________________
તા. ૧૬-૧૨-૬૮
મૂંઝવણ થઈ. મારી વાત ભગવાનના સંદર્ભમાં છે. જીવનના અર્થ મને ભગવાનમાંથી મળે છે : જ્યારે આ લોકો (બીજા) નાસ્તિક છે. છતાં તેઓ ય ઘણું સારું કામ કરે છે. તો તેમને કોણ પ્રેરણા આપે છે?
જોયું તે તેઓ વિજ્ઞાન, ગતિ ને સમાજને ખાતર કામ કરી રહ્યા હતા. જ્યારે મારી ભૂમિકા ભગવાનની હતી. આમ બન્ને એક જ હતાં. તેમને મન ભગવાનના પર્યાય વિજ્ઞાન, ગણિત ને સમાજ હતાં. એક-બીજાની નજીક આવતાં પરિભાષાને આ ફેર સમજાયો. પ્રખર તત્ત્વજ્ઞાની પાલ ટિલિચે કહ્યું છે કે, “જીવનમાં જે માણસ કોઈ પણ કામ દિલ લગાડીને કરે તેને નાસ્તિક ન કહી શકાય.” એ કામ માટે પ્રેરણાશકિત મળે એને નાસ્તિક ન કહી શકાય.
જુદી જુદી વિગતોમાં ભેદ છે. મૂળમાં સામ્ય છે. જે જુદું
પ્રબુદ્ધ જીવન
છે તે બીજાની પાસેથી શીખી શકીએ છીએ.
કોઈ માણસને આખું સત્ય ભગવાને નથી આપ્યું. સત્ય અનંત છે. આપણે મર્યાદિત છીએ, એટલે બીજા પાસેથી ઘણું શીખી શકીએ તેમ છીએ.
ઉમાશંકરે એકવાર કહ્યું હતું કે ‘શેકસપિયરે પોતાના વિષે કશું નથી લખ્યું; પણ તેના વિચારો તેણે પાત્ર મારફત કહ્યા છે.’ ભગવાન પણ માણસા દ્વારા જ બાલે છે. બધાનું કહેવું સાથે લઈએ તો જ અનુભવ મળે કે ભગવાનનું જીવનદર્શન કેવું છે. જુદાપણું દૂર કરી સૌને અપનાવીએ. બધાનું સાંભળવાથી જ આપણું જીવન સમૃદ્ધ બને છે.
વિજ્ઞાનના વિઘાર્થી માટે કોયડો ઊભા થાય છે કે જૂના વિચારો સાચા કે નવા ? ધર્મ વિજ્ઞાનથી વિરુદ્ધ છે ? એમાં પારસી ધર્મ વધુ આગળ છે. પ્રા. દાવરે સર્વધર્મ પરિસંવાદમાં કહ્યું હતું કે પારસી ધર્મની વિશેષતા એ છે કે તે કુદરત વિષે આપણે શું માનીએ છીએ તે બતાવે છે. કુદરત એ માયા નહીં પણ નક્કર વાસ્તવિકતા છે. એટલા માટે તે સૂરજ, દરિયો, અગ્નિને પૂજે છે. તેઓ માને છે કે કુદરત ભગવાનનું સર્જન છે, એટલે માલિક તેના ઘરમાં મળશે. કુદરતમાં જ ભગવાન-ધર્મ છે. એટલા માટે જ પારસીઓને વિજ્ઞાનમાં ને ઉદ્યોગમાં મોટો ફાળા છે. તેમના ધર્મ કહે છે કે “કુદરતની પાસે જાવ ને તેની સેવા લે.” એથી જ તેઓ દેશની ઉત્તમ સેવા કરી શકયા છે.
યુવાન લોકોને સાથે રાખવા હોય તે વિજ્ઞાન સાથે કુદરત તરફ જાવ. ધર્મોપદેશક અને વૈજ્ઞાનિક દરેક ધર્મનું તત્ત્વ લે. જીવન સમૃદ્ધ કરી શકે સર્વધર્મ સમભાવ. એટલે બધા ધર્મોને મેાળા કરવાની વાત નથી, ભાજનમાં જેમ જુદી જુદી વાનગી પોતાનો સ્વાદ રાખે છે અને એક રસનું નિર્માણ થાય છે; એવી જ રીતે દરેક ધર્મ વિચારે કે કેવી રીતે પેાતાના ધર્મને સમરસ બનાવવા—વધારે લાક્ષણિક બનાવવા.
કાકા કાલેલકરે તે સર્વધર્મસમભાવ માટે સંસ્થા કાઢી છે. તેના બંધારણમાં તેઓએ લખ્યું છે કે સર્વધર્મને એકસૂત્ર બનાવવામાં માનવીને લાભ નથી. માનવજીવનને સમૃદ્ધ બનાવવા જુદા જુદા સૂર ને સૂત્ર હાવાં જોઈએ. મૂળ સ્વરૂપ સાચવી દરેકની લાક્ષણિકતા રાખવાની હોય અને એ રીતે એકતા સાધીએ.
જો બધાં પાત્ર એકની એક જ વાત કરે તે નાટકના રસ જ ન જામે. દરેકમાં જુદા જુદા ભાવ ને સંવાદ હોય તો જ નાટક જામે. તેમ વિચારો દરેક ધર્મના જુદા જુદા ભલેને હોય, બધા સંવાદિતાથી જ સમૃદ્ધ થશે.
ધર્મની અનુભૂતિની સાક્ષી પણ હોવી જોઈએ. મારે સાક્ષી પૂરવાની છે. બધાઓની કદર કરી મારા દિલની વાત મૂકવાની છે. કોઈ જાતના આગ્રહ વિના આમ કરીએ તે જ તે યોગ્ય લેખાય. પ્રચારકાર્યને તિલાંજલિ આપવી જોઈએ. કૃતજ્ઞતાનો ભાવ વ્યકત કરવા જોઈએ. તે જ એક ધર્મ વિષે જ્ઞાન મળી શકે.
યુવાનો માટે કેટલાક પ્રસંગો અંગેનું માર એક પુસ્તક હમણાં પ્રસિદ્ધ થયું છે. તે પુસ્તક જોઈ મારા એક બે ખ્રિસ્તિ મિત્રે કહ્યું
3
૧૭૩
“આ પુસ્તક લોકોના હાથમાં જવાનું છે. તેમાં તમે ખ્રિસ્તિ ધર્મની કોઈ વાત લખી નથી ! કેટલા બધા પ્રચાર થતું !”
મેં કહ્યું : “આ પુસ્તક યુવાના માટે છે. તેમના પ્રશ્નોના એમાં ઉકેલ છે. ખ્રિસ્તિ ધર્મના ઉલ્લેખ એટલા માટે તેમાં નથી. પણ પ્રભુના જ્ઞાનનું એક વાક્ય તેમાં છે.”
મને એ પુસ્તક જોઈ એકે કહ્યું કે : “આથી આ છેકરાઓ નહીં સુધરે. તમને નુકસાન થશે. તમે બંધાઈ જશે. માયામાં બંધાઈ જશે. તમે મેક્ષનું કામ કરો.”
મેં કહ્યું : “ના, ભાઈ, આપણે દિલની વાત કરીએ ત્યારે મિત્રભાવ છે. ધર્મના વિચારો આવે છે. મેં ભગવાનને કહ્યું છે કે ભગવાન હું કાર્ય તમારા માટે ઉપાડું છું તે તેથી મારાં કર્મ બંધાય તેની દયા ન ખાશે.પણ આથી જો કોઈને પ્રેરણા મળતી હોય તે પોતાને ભેગ આપી બીજાનું કાર્ય કરે એનાથી ધન્ય શું?"
પછી મેં પુસ્તકમાં ઉમેર્યું : “બીજા કોઈએ પણ એમ કર્યું હતું. એમની વાત દુનિયા જાણે છે. એમની પ્રેરણાથી હું જીવું છું. આટલા ઉલ્લેખ છે. આટલી સાક્ષી મારે પૂરવાની છે, આટલા આભાર માનવાનો છે, આટલી કૃતકૃત્યતા વ્યકત કરવાની છે કે એમની (અલબત્ત, ઈસુ ભગવાનની) પ્રેરણાથી હું જીવું છું. એ સાક્ષીના ધર્મ છે.
ગઈ ૧૫મી ઓગસ્ટના જ એક પ્રસંગ છે. અમારી કાલેજમાં એ દિવસે રકતદાનનો કાર્યક્રમ રાખ્યો હતો. ઘણા છેકરાઓએ, કેટલીક છેાકરીઓએ પણ, રકતદાન માટે નામે આપ્યાં હતાં. રકતદાન માટે આવેલા યુવાન દાકતરોમાં કેટલાક મારા વિદ્યાર્થી પણ
હતા. એટલે મેં રમૂજ કરી, “પહેલાં ગણિતના વર્ગમાં હું તમાર
લેાહી લેતા હતા. હવે તમે તેના બદલા લેવા આવ્યા છે ?”
છેકરીઓએ, તેમની નબળી તબિયત જોઈ ના પાડવા છતાં આગ્રહપૂર્વક લોહી આપ્યું. દાકતરે લેાહીના ઉપયોગ અંગે વાતચીત કરી, મેં... પૂછ્યું “દાકતર લેાહી લેવામાં ભેદ તે નથી ને? ખ્રિસ્તિ, બ્રાહ્મણ, હરિજનના લાહીના ભેદ રખાતે નથી ને ?”
દાકતરે કહ્યું : “શરીર તે જુદાં લાગતાં હશે પણ લાહી સરખું જ છે. લોહી બાટલીમાં ભરાયા પછી એ માત્ર લેાહી જ રહે છે, તેને પછી કોઈ જાતિનાં લેબલ નથી રહેતાં.”
રકતદાન કરીએ ત્યારે લેાહી કોને અપાયું તે આપણે જાણતા નથી. લેનારને પણ એ વાતની ખબર નથી પડતી કે લોહી કોણે આપ્યું છે. આથી દેનારને અભિમાન નથી. લેનારને શિયાળાપણ નથી. વળી લોહી આપવાથી નુકસાન થતું નથી. બીજાને ફાયદો થાય છે. આ તો આનંદની વાત થઈ. બીજી વસ્તુ તે આપણે ખાઈને આપીએ છીએ. આમાં ખાયા વિના જ દાન કરીએ છીએ. જેમ બ્રહ્મા સર્જન કરે છે ત્યારે પોતે કંઈ ખાયા વિના જ જીવન સર્જન કરે છે.
મે' વિદ્યાર્થીઓને એકઠા કરી કહ્યું : “જુએ માનવીએ વચ્ચે કેવળ લાહીની જ સગાઈ છે. ધર્મ, દેશ, ભાષા ભલે જુદી જુદી હોય; સૌનું લોહી તો એક જ છે. એમ જ આપણે સાથે રહીએ તા જ દેશ તંદુરસ્ત રહે.
“પ્રા” આટલું એક પૂજારી,
એકાદી તા. આ મંદિરમાં,
રાખ ઉઘાડી બારી
“ભારતમાં આટલા બધા ધર્મ છે; માટે જવાબદારી ય છે. જે કંઈ કરવું તે આપણા હાથમાં છે. બીજાઓ સાથે સંપર્ક જાળવીએ તો જ સમભાવ પેદા થાય. આ અગત્યનું કામ છે. નાની વાત નથી.” કરસનદાસ માણેકનું એક ભજન છે :
પૂજા ગમે તે રીતે કરો પણ બારી ઉઘાડી રાખજો. જેથી બીજાં મંદિરોની પૂજાના અવાજ પણ આવી શકે. એથી તમારૂ જીવન પણ ધન્ય થશે. આપણે ઈષ્ટદેવની પૂજા કરીએ. મનની બારી ખુલ્લી રાખીએ.
કઇ છે. આપના સંપર્કથી મારા જીવનમાં ધન્યતા આવેલી અનુભવું છું. ફાધર વાલેસ