________________
।
૨૧૦
પ્રબુદ્ધ જીવન
અને વિશ્વની અગાધતા
રેલાં અનંત કોટી પદાર્થો અને તેની કેટલીક સમસ્યા અને રહસ્યો વિષે વિચાર કરીએ.
વિશ્વના અવલાકન માટે આજે આપણી પાસે ૨૦૦ ઈંચ વ્યાસનું પાલામર ખાતે આવેલું દૂબિન છે. એના વડે આ અફાટ આકાશમાં આજ સુધી નહિ કલ્પેલી તેવી નવીન સૃષ્ટિનાં દર્શન થાય છે. આ દૂરબીન વડે દૂરમાં દૂર રહેલી ૪ અબજ પ્રકાશ વર્ષ અંતરની નિહારિકા જોવા મળે છે.
પરમાણુની ગહનતા
( ગતાંકથી ચાલુ ) દ્રવ્ય અને પ્રતિદ્રવ્ય
આગળ કહ્યું તેમ પરમાણુની રચનાનાં રહસ્યો ઉકેલવામાં અનેક બીજા નવાં રહસ્યો ઊભાં થાય છે. અને માનવબુદ્ધિને આંચકો આપે છે. દૂર દૂર અવકાશમાંથી આવતાં વિશ્વરીનાં અભ્યાસે આવાં કેંટલાંક નવાં રહસ્યો પેદા કર્યાં છે. આ વિશ્ર્વરશ્મી અથવા કોસ્મિક કિરણો એટલાં પ્રચંડ શકિતશાળી કણાનાં બનેલાં છે કે તેની કલ્પના કરવી પણ કઠિન છે. આ શકિતશાળી કિરણાના પરમાણુના નાભી સાથે સંઘર્ષ થાય છે ત્યારે તેમાંથી વિવિધ પ્રકારના સૂક્ષ્મ સ્ફોટ પેદા થાય છે. આવા સ્ફોટ આ કિરણોની વિશિષ્ટ શકિતને કારણે જ થાય છે. એનાથી નાભીમાંથી તદ્દન નવીન કા વિચ્છિન્ન થઈ બહાર પડે છે, અને દ્રવ્યના કણાનું બે કણામાં વિભાજન થાય છે અથવા તો કેટલીકવાર આખા નાભીના સદ તર નાશ થાય છે.
વિશ્વરી (કોસ્મિક કિરણા) ના અભ્યાસમાંથી પ્રોટોન અને ઈલેકટ્રેનની વચ્ચેના દ્રવ્યમાનવાળા અનેક મેસેાન નામના ઋણ, ઘન અને તટસ્થ કણા શોધાયા છે. એ પ્રત્યેક ક્ષણજીવી હોય છે, અને એનાથી પરમાણુ રચનાની સમસ્યામાં ઊમેરો થયો છે.
આ સંશેાધનથી કેટલાંક અણધારેલાં બીજા કણા પેદા થાય છે. પ્રોટોન ઘનભારવાહી પરંતુ ઈલેકટ્રેનથી આશરે ૨૦૦૦ ગણા ભાર કણ છે. ઘણા વખતથી વૈજ્ઞાનિકોને લાગતું હતું કે ઋણ ભારવાહી ઈલેકટ્રેનના કણના જેવા જ ઘનભારવાહી અને તેના જેટલા જ દ્રવ્યમાનના કણ હોવા જોઈએ. કાસ્મિક કિરણોના સંઘાતમાંથી એન્ડરસન નામના વૈજ્ઞાનિકે ઈલેકટ્ાનનો પ્રતિકણ પાઝિટ્રોન શેાધ્યો. આ કણ ઈલેકટ્રેનના જેટલા જ દ્રવ્યમાનના અને તેટલા જ પરંતુ ઘન વીજભારવાળા કણ છે. આ કણને ભૌતિકશાસ્ત્રમાં પ્રતિકણ anti-praticle કહેવામાં આવે છે. ત્યાર પછી પ્રોટોનનો પ્રતિકણ એન્ટિ પ્રોટોન શોધાયો. ન્યુટ્રેનના પ્રતિકણ એન્ટ્રિન્યુટ્રેન શધાયો. આમ સૃષ્ટિમાં જે પ્રાથમિક કણા છે તેનાથી વિરુદ્ધ ગુણવાળાં પ્રતિકણા શેધાયાં. આ પ્રતિકાની ખાસિયત એ છે કે તે બહુ અલ્પ સમયમાં તેના વિરુદ્ધ ગુણવાળા કણની સાથે સંઘાત કરીને બંનેના વિનાશ સર્જાય છે. ઈલેકટ્રેપન અને પ્રૉઝિટ્રેનનો સંઘાત થાય છે અને પ્રોટોન એન્ટી - પ્રોટોનના સંઘાત થાય છે અને એ બધા તત્ક્ષણ નાશ પામે છે.
ભૌતિકશાસ્ત્રીઓને એમ લાગવા માંડયું છે કે આ વિશ્વમાં જેમ આપણી સૃષ્ટિ પ્રોટોન, ન્યુટ્રાન અને ઈલેકટ્ાનના કણાથી રચાયેલી છે તેમ વિશ્વના કોઈ બીજા ભાગમાં એન્ટિ-પ્રોટ્રાન, એન્ટિન્યુટ્રેશન અને એન્ટિ-ઈલેકટ્રેન (પેાઝિટ્રાન) જેવાં કણાનું પ્રતિદ્રવ્ય anti-Matter પણ હોવું જોઈએ અને આવાં દ્રવ્યની પ્રતિસૃષ્ટિ તેમ જ પ્રતિવા પણ હોવા જોઈએ. આવા કોઈ વિશ્વને એન્ટિ-યુનીવર્સ પ્રતિ - વિશ્વ કહેવામાં આવે છે. એમ માનવામાં આવે છે કે જો આપણું વિશ્વ અને આ પ્રતિ - વિશ્વ એકમેકની નજીક આવે તો બંનેને તત્ક્ષણ વિનાશ સર્જાય. કુદરતની ગહનતામાં આ એન્ટિ - પાર્ટિકલાએ એક નવી સમસ્યાના ઉમેરો કર્યો છે. કદાચ વિશ્વના કોઈક ખુણામાં આવા એન્ટિ – યુનિવર્સમાં એન્ટિ - માણસે રહેતાં હોય તે પણ સંભવિત છે. જો આમ હોય તો આપણે એ એન્ટિ- માણસાને મળતાં જ બન્નેના અરસપરસ તત્ક્ષણ નાશ થાય તેવી કલ્પના પણ આજે તે વાસ્તવિક ભૂમિકાની ગણાય છે.
વિરાટ વિશ્વ
હવે આપણે સૂક્ષ્મ વિશ્વની ભૂમિકા છેાડીને અવકાશમાં વિસ્ત
તા. ૧-૨-૬૮
આકાશી પદાર્થોમાં કદ જેટલાં વિરાટ છે. તેટલા જ તેમના અંતર પણ વિરાટ છે. સૂર્યમંડળમાંનાં અંતરો આપણે માઈલેાથી દર્શાવી શકીએ. પરંતુ એને છાડીને નજીકનાં તારાનાં અંતર પણ પ્રકાશવર્ષમાં માપવાં પડે છે. પ્રકાશવર્ષ એટલે એક સેકંડના ૧૮૬૦૦૦ માઈલની ઝડપે પ્રકાશનાં કિરણાએ કાપેલું અંતર. આ અંતર આશરે ૬ અબજ માઈલ જેટલું થાય છે. આ ઝડપે આપણે કોઈક અવકાશ યાનમાં વિશ્વની મુસાફરી કરવા નીકળીએ તે સૂર્યમાંથી નીકળી પૃથ્વી ઉપર આવતાં આપણને ૮ મિનિટ લાગશે અને સૂર્ય મંડળના સૌથી છેલ્લા ગ્રહ ઉપર જતાં આશરે ૬ કલાક લાગે છે. એ વાહનમાં પૃથ્વી ઉપરથી ચંદ્ર ઉપર જતાં આપણને માત્ર ૨ મિનિટ લાગશે અને ૨,૩૦,૦૦ માઈલનું અંતર કાપી શકીશું.
જો આપણે સૂર્યમંડળને છેડીને સૌથી નજીકના તારા વિજય (આલ્ફા સેન્ચ્યુરી) ઉપર પહેાંચવું હોય તે આપણને ખાસ્સાં ૨.૫ વર્ષ લાગશે. અને ત્યાર પછી બીજો તારો નરાશ્વ (સેન્ચ્યુરી) ૪૫ વર્ષે મળશે.
નરી આંખે દેખાતી આકાશગંગા એ આપણુ તારામંડળ રૂપી નગર છે. એમાં આશરે ૧ કરોડ નાના મોટા તારા છે. કેટલાક સૂર્યથી નાના છે, જ્યારે કેટલાક સૂર્યથી ૨૦૦૦ ગણા મોટા કદના છે, આ બધા તારાના સમૂહુરૂપી આપણું આ તારામંડળ અતિ વિશાળ છે. એ પૈડાના અથવા ચક્રફેંકના ચક્ર જેવું છે. એના વ્યાસ મોટો છે અને વચ્ચેથી એની જાડાઈ પ્રમાણમાં ઓછી છે. આ નગરને ગેલેક્સી પણ કહેવામાં આવે છે. આ ગેલેક્સીમાં આપણે એક છેડેથી બીજે છેડે સુધી ભ્રમણ કરવા નીકળવું હોય તો આપણા અવકાશયાનમાં પ્રકાશની ઝડપે મુસાફરી કરતાં આપણને ૧ લાખ વર્ષ લાગશે. આટલા કાળ કોઈ વ્યકિત જીવંત રહી મુસાફરી કરી શકે નહિ, પરંતુ જો તે પોતાના પરિવાર સાથે મુસાફરી કરવા નીકળે તે તેની ૫૦ પૈઢી થાય ત્યારે આ યાત્રા પૂર્ણ થાય. આ દાખલાથી આપણને આપણા પાતાના તારાનગરની વિશાળતાના ખ્યાલ આવે છે. આ નગરના એક છેડે એક ઘટના બની હાય અને એકાદ તારા નાશ પામ્યો હાય તો તેની ખબર બીજે છેડે ૧ લાખ વર્ષ પછી પડે.
હવે જો આપણે આ આપણા તારામંડળને છેડીને બીજાં સૌથી નજીકના તારામંડળ ઉપર જવું હોય તો તે માટે અવકાશમાં આપણા પ્રકાશયાનને ૧૦ લાખ વર્ષની મુસાફરી કરવી પડે. આવા અનેક તારામંડળા અને નિહારિકાએ આ અફાટ વિશ્વમાં દૂર દૂર પડેલાં છે. એ દરેક અવકાશમાં સ્થિર નથી. એ દરેક નિહારિકા પોતાના સમગ્ર પરિવાર સાથે પ્રચંડ ઝડપે મુસાફરી કરે છે અને એ ઉપરાંત પેાતાની અક્ષ ઉપર ભ્રમણ પણ કરે છે. આપણાં તારામંડળનું એક ભ્રમણ પૂરું થતાં ૨૦ કરોડ વર્ષ લાગે છે.
જેમ વધુ બળવાન દૂરબીન વડે આપણે અવકાશમાં દષ્ટિપાત કરીએ છીએ તેમ આપણને અવનવી નિહારિકાઓની પરંપરા જોવાની મળે છે. એ નિહારિકાની સંખ્યા કેટલી હશે અને અંતિમ નિહારિકાએ કેટલી દૂર હશે તે કલ્પવું પણ મુશ્કેલ છે.
મૃગશિર્ષ નક્ષત્રમાં દેખાતી અનુરાધા નામક નિહારિકા આપણાથી ૧૦ લાખ પ્રકાશવર્ષ દૂર છે. એનો અર્થ એ થયો કે આજે આપણે