________________
4
૨૧૪
પ્રબુદ્ધ જીવન
tained and conserved, disease resisted, life made more enjoyable and prolonged, by the simple expedient of keeping the mouth shut, is it not well worth the trial? If you add to this that the practice conduces to Firmness, Decision, Perseverance, Fortitude, Concentration and Strength of Will, the exercise becomes a delightful and pleasant necessity. At once commence the practice, then by perseverance and constant watchfulness it will become second nature-automatic-and will be carried out without the conscious supervision of the ordinary everyday mind.”
ભાવાર્થ: હવે જો માત્ર માં બંધ રાખવાના સાદા ઈલાજથી જીવનશકિત ખીલતી હેય, આરોગ્ય જળવાતું હોય, દરદને દુર રાખી શકાતું હોય, જિંદગીને વધારે લહેજતવાળી અને લાંબી બનાવી શકાતી હોય, તો શું એ પ્રયોગ અજમાવવા જેવા નથી? અને એ ફાયદાઓ ઉપરાંત વળી, જો એ કસરતથી દઢતા, ખંત હિંમત, એકાગ્રતા, મજબૂત ઈચ્છાશકિત અને એવા અનેક લાભા થતા હોય તો આ કસરતને ‘આનંદદાયક જરૂરિયાત ’કાં ન કહેવાય ? એકદમ એ કસરત શરૂ કરો, પછી તે ટેવરૂપ થઈ જશે અને પ્રકૃતિ રૂપ બની જશે.
અવતરણ અહીં જ બસ કરીશું. જીભ ઉપર કાબૂ રાખવાની ટેવ શારીરિક, માનસિક, તેમ જ આધ્યાત્મિક ઉન્નતિ માટે જરૂરની છે એટલું આપણે આ ઉપરથી શીખવાનું છે. એ ટેવ પાડવા માટે શરૂમાં મુહપતિ રૂપી સ્થૂલ કે બાહ્ય અંકુશ યોજાયા હોય એ સંભવિત છે. પરન્તુ એ આશય નહિ સમજનારાઓ એકને બદલે બે મુહપતિ માં પર બાંધી રાખે અગર હાથમાં રાખી વારંવાર મેાઢા ઉપર ધરે તેથી કાંઇ હિત થતું નથી. તેમ કોઇ માણસ સ્થૂલ મુહપતિ વગર માનસિક મુહપતિથી વાચા ઉપર યોગ્ય અંકુશ રાખી શકતા હોય તેને સ્કૂલ મુહપતિ નહિ રાખવા માટે દોષિત ઠરાવી શકાય નહિ.
માંના ઉપયોગ જેમ બને તેમ ઓછા કરવા, એથી શ્વાસ લેવા માટે નાકના જ ઉપયોગ કરવા પડશે અને તેથી ફેફસાં મજબૂત થશે અને જીવનશકિત ( vital powers) પણ ખીલશે. પરન્તુ આનો અર્થ એમ નથી સમજવાના કે મનુષ્ય તદ્દન મૌન જ રહેવું. હિતાહિતનો વિચાર કરીને, પ્રસંગ વિચારીને, દેશકાળ જોઇને, ક્રોધ, માન – ઇર્ષા આદિ વૃત્તિઓથી સ્વતંત્ર રહીને, ક્ષણિક જુસ્સાથી ઉશ્કેરાયા વગર, પ્રમાદરહિતપણે, જે કાંઇ અને જેવા રૂપમાં બાલવું કાર્યસાધક હોય તે અને તેવા રૂપમાં બાલવું એ પણ જરૂરનું છે અને ‘સદ્ ગુણ’ છે. કોઇ પણ બાબતમાં એકાન્તવાદ સેવવા એ ડહાપણ નથી. જાહેર હિતને નુકસાન થતું હોય અને એક માણસના બાલવાથી તે નુકસાન અમુક અંશે પણ અટકવાનો સંભવ હોય તે તેવે વખતે ઉચિત શબ્દો બોલવા એ સદ્ - ગુણ છે અને માત્ર મૌનવ્રતધારી યોગી સિવાય બીજાએ એવે વખતે રૂપકીદી પકડાવી એ ‘ પ્રમાદ ’ છે, શાન્તિની વ્યાખ્યાના દુરૂપયોગ કરવા બરાબર છે, અથવા ભીરુતા છે. કયા સંજોગામાં બાલવું અને ક્યા સંજોગામાં મોં બંધ રાખવું એ બાબતના નિર્ણયમાં વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવો જોઇએ છે, તેમ કેટલા સંક્ષેપમાં કે કેટલા વિસ્તારમાં બાલવું અને કેવી શૈલીમાં બાલવું એ બાબતમાં પણ વિવેકબુદ્ધિનો પૂરતો ઉપયોગ કરવાની જરૂર છે.
મેરુપર્વત જેટલા આધા - મુહપતિ કરવા છતાં એક માણસ નરકે જાય છે, કારણ કે તે સાધનોનો વિવેક તે કરી શકયા નથી;
તા. ૧૬-૨-૬૮
એક માણસ ગૃહસ્થી હોવા છતાં મેક્ષે જાય છે, કારણ કે ‘ વિવેક ’ ને આગળ કરી અપ્રમત્તપણે તે સઘળા વ્યવહાર સેવે છે.
થોડું બોલનારા હંમેશાં પવિત્ર યોગી જ હોય છે એવું કાંઇનથી. ચારી કરવા નીકળેલા ચાર મુદ્દલ બોલતા નથી. ઘણું બાલનારા બધા બાળજીવ જ હોય છે એવું પણ કાંઇ ધારણ નથી. યોગીશ્ર્વર મહાવીરે ૪૮ કલાક સુધી અખંડ વાગ ધારા છેાડી મૂકી હતી!
કેટલીક વખતે ધૂર્તો બહારથી મૌન અને શાન્ત દેખાવ ધારણ કરે છે અને પડદા પાછળ રહી અનેક ખટપટો કરે છે અને પોતાને જે તુચ્છ વાતા ફેલાવવી હોય છે તે બીજાઓના મુખદ્રારા ફેલાવે છે; બીજા હાથ ઉપર, કેટલાકો ભલું કામ ચૂપકીદીથી કર
છે અને દુષ્ટોની નિંદા સહવા છતાં ચુપકીદી જાળવે છે. વળી કેટલીક વાર ઉત્તમમાં ઉત્તમ આશયવાળા પુરુષને પેાતાની ઇચ્છા વિરુદ્ધ પણ જાહેર હિતનાં રક્ષણ ખાતર કટુ શબ્દનો પ્રયોગ કરવા પડે છે. આ સઘળાં ઉદાહરણામાં આશય જોઇ ‘ કિંમત ’આંકવી જોઇએ છે. યોગીશ્વર મહાવીરે પાતે કેટલીક વખત સમ્પૂર્ણ મૌન સેવ્યું છે, અને કેટલીક વખત ‘મૂઢ ” આદિ સખત વિશેષણાના પ્રહાર પણ કર્યા છે.
સામાન્ય માણસે બીજાના બાલવા કે મૌન રહેવાની બાબતમાં તેના આશયની પોતાને ખબર નહિ પડતી હોવાથી અભિપ્રાય ન બાંધવા એ જ સહીસલામત છે; તેવાએ માત્ર પોતાનાં મૌનને જાળવવા અને તે દ્વારા પોતાની શકિત ખીલવવા તરફ જ લક્ષ આપવું, અને જ્યાં અને જ્યારે બાલવું જરૂરી અને હિતાવહ લાગે ત્યાં અને ત્યારે ઉચિત શૈલીમાં અને ઉચિત શબ્દોમાં તથા ઉચિત વિસ્તારમાં બાલવું – આવા સામાન્ય નિયમ પ્રતિપાદન કરવામાં હરકત નથી.
-
સ્વ. વાડીલાલ મોતીલાલ શાહ.
૫. સુખલાલજીના સ્વસ્થ સાન્નિધ્યમાં ડા. ભાનુભાઇ શાહનું કરવામાં આવેલું સન્માન
પંડિત સુખલાલજીના સ્વાસ્થ્ય સમાચાર પ્રબુદ્ધ જીવન'ના આગળના અંકમાં આપવામાં આવ્યા છે. તેએ ૧૨મી ફેબ્રુઆરીના રોજ સવારની ગાડીમાં અમદાવાદ તરફ રવાના થવા ધારે છે એમ તા. ૧૦મી ના રોજ માલુમ પડતાં તેમની સ્વાસ્થ્યપ્રાપ્તિ અંગે આનંદ દર્શાવવાના હેતુથી તેમ જ જે ડૅાકટરના ઉપચારથી આવું સુંદર પરિણામ આવ્યું તે ડૉ. ભાનુભાઈ રતિલાલ શાહનું સન્માન કરવાના હેતુથી સંઘના મંત્રી શ્રી સુબોધભાઈ એમ. શાહના નિવાસસ્થાને (‘સાગર તર’ગ’ છઠ્ઠું માળ, ભુલાભાઈ દેસાઈ રોડ) શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી સંઘની કાર્યવાહક સમિતિના સભ્યો અને પંડિતજીના મુંબઈ ખાતેના એક પ્રકારના કુટુંબ પરિવારનું—એમ સીમિત આકારનું એ સ્નેહસંમેલન બહુ ટૂંકી નોટીસે યોજવામાં આવ્યું હતું. પ્રારંભમાં શ્રી પરમાનંદભાઈએ પંડિત સુખલાલજીની જાન્યુઆરી માસમાં તબિયત બગડી ત્યારથી આજ સુધીની તેમની માંદગીની વિગતો રજુ કરી. કયા સંયોગામાં તેમને મુંબઈ લાવવાનો નિર્ણય કરવામાં આવ્યો તે પણ જણાવ્યું અને આજે પંડિતજીને આપણી વચ્ચે આટલા સ્વસ્થ જોવાને આપણે ભાગ્યશાળી થયા છીએ તે તેમને અમદાવાદથી અહિ લાવનાર અને તેમને ઉપચાર કરનાર ડા. ભાનુભાઈ રિતલાલ શાહની ડાકટરી કુશળતાને આભારી છે અને આપણા માટે તો આ એક ‘ચમત્કાર’ જ સર્જાયો છે. અને તે માટે ડા. ભાનુભાઈ શાહને જેટલા ધન્યવાદ આપીએ તેટલા ઓછા છે એમ જણાવ્યું. ત્યાર બાદ શ્રી યશવન્ત દોશીએ ડૉ. ભાનુભાઈ શાહના પરિચય આપતાં જણાવ્યું કે “ડા. શાહ સાયલાના વતની છે. તેઆ ૧૯૫૬માં અહિંના એમ. બી.
બી. એસ. થયા અને વિશેષ અભ્યાસ માટે તેઓ ઈંગ્લાંડ ગયા ¡