________________
તા. ૧-૨–૬૮
પ્રબુદ્ધ જીવન.
૨૦૫
મારી અભિSા પણ નહિ
જણાવ્યું કે
પણ અન્ય કોઇ ઠેકાણે મન, બિલકુલ ન કરતું હોય અને તેમને જોતાં જાણતાં મન કાંઇક ઠરતું હોય તો તે અનુભવને યોગ્ય શબ્દોમાં વાચા આપવામાં મેં કાંઈ અનુચિત કર્યું હોય કે કોઈ બાબતની મેં બાંધછોડ કરી હોય એમ મને જરા પણ લાગતું નથી. મારા આ લખાણથી રખેને મને પણ હવે ઘડપણ લાગી ગયું છે – અને હવે શારીરિક ઘડપણ તે છે જ – આ તમને વિચાર આવ્યો તે જાણીને હું આશ્ચર્ય અનુભવું છું. આમ હોત તે હજુ બે માસ પહેલાં મેં પ્રબુદ્ધ જીવનમાં મુહપત્તીની ચર્ચા ઉપાડી હતી તે ઉપાડી જ નહિ.
" આખરે મારી અને તમારી વચ્ચે એક પ્રાકૃતિક તફાવત છે તેની આપણે ઉપેક્ષા કરી ન શકીએ. આવી ધાર્મિક લેખાતી બાબતો અંગે લખવા બોલવામાં તમે જે ઉગ્રતા દાખવે છે – દાખવી શકો છો તેવી–તે માત્રાની–ઉગ્રતા મારામાં નથી. અને તેથી એમ જરૂર બન્યું હોય કે તમને મારા અમુક લખાણમાં – Softness - નરમાશદેખાઇ હોય, જ્યારે હું મારી સ્વાભાવિક પ્રકૃતિ અનુસાર વર્તતા હોઉં. ધર્મ સામે તમે જેહાદ ચલાવતા હો, જ્યારે ધર્મના જે અંગે તમને વાંધા પડતા લાગતા હોય તે જ અંગો મને પણ વાંધા પડતા લાગતા હોય એમ છતાં પણ, તે સામેના મારા વિરોધની અભિવ્યકિત જેહાદના રૂપની ન હોય.
આમ છતાં તમારા મનમાં પ્રસ્તુત વિષય અંગે જે કાંઈ આવ્યું તે તમે આ પત્ર લખીને જણાવ્યું તેથી મને ખરેખર આનંદ થયો છે, આપણે એક જ માર્ગના લગભગ પ્રવાસી છીએ. એકમેકના વર્તનકથનમાં જ્યારે જ્યાં ક્ષતિ લાગે ત્યારે ત્યાં અંગુલિનિર્દેશ કરવો એ જ ખરો મિત્રધર્મ છે. તમે આ પત્ર લખીને આ મિત્રધર્મ બજાવ્યા છે. મને લાગેવળગે છે ત્યાં સુધી વિચારની બાબતમાં હું જે હતો તેમાં આજે લેશમાત્ર ફરક પડયા હોય એમ મને -લાગતું નથી. હું હતો એ જ સમીક્ષક આજે છું. અસત્ય, દંભ, પાખંડ એ સામે જે ધૃણા હતી તે જ ધૃણા અથવા તે અણગમે આજે પણ છે. આમ છતાં મારામાં એક ફેર દેખાય છે. પહેલાં જુદા પડતા વિચારોના કારણે તેવા વિચારો ધરાવતી વ્યકિત વિશે પણ એટલે જ અણગમે – અન્તર– મન અનુભવતું હતું. આજે વિચારો અને વ્યકિત વચ્ચે હું ફરક કરું છું. અમુક વિચારો વિશે અનાદર હોવા છતાં તે વિચારો ધરાવતી વ્યકિત વિશે મારું મન અનાદર કે અણગમે અનુભવતું નથી. માનવી માત્ર માટે મારૂં દિલ પ્રેમપ્રભાવિત રહે છે. આને ઘડપણની અસર કહેતા હો તે તે અસર – તે નબળાઈ – મને કબુલ છે. બાકી બીજી કોઈ રીતે હું ઢીલું પડ હોઉં, અન્યના આદર – સન્માનની મને કોઇ ભૂખ જાગી હોય એમ મને તે મારા વિષે લેશમાત્ર લાગતું નથી.
હાંકિત પરમાનંદ ભંવરમલ સિંધીને પ્રત્યુત્તર ' (આ પ્રત્યુત્તરમાંથી ઉપયોગી ભાગ તારવીને નીચે આપવામાં આવ્યો છે.)
કલકત્તા,
- તા. ૧૭–૧–૬૮. પ્રિયવર પરમાનંદભાઈ,
આપને તા. ૧૫-૧-૬૮ને પત્ર મળ્યો. તેરાપંથના આચાર્ય તુલસીના સંબંધમાં આપે જે ધારણાઓના આધાર ઉપર તથા જે દષ્ટિથી આપે નોંધ લખી છે તે સંબંધમાં જે સ્પષ્ટીકરણ કર્યું છે તે મેં વાંચ્યું. મને એ જાણીને સંતોષ થશે કે આપ પણ એમ ' તો નથી જ માનતા કે તેમના મૂળ વિચારોમાં કોઇ પરિવર્તન થયું છે. બહારથી જે પરિવર્તન દેખાઇ રહ્યું છે–પરિવેશ તથા વાણીમાંતે તો છે જ..
ધર્મ સંબંધી વિચારોમાં તત્ત્વત: આપના અને મારા દષ્ટિકેણમાં અન્તર છે જ નહિ, સંભવત: વિલેષણમાં પણ નહિ, પણઅભિવ્યકિતમાં અન્તર છે. મારી અભિવ્યકિત અધિક ઉગ્ય છે એમ આપે જણાવ્યું તે ઠીક છે, આમ છતાં પણ વિચારના વિરોધના કારણે જ વ્યકિતને વિરોધ અથવા તે અસમ્માન કરવું તેને હું પણ ઉચિત માનતો નથી. શિષ્ટતા તેમ જ વિનમ્રતા આપણા સંબંધમાં દરેક વ્યકિતની સાથે હોવી જ જોઇએ. પણ સાથે સાથે, એ ધ્યાનમાં રાખવું–રહેવું જરૂરી છે કે વ્યકિત પ્રત્યે આપણા સમ્માનનું રૂપ અથવા તે પ્રદર્શન એવું ન હોય કે જેથી તેના વિચારો, જેને આપણે મૂલત: ગલત-દેષરૂપમાનતા હોઇએ તે વિચારોનું સન્માન અથવા તો સ્વીકાર સમજવામાં આવે.
આપની નિષ્કપટ, નિષ્પક્ષ અને નિર્લોભ દષ્ટિ પ્રત્યે મારા દિલમાં હંમેશને માટે સમ્માન તેમ જ શ્રદ્ધાઓ છે તથા આપે લાંબા સમય સુધી જૈન સમાજમાં દઢતા તેમ જ નિર્ભીકતાની સાથે સુધારણા તેમ જ કાન્તિનું જે આન્દોલન કર્યું છે તેની જે છાપ અને પ્રેરણા છે તેના લીધે જ, મેં મારા આગળના પત્રમાં દિલ ખેલીને મનની વાત રજૂ કરી છે. આપે આ પ્રકારની આત્મીયતાનું અનુમોદન-સમર્થન કર્યું છે તથા પારસ્પરિક મિત્રતામાં આ તત્વ આવશ્યક હોવાનું દર્શાવ્યું છે તે મને ખૂબ ગમ્યું છે અને તેથી મને બળ મળ્યું છે.
આપને, ભંવરમલ સિધી બાપુજીને એક જુને પત્ર (કલીકટમાં વસતા સર્વોદય કાર્યકર્તા અને મારા પરમ સ્નેહી શ્રી શામજીભાઇ સુન્દરદાસે તેમના એક મિત્ર ભાઇ કરસનજી ઉપર યરવડા જેલમાંથી તા. ૨૭-૧૦-૩૦ ના રોજ ગાંધીજીએ લખેલા પત્રની નકલ પ્રબુદ્ધ જીવનના વાચકોને ઉપયોગી થશે એમ સમજીને મેકલેલ છે તે નીચે સાભાર પ્રગટ કરવામાં આવે છે. પરમાનંદ)
યરવડા મંદિર, તા. ૨૭-૧૦-૩૦ ભાઈ કરસનજી,
તમારો કાગળ મળ્યો. પહેલાં મોકલ્યો હોય તો હું ભૂલી ગયો છું તેથી તમારો પરિચય મોકલજો. તમારી દિનચર્યામાંથી જોઉં છું કે તમે ઊઠયા ૩-૩૦ વાગે, પણ દાતણ કર્યું ૫-૩૦ વાગે ફરી આવ્યા પછી. મારી સલાહ એવી છે કે ઉઠતાંવેંત દાતણ કરી લેવું. તેમ ન જ બને તે પ્રાર્થના પછી તુરત દાતણ કરીને પછી ફરવા જવું. પ્રત્યેક વસ્તુ વિચારપૂર્વક કરવાથી સત્યનાં દર્શન વહેલાં થાય છે.
બાપુના આશીર્વાદ ઉપરના પત્રનો વધુ ખુલાસે મંગાવતાં પૂ. બાપુજીએ બીજા પત્રમાં નીચે મુજબ લખ્યું:
તમારે કાગળ મળ્યો હિંદુસ્થાનમાં ચાલતા. ઘણાખરા મતો જડવત થઇ ગયા છે. તેથી સાચને છોડીને કુશંકાને વળગ્યા છે. રાત્રીના બે વાગ્યા પછી સવાર જ પડે છે. દાતણ કરવાને સારું સૂર્યોદયની રાહ જોવાપણું હોય નહીં. જૈન મતમાં દાતણ ન કરવાના પણ ગુણગાન છે, પણ તે તે કેવળ શુદ્ધ થયેલ કરોડમાંથી એક બે માણસ વિશે જ લાગુ પાડી શકાય. જે ખાય છે, જે પીએ છે, ઘરોમાં વસે છે, થોડે અંશે પણ જે વિકારમય છે તેને સારું દાતણ આવશ્યક વસ્તુ છે. રાત્રીના મેઢાની અંદર અનેક પ્રકારના ફેરફારો થાય છે. શરીરમાંથી નીકળેલું ઝેર મેઢામાં ભરાય છે. તેથી લૂંક ગાળવાની ક્રિયા શરૂ થાય તેનાં પહેલાં મેં બરાબર સાફ થવું જોઇએ. માણસ જાગે છે કે તુરત ઘૂંક ગાળવાની ક્રિયા શરૂ થાય છે. ફરી આવે ત્યાં લગી દાતણ ન કર્યું હોય તો ફરતાં ફરતાં મોઢાને મેલ એ ગળ્યા જ કરે છે.
બાહ્ય નિયમે ઉપર જોર ત્યારે જ દેવામાં આવ્યું જ્યારે ધર્મ શુષ્ક બની ગયે. આંતરિક શુદ્ધિ ઉપર કશે અંકુશ રહ્યો નહિ.