________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧૨-૬૮
ફરજ ગમે તે પ્રકારે ધનપ્રાપ્ત કરી દુનિયાદારીના વ્યવહાર ચલાવવાની છે તે પછી તે પોતા તરફની જ ફરજ ભૂલી જાય છે અને આત્માને ભાગે આખી સૃષ્ટિનું રાજ્ય મળે તે પણ તે નકામું છે. ખાટકીનો વ્યાપાર કરતાં કેટલા જીવન તે નિમિત્તે વધ થશે, તેથી કેટલા જીવાની ઉત્ક્રાન્તિ અટકાવવામાં પેતે નિમિત્તભૂત થશે અને એવા તુચ્છ પદાર્થની નજીકમાં રહેવાથી પોતાની વાસના કેટલી મિલન થશે અને એ સર્વેને પરિણામે પોતે કેટલા પાછળ પડી જશે તેને તેણે વિચાર કરવા જોઈએ. આ આંતરવિષય પરને વિચાર થયો.
તેવી જ રીતે તેવા વ્યાપાર કરતાં તે વ્યાપારની અસર જનસમાજ પર અથવા જે શહેરમાં પોતે વ્યાપાર કરતો હોય ત્યાં કેટલી થશે તેના વિચાર કરવા જોઈએ. અન્ય મનુષ્યો તેના વ્યાપારની વસ્તુ ખરીદીને પેાતાની ઉન્નતિ અગળ વધારશે કે પાછળ હટી જશે તે વાતને તેણે ખાસ વિચાર કરવા યોગ્ય છે. આ બાહ્ય અસર પર વિચારણા થઈ.
આવી રીતે સ્વતંત્રતાના ઉપદેશ કરનાર પોતે જે બાબતને ઉપદેશ આપે છે તે બાબતની અસર પેાતાના ચારિત્રને અંગે કેમ થશે, પોતે હજુ નિયંત્રિત અવસ્થાને યોગ્ય છે કે નિરંકુશપણે પ્રવતવાના અસાધારણ મનોબળ – શકિતયુકત થયો છે અને સ્વતંત્રતા મેળવવાની આકાંક્ષામાં સ્વચ્છંદતા વહારી લેશે કે નહિ તેના નિર્ણય કરી તેણે આગળ વધવું જોઈએ. સ્વતંત્રતાનો ઉપદેશ કરવા જતાં કદાચ પોતે એવા રાજ્યના ગુન્હામાં આવી જાય કે જ્યાં જવાથી આત્માન્નત્તિનાં દ્વાર જ બંધ થઈ જાય અને પોતે સ્વ કે પર ઉપર ઉપકાર કરી શકે જ નહિ, એવી સ્થિતિ થાય તે તેવા સંયોગામાં શું કરવું તેની વિચારણા આંતરવિકાસને અંગે પ્રાપ્ત થાય છે.
એવી જ રીતે સ્વતંત્રતાના ઉપદેશ જુદા જુદા વિકાસક્રમમાં રહેલા પ્રાણી પર કેવી અસર થશે, સ્વતંત્રતાને પરિણામે યોગ્ય બંધનાને તાડી મધ્યમ ઉત્ક્રાન્તિવાળા પ્રાણીએ કેવી રીતે નહિ ઈચ્છવાયોગ્ય સ્થિતિ પર ઉતરી જશે અને સર્વત્ર કેવા અંધકાર વ્યાપશે એ પર વિચાર કરી લાભાલાભની તુલના કરવાની બાહ્ય અસરને અંગે જરૂર રહેશે.
આવી રીતે આપણે કોઈ પણ અંગત કે સામાજિક કાર્ય કરતી વખતે તેની અસર પેાતાના આત્માને કેવી થશે અને અન્ય જીવા પર કેવી થશે તેની બરાબર તુલના કરવી જરૂરની છે. ગમે તેવી રીતે અસ્તવ્યસ્તપણે મનમાં ઠીક લાગ્યું તેવું કામ કરનારને આપણે કંઈ કહેવાનું નથી અને વિવેકવાન માણસાએ એવા અવ્યવસ્થિત અથવા દુરાગ્રહી મનુષ્યોના વર્તન પર વિચાર કરવાની તસ્દી લેવાની જરૂર પણ નથી. આપણે હાલ જે વિચાર કરીએ છીએ તે વ્યવહારૂ, સુજ્ઞ, ઠરેલ પ્રકૃતિના, ડાહ્યા, દક્ષ અને કુશળ મનુષ્યને અંગે કરીએ છીએ.
કાર્યને અંગે આત્મિક અને બાહ્ય અસર પર ધ્યાન રાખવાની જેટલી જરૂર છે તેટલી જ જરૂર અમુક કાર્ય અંગત છે કે સામાજિક છેતે પર લક્ષ્ય રાખવાની જરૂર છે. પેાતાનું અંગત કામ હાય તે માટે કદાચ બહુ વિચાર ન કર્યો હોય તે તે આખી સમાજને નુકસાન બહુ ન કરે, જો કે દરેક કાર્યની સમાજને થોડી વધતી તે અસર થાય છે જ, પરંતુ સામાજિક કાર્યમાં અવ્યવસ્થા રાખવાથી પેાતાને નુકસાન થાય, તે ઉપરાંત આખી સમાજને બહુ હાનિ થાય છે તેથી તેને માટે બહુ જ ચીવટ રાખવાની જરૂર રહે છે. દાખલા તરીકે એક મી. ગાખલે જેવી વ્યકિત દરિયાકિનારે ફરવા જવાનો વિચાર કરે તે તેની અસર સમાજને સીધી કે આડકતરી રીતે થાય છે, એટલે તેટલા વખત તે શુદ્ધ હવા મેળવે તેથી સારી રીતે આગળ ઉપર કામ કરી શકે તેટલા પૂરતી સારી અસર થાય છે અને તેટલા વખત નકામા કાઢે તેટલા પૂરતી હાનિ થાય છે, પરંતુ તે બહુ સામાન્ય લાભ કે હાનિ છે; પરંતુ તે જ મી. ગેાખલેને ફરજિયાત કેળવણીનો પ્રશ્ન આખી સમાજને અંગે મોટો પ્રશ્ન ઉપસ્થિત કરે છે અને તેથી તેવા પ્રશ્નની
૧૭૯
વિચારણા માટે બહુ દઢપણે, મક્કમપણે, ધર્મદષ્ટિથી અને સંયોગા જોઈને વિચાર કરવા ઘટે છે.
કાર્ય અને વર્તનને અંગે આ ઉપરાંત લાભાલાભના વિચાર કરવા પણ ખાસ જરૂરનો છે. દરેક કાર્યમાં લાભ સાથે હાનિ રહેલી હાય છે. કેટલીક વખત લાભ વધારે અને હાનિ ઓછી હોય છે, કેટલાકમાં કરનારને લાભ વધારે પ્રાપ્ત થાય છે અને સામાને તેટલી નુકશાની હોય છે, કેટલીકવાર અન્ય મનુષ્યોમાં ઘણાને લાભ અને થેાડાને હાનિ થાય છે, કેટલાંક કાર્યથી ઘણી હાનિ થાય છે અથવા ઘણાને હાનિ થાય છે. આથી સ્વ અને પરને અંગે અમુક કાર્ય અથવા વર્તનથી લાભ અને હાનિ કેટલી થાય છે તેના બરાબર વિચાર કરી જેનાથી વિશેષ અથવા પૂર્ણ લાભ થાય અને નજીવી અથવા જૂજ હાનિ થાય અથવા બિલકુલ ન થાય તેવાં કાર્ય અથવા વર્તન હાથ ધરવાં યોગ્ય ગણાય.
અમુક કાર્ય કરવું કે નહિ તેનો નિર્ણય કરવા માટે સ્વ અને પરને અંગે તેની કેટલી અસર થશે, કેવી અસર થશે અને તેથી લાભાલાભ કેટલા થશે તે પર વિચાર કરવાની જરૂર આપણને તેથી સહજ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત પેાતાના કોઈ કાર્યની વર્તમાન અને ભવિષ્યમાં થવાની અસર પર પણ બરાબર વિચાર કરવા જોઈએ. કેટલાંક કાર્યો વર્તમાન ટૂંકી નજરથી જોવામાં આવે તે લાભ કરનારા જણાતા હોય, પણ તે જ કાર્યો ભવિષ્ય તરફ દીર્ધદષ્ટિ નાખીને વિચારવામાં આવે તે મહાહાનિ લાવનાર હોય, જેમ કે અસત્ય બાલવાથી તુરતમાં મોટો લાભ મળે તેમ હોય, પણ આગળ જતાં પકડાઈ જતાં જેલમાં જવું પડે તેમ હોય એ સર્વ વિચારવું જોઈએ. સમયની વિચારણામાં જાતની અને પરની ઉપર થતી અસર પણ વિચારવી જોઈએ. દાખલા તરીકે અમુક સુધારાની બાબત પર વિચારતાં ભવિષ્યમાં આપણા સિદ્ધ બંધારણને કેટલી ક્ષતિ પહોંચાડશે, લોકોને પેાતાના ચુસ્ત મનમાંથી હચમચાવવામાં આગળ ઉપર શું અસર થશે એ પણ વિચારવું જોઈએ.
મનુષ્યની વિચારણા, જો એને તદૃન સ્વતંત્ર અવસ્થામાં છેડી દીધા હોય, એના ઉપર સમાજના અંકુશ ન હેાય અને પેાતાની જાતને નિરંકુશ માને તો ચલાવી લેવા જેવું હોય તે ઘણી વાર એવી સ્વાર્થ તરફ દોરવી લઈ જનાર થતી જોવામાં આવે છે કે એવું પરિણામ ઉપજાવવું કોઈને પસંદ આવે નહિ. પરના વિચારમાં પણ સ્વાર્થ બહુધા દશ્ય થાય છે. પણ પરસંબંધી વિચારણાનું તત્ત્વ જ જે સમૂળગું દૂર કરવામાં આવે તો પછી આ પ્રાણીના કાર્યમાં કાંઈ પણ રસ રહે નહિ કે પસંદ કરવા જેવું રહે નહિ. આટલા ઉપરથી ઉપર જણાવેલી કિંવદન્તીમાં એમ કહેવામાં આવ્યું છે કે, જ્યારે તમારે અમુક કાર્ય કરવું હેાય ત્યારે તમારે તેને તમારી પોતાની નજ રથી શુદ્ધ છે કે અશુદ્ધ છે, તમને પેાતાને તે કરવું પ્રિય લાગે છે કે અપ્રિય લાગે છે, તમારી પોતાની જાત ઉપર તે હાલ અથવા ભવિષ્યમાં લાભ કરનાર છે – એટલું વિચારી જે તમને તમારી જાત અંગે પ્રિય કે હિતકર કે લાભ કરનાર લાગે તેટલું કરવા તરફ લલચાઈ જશે નહિ પણ તે લેાકના હિતને વધારનાર છે કે નહિ, લોકોને તેથી લાભ થાય તેવું છે કે નહિ, એકંદરે સમાજની ઉન્નતિ વધારનાર છે કે નહિ એના બરાબર વિચાર કરશે. એની વિચારણામાં પણ તમારી પોતાની ટૂંકી દૃષ્ટિના ચશ્માએથી દોરવાઈ ન જતાં જનસમાજની દૃષ્ટિથી જોશો. લોકોને જે કાર્ય વિરુદ્ધ લાગે તેવું હાય, જેની અસર લોકોના માનવા પ્રમાણે ખરાબ થાય તેવું હાય તે કાર્ય કરવું નહિ, તેનું આચરણ કરવું નહિ,
તમારે કઈ પણ કાર્ય કરવું તેમાં કાં તે સ્વાર્થ હોય છે અને કાં તો પરમાર્થ દષ્ટિ હોય છે. જો તમારા સ્વાર્થ ખાતર અમુક કાર્ય લેાકવિરૂદ્ધ હોય છતાં શુદ્ધ માની લઈને ચાલો અને પછી તમારા મનને સમજાવી દઈ તે કાર્ય કરો તો કોઈ પણ રીતે યોગ્ય નથી એ તો સ્પષ્ટ સમજાય તેવું છે. પરમાર્થ દષ્ટિએ કોઈ કાર્ય અથવા આચરણ કરો તે લોકોના વિચારથી વિરૂદ્ધ હાય અને તેથી તેઓને
9