________________
તા. ૧૬-૨-૬૮
પ્રભુ
પીએચ .ડી; એફ. એસ. નાં આ નીચેનાં વચના તરફ ધ્યાન ખેંચવું ઠીક થઈ પડશે –
By an effort of the will—in the one direction—exercised in private and public, Keep the mouth shut and breathe through the nose.
There is nothing very occult or mysterious about this direction. In fact, it is very prosaic and commonplace. But if you want to ward off disease, increase your vital and virile energies, increase the purity of your blood, stimulate as well as perfect the heart's action, and apply the brain and the sensory motor, and vegetative or sympathetic nervous systems with the materials necessary to do their work, KEEP THE MOUTH SHUT and breathe through the nose. That conduces to health, self-control, and well-being. .... And last, though not the least, the will-to-do and dare and the grit to accomplish things is perfected thereby * * * * ..... Suffice it to say, you will notice that all really strong and able men—men of force, firmness, strength of will, and dominating their fellows, and who, within historic times, and within your own experience, made their mark in science, politics, religion, the army or commerce, have been-and are physically and mentally too-men who have kept the month shut...... Keep your mouth shut, and only open it when you want to clean your teeth, partake of food or to speak, and then only when you have thought over the motive, what you are to say. No more impulsive spurts, no words of anger or impatience and wounded self-conceipt..... The open-mouthed may have many good qualities, yet they have no tenacity and staying power....... The lack of success is due to want of one of the first essentials of self-control, reserve the silent tonguephysiognomically, indicated by the shut mouth.
ભાવાર્થ: ઈચ્છાશકિતના પ્રયત્નથી – એક જ દિશામાં ઈચ્છાશકિતના વેગ મેાલવાની રીતથી જાહેરમાં તેમ જ ખાનગી વ્યવહારમાં ઈચ્છાશકિતને એક જ દિશામાં વાપરીને—માં બંધ રાખો અને નાકદ્રારા શ્વાસ લા. આ શિક્ષાવચનમાં એવું કાંઈ નથી કે જે ભેદભર્યું કે ગુપ્ત જ્ઞાનવાળું હાય. વાસ્તવમાં, એ ઘણી સાદી અને સાધારણ શિક્ષા છે, પણ જો તમારે દરદને દૂર રાખવું હોય, જો તમારે લાહીને વધારે સ્વચ્છ બનાવવું હોય, જો તમારે અંત:કરણની ક્રિયાને સંપૂર્ણ બનાવવી હોય, જો તમારે મગજને અને શરીરના સઘળા જ્ઞાનતંતુઓને પેાતાનું કામ તેઓ બરાબર બજાવી શકે એવા તંદુરસ્ત બનાવવાં હોય— જો તમારે આ સઘળું જોઈનું હાય તો મોં બંધ રાખો અને નાક દ્વારા શ્વાસ લે. તેથી આરોગ્ય તેમ જ આત્મસંયમને ઘણી જ પુષ્ટિ મળે છે. અને સૌથી મોટો લાભ એ થાય છે કે કામ કરવાની ઈચ્છા અને ઉત્સાહ તથા શકિત સંપૂર્ણ ખીલવા પામે છે. વધારે શું કહેવું? તમને જણાશે કે સઘળા મજબૂત અને સમર્થ પુરુષો, જેમનામાં શારીરિક શકિત, દઢ ઈચ્છાશકિત અને બીજા ઉપર અમલ કરવાની શકિત ઉભરાઈ જતી જોવામાં આવતી હોય તેવા સઘળા મનુષ્યારે ભૂતકાળમાં કે તમારા દેખતા દેખતામાં જેઓ વિજ્ઞાન, રાજ્યપ્રકરણ, ધર્મ, લશ્કર, કે વ્યાપારમાં કંઈ નામના કરી
જીવન
શકયા હોય એવા સઘળા મનુષ્યોમાં બંધ રાખવાની ટેવ પાડવાથી જ એ ફત્તેહ પામી શક્યા છે. અહીં માં બંધ રાખવાના બેવડો અર્થ સમજવાનો છે: હોઠ બંધ રાખીને મુખદ્રારા લેવાતે શ્વાસ રોકી નાકદ્રારા શ્વાસ લેવા તે, તેમ જ વાચા ઉપર અંકુશ રાખવા અર્થાત્ ઘેાડામાં થોડું બાલવું તે.
તમારું માં બંધ રાખો, અને તેને માત્ર ત્યારે જ ખાલે કે જ્યારે તમારે દાંત સાફ કરવા હાય, ભેાજન કરવું હાય, અગર બાલવાની જરૂર પડતી હોય. પણ બાલવા માટે માં ખોલવા પહેલાં, અહીં બાલવું યાગ્ય છે કે નહિ તે બાબતને પૂરો વિચાર કરી લેજો, તેમ જ શું બોલવું અને શું ન બોલવું એ પણ વિચારી લેજો. માત્ર ક્રોધના કે અધીરાઈના કે આત્મશ્લાધાના આવેશથી પ્રેરાઈને બાલવા માટે માં ઉઘાડતા નહિ, ખુલ્લા મોંવાળા માણસમાં ઘણા સદ્ગુણા હાઈ શકે, પરન્તુ તેનામાં કોઈ ચીજને જાળવી રાખવાની શકિત – ચીકાશ – કઠણાશ – હોઈ શકે નહિ. દુનિયાદારીના કે આધ્યાત્મિક – કોઈ પણ પ્રયત્નમાં – ફત્તેહ મેળવવા માટે પહેલામાં પહેલું જરૂરી તત્ત્વ આત્મસંયમ અથવા કોઈ ચીજ જાળવી રાખવાની શકિત, અથવા મૂંગી જીભ છે. એ ગુણની પ્રાપ્તિ માટે મોં બંધ કરતાં
શીખો.
૨૧૩
અને એટલા જ માટે જૈન શાસ્ત્રકારોએ સાધુતાનાં બાહ્ય ચિન્હામાં એક વિશેષ ચિન્હ – મુહપતિ – નો સમાવેશ કર્યો જણાય છે. મુહપતિ – મુખ ઉપરના દષ્ય અંકુશ – સ્કૂલ લગામ – એક ઉચ્ચ શકિત પ્રાપ્ત કરવાની ‘કસરત ’નું તે જડ સાધન – સાધુ અથવા ઉચ્ચ આશયથી સાધના ( પ્રાપ્તિ ) માટે પ્રયત્ન કરતા પુરુષનું તે સ્થૂલ હથિયાર – આ કારણથી જ ‘ ઉપયોગિતા ’ના સિદ્ધાંત ખાતર જ જૈન શાસ્ત્રકારોએ ફરજિયાત ઠરાવ્યું છે. ઘેાડામાં થોડું બાલવાની, ઓછામાં ઓછે. વખત ખાવાની, નાકદ્રારા જ શ્વાસ લેવાની, ગમ ખાવાની અને આત્મવિશ્વાસ મેળવવાની ટેવ એ સાધન વડે બંધાઈ ગયા પછી એ સ્થૂલ સાધનની જરૂર રહેતી નથી.
વાયુકાયના એટલે પવનના જ્વાની હિંસા થતી અટકાવવા માટે મુહપતિ ફરમાવી છે એમ કહેનાર સાથે હું સંપૂર્ણત: એકમત થઈ શકતા નથી, એવા આશય શાસ્ત્રમાં હોય અગર ન હેાય તે સાથે મારે કાંઈ લેવાદેવા નથી. શાસ્ત્રમાં બધું હોવું જ જોઈએ એમ કાંઈ છે નહિ, તેમ શાસ્ત્રમાં એક ઉપયોગી તત્ત્વ તરફ આકર્ષણ કરવા માટે તે દેશ – કાળને અનુકુળ કલ્પિત ફાયદા બતાવવાની ‘‘કલા ’ નો ઉપયોગ નથી જ કરવામાં આવતો એમ પણ કાંઈ નથી. દાખલા તરીકે, શાસ્ત્રમાં નવકાર મંત્ર (કે જે આત્મબળ વધારનારા ‘સેલ્ફ હિપ્નોટિઝમ ' ની તાલીમ છે) ઉપર લેાકવર્ગની શ્રદ્ધા બેસાડવા માટે એવી પણ વાત લખવી પડી છે કે જેમાં ખરાબમાં ખરાબ જીવનની છેવટે નવકારમંત્રનું સ્મરણમાત્ર કરવાથી દેવલાક મળવાનું જણાવ્યું છે, તિર્યંયને પણ મરણ વખતે નવકારમંત્ર સંભળાવવાથી, તેને દેવાની સિદ્ધિ મળેલી વર્ણવી છે, અને એક વખતના નવકારસ્મરણથી લાખો પાપાના નાશ થવાની આશા આપવામાં આવી છે. ઈન્દ્રિયોના ગુલામને અમુક સત્ય પર ચડાવવા માટે ઈન્દ્રિયવિષયક સુખોની લાલચ આપવી પડે, બુદ્ધિવાદના વાતાવરણમાં ઉછરેલાને અમુક અમુક આધ્યાત્મિક સિદ્ધાંત પર ચડાવવા માટે બુદ્ધિવિષયક આકર્ષણ કરવું પડે ઈત્યાદિ ઈત્યાદિ – આ બધી મહાપુરુષોની કલા છે – જૈન શબ્દોમાં કહું તો ‘પ્રશસ્ત કલા’ છે અને તેની અવગણના કરી શકાય નહિ.
પણ આપણું અવતરણ? ચાલે! તે તરફ પાછા ફરીએ :-- Now if the vital powers are improved, health main