________________
૧૭૪
પ્રભુ વન
✩
આચાય
શ્રી પરમાનંદભાઈને થેટા સમય પહેલાં મેં કહ્યું હતું, કે આચાર્ય રજનીશ વિષે તેમણે હવે વિશેષ લખવું નહિ. અને પ્રબુદ્ધ જીવનમાં કોઈ તેમને લગતા ચર્ચાપત્ર હવે પ્રગટ કરવાં નહિ. છતાં હું લખવા બેઠો છું. શ્રી પરમાનંદભાઈએ આગ્રહપૂર્વક મને લખ્યું છે કે આચાર્ય રજનીશ હમણાં કેટલાક સમયથી જે વિચારો દર્શાવી રહ્યા છે અને જે કારણે ઘણાંને આશ્ચર્ય અને કેટલાકને આઘાત થયા છે તે વિષે મારે મારા વિચારો જણાવવા જોઈએ.
આચાર્ય રજનીશ હમણાં જે કાંઈ કહી રહ્યા છે તેથી મને આશ્ચર્ય અથવા આઘાત કાંઈ થયેલ નથી. છ સાત વર્ષ પહેલાં તેમને મેં પ્રથમ સાંભળ્યા ત્યારે હું જરાપણ પ્રભાવિત થયા ન હતા. તેમના વિચારો વિશેષ સમજવા હું તેમને શ્રી રિષભદાસ રાંકાને ત્યાં મળ્યા હતા અને કેટલીક ચર્ચા કરી હતી. ત્યારે તેમના વકતૃત્વ પાછળ છૂપાયેલા વિચાર-દારિદ્રને મેં જોઈ લીધું. ત્યારથી શ્રી પરમાનંદભાઈ અને અન્ય મિત્રાને હું કહેતા જ રહ્યો છું કે આચાર્ય રજનીશનું મને લેશમાત્ર આકર્ષણ નથી. ત્યાર પછી તેમનાં કેટલાંક વ્યાખ્યાનો મે સાંભળ્યા અને મારા વિચારો દઢ થતા ગયા. તેમની શિબિરમાં મને લઈ જવા મારા કેટલાક નિકટના મિત્રએ પ્રયત્નો કર્યા. મને તેમાં સમયના વ્યર્થ વ્યય સિવાય કાંઈ જ નહોતું લાગ્યું.
તે પછી આચાર્ય રજનીશનું ઘણાં ભાઈઓ અને બહેનોને આટલું બધું આકર્ષણ કેમ રહ્યું છે? પ્રથમ કારણ તેમનું જોરદાર વકતૃત્વ અને ભાષા ઉપરનું અદ્ભુત પ્રભુત્વ, બીજું તેમના શારીરિક દેખાવ. આધ્યાત્મિક સંત પુરૂષ હોય તેવા વેશ. ત્રીજું આત્મા, ધર્મ, મેાક્ષ, આધ્યાત્મની વાતો. લોકોને આવી વાતોની ભૂખ જાગી છે. તે વિષે ઊંડાણથી વિચાર કરવાની શકિત બહુ થાડામાં હોય છે, પણ વર્તમાન જીવનની વિષમતાઓ અને મૂંઝવણોને કારણે આવી વાતો સાંભળવી તેમને ગમે છે. તેથી જ આવાં આધ્યાત્મિક પ્રવચનો”માં ટોળે વળી લાકો જાય છે. કેટલું સમજે તે જુદી વાત છે. પણ આકર્ષણનું સૌથી મોટું કારણ ચોંકાવનારાં વિધાનો કરવાની આચાર્ય રજનીશની રીત. સ્થાપિત ધર્મો, ધર્મગુરૂઓ, શાસ્ત્રો, મંદિર-મસ્જિદો, ચાલુ પ્રણાલિકાઓ-બધાંને ઝડીઝાપટીને વખાડી નાખી, પોતે કોઈ તદૃન નવા માર્ગ બતાવતા હોય તેવું વાતાવરણ સર્જવાની કળા. આવા વિધાનોથી લોકો એમ માનતા થયા કે આધ્યાત્મિક ક્ષેત્રે તેઓ એક મહાન ક્રાંતિકારી વિચારક છે. તેમના ઉપદેશને સાર ટૂંકમાં કાંઈ આવા છે : કોઈની જરૂર નથી. બધા ઊંધા માગે દેરવનાર છે. બધા વિચારો છોડી દો. મનને ખાલી કરી નાખે એટલે આત્માના પ્રકાશ થઈ જશે. પ્રવચનેમાં વચ્ચે જોડી કાઢેલી કહાણીઓ અને ટૂચકા આપે પ્રસ્તુત, અપ્રસ્તુત બધા પ્રકારના.
પણ અધ્યાત્મની વાતો કરતાં રહ્યાં ત્યાં સુધી આ બધું ઠીક ચાલ્યું. લોકોનો ભ્રમ ભાંગે તેમ ન હતું. પણ પછી અર્થકારણ, રાજકારણ, કામ, સંભાગ વગેરે વિષયો લેવા માંડયા. અને એમનું ખર્ સ્વરૂપ દેખાયું. તેમણે ગાંધીજી અને વિનોબાજીની આકરી ટીકાઓ કરી તેથી લોકો ભડકયા. ખરી રીતે આ પણ આપણી મર્યાદિત દષ્ટિ બતાવે છે. ગાંધીજીની આવી અને આથી પણ આકરી ટીકાઓ ઘણાંએ કરી છે. પણ આચાર્ય રજનીશ આવી ટીકા કરે તેથી લાકો ચાંકયા. કારણ, એક “આધ્યાત્મિક સંત” બીજા આધ્યાત્મિક સંતની આવી ટીકાઓ કરશે એ આપણી કલ્પનામાં નહિ. પણ ઘણાંને ખબર ન હતી કે એક Iconoclast-મૂર્તિભંજક થઈને જ આચાર્ય રજનીશે પ્રસિદ્ધિ મેળવી છે. આપણી સૌથી પ્રિય મૂર્તિ—ગાંધીજીની તોડવી તેમણે શરૂ કરી એટલે વધારે આઘાત થયા. પણ તેમણે તેથી વધારે જોરથી હથાડા મારવા શરૂ કર્યા. એમની એ જ પ્રકૃતિ છે.
મને યાદ છે મુંબઈમાં આઝાદ મેદાનમાં મહાવીરજયંતિ હતી. આચાર્ય રજનીશ મુખ્ય વકતા હતા. શરૂઆતમાં મેં બે શબ્દો કહ્યાં. મે કહ્યું, “ભગવાન મહાવીરના જન્મ જગત કલ્યાણ માટૅ હતા. તેમનું જીવન જગત કલ્યાણ માટે હતું.” પછી આચાર્ય રજનીશ બાલ્યા. શરૂઆત જ એમ કરી કે ભગવાન મહાવીરના જન્મ જગત કલ્યાણ માટે હતા, તેમનું જીવન જગતકલ્યાણ માટે હતું, તે બિલકુલ
(4
તા. ૧૬-૧૨-૬૮
રજનીશ
✩
જુટ્ઠી વાત છે. હું ચોંકી ઊઠયો, બીજાઓ પણ. પછી તેમણે કહ્યું, ભગવાનની સાધના માત્ર આત્મકલ્યાણ માટે જ હતી. કોઈ કોઈનું કલ્યાણ કરી શકતા નથી વિગેરે વિગેરે. આવા એકાંતિક ચોંકાવનારા વિધાના થોડા વખત આકર્ષણ કરે. આચાર્ય રજનીશનાં વ્યાખ્યાનોની આવી જ શૈલી રહી છે. આવાં વિધાને પરસ્પરવિરોધી હોય છે તે થાડા સમજી શકે છે.
પણ આ બધી. આત્માની વાત પાછળ ખરું માનસ હવે પ્રકટ થાય છે. સ્ત્રી - પુરુષ સંબંધ, કામ અને પ્રેમ સંબંધ, વિગેરે અંગે તેમણે જે વિધાન કર્યાં અને ફ્રોઈડ–Freu!ના વિચારોને આવકાર્યાં તે ઉપરથી જણાય છે કે તેમની વિચારધારામાં સંયમને કોઈ સ્થાન નથી.
ગાંધીજીના વિચારોને તેમણે જોરદાર વિરોધ કર્યો, તેથી કોઈ આશ્ચર્યનું કારણ નથી. તેમણે કહ્યું કે, “મહાત્મા ગાંધી યુગપુરુષ હતા. ધરતી પર કયારેક જ અવતરનારામાંના એક હતા. પણ એમનું જીવનરચનાનું દર્શન વૈજ્ઞાનિક હતું. આદિમ (પ્રીમિટિવ) હતું. જ્યારે માકર્સ દારૂડિયો હતો, નબળા ચારિત્ર્યના હતા, છતાં એણે જે વાત કરી છે તે સાચી હતી, વૈજ્ઞાનિક હતી.”
માકર્સના વિચારો સાચા માને તે વ્યકિત ગાંધીજીના વિચારોના વિરોધ કરે તેમાં આયને શું સ્થાન છે? આચાર્ય રજનીશે ગાંધીજી વિષે કહ્યું તે ઘણા સામ્યવાદીઓએ કહ્યું જ છે. આચાર્ય રજનીશ ડ્રોઈડ અને માકર્સની વિચારસરણીને સ્વીકારે છે એટલું આપણે સમજી લઈએ તે તેમનું ખરૂં સ્વરૂપ સમજી જઈશું. આચાર્ય રજનીશને અહિંસા સ્વીકાર્ય નથી. હિંસાના આશરો લેવામાં તેમને વાંધો નથી એટલું જ નહિ, તે જરૂરી માને છે. આયાર્ય રજનીશને લાકશાહી સ્વીકાર્ય નથી, તેમને સરમુખત્યારીની જરૂરિયાત લાગે છે. આપણને આશ્ચર્ય એટલા માટે થાય છે કે આધ્યાત્મિકતાના અંચળા આટલા વખત જેણે પહેયો હતા તેવી વ્યકિત પાસેથી આવા સર્વથા ભૌતિકવાદી વિચારોની આપણે કલ્પના નહોતી કરી. પણ મને લાગે છે આચાર્ય રજનીશના વિચારો સામ્યવાદી છે એટલું જ નહિ, fuscist પણ છે. નિત્શેના Superman—મહામાનવ થવાની તેમની મહત્વાકાંક્ષા છે. દેશની તેમને ચિન્તા થાય છે અને એક મહામાનવ તરીકે ગાંધીવાદથી દેશને બચાવવા છે. હીટલરની પેઠે હીપ્નોટીઝમ કરીને પણ લોકોને કાબૂમાં લેવા અને પાતાનો પ્રભાવ જમાવવામાં તેઓ માને છે.
આચાર્ય રજનીશના જેમ વિરોધ થશે તેમ વધારે જોરથી તેઓ શેર મચાવશે. તેમની પ્રકૃતિમાં આ તત્ત્વ છે. Supermanનું આ લક્ષણ છે. There is violence in his thought & speech. તેથી જ, ગાંધી શતાબ્દિ વર્ષમાં આવા વંટોળ ઉપાડે તો જ પ્રસિદ્ધિ મળે. લોકોને આંજી નાખે તેવું વકતૃત્વ છે, હીટલરનું હતું. હવે કુશળતાથી શરૂ કર્યું છે કે હું પોતે ગાંધીના નહિ, પણ ગાંધીવાદનો વિરોધ કરું છું. ગાંધીજીને સંત કહે છે, પણ એ તો માત્ર લોકોને ભરમાવવાની રીત છે. ગાંધીજીની જીવનષ્ટિના કોઈ અંશ એમનામાં નથી. ગાંધીજીના જીવનના પાયે સર્વપ્રકારના સંયમ—વિચાર, વાણી, વર્તનનો. આચાર્ય રજનીશની બે–લગામ વાણી તેમના માનસનું પ્રતિબિંબ છે. ગાંધીજી દેશને ગરીબ રાખવા ઈચ્છતા હતા, આચાર્ય રજનીશ દેશને સમૃદ્ધ બનાવવા ઈચ્છે છે. ગાંધીજી ગરીબાના નહિ પણ ધનવાનોના મિત્ર હતા. ગાંધીજીના વિચારોની આ અવળી રજૂઆત છે. ગાંધીજીએ ગરીબાઈનું નહિ પણ અપરિગ્રહનું ગૌરવ કર્યું છે. આચાર્ય રજનીશને અપરિગ્રહ સ્વીકાર્ય નથી. ગાંધીજી સૌના મિત્ર હતા. આચાર્ય રજનીશ, સામ્યવાદીઓ પેઠે, ધનવાનનો, જરૂર પડે તો હિંસક સાધનાથી, નાશ કરી, ગરીબેને ધનવાન બનાવશે. જે વ્યકિતએ દેશના કરોડો માનવીઓને નિર્ભય બનાવ્યા અને સ્વમાનપૂર્વક જીવતા શીખવ્યું તેણે દેશના આત્મા હણ્યો છે એવું કથન વિકૃત માનસમાંથી જ નિપજે.
આચાર્ય રજનીશ જેવા વિચારો ધરાવતા કેટલાક લોકો આપણી વચ્ચે છે, ખાસ કરીને આજના વિષમ સંયોગામાં. એવા લોકોને આચાર્ય રજનીશનું થોડો વખત આકર્ષણ રહેશે.
૬-૧૨-૬૮.
ચીમનલાલ ચકુભાઈ શાહ