________________
પ્રબુદ્ધ જીવન
ચેાગી. શ્રી કૃષ્ણપ્રેમ
[નીચે જે પુસ્તકનું અવલોકન કરવામાં આવ્યું છે તે પુસ્તક શ્રી દિલીકુપમાર રોય લિખિત ‘યોગી શ્રી કૃષ્ણપ્રેમ’હું પણ તાજેતરમાં આદ્યન્ત વાંચી ગયો છું અને યોગી શ્રી કૃષ્ણપ્રેમનાં અમુક વિશિષ્ઠ વલણા અને વિચારો સાથે અનુમતિ ન અનુભવતા હોવા છતાં પણ તેમના અસાધારણ વ્યકિતત્વથી હું પણ અત્યંત પ્રભાવિત થયો છું. વસ્તુત: આ પુસ્તકદ્રારા માત્ર શ્રી કૃષ્ણપ્રેમના જ પરિચય થાય છે એમ નથી. તે દ્વારા પ્રસ્તુત પુસ્તકના લેખક શ્રી દિલીપકુમાર રોયના અને યાગી શ્રી અરવિંદના પણ આપણને જીવન્ત પરિચય પ્રાપ્ત થાય છે. શ્રી કૃષ્ણપ્રેમના પત્રામાં અને તેમના ચરિત્રને લગતાં પ્રસંગામાં ઊંડી અનુભૂતિની ઝલક જોવા મળે છે અને તેથી તેઓ જે કાંઈ કહે છે તેમાં પ્રતીતિની સચોટતાનો અનુભવ થાય છે. કોઈ પણ તત્વજિજ્ઞાસુ માટે આ પુસ્તકનું વાંચન અત્યન્ત ઉપકારક નીવડે તેમ છે. પરમાનંદ પ્રિય ઉમાશંકર,
આવી રીત અજમાવાય છે. પરિણામે ત્રણ વસ્તુ બને છે. શ્રી અરવિંદ અને શ્રી કૃષ્ણપ્રેમ વચ્ચે જીવનદષ્ટિનું કેટલું સામ્ય કે અસામ્ય છે તે પ્રગટ થાય છે. શ્રી અરવિંદ અને શ્રી કૃષ્ણપ્રેમ બન્નેની વિભૂતિનું આજસ સ્વતંત્ર ચિત્ર ઉપસાવે છે. બન્નેના આંતર ઐશ્વર્યની સમગ્રતા પાતપેાતાને સ્વરૂપે આવિર્ભાવ પામે છે અને આમ બન્ને વચ્ચેનાં ભેદ અને અભેદ તો પ્રગટ થાય છે; પણ બન્નેની સ્વતંત્ર અને આગવી અનન્ય પ્રતિભાનો વિલાસ પણ નજરે ચઢયા વિના રહેતા નથી. અને ત્રીજી વસ્તુ એ બને છે. કે લેખકની સાધક તરીકેની નિરાધારતા, નિર્બળતા અને આત્મદયાનું ચિત્ર એમાંથી ઊઠી આવે છે. લેખકની આ મુકિત કહો તો મુકિત અને રીત કહે તે રીત, એને મોટો લાભ વાચકને એ મળે છે કે એને બન્ને વિભૂતિત્યંત પ્રતિભાના મૂલગત ઐકયનું દર્શન થાય છે અને બન્ને વ્યકિત તરીકે અલગ હોવા છતાં ઘણાં અંતિમ જીવનસત્યો પર બન્નેની ઉજજવળ દષ્ટિ કેવી અદ્ભુત શ્રાદ્ધાશકિત વડે ઠરે છે અને એમાંથી જીવનની અંતિમ એકતાના સત્યનું વાચકને વિશ્વાસવંત દર્શન થાય છે.
તા. ૧૬-૧૨-k<
આજે મેની દસમી તારીખ ને શુક્રવાર છે. આજેશ્રી કૃષ્ણપ્રેમના સીત્તેરમા જન્મદિવસ છે. એટલે આજે એમનું વિશેષ સ્નેહસ્મરણ થાય એ સ્વાભાવિક છે. છેલ્લાં ચાર પાંચ દિવસથી એક રીતે કહું તે એમની સાથે ફરીથી જીવતો હોઉં એવા અનુભવ થયો. શ્રી દિલીપકુમાર રોયે ગોપાલદા વિષે અંગ્રેજીમાં એક પુસ્તક લખ્યું છે : “યોગી શ્રી કૃષ્ણપ્રેમ” એ ભારતીય વિદ્યાભવન, મુંબઈ તરફથી પ્રગટ થયું છે. આ પુસ્તકનો રત્નગર્ભ જેવા ભાગ છે શ્રી કૃષ્ણપ્રેમના પત્ર. આમ તે આખું પુસ્તક ત્રણ વિભાગમાં વહેંચાયેલું છે. પહેલા ભાગમાં શ્રી કૃષ્ણપ્રેમ અને શ્રી અરવિંદ બન્ને પાસેથી શ્રી દિલીપકુમાર શું પામ્યા એના ચિત્રાત્મક ઉલ્લેખ અપાયો છે. આ ઉલ્લેખ અપાતાં અપાતાં શ્રી કૃષ્ણપ્રેમ અને શ્રી અરવિંદની અંતરછબીઓ પણ ખેંચાઈ ગઈછે. બન્નેની પ્રતિભા અને વિભૂતિમાં જે ભેદ છે અને છતાં બન્ને વચ્ચે કેટલું મુલગત સામ્ય છે તેના આપમેળે નિર્દેશ થઈ ગયો છે. બીજા ભાગમાં શ્રી કૃષ્ણપ્રેમ સાથેના દિલીપકુમારના સંબંધન સંસ્મરણાત્મક ચરિત્રલેખ છે, જે શ્રી કૃષ્ણપ્રેમના અવસાન પછી લખાયો છે. અને ત્રીજા વિભાગમાં શ્રી કૃષ્ણપ્રેમના પત્રા છે. મુખ્યત્વે આ પત્ર દિલીપકમાર ઉપરનાં છે.
આ પુસ્તકના સ્વાધ્યાય છેલ્લા ચાર પાંચ દિવસથી ચાલતા હતા, વચ્ચે વચ્ચે ધ્યાન પણ થતું જતું હતું. શ્રી કૃષ્ણપ્રેમની વાણી સંભળાતી જતી હતી. અનેક પ્રસંગેા જાણે ફરીથી જીવંત થતા હતા, અને અનેક સ્મરણોની યાત્રા ચાલતી હતી. એમાં વચ્ચે વચ્ચે તમારૂં સ્મરણ પણ થનું રહેતું. એટલે આજે એમ થયું કે આજના સ્મરણીય દિવસે એ પુસ્તકના મારા સ્વાધ્યાયમાં તમને ભાગીદાર બનાવું. તમે શ્રી કૃષ્ણપ્રેમને મળ્યા છે. એમની વાણીના પ્રસાદ અને એમની પ્રતિભાનું ઓજસ તમે નજરોનજર નિહાળ્યા છે. એમની આંતરનિષ્ઠા, વિનમ્રતા અને વિશદતાને તમને સમાગમ થયો છે. એટલે ઉપરોકત પુસ્તકના ત્રીજા વિભાગમાં જે એમના પત્ર અપાયા છે તેમાં તમને ઊંડો રસ પડશે. એ પત્રોમાંથી શ્રી કૃષ્ણપ્રેમની ઓજસવતી અંતરછબી ઉપસી આવે છે અને જે અનુભવમંડિત શ્રાદ્ધાના રણકો સંભળાય છે તે તમારાથી છૂપાં નહીં રહે.
મહાપુરૂષોની પ્રતિભાને વિલાસ અને સ્વરૂપે
આ પુસ્તકના પહેલા વિભાગમાં લેખકની ાિ અને શંકાશીલતા મુખ્ય ભાગ ભજવે છે: દાખલા તરીકે લેખકને પોતાની અંતિમ શ્રદ્ધા વિષે શંકા છે. આ સંદેહની વાત એ પ્રથમ પેાતાના ગુરૂ શ્રી અરવિંદને જણાવે છે. શ્રી અરવિંદ જે જવાબા આપે છે તે જવાબા દિલીપકુમાર શ્રી કૃષ્ણપ્રેમને મોકલે છે અને એ પ્રશ્ન ઉપર વધુ વિશદતા. અને વધુ ઊંડાણ ચાહે છે. શ્રી કૃષ્ણપ્રેમન જે ઉત્તર આવે છે તે પાછા શ્રી અરવિંદને મેકલવામાં આવે છે. શ્રી અરવિંદ પાછા જવાબ વાળે છે. એમાંથી વળી નવા પ્રશ્ન કે નવી સમશ્યા જન્મે છે, અને તેને વિષે પણ લેખક માધ્યમ રહીને પાછા પહેલી રીત અજમાવે છે અને શ્રી અરવિંદ અને શ્રી કૃષ્ણપ્રેમના પત્રા પરસ્પરને માકલીને એક એવી પરિસ્થિતિ ઊભી કરે છે કે જાણે શ્રી અરવિંદ અને શ્રી કૃષ્ણપ્રેમમાં કેટલી સહમતિ છે. બન્ને વચ્ચે જીવનદર્શનની કેટલી એકતા છે તેને જાણે પોતે જાણ્યે અજાણ્ય નાગ લેતા ન હોય ! કેટલીકવાર સમર્પણ જેવા મૂલગત વિષયમાં પણ
મ
પોતાના અનેક પત્રોમાં દિલીપકુમારના સંદેહ અને સવાલાના જવાબ આપતી વખતે અથવા તે દ્રિધા અને સમશ્યાઓનું નિરાકરણ બતાવતી વખતે શ્રી કૃષ્ણપ્રેમ એક વાત અચૂક રીતે કહે છે કે તમારા ગુરૂની સંમતિ મેળવ્યા પછી જ તમે મારી વાત, મારો ઉકેલ અથવા મારૂં માર્ગદર્શન સ્વીકારજો, એમની જાણ અને સહમતિ વિના કશું કરશો નહીં. બીજી બાજુ શ્રી અરવિંદ શ્રી કૃષ્ણપ્રેમને પશ્યન્તિ વાકની વિભૂતિ કહે છે. વાત અથવા વસ્તુના મૂળને પકડવાની અને સમગ્રતાના પ્રકાશમાં એમને જોવાની શકિતના સ્નેહપૂર્વક આદર કરે છે, એટલું જ નહીં, દિલીપકુમારને પ્રેમપૂર્વક નવી શ્રાદ્ધાનું આશ્વાસન આપે છે. અહીં એક બીજી વાત પણ આપમેળે બની જાય છે. બન્ને મહાપુરૂષોની પ્રતિભાના વિલાસ અને એમનું સ્વરૂપ કેટલાં જુદાં છે અને એને કારણે બન્નેની દષ્ટિ, શૈલી, વેધકતા અને પ્રગટીકરણની શકિતમાં કેટલા ફેર પડી જાય છે તે પણ સહજભાવે છતાં સ્પષ્ટ રીતે વરતાય છે. આમાં કોણ કોનાથી કેટલું ચઢીયાતું છે એ કહેવાના મુદ્દલ આશય નથી, પરંતુ વ્યકિત, મૂળગત રીતે જીવન–બ્રહ્માંડ સાથે કેટલી સમગ્રતાથી સંકળાયેલી છે અને પેાતાના જીવનમાં એ સમગ્રતા અને સંપૂર્ણતાને કેટલી માત્રામાં ધારણ કરી છે અને જીવનના અનેક વિવિધ ક્ષેત્રામાં કેવી રીતે નાણીને એને પ્રતિષ્ઠિત કરી છે, એનું જે અપૂર્વ ચિત્ર ઊઠે છે તે ઈશ્વરી લીલા આપણને મુગ્ધ કરે છે.
ચારિત્ર્ય-દર્શનની છબી
બીજા ભાગમાં શ્રી દિલીપકુમાર શ્રી કૃષ્ણપ્રેમ સાથે કેવી રીતે પરિચયમાં આવ્યા, એ સમાગમ અને સંપર્ક કેવી રીતે વિકાસ પામ્યો, શ્રી કૃષ્ણપ્રેમના ગુરૂ શ્રી યશેદામાની સાથે કેવા અને કેટલો સહવાસસમાગમ થયો, શ્રી કૃષ્ણપ્રેમની શિષ્યા અને યશે।દામાની પુત્રી મેતીરાણી સાથેની ઓળખાણ અને પ્રીતિ કેવી રીતે ઉછર્યા એ બધી વાત, બનેલા પ્રસંગે દ્નારા અને પ્રસંગેાપાત થયેલી વાતચીતને વણી લઈને એક આખું ચિત્ર ઉપસાવવાનો એમણે પ્રયત્ન કર્યો છે. શ્રી દિલીપકુમાર કેમ્બ્રિજમાં શ્રી કૃષ્ણપ્રેમના સમકાલીન હતા, પણ બન્ને કેમ્બ્રિજમાં મળ્યા નહોતા. એમનું પ્રથમ મિલન લખનૌમાં