________________
૧૭૬
* કશુ
જીવન
તા. ૧૬૨-૧૮
ડૉ. ચક્રવર્તિને ત્યાં-જ્યાં શ્રી કૃષ્ણપ્રેમ રહેતા હતા–ત્યાં થયું. ઈ. સ. ૧૯૨૩માં શ્રી કૃષ્ણપ્રેમ છે. રોનાલ્ડહેનરી નિકસન હતા. યુનિવર્સિટીમાં અંગ્રેજી સાહિત્ય અને ભાષાના અધ્યાપક હતા, ત્યાર પછી એઓ શ્રી યશોદામાં સાથે બનારસ ગયા. ત્યાંથી અભેડા ગયા અને આખરે ત્યાંથી મિરતલામાં આવીને સ્થાયી નિવાસ કર્યો.
છે. રોનાલ્ડ નિકસને લખનૌમાંજ યશદામાને ગુરૂ બનાવવાને ઐતિહાસિક નિર્ણય લઈ લીધો હતો. એ નિર્ણયના અમલ પછી જ તેઓ બનારસ ગયા અને આલમેડા આવી મિરતલામાં ૧૯૨૮માં સંન્યાસ લીધે અને શ્રી કૃષ્ણપ્રેમ બન્યા. ઈ. સ. ૧૯૪૪માં યશેાદામાને દેહવિલય થયું. ૧૯૫૧માં મેતીરાણીએ શીરીર છોડયું. શ્રી દિલીપકુમારને
શ્રી કૃષ્ણપ્રેમ સાથેનો સંબંધ ૧૯૨૩માં શરૂ થયું. ૧૯૫૦ના નવેમ્બરમાં તેંઓ છેલ્લી વખત શ્રી કૃષ્ણપ્રેમને મળ્યા. તે વર્ષો દરમિયાન લખનૌ, અલ્હાબાદ, કલકત્તા અને પાંડિચેરીમાં બન્નેનું લગભગ છ સાત વખત મિલન થયું. એક વખત તે યશોદામાની ઉપસ્થિતિમાં દિલીપકુમાર મિરતલામાં આવીને રહી ગયા. આટલા ધનિષ્ટ સંબંધ પછી વાંચક જે ચરિત્રદર્શનની, શ્રી કૃષ્ણપ્રેમની અંતર-વિભૂતિની ઓજસકથાની અને લેખકની પિતાની ઉપર, પિતાની સાધના ઉપર જે એક સમગ્રતાની મુદ્રા ઊઠી તેના ચિત્રની આશા-અપેક્ષા રાખે તે અહીં ફળિભૂત નથી થતી. આવા આંતરસામ્યભર્યા સંબંધમાંથી તે જીવનનું એવું અનન્ય ઐશ્વર્ય ઉપસવું જોઈએ કે જેનાથી વાંચક અભિભુત થાય. તેને બદલે ઊંડાણ અને તેજવિનાના ચમત્કાર અને ચમત્કારિક પ્રસંગો વણીને પિતાને જ કેન્દ્રમાં રાખીને એક નિસ્તેજ ચિત્રનું નિર્માણ થવા પામ્યું છે. જયારે કોઈ પણ લેખક કોઈક વિભૂતિ વિષેની કથા કહેતે હોય ત્યારે પિતાને બને ત્યાં સુધી, અનિવાર્ય ન હોય ત્યાં સુધી મહત્ત્વ આપતો નથી. પરંતુ
જ્યારે આવા ચરિત્રાલેખન વખતે લેખક પિતાને જ કેન્દ્રસ્થ રાખીને પિતાને જ મહિમા ગાયા કરે છે ત્યારે એમાંથી ઔચિત્યનું સૌંદર્ય અદશ્ય થઈને કંઈક કદરૂપતા આવી જાય છે; એમાં અવિવેક લાગે છે. આ બીજા વિભાગના સંસ્મરણાત્મક ચરિત્રાલેખનમાં લેખકની અહંતા અને સ્વકેન્દ્રિયતાએ ન ભજવવું જોઈએ એ. ભાગ ભજવ્યો છે. એટલે ચરિત્રના આલેખનમાં એજિસ નથી આવી શકયું. ઉપરાંત શ્રી કૃષ્ણપ્રેમની આંતરવિભૂતિના ઐશ્વર્યને લેખક પકડી કે પામી શકયા પણ નથી. એને કારણે સામાન્યતાના આલેખનમાં રાચતી એમની શૈલી પણ પાંખી અને પાંગળી લાગે છે. અને એમાંય ચમત્કારની વાત યશોદામાં અને શ્રી કૃષ્ણપ્રેમના અવસાન પછી પ્રગટ કરવી એમાં પણ અનૌપચિય લાગે છે.
- આંતરસંપદાના સુખદ દર્શન - ત્રીજો વિભાગ એ આ પુસ્તકને માતબર અને ઐશ્વર્યવંત ભાગ છે. એમાં શ્રી કૃષ્ણપ્રેમના ઈ.સ. ૧૯૨૭થી લઈને ૧૯૬૫ના ઓકટોબર સુધીના લગભગ પંચોતેર નાના મેટા પત્રને સંગ્રહ છે. આ પત્રમાંથી ૧૯૫૦થી ૧૯૬૫ સુધીના માત્ર ચૌદેક કાગળ છે. બાકીના સાઠેક પત્રો ૧૯૫૦ પહેલાંના છે. શ્રી દિલીપકુમારે શ્રી અરવિંદ આશ્રામ છાડ અને પિતાને સ્વતંત્ર કામ “શ્રી હરિકૃષ્ણ મંદિરને નામે પૂનામાં સ્થાપ્યો, ત્યારબાદ શ્રી કૃષ્ણપ્રેમ સાથે પત્રો સંબંધ પણ પાંખે થયેલ દેખાય છે એટલું જ નહીં, એ પાછળનાં વર્ષોના પત્રવ્યવહારમાં, પહેલાંના પત્રો જેવી જીવંત સત્યના ઊંડાણની શેધ, આંતરસંઘર્ષને સામને, સ્નેહની વ્યાપક ઉષ્મા પણ ઓછાં લાગે છે. શ્રી કૃષ્ણપ્રેમના એ પાછળના પત્રો ઉપરથી લાગે છે કે શ્રી દિલીપકુમારની જીવન-જિજ્ઞાસા અને સત્યની શોધમાં પણ અને એની ઉત્કટતાની માત્રામાં પણ કંઈક ફેર પડયો હશે.
આ સમગ્ર પત્રોમાં શ્રી કૃષ્ણપ્રેમની આંતરસંપદાનાં સુખદ દર્શન થાય છે. આખા પુસ્તકનું ઝવેરાત આ ત્રીજા વિભાગમાં એકત્ર થયું છે. આ પત્રને સ્વાધ્યાય કરતાં કરતાં ઊડે આનંદ તે
થાય છે, પરંતુ એક આંતરયાત્રા કર્યાની ઊંડી આત્મસંતૃપ્તિ પણ થાય છે. આ પત્રમાં જીવનને જીવતે સંભાર ભારોભાર ભર્યો હોવાને કારણે અને દરેક વિચાર, પ્રત્યેક ભાવ અને સંવેદનમાં અનુભૂતિને રણકો હોવાને લીધે પત્રોની શૈલીમાં સહજતાનું અમૃત ઊતર્યું છે. એની રમ્યતા, વેધકતા, પ્રવાહિતા, અને ગૌરવગંભીરતા એકદમ વર્તાઈ આવે છે. પત્રોનું એક વિશિષ્ઠ લક્ષણ છે એની જીવનવ્યાપકતા, દર્શનની સમગ્રતા અને પ્રતીતિજનક વિધાયકતા. પ્રત્યેક પ્રગટીકરણ જાણે અંતરનિષ્ઠાના આત્મવિશ્વાસના રસાયણથી રસાયેલું લાગે છે.'
એમાં પ્રબુદ્ધિની રમણા, પ્રજ્ઞાનું ઓજસ, ભાવસંવેદનનું ઊંડાણ અને અનુભૂતિનું અમૃત વરતાય છે. આને કારણે પત્રમાં કેવળ શબ્દો નથી ભર્યા, પણ શબ્દો દ્વારા આંતરજીવનનું રહસ્ય છતું કરવામાં આવ્યું છે. શબ્દોને જ્યારે એમની મૂળભૂત શકિત સમેત, એમના આત્મસૌંદર્યને અખંડિત રાખીને, એમની સુગંધને જીવતી રાખીને વાપરવામાં આવે ત્યારે એ કેવા સિદ્ધ ચમત્કાર સર્જે છે તેને વાંચકને અનુભવ થાય છે. કેવળ વ્યકિતમાં વિભૂતિ નથી ભરી, શબ્દમાં પણ વિભૂતિ અંતર્ણિત છે તેને અહીં પુરાવા મળે છે. ઘણાં શબ્દો અહીં નવું જીવન મેળવે છે, નવ જન્મ પામીને, નવા સંદર્ભમાં પ્રતિષ્ઠિત થઈને કૃતાર્થ થાય છે. અંગ્રેજી ભાષાને આત્મા અહીં પ્રકુલ્લિત થઈ ઊઠે છે, વાંચકને એવી લાગણી થાય છે કે ભાષા તે માધ્યમ છે, સાચા સારથી હેય, વિધાયક જીવનદષ્ટા હોય અને શબ્દોને પારખું સખા હોય તો ગમે તે ભાષામાં જીવનની સમગ્રતાને ધારણ કરીને પ્રગટ કરવાની શકિત આવી જાય છે. શબ્દ એને એજ, પણ એ અકવિના, કવિના અને મહાકવિના હાથમાં પડીને ન અન્વય અને નવું એજસ ધારણ કરે છે.
કવિતામું સાધના જીવન * શ્રી અરવિંદ પિતાના દિલીપકુમારના એક પત્રમાં શ્રી કૃષ્ણપ્રેમ વિષે લખતાં એમને પશ્યન્ત વાણીના સાધક કહે છે. પશ્યક શબ્દને જ એ છે. એટલે એની સમગ્રતાનું કલેવર એમની દષ્ટિમાં સમાઈ જાય છે. શબ્દના આત્માનું તેજ, એમની આંખમાં ઊતરીને હૃદયમાં વસી જાય છે. શબ્દના સ્વરૂપને એ પામે છે. પથ્યકની દષ્ટિએ ચઢીને શબ્દ નવજન્મ પામીને, ધન્ય થાય છે. આવી જ પશ્યન્તિ વાણીની લીલા આ પત્રો ઉપરાંત, આપણને એમના ત્રણેય ગ્રંથ “ધી યોગ એફ ભગવદ્ગીતા” “ધી યોગ એફ કઠોપનિષદ” અને “મેન: ધી મેઝર ઓફ ઓલ થીંગમાં જોવા મળે છે. ગીતાના શ્લોક, કઠોપનિષદના મંત્ર અને ત્રીજા ગ્રંથનાં ધ્યાનદર્શને સાથે એમની વાણી જે સખ્યની શ્રદ્ધાથી ચાલે છે તેનું આપણને આશ્ચર્ય નથી થતું, પણ સહજ આનંદ થાય છે.
શ્રી કૃષ્ણપ્રેમના સાધના-જીવનને મહત્ત્વને સમય એ ઈ. સ. ૧૯૫૦ પછીને છે. એમનો દેહ પડયે નવેમ્બરની ૧૪, ૧૯૬૫માં. આ સમય દરમિયાન એમના જીવનરૂપાન્તરનાં જે સીમાચિન્હો રોપાયાં, પરિવર્તનને જે પરિમલ નિપજ અને અંતરપુરૂષના ઓજસે જે અભિનવ સ્વરૂપ ધારણ કર્યું એ બધું સત્યની કવિતામું અનન્ય છે. શ્રી કૃષ્ણપ્રેમના ગુરૂ શ્રી યશોદામાની સંન્યાસ દીક્ષા શ્રી ચૈતન્ય મહાપ્રભુની પરંપરામાં આવે છે. એ જ પરંપરામાં શ્રી કૃષ્ણપ્રેમ દીક્ષિત છે. યદામાના સમયમાં મિરતેલાનું ધામ ‘ઉત્તર વૃન્દાવન’ કહેવાતું. અહીંના મંદિરમાં રાધાકૃષ્ણનાં સ્વરૂપની પ્રતિષ્ઠા છે અને એમની સેવાપુજા વૃન્દાવનના રાધારમણ ગેસ્વામીઓના પરંપરાગત વિધિ પ્રમાણે થતી આવતી હતી. યશોદામાને દેહવિલય પછી સાંપ્રદાયિક પરંપરાને શ્રી કૃષ્ણપ્રેમના સાધનાક્રમમાં અંત આવ્યો. વૈષ્ણવ ધર્મના સંકુચિત રૂપમાં ક્રાંતિકારક ફેરફારો થયા. શ્રી કૃષ્ણપ્રેમને મુખ્ય ઝાક અંતરપથ પર રહ્યો. એમાંથી સાંપ્રદાયિક સંકુચિતતા હઠી ગઈ, વૈષ્ણવ ધર્મની સ્થિતિચુસ્તતતા ખરી પડી, અને એને બદલે