________________
તા. ૧૬-૨-૨૮
અને ૧૯૬૦ માં તેઓ જેનીટો - યુરીનરી સર્જરી – પેશાબ અને જનનેન્દ્રિયના રોગો ઉપરની શસ્ત્રક્રિયાને વિષય લઈને એફ. આર. સી. એસ. થયા અને ત્યાર બાદ લંડનમાં થોડાંક વર્ષના અનુભવ લઈને અને સર્જરીને લગતા બીજા વિષયોની તાલીમ લઈને તેઓ ૧૯૬૩માં દેશમાં પાછા આવ્યા અને અત્યારે તેઓ કન્સલ્ટન્ટ સર્જન તરીકે પ્રેકટીસ કરે છે. તથા બોંબ હારપીટલમાં અને ભાટિયા જનરલ હાસ્પીટલમ] ઓનરરી સર્જન અને યુરોલેાન્સ્ટિ તરીકે કામ કરે છે.
“આ તેમની ડાકટરી કુશળતા સાથે તેમને અનેક વિષયમાં રસ છે અને સુન્દર લેખનકળા તેઓ ધરાવે છે. અમારા તરફથી પ્રગટ થતી પરિચય પુસ્તિકામાં જુદા જુદા વિષયો ઉપર – ખાસ કરીને વૈદ્યકીય બાબતો ઉપર તેમની લખેલી ત્રણ કે ચાર પુસ્તિકાઓ પ્રગટ કરવામાં આવી છે. આથી પણ વિશેષ તેમનામાં માનવતાની ભાવના જે પ્રમાણમાં વિકસેલી જોવામાં આવે છે તેવી ભાવના બહુ ઓછા ડાકટરોમાં-વિશેષ કરીને સર્જનામાં જોવામાં આવે છે.”
ત્યાર બાદ શ્રી ચીમનભાઈએ પ્રસંગેાચિત વિવેચન કર્યું અને પંડિતજી પ્રત્યેનો ઊંડો આદરભાવ વ્યકત કરતાં જણાવ્યું કે “પંડિતજીમાં આપણને પૂર્વકાલિન ઋષિનાં જ સાક્ષાત દર્શન થાય છે એમ જણાવવામાં હું જરા પણ અત્યુકિત કરતો નથી.”
ડા. ભાનુભાઈ શાહે પ્રસંગોચિત વકતવ્ય રજુ કરતાં જણાવ્યું કે પંડિતજીની સેવા કરવાની મને આવી તક મળી એ માટે મારી જાતને હું ખૂબ જ ધન્ય માનું છું.”
પંડિતજીએ આવું સર્વ મિત્રો અને સ્નેહીઓને મળવા માટેનું સંમે લન યોજવા બદલ સંઘના અને સંઘના કાર્યવાહકોના આભાર માન્યો અને ડો. ભાનુભાઈ શાહ પ્રત્યે કૃતજ્ઞતા દાખવવા સાથે અમદાવાદના ડૉ. ઝભૃંદવાળા કે જેમણે માંદગીના પ્રારંભથી મુંબઈ આવવા સુધીમાં તેમની ખૂબ સંભાળ લીધી હતી અને પૂરા પ્રેમથી ડાકટરી ઉપચારો કર્યા હતા તેમણે ખૂબ ખૂબ યાદ કર્યા અને મારા સાજા થવામાં તેમને પણ ઘણા મોટો ફાળા છે એમ જણાવ્યું.
અંતમાં સંઘના મંત્રી શ્રી ચીમનલાલ જે. શાહે વિનોદી ભાષામાં આભારનિવેદન કર્યું અને આજના સંમેલનની બધી જવાબદારી ઉઠાવવા બદલ સુબોધભાઈ તથા તેમનાં પત્ની નીરૂબહેનના સવિશેષ આભાર માન્યો.
પ્રબુદ્ધ જીવન
આ સંમેલનમાં લગભગ ૭૦ ભાઈ બહેના તથા બાળકો એકઠાં થયાં હતાં અને એક કુટુ બમેળા જેવું વાતાવરણ જામ્યું હતું. પંડિતજીના સાજા થવા અંગે સૌ કોઈ આનંદ અને પ્રસન્નતાની લાગણી અનુભવી રહ્યું હતું.
લગભગ બે કલાકના મધુર મિલન અને સુયોજિત અલ્પાહાર બાદ સૌ ભાઈ-બહેનો તથા બાળકો ઊંડી પ્રસન્નતા દાખવતા છટાં પડયાં હતાં.
તા.ક.-૧૨મી તારીખે પંડિતજી અમદાવાદ સુખરૂપ પહોંચી ગયાના સમાચાર આવી ગયા છે.
સાભાર સ્વીકાર
માને મંદિરિયે: લેખક: શ્રી નિર્મળાબહેન દાણી, પ્રાપ્તિસ્થાન: એન. એમ. ત્રિપાઠી પ્રાઈવેટ લિમિટેડ, પ્રિન્સેસ સ્કૂટી, મુંબઈ - ૨, કિંમત રૂા. ૧-૨૫.
Resurgent Culture : લેખક: સ્વામી કૃષ્ણાનંદ, પ્રકાશક: યોગવેદાન્ત ફારસ્ટ એકાડેમી, શિવાનંદ નગર, રૂષિકેશ, ઉત્તર પ્રદેશ, કિંમત રૂ. ૧.
સામ્યવાદી ચીન: સાંસ્કૃતિક કાન્તિનો અભિશાપ: લેખક: ભાગી લાલા ગાંધી, પ્રકાશક: વિશ્વમાનવ પ્રકાશન, રામજી મંદિર પાળ, વડોદરા, ૧, કિંમત રૂ. ૨.
૨૧૫
મહાયાત્રા: લેખક: રતિલાલ દીપચંદ દેસાઈ, પ્રકાશક: અશેક કાન્તિલાલ કોરા, ૪૮, ગોવાલિયા ટેંક રોડ, મુંબઈ - ૨૬. દિવ્ય જીવન: ( ‘Thc Like Divine') ને ટૂંકસાર : અનુવાદક: પ્રકાશક: રજનીકાન્ત મોદી, નિમૂલા, માઉન્ટ પ્લેઝન્ટ રોડ, મુંબઈ-૬ (ડબલ્યુ.બી.).
યોગસાર: પ્રયોજક: શેઠશ્રી અમૃતલાલ કાલીદાસ દોશી, પ્રકાશક: જૈન સાહિત્ય વિકાસ મંડળ, ઈરલા, મુંબઈ - ૫૬, (એ. એસ.) કિંમત
રૂા. ૨.
સ્વાધ્યાય સંચય: સંગ્રાહક શેરદલાલ રમણલાલ લાલભાઈ શેઠ, ૭૩, મરીન ડ્રાઈવ, મુંબઈ–૧.
Chalanshuddhi: લેખક : અપ્પાસાહેબ પટવર્ધન, પ્રકાશક: નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ - ૧૪, કિંમત રૂા. ૨-૨૫,
બાલ મનેવિકાસ: લેખક: શ્રી રમણલાલ પટેલ: પ્રાપ્તિસ્થાન: એન. એમ. ત્રિપાઠી પ્રાઈવેટ લિમિટેડ, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૨, રૂા. ૬-૫૦.
એક બાળ જીવનની ઝાંખી: (પ્રેમવલ્લીને સ્મરણાંજલિ): લેખક શિવશંકર શુકલ, પ્રકાશક: શ્રી અનસૂયા બહેન સારાભાઈ, રીટ્રીટ, શાહીબાગ, અમદાવાદ - ૪.
વિદ્યાર્થી સહાયક ગ્રંથ : લોન સ્કોલરશીપ : રાંપાદકો: જયંતિડી. શાહ તથા વસંત ડી. શાહ; પ્રકાશક: જયન્ત પ્રકાશન, બજાર સ્ટ્રીટ, બીલીમોરા.
મારાં જીવનસ્મરણો : લેખક તથા પ્રકાશક : શ્રી રતિલાલ મણિલાલ નાણાવટી, ઠે. ‘સરોજ નિવાસ ’ વીલેપારલે, મુંબઈ - ૫૬.
પૂજાકા ઉત્તમ આદર્શ: લેખક: શ્રી પાનમલ કોઠારી, પ્રકાશક; શ્રી સુમેરમલ કોઠારી, ૨૦, મલ્લીક સ્ટ્રીટ, કલકત્તા – ૭. કિંમત ૨. ૩-૦૦.
આધ્યાત્મ રાજચંદ્ર: લેખક ડૉ. ભગવાનદાસ મનસુખભાઈ મહેતા, પ્રકાશક: પરમ શ્રુત પ્રભાવક મંડળ, શ્રીમદ રાજચંદ્ર આશ્રમ, અગાસ પેસ્ટ બૌરીઆ આણંદ થઈને. ગુજરાત: કિંમત રૂા. ૭-
પ્રભુકૃપા કિરણ: પૂજ્ય ગુરૂદયાળ મલ્લિકજીનું જીવન - આલેખન લેખક: મુકુલ કલાર્થી તથા નિરંજના કલાર્થી: પ્રકાશક: પ્રજ્ઞા સાહિત્ય પ્રકાશન, સરદાર બાગ, બારડોલી, કિંમત રૂા. ૫.
શ્રી રાજદય પ્રવેશિકા: સંપાદક: શ્રી ભાગીલાલ જગજીવનદાસ પ્રકાશક: શ્રી જીવનમણિ સાચન માળા ટ્રસ્ટ, હઠીભાઈની વાડી સામે, અમદાવાદ; કિંમત રૂા. ૧. ૨૭૧/૮૭, નરસી નાથા સ્ટ્રીટ, મુંબઈ - ૯. બી. એ).
શ્રીમદ્ રાજચંદ્ર જન્મશતાબ્દી અંક : સંવત ૨૦૨૪, પ્રકાશક: શ્રી ત્રીકમલાલ મહાસુખરામ શાહ, : શ્રીમદ્ રાજચંદ્રે પાઠશાળા પંચભાઈની પાળ, અમદાવાદ - ૧; કિંમત રૂા. ૧૦,
શ્રી જૈન આત્માનંદ સભા: મણિ મહોત્સવ વિશેષ અંક : પ્રકાશક શ્રી જૈન આત્માનંદ સભા, ભાવનગર.
સોનેરી ચાંદ; રૂપેરી સૂરજ લેખક: સ્નેહરશ્મિ; પ્રકાશક: શેઠ ચીમનલાલ નગીનદાસ વિદ્યાવિહાર, અમદાવાદ ૬, કિંમત રૂા. ૧૦.
The mother, Shri Aurobindo Ashram, Pondicherry, 90th Birthday–21st February 1968: સંપાદક તથા પ્રકાશક: શ્રીમતી સરલાબહેન સુમતિચંદ્ર શાહ, મંત્રી શ્રી અરવિન્દ સાસાયટી, અરુણ ચેંબર્સ, તારદેવ રોડ, મુંબઈ ૩૪, કિંમત રૂા. ૩.
માનવ સૂત્ર:: લેખક સ્વ. રાવજીભાઈ મણિભાઈ પટેલ ઠે: ભારત સેવક સમાજ, પ્રકાશન, પાનકોર નાકા, અમદાવાદ, કિંમત રૂા. ૪.
જૈન ઈતિહાસની ઝલક: લેખક: મુનિ જિનવિજયજી, પ્રકાશક; શ્રી અશેક કાન્તિલાલ કારા, ૪૮ ગોવાલિયા ટેંક રોડ, મુંબઈ ૨૬.
જીવન દર્શન : લેખક: ગાપીચંદ ધાડિવાળ પ્રકાશક: પાર્શ્વનાથ વિદ્યાામ શોધ સંસ્થાન હિન્દુ યુનિવર્સિટી, વારાણસી – ૫ કિંમત રૂ. ૩.