________________
તા. ૧-૨-૬૮
પ્રબુદ્ધ જીવન
૨૯૭
મેટી રકમ જોઇશે, પણ કેન્દ્ર માટે ઘણા લોકો ઝંખી રહ્યા છે અને પૈસાને પ્રશ્ન નહિ રહે એમ લાગે છે.
કેન્દ્ર અંગેની વિગતો આપતાં તેમણે જણાવ્યું કે શરૂઆતમાં એક હજાર જેટલા વિદ્યાર્થીઓ માટે છાત્રાવાસ શરૂ કરવાનો વિચાર છે. એ વિદ્યાર્થીએ ગમે તે કૅલેજમાં ભણે, પણ આ છાત્રાવાસમાં રહે અને ત્યાં તેમની જીવનપદ્ધતિ બદલવા – સુધારવાના પ્રયાસ કરવામાં આવશે. આવાં છાત્રાલય ભવિષ્યમાં દેશમાં અન્યત્ર પણ શરૂ કરવાનો વિચાર છે.
“આ ઉપરાંત ૫૦ જેટલી કુટિર બાંધી તેમાં ૫૫ વર્ષથી ઓછી વયના માણસોને સપરિવાર દર વરસે એકથી ત્રણ માસ રહેવાની સગવડ આપી તેમને ધ્યાન, આસન, મનન, આરોગ્ય વગેરે માટે માર્ગદર્શન અપાશે. પંચાવન વર્ષથી વધુ વયનાં માણસો આ કેન્દ્રમાં કાયમ માટે રહી શકશે.
- “આચાર્યશ્રીએ જણાવ્યું કે આજના યુવકોમાં પ્રવર્તતી ખંડનાત્મક વૃત્તિને બદલે તેમને રચનાત્મક માર્ગે વાળવાના હેતુવાળા યુવકશિબિર પણ આ કેન્દ્ર તરફથી યોજવામાં આવશે. આવી જ રીતે બાળકોમાં સર્જનાત્મક વૃત્તિ ખીલે તેવી યોજના પણ અમલમાં મૂકવામાં આવશે.
“કેન્દ્ર ખાતે બધા ધર્મોનાં પુસ્તકે, સંશોધન માટેની સામગ્રી વગેરે સાથેનું એક વાચનાલય પણ રાખવામાં આવશે જે પૂર્વના ધર્મજ્ઞાન અને પશ્ચિમના વિજ્ઞાનને સમજવામાં પુલની ગરજ સારે તેવું બની રહેશે.
આચાર્યશ્રીએ કહ્યું કે આપણા દેશે જગતને સંન્યાસની અને પશ્ચિમે વિજ્ઞાનની ભેટ આપી છે. પણ આપણા સંન્યાસી આજે પરોપજીવી અને બોજારૂપ બની ગયા છે. સંન્યાસી જવે. જોઇએ અને સંન્યાસ ટકા જોઇએ એ હેતુથી અમારી સંસ્થા સંસારીઓને આધ્યાત્મિક માર્ગે વળવાની તક ઝડપવા દર વર્ષે એક માસ માટે સ્વીકારશે.”
આજના સમયમાં આધ્યાત્મિક પુનરુત્થાનને લક્ષમાં રાખીને કોઇ પણ પ્રવૃત્તિને પ્રારંભ કરવાનો વિચાર રજૂ કરવામાં આવે તે તે આવકારપાત્ર લેખાવ ઘટે. આ દષ્ટિએ આચાર્ય રજનીશજીની પ્રેરણા અને માર્ગદર્શન નીચે આધ્યાત્મિક પુનરુત્થાન અર્થે એક ભવ્ય પ્રતિષ્ઠાન ઊભું કરવાની જે યોજના ઉપર આપેલા પત્રકાર પરિષદ્ માં રજુ કરવામાં આવી છે તેને આપણે જરૂર અભિનન્દીએ. આમ છતાં તે અંગે એક બે વિચાર આવે છે તેની અહીં રજૂઆત અસ્થાને નહિ લેખાય.
આચાર્ય રજનીશજીને માટે એક એવું મિલનકેન્દ્ર ઊભું થવાની જરૂર હતી જ કે જ્યાં તેઓ સ્થાયીપણે વસી શકે અને જ્યાં તેમને મળવાની અને તેમના સહવાસની અપેક્ષા ધરાવનાર જિજ્ઞાસુઓને રહેવા વગેરેની સુવિધા પણ હોઇ શકે. જ્યાં સુધી તેઓ જબલપુરની મહાકોશલ યુનિવર્સિટી સાથે જોડાયેલા હતા ત્યાં સુધી જબલપુર છોડવાનું તેમના માટે શકય નહોતું. પણ તે પ્રકારના અધ્યાપન - વ્યવસાયથી લગભગ બે વર્ષથી તેઓ નિવૃત્ત થયા છે, તેથી જબલપુરનું તેમના માથે હવે કોઇ બંધન નથી. આ પરિસ્થિતિમાં ગુજરાત કે મહારાષ્ટ્ર જ્યાં તેમના પ્રશંસકો અને તેમને વિશેષ લાભ મળે એવી અપેક્ષા ધરાવતા મિત્રોને વિશેષ વસવાટ છે એવા પ્રદેશમાં આવા એક નાના સરખા કેન્દ્રનું નિર્માણ થાય એ અતિ આવશ્યક હતું. આવું કોઇ કેન્દ્ર ઊભું થાય તો વિશિષ્ટ ગ્યતા ધરાવતી વ્યકિતઓ મર્યાદિત સંખ્યામાં તેમની સાથે વસી શકે અને તેમના પ્રત્યક્ષ અધ્યાપનને અને માર્ગદર્શનને લાભ પ્રાપ્ત કરી શકે, આ દષ્ટિએ, ડિસેમ્બર માસની આખરમાં લોનાવલા ખાતે આચાર્ય રજનીશજી સાથે કેટલાએક કાર્યકર્તાઓનું બે દિવસ માટેનું એક સંમેલન ગોઠવવામાં આવ્યું હતું તે પ્રસંગે હાજર રહેવાનું બનતાં અને મારા વિચારો રજૂ કરવાની તક મળતાં એક પ્રકારના કેન્દ્રનિર્માણને મેં આવકાર્યું હતું.
આ મારી કલપનાના કેન્દ્રનિર્માણમાં અને ઉપરની પત્રકાર પરિપક્માં આચાર્ય રજનીશજીએ જે ચિત્ર રજૂ કર્યું છે તેમાં મોટો
તફાવત છે. મારી કલ્પનાનું કેન્દ્ર અતિ મર્યાદિત આકારનું કે જેની વહીવટી જવાબદારી પણ અતિ મર્યાદિત હોય એવું છે. રજનીશજીએ રજૂ કરેલા કેન્દ્રમાં તે ૧000 જેટલા છાત્રો માટે છાત્રાવાસ શરૂ કરવાને ભવ્ય વિચાર રહે છે અને તે માટે પંદર દિવસના ટુંકા ગાળામાં દશ લાખ રૂપિયા તે મળી ચૂકયા હોવાનું જણાવવામાં આવ્યું છે. આ તમના વિધાન ઉપરથી એમ સહજપણે લાગે છે કે આવા કાર્ય માટે તેઓ ધારે તેટલાં દાન મેળવી શકે તેમ છે અને તે મુજબ પ્રસ્તુત યોજનાને પણ તેઓ ધારે તેટલું વિરાટ સ્વરૂપ આપી શકે તેમ છે.
એ તે ચોક્કસ જ છે કે આવી કોઈ યોજનાના કેન્દ્રસ્થાને રજનીશજી જ હોવાના અને તેને લગતી મુખ્ય જવાબદારી પણ તેમની જ હોવાની. જે આ પ્રકારની સંસ્થાઓના વહીવટ સાથે સંકળાયેલા છે તેમને એ અનુભવ છે કે જેમ સંસ્થાનું કદ અને આકાર મોટાં તેમ તેના સંચાલન અને દિન પ્રતિ દિન વહીવટની જવાબદારી વધારે મોટી અને જટિલ. વળી તેને નિભાવવા માટે આર્થિક પુરવણીને આંક પણ દિન પ્રતિ દિન મોટો થતો રહેવાને. આજના સમયમાં ૧૦૦૦ વિદ્યાર્થીઓ એકઠી કરવા અને જાળવવા એ વિચારને અમલ પારવિનાની કઠીન સમસ્યાઓ ઊભી કરવાને. વળી એ જ કેન્દ્રમાં ૫૦ જેટલા કુટુંબને વસાવવાને વિચાર પણ કેટલીક અણધારી સમસ્યાઓ ઊભી કરવાને. આવા વિરાટ અજનનું પરિણામ સ્વ ભાવિક રીતે આચાર્યશ્રીના ખૂબ જ અટવાઈ જવામાં અને તેમના મુકત પરિભ્રમણને એક મોટા અવરોધરૂપ બનવામાં આવવાનું.
આ બધી દષ્ટિએ વિચાર કરતાં આચાર્ય રજનીશજી અને તેમના સાથીઓને એવી પ્રાર્થના કરવાનું પ્રાપ્ત થાય છે કે ઉપર જણાવેલ આધ્યાત્મિક પુનરૂત્થાનના પ્રતિષ્ઠાનને તેમણે રજૂ કર્યું છે તેવું વિરાટ રૂપ આપવાને બદલે અત્યન્ત મર્યાદિત રૂપ આપવામાં આવે કે જેથી તે પાછળ રહેલો હેતુ–ભલેને મર્યાદિત આકારમાંસિદ્ધ થાય અને આચાર્ય રજનીશજી સંસ્થા સાથે સંકલિત બનવા છતાં ગમનાગમન અંગે પૂરી મુકિત અનુભવે અને તેમને અને તેમના સાથીઓને કદિ પણ મુંઝવે નહિ એ રીતે સંસ્થાની આર્થિક અપેક્ષા પણ મર્યાદિત રહે. પંડિત સુખલાલજીની તબિયત અંગે
જાન્યુઆરી માસના બીજા અઠવાડિયાથી અમદાવાદ ખાતે વસતા પ. સુખલાલજીની તબિયત લથડવા લાગી હતી અને તેમને ત્યાંના વાડીલાલ સારાભાઇ હૈસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં તે દરમિયાન વચમાં હું અમદાવાદ ચાર દિવસ રહી આવ્યો અને કાંઇક ઠીક થતા તેમને તેમના નિવાસસ્થાને લાવવામાં આવેલા. વળી પાછી તબિયત લથડતાં વાડીલાલ સારાભાઇ ૉસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવેલા અને મુંબઇથી જાણીતા યુરો લૉજીસ્ટ (પેશાબ વિષયના નિષ્ણાત) ડૉ. બી. એમ. શાહ અને પંડિતજીના પુત્રવત ભાઈ વાડીલાલ ડગલીને અમદાવાદ બોલાવવામાં આવ્યા. પંડિતજીની મુખ્ય તકલીફ ઝાડો પેશાબ અવારનવાર બંધ થઇ જવાને લગતી તેમ જ લાંબો સમય ચાલુ રહેતી હેડકીને લગતી હતી. આ અંગે પંડિતજીને મુંબઈ લઇ જવામાં આવે તો તેમને યોગ્ય ઉપચાર કરવામાં વધારે અનુકુળતા રહેશે એમ સમજીને ૨૨ મી જાન્યુઆરીએ ઍરપ્લેનમાં મુંબઇ લાવવામાં આવ્યા અને ભાટિયા જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ત્યારબાદ જણાવતા આનંદ થાય છે કે મુંબઇ આવ્યા બાદ આજ સુધીમાં પંડિતજીની તબિયતમાં સારો સુધારો થયો છે અને તેમને હોસ્પીટલમાંથી ભાઈ વાડીલાલ ડગલીના નિવાસસ્થાને (પ્રભુકુંજ, પેડર રેડ) ખસેડવામાં આવ્યા છે. આશા રાખીએ કે પંડિતજીને ગુમાવેલું સ્વાશ્ય પુન: પ્રાપ્ત થાય અને સ્વસ્થ બનીને અમદાવાદ પાછા જાય અને હંમેશના કાર્યકમ મુજબ તેમની દિનચર્યા લાંબા સમય માટે એક સરખી ચાલુ થાય.
પરમાનંદ