________________
૨૦૬
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૨-૧૮
એટલે બાહ્ય આચારના નિયમો ઘડાયા અને ખાવાપીવામાં અમુક નિયમ પાળ્યા તે પાળનાર ધર્મવાન ગણાતે. આવી માન્યતા જ ધર્મનાશક છે. એ વિશે મને લવલેશ પણ શંકા નથી. બાહ્ય નિયમો જે અંતરશુદ્ધિના પિષક હોય, શારીરિક શુદ્ધિના પણ પિષક હોય એની અવગણના કદી ન થવી જોઇએ. તેને સ્થાને તે આવશ્યક છે, પણ એ જ બધું નથી, એ પ્રધાન વસ્તુ પણ નથી. મને લાગે છે કે આટલામાં તમારા પ્રશ્નનો જવાબ આવી જાય છે. ન આવતું હોય તે ફરી પૂછજો. બાપુના આશિર્વાદ પંડિત બેચરદાસને એક પત્ર
અમદાવાદ, તા. ૮-૧૯૬૮ નેહીશ્રી પરમાનંદભાઈ,
શનિવારે સવારે સકુશળ પહોંચી ગયો છું. આપ સપરિવાર કુશળ હશે.
વિશેષમાં જણાવવાનું કે “અખંડાનંદ ” ડિસેમ્બર ૧૯૬૭ ના અંકમાં પૃષ્ઠ ૧૬ ઉપર “સનાતન ધર્મ' ના મથાળાવાળા લેખમાં નીચે જણાવેલ પ્રશ્નોત્તરી પ્રગટ થયેલ છે. લેખકનું નામ છે સ્વામી શ્રી કૃષણાનંદજી.
પ્રશ્ન : આપનો અહિસા વિશે મત છે?
ઉત્તર : પ્રભુપ્રેમ પ્રગટ થવાથી ભકત કોઇની હિંસા કરવા વિચાર પણ કરતો નથી. પરંતુ હું અતિશયતાવાળી અહિંસામાં માનતો નથી કે જેથી દુરાગ્રહ વધે. પ્રભુના કાર્ય માટે–ફકત પ્રભુના જ કાર્ય માટે જો કોઇ જીવની હિંસા થાય તો તે હિંસા બાધક નથી. વેદમાં કહ્યું છે તેમ યજ્ઞને માટે હિંસા તે હિસા ગણાતી નથી. હું તે એટલે સંધી કહે છે કે પ્રભુ માટે જે કાંઇ કરવામાં આવે તે શુદ્ધ જ છે. કબીરસાહેબે સંતોને જમાડવા માટે ચોરી કરી તે. પાપ ગણાયું નહિ. જ્યાં પાપની ભાવના લેશ માત્ર નથી, ત્યાં કાંઇ દોષ નથી. ફકત સ્વાર્થને હેતુ . (અંગ્રેજી : ઇન્ટેન્શન) ન જોઇએ એ જ સમજવું જોઇએ. પ્રભુને માટે જ સર્વસ્વ જીવન હોવું જોઇએ.”
આ લખાણમાં પ્રભુપ્રેમવાળો માનવ હિંસા કે ચોરી કરે તો પણ જો તે પ્રભુ માટે હોય તો પાપરૂપ નથી – આવું વિધાન આ લખાણમાંથી નીકળી શકે એવું લાગે છે. પ્રભુપ્રેમ સાથે હિંસાની પ્રવૃત્તિ ચાલી જ ન શકે એમ અસત્યની, ચેરીની, મમતાની અને અબ્રહ્મચર્યની પ્રવૃત્તિઓ પણ ન જ ચાલી શકે. પ્રભુપ્રેમ એ શબ્દ અહિંસાને, સત્યને, અચૌર્યને અને અપરિગ્રહને તથા બ્રહ્મચર્યને પર્યાય શબ્દ છે એવું એક અપેક્ષાએ લાગે છે. જેનામાં પ્રભુપ્રેમ હોય તે હિંસા, અસત્ય, ચારી, મમતા કે અબ્રહ્મચર્યનું આચરણ કરી જ ન શકે. કબીર સાહેબને જે દાખલો આપેલ છે તે તે કબીરને શોભતા જ નથી. ચેરીને માલ અને તે દ્વારા થયેલ ભજનસામગ્રી બીજા સંતપુરુષે
સ્વીકારે કેવી રીતે? સ્વીકારે તે સંત કેવી રીતે? તાત્પર્ય એ કે પ્રભુપ્રેમી હિંસા, અસત્ય, ચોરી, જારી અને મમતા જેવા દુર્ગુણો આચરી જ ન શકે. કબીરનો દાખલો મને તે વિવાદાસ્પદ જણાય છે.
ચોરી કબીરને કઇ રીતે શોભતી નથી.
સ્વામી કૃષણનંદજીએ જે કબીરને દાખલે સુચવેલ છે તેમાં જ કાંઇ ગાલમાલ છે અથવા અસત્ય છે. બરાબર સમજાતું નથી.
આ સ્પષ્ટીકરણ યોગ્ય લાગે તે ‘ પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ કરશે અને તે ઉપર જરૂર જણાય તો ટિપ્પણી પણ લખશે.
પંડિત દલસુખભાઇ ટોરોન્ટો (કેનેડા) પહોંચી ગયાને તારા આવી ગયો છે. મારા યોગ્ય લખશે.
આપને બેચરદાસ પં. બેચરદાસે પ્રસ્તુત પ્રશ્નોત્તરની જે આલોચના કરી છે તે યથોચિત છે. તે ઉપર વિશેષ ટિપણીની જરૂર નથી.
પરમાનંદ |
સાભાર સ્વીકાર ગાંધીજી અને રાષ્ટ્રીય પ્રવૃત્તિ: લેખક શ્રી શંકરલાલ ઘેલાભાઈ બેંકર, પ્રકાશક: નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ ૧૪, કીંમત રૂ. ૯.
આત્મ-કથાનક : ખંડ પહેલો: લેખક રવિશંકર મહાશંકર રાવળ; પ્રકાશક: કુમાર કાર્યાલય લિમિટેડ, ૧૪૫૪ રાયપુર અમદાવાદ ૧, કિંમત રૂ. ૧૨-૫૦.
માનવરત્ન મણિભાઈ: લેખક: શાન્તિકુમાર જે. ભટ્ટ: પ્રકાશક: શ્રીમતી નિર્મળા એસ. ભટ્ટ. ઠે. શાન્તાબહેન પટેલ એસ્ટેટ, ગોરેગામ (પૂર્વ) મુંબઈ - ૬૩ એન.બી. આચાર્યશ્રી તુલસીનું સંધના ઉપક્રમે યોજાયેલું
- વ્યાખ્યાન ફેબ્રુઆરી માસની તા. ૩ જી ને શનિવાર સાંજના ૦ વાગ્યે શ્રી મુંબઈ જેન યુવક સંઘના ઉપક્રમે ગવર્નમેન્ટ પ્રીન્ટીંગ પ્રેસના નવા મકાનમાં (મહાત્મા ગાંધી મેમોરિયલ બિલ્ડીંગની સામે, ચર્ની રોડ, મુંબઈ), આચાર્ય શ્રી તુલસીનું ‘પઢમે નાણે તેઓ દયા’ એ વિષય ઉપર જાહેર વ્યાખ્યાન યોજવામાં આવ્યું છે. સંઘના સભ્યોને આ પ્રસંગે વખતસર ઉપસ્થિત થવા સવિશેષ અનુરોધ છે.
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ મુંબઈ ખાતેના માતૃસમાજના મકાનનું ઉદ્ઘાટન
મુનિશ્રી સંતબાલજીપ્રેરિત મુંબઈ માતૃસમાજના પિતાના * મકાનનું શ્રીમતી વિજયાબહેન નવીનચંદ્ર મફતલાલના વરદહસ્તે ફેબ્રુઆરી માસની ત્રીજી તારીખ શનિવારના રોજ સવારના ૯-~ વાગ્યે સી. પી. ટેન્ક પાસે આવેલી લાડની વાડીમાં ઉદ્ઘાટન કરવામાં આવશે. આ પ્રસંગે શ્રીમતી મણિબહેન ચંદુલાલ નાણાવટી પ્રમુખસ્થાન શોભાવશે અને શ્રીમતી સુમિત્રાબહેન પુનમચંદ કામાણી અતિથિવિશેષ તરીકે પધારશે. આમાં રસ ધરાવતાં ભાઈ બહેનને હાર્દિક નિમંત્રણ છે.
ચંચળબહેન ટી. જી. શાહ
પ્રમુખ, માતૃસમાજ છે. કેશવલાલ હિંમતરામ કામદાર
અમૃત જયંતી મહોત્સવ પ્રે. કેશવલાલ હિમતરામ કામદાર અમૃત જયંતી મહોત્સવ અંગેની જુદી જુદી કમિટીના સભ્યોની એક સભા રવિવાર, તા. ૭-૧-૬૮ ના રોજ વડોદરામાં ડ. ભેગીલાલ સાંડેસરાના પ્રમુખપદે મળી હતી. આ સભામાં અમૃત જયંતી મહોત્સવ રવિવાર તા. ૨૫-૨-૬૮ ના રોજ ઊજવવાનું નક્કી થયું હતું. આ પ્રસંગે એક અભિનંદનગ્રંથ પણ બહાર પાડવાનું નક્કી કરવામાં આવ્યું છે.
પૃષ્ઠ
વિષયસૂચિ માનવીથી કોઇ વધારે ચડિયાતું નથી, પંડિત સુખલાલજી ૧૯૭ પરમાણુની ગહનતા અને વિશ્વની અગાધતા
Š. યશવંત ગુલાબરાય નાયક ૧૯૯ પ્રકીર્ણ નોંધ: એક શીલમૂર્તિ સન્ના- પરમાનંદ
૨૦૨ રીને દુ:ખદ દેહ વિલય, આદર - અંજલિ, ધૃણાનું કરુણામાં પરિવર્તન, દેશના આધ્યાત્મિક પુનરુત્થાન અર્થે આચાર્ય રજનીશજીએ રજૂ કરેલી પ્રતિષ્ઠાનની યોજના, પંડિત સુખલાલજીની તબિયત અંગે, પ્રબુદ્ધજીવનની પત્રચર્યા:
૨૦૪ શ્રી ભંવરમલ સિધીને પત્ર, મારો ઉત્તર, શ્રી ભંવરમલ સિઘીને પ્રત્યુત્તર, બાપુજીને એક જ પત્ર, પંડિત બેચરદાસને એક પત્ર. .
માલિ: શ્રી મુંબઈ જન યુવક સંધ: મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ: ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ-૩,
મુદ્રસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ. કેટ, મુંબM