન હતા. પરંતુ શ્રી પરમાનંદભાઇના તટસ્થ ચિત્તની સ્વસ્થ આલાચનાએ અમારું મૌન તોડયું અને પ્રતિઆલાચનાના નિમિત્ત રૂપ બની ગઈ. આજે પણ જયાં અમારી કક્ષાની આલાચના નથી હતી ત્યાં અમે જવાબ આપતા નથી. સાંકડા મનની અને છીછરી ચર્ચામાં અમારી શકિતના વ્યય કરવા અમે ઇચ્છતા નથી; સમકક્ષી આલેાચનામાંથી કંઈ પરિણામ નિષ્પન્ન થાય છે.
‘નવયુવક’ શબ્દની સાથે વયનો કોઈ સંબંધ હોતા નથી. અનેક પચાસ વર્ષની વ્યકિત સ્ફાતિ અને વિચારોની ગતિશીલતાને લઈને યુવાન હોય છે. આપ સૌને જોઈને માર્ગ આ માન્યતા દૃઢ બની છે કે ‘યુવક’ શબ્દ શાબ્દિક અર્થમાં ભલે મર્યાદિત હોય, પરંતુ પરિભાષાની દષ્ટિથી વય સાથે એના કોઈ સંબંધ જોડી શકાતા નથી. એક યુવક વિચારસ્થગિતતાના કારણે વૃદ્ધ હોઈ શકે છે અને વૃદ્ધ પોતાની સ્તુતિ, વિચારોની ક્રાંતિ, કાર્યક્ષમતા અને ઉત્સાહથી યુવક હાઈ શકે છે. હું પોતે ત્રેપન વર્ષના હોવા છતાં પણ મારી જાતને યુવાન સમજું છું અને ઉત્સાહમાં ઉત્તરોત્તર અધિકતા અનુભવું છું. આ રીતે હું આજે વૃદ્ધ છતાં યુવક એવા કેટલાક સજજનાને સંબોધી રહ્યો હોઉં એમ મને લાગે છે.
‘વઢનો નાળ તો યા” એ વિષય, મને પ્રવચન માટે આપવામાં આવ્યો છે. વસ્તુત: વિષય સુંદર છે—પ્રથમ જ્ઞાન,