________________
૨૦૪'
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૨-૬૮
--
પ્રબુદ્ધ જીવનની પત્રચર્યા
શ્રી ભંવરમલ સિંધીનો પત્ર કલકત્તામાં વસતા શ્રી ભંવરમલ સિધી મા પુરાણા મિત્ર છે, ત્યાંના બહુ આગળ પડતા સમાજસુધારક છે, આજના સમય સાથે બંધબેસતી ન હોય તેવી ધાર્મિક રૂઢિઓ અને વિચારણાના તેઓ કટ્ટર વિરોધી છે, ધર્મના નામે ચાલતા દંભ, દેખાવો અને વહેમ સામે તેમની તેજીલી કલમ અવારનવાર ચાલતી હોય છે. આજના યુગમાં અનિવાર્ય બની રહેલા સંતતિનિયમનના તેઓ એક પ્રમુખ પુરસ્કર્તા છે. વર્ષો પહેલાં જ્યારે આચાર્ય તુલસી કલકત્તામાં ચાતુમસ કરી રહ્યા હતા ત્યારે જૈન મુનિની આજનાં પાયખાનાંઓને ઉપગ નહિ કરવાની અને ખુલ્લામાં દિશાએ જવાની આજની સુધરાઈના નિયમથી તથા શહેરી સભ્યતાના ખ્યાલથી પ્રતિકૂળ એવીપ્રથા સામે તેમણે એક મોટું આન્દોલન ઉભું કર્યું હતું. હું ધારું છું કે આજે પણ આ પ્રથા ચાલુ છે. તા. ૧-૧-૬૮ ના પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થયેલ મુંબઈમાં આવી રહેલ આચાર્ય તુલસીને હાર્દિક અભિનન્દન” એ મથાળા નીચે પ્રગટ થયેલી મારી ને તેમના દિલમાં પેદા કરેલા પ્રત્યાઘાતને નીચેના પત્રમાં તેમણે વ્યકત કર્યો છે:
કલકત્તા, તા. ૮-૧-૬૮ પ્રિયવર પરમાનંદભાઈ, ,
પ્રબુદ્ધ જીવનને જાન્યુઆરીની પહેલી તારીખને અંક મળે. તેના મુખપૃષ્ટ ઉપર જ પ્રકીર્ણ નોંધમાં અન્તર્ગત કરવામાં આવેલી મુંબઈ ખાતે આવી રહેલા આચાર્ય તુલસીના હાર્દિક સ્વાગતના વિષયમાં આપની આલોચના વાંચી. તે વાંચીને મારા મનમાં જે વિચાર આવ્યા તે આપની જાણકારી માટે હું લખી રહ્યો છું. જો કે ઔપચારિકતાના કારણે કોઈનું પણ સ્વાગત કરવામાં કોઈ બાધ અથવા આપત્તિ હોઈ જ ન શકે અને હોવી પણ ન જોઈએ, પરન્તુ આપે જે શબ્દોમાં આપની આલોચના લખી છે તે વાંચીને મારા મનમાં એ પ્રશ્ન અવશ્ય ઊભો થયો કે શું આચાર્ય તુલસીની સાંપ્રદાયિકતામાં અન્તર પડી ગયું છે. શું તેમની અહિંસાને લગતી સમજ હવે ઠીક થઈ ગઈ છે, અને શું એક પ્રકારની યુગવિરોધી અને અવૈજ્ઞાનિક રીતીઓ અને પરિપાટીઓમાં તેમણે પરિવર્તન કરી નાંખ્યું છે, શું તેમણે બાલદીક્ષાની અસ્વસ્થ અને અયોગ્ય પ્રથાને બંધ કરી દીધી છે? તેમના વિશે આવા અનેક પ્રશ્નો છે જે આજે પણ ઊભા છે. જ્યાં સુધી મને માલૂમ છે ત્યાં સુધી આચાર્ય તુલસીએ પોતાની મૂળગત માન્યતાઓમાં કોઈ પરિવર્તનને સ્વીકાર કર્યો નથી. તેમના હાવભાવ અથવા તે પ્રદર્શનમાં અંતર અવશ્ય આવ્યું છે, પણ એ શું વાસ્તવિક છે?
જ્યાં સુધી આપની તરફથી મને ઉત્તાર નહિ મળે ત્યાં સુધી મને એમ જ લાગવાનું કે આપના વિચારોની દઢતામાં ક્ષતિ આવી છે. આપે એક વાર કોઈ એક સાથીના સંબંધમાં મને કહ્યું હતું કે તેઓ એક વખત બાલદીક્ષાવિરોધી આન્દોલનમાં તથા બીજી ક્રાન્તિકારી સુધારક પ્રવૃત્તિઓમાં અગ્રેસર હતા, પણ આગળ જતાં એ બધી બાબતેથી તેઓ અલગ બની બેઠા છે, એટલું જ નહિ પણ, પ્રતિક્રિયાવાદી સમૂહની સાથે જોડાઈ ગયા છે. ઉપર જણાવેલી આપની નોંધ વાંચીને પણ, એ લોકો કે જેઓ આપને વ્યકિતગત રીતે એટલી સારી રીતે જાણતા નથી તેમની આપના વિષે એવી જ ધારણા ઊભી થવાનો સંભવ છે. અણુવ્રત આન્દોલનને ઢેલ તે આચાર્ય તુલસી અને તેમના અનુયાયીઓ વગાડી રહ્યા છે (જેનો ધમધમાટ આજે સારા પ્રમાણમાં ઓછા-હળવો થઈ ગયું છે), પરતું નૈતિક પુનરુત્થાન કયો, કેટલું, અને કઈ માત્રામાં થયું છે તે કોઈ જોવા દેખવા જાય તો તેને પત્તો લાગશે કે આ એક ભ્રમમાત્ર જ છે. એ જે હોય તે, જો આપની શ્રદ્ધા
અને આકર્ષણ તેરાપંથી સંપ્રદાયના પ્રમુખ પ્રત્યે એટલાં બધાં વધી ગયાં હોય અને આપ એમાં નૈતિક ઉત્થાન તેમ જ નિર્માણનું એટલું મોટું પ્રમાણ જોઈ રહ્યા છે અને વિચારોના ઊંડાણમાં ઉતરવાની કોઈ આવશ્યકતા નથી એમ આપને લાગતું હોય, તે મારે ખાસ કાંઈ કહેવાનું રહેતું નથી. એમ બનવા સંભવ છે કે આટલાં વર્ષો સુધી ઉત્કટ ક્રાન્તિકારી તેમ જ નવા વિચારોનાં આન્દોલને કરી ચૂકયા બાદ હવે વૃદ્ધાવસ્થામાં આપે આ સાર પ્રાપ્ત કર્યો હોય. આપના વિચારોની સચ્ચાઈમાં મને કોઈ સત્યેહ નથી, તેમ આપ એમ પણ કદાપિ ન સમજતા કે આપની ઉપર હું કોઈ પણ પ્રકારને આરોપ મૂકી રહ્યો છું. આપણા બનેની વચ્ચે જે ખુલ્લી આત્મીયતા રહેલી છે અને આજે પણ મોજુદ છે, તે આધાર ઉપર જ મેં મારા પિતાના મનની પ્રતિક્રિયા વ્યકિતગત રૂપમાં આપને લખી જણાવી છે. આ સંબંધમાં કોઈ પણ ખ્યાલથી પ્રેરાઈને પ્રબુદ્ધ જીવનમાં અથવા અન્યત્ર કોઈ પણ ઠેકાણે કોઈ પણ પ્રકારને વાદવિવાદ કરવા હું ચાહતો નથી. મેં તો આપને મારા મનની વાત કહી દીધી છે અને આપ જે આ બાબતમાં કહેશે તે આદર અને સ્નેહપૂર્વક હું સાંભળી લઈશ. ફરી વાર પણ કંઈ બીજું કહેવા પૂછવાનું હશે તે ફરીથી લખીશ. વિશ્વાસ રાખું છું કે આપ આને અન્યથા નહિ સમજો. આપ સપરિવાર સ્વસ્થ તેમ જ સાનંદ હશે.
આપનો ભંવરમલ સિધી મારે ઉત્તર
મુંબઇ, તા. ૧૫-૧-'૬૮. પરમપ્રિય ભંવરમલજી,
તમારો ૮ મી જાન્યુઆરીને પત્ર વચમાં ચાર દિવસ બહારગામ જવાનું થતાં મને ગઈ કાલે મળે.
પહેલી જાન્યુઆરીના પ્રબુદ્ધ જીવનમાં આચાર્ય તુલસી અંગેની મારી નોંધ વાંચીને તમે જે લખ્યું તે વાંચ્યું. તેના જવાબમાં જણાવવાનું કે તેમનામાં–તેમની મૂળ અહિસા વિષયક માન્યતાઓમાં કોઇપાયાને ફેરફાર થયું છે એમ મને લાગતું નથી, સિવાય કે તેમણે દીક્ષાર્થી માટે તાલીમની અમુક જોગવાઈ કરી છે એ કારણે બાલ દીક્ષા ઠીક પ્રમાણમાં આધી ઠેલાઈ છે, (આ બાબત માટે ૧૬-૧૨-૬૭ નું પ્રબુદ્ધ જીવન જોશે.) અને હવે છડેચોક ધ્વનિવર્ધક યંત્રને તેમણે ઉપયોગ કરવા માંડયો છે અને રાત્રે દીવાબત્તી નીચે બેસીને વાર્તાલાપ કરે છે. પણ આ બધી નાની બાબતો છે. આમ પાયાની બાબતમાં તેમનામાં ભલેને કોઇ મોટો ફેરફાર થયે ન હોય, એમ છતાં તેમના થોડા પરિચયમાં આવવાનું બનતાં મારા મન ઉપર એવી છાપ પડી છે કે આપણા અન્ય આચાર્યો સાથે સરખાવતાં તેઓ બે ડગલાં આગળ છે, સામયિક પરિસ્થિતિથી સુજ્ઞાત છે, અહિંસાના ક્ષેત્રમાં અહિંસક પ્રતિકારના વિચારને તે અપનાવી રહ્યા છે, અને તેમની સાથે ખુલ્લા દિલથી ચર્ચાવાર્તાલાપ થઇ શકે છે, અહિંસાની વિધાયક બાજુ તરફ તેમને અમુક ઝોક છે - આવા કેટલાક ખ્યાલથી પ્રેરાઈને અને આણુવ્રત આન્દોલન જેને સંપ્રદાયવિચાર સાથે કોઈ સીધો સંબંધ નથી તે તેઓ ચલાવી રહ્યા છે અને ભલેને તે આપણે ઇચ્છીએ તેવું નક્કર આન્દોલન ન હોય તે પણ આ આન્દોલને આપણા દેશની અનેક આગેવાન વ્યકિતઓને ઠીક ઠીક આકર્ષેલ છે – આ બાબત ધ્યાનમાં લઈને અને જૈનની એકતા ઉપર તેઓ સારા પ્રમાણમાં ભાર મૂકે છે – આને પણ વિચાર કરીને, તેઓ લાંબા ગાળે મુંબઈ આવી રહ્યા છે, તે તે નિમિત્તે આવકારના બે ઔપચારિક વચને લખવા એવા ભાવથી પ્રસ્તુત નોંધ લખવા હું પ્રેરાયો છું. આને અર્થ એવો નથી કે હું તેમને કોઇ મોટો પ્રશંસક બની ગયો છું અથવા તે તેમના વિષે કાંઇ પ્રતિકૂળ બાબતે જાણવામાં આવતાં તે વિશે મૌન ધારણ : કરવાની અને તેમની પ્રશંસા જ કરવાની મેં કોઇ પ્રતિજ્ઞા લીધી છે...