________________
૧૭૨
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧ર-૬૮
તેમણે ભારે અન્યાય કર્યો છે અને તે રજુઆત રજનીશજીના વિચારો અંગે ગેરસમજ ફેલાવે તેવી છે અને સમાજની દષ્ટિએ તેમને હલકા પાડે તેવી છે એમ તેમણે મને જણાવેલું. મેં તેમને ઉત્તરમાં જણાવેલું કે : “ શશીબહેને અંગત સ્મરણ ઉપરથી પોતાના પત્રમાં રજનીશજીનું કથન ઉતારેલું હોઈને સંભવ છે કે પ્રસ્તુત અવતરણમાં કોઈ શાબ્દિક ફેરફાર થયો હોય. આમ છતાં, શશીબહેનના લખવામાં અને મૂળ પ્રવચન અંગે મારા મન ઉપર પડેલી છાપમાં કોઈ ખાસ ફરક નથી એમ તેમનો પત્ર વાંચતાં – ફરી ફરીને વાંચતાં–મને લાગેલું અને તેથી તેને લગતી વિગતોની ચોક્કસાઈમાં ઉતરવાની મને જરૂર લાગેલી નહિ. આમ છતાં પણ જો તમે તેમના મૂળ શબ્દો ટેઈપ રેકર્ડ ઉપરથી ઉતારીને મોકલે છે તે અંગે પ્રબુદ્ધ જીવનમાં સ્પષ્ટતા થઈ શકે.” આ ઉપરથી તેમણે ટેપ રેકર્ડ ઉપરથી તે પ્રવચનને પ્રસ્તુત વિભાગ લંબાણથી ઉતારીને મારી ઉપર મોકલ્યો છે. આ માટે તેમને હું ખૂબ ઉપકાર માનું છું. આ લાંબે ઉતારો “પ્રબુદ્ધ જીવનંમાં પ્રગટ કરવાની મને જરૂર લાગતી નથી. માત્ર બન્નેનાં વિધાનમાં કયાં ફરક આવે છે તે આપણે તપાસીએ.
શશીબહેન તેમના પત્રમાં જણાવે છે કે, “પ્રેમની ગંગોત્રી જ મૈથુન છે. સંગમાં જ માણસ અદ્ધ તનાં દર્શન કરી શકે છે. પરંતુ શાસ્ત્રકારે કામને ગંદે મલીન કહ્યો છે. કામને પકડી રાખ્યો છે. તે મુકત નથી. વાસ્તવમાં તે કામ દેવ છે અને તે દ્વારા માનવ સમાધિનાં દર્શન કરી શકે છે, તેને ધ્યાનની એકાગ્રતા સાંપડે છે.” એ જ બાબત અંગે રજનીશજીએ એમ જણાવ્યું છે કે, “કય કિ જહંસે ગંગા પેદા હોગી મિકી વહ સેક્સ હૈ, વહ કામ હૈ, ઔર ઉસકે સબ દુશ્મન , સારી સંસ્કૃતિ, સારે ધર્મ, સારે ગુરુ ઔર સારે મહાત્માઓને તે ગંગોત્રી પર હી ચૅટ કર દી વહી રોક દિયા, હૈ કામ, ઝહર હૈ કામ, ઔર હમને ચા ભી નહિ કામ કી ઉ હી, સેક્સ કી એનર્જી હી અન્તત: પ્રેમ મેં પરિવતિત હાતી ઔર રૂપાન્તરિત હતી હૈ.” આમ બન્ને વિધાનોને સરખાવતાં માલૂમ પડે છે કે શશીબહેનના લખાણમાં મૈથુન શબ્દ વપરાયો છે તેના સ્થાને રજનીશજીના કથનમાં કામ અથવા સેક્સ શબ્દ વપરાયો છે. આ ફરક જરૂર છે એમ છતાં ભાવાર્થમાં આથી બહુ ફરક પડે છે એમ મને લાગતું નથી. વળી એ જણાવવું અસ્થાને નહિ ગણાય કે રજનીશજીએ પોતે જ પોતાના પ્રવચનમાં આગળ વધતાં જણાવ્યું છે કે “ઔર જિન્હોને મેડીટેશન” કિયા, જિન લેગોને કામ કે સંબંધ પર ઔર મૈથુન પર ચિત્તાન ક્યિા ઔર ધ્યાન કિયા ઉન્હે દિખાયી પડા કિ કામ કે ક્ષણમે, મૈથુન કે ક્ષણમેં, સંભોગ કે ક્ષણમેં મનકે સારે વિચાર રૂક જાતે હૈ ઔર યહ વિચારોના રૂક જાના હી આનંદ કી વર્ષા કા કારણ હોતા હૈ” – આ નિરૂપણમાં તેમણે “મૈથુન ” શબ્દને ઉપયોગ કર્યો જ છે. આમ છતાં શશીબહેનનું નિરૂપણ મૂળને જોઈએ તેટલું વફાદાર નથી એ મારે કબૂલ કરવું જ જોઈએ. અને આ બાબતમાં પૂરી ચક્કસાઈ નહિ દાખવવા બદલ એક પત્રના જવાબદાર તંત્રી તરીકે દિલગીરી પણ દર્શાવવી જોઈએ. પણ સાથે સાથે મારે એ પણ જણાવવાનું જ રહ્યું કે રજનીશજીએ પર્યુષણ વ્યાખ્યાનમાળાની સભામાં તેમ જ ત્યાર બાદ સપ્ટેમ્બર માસની આખરમાં કામલક્ષી – સેકસલક્ષી – વ્યાખ્યા કરીને અને તેમાં પણ “સંભોગ” શબ્દને કશા પણ સંકોચ વિના પૂરી છૂટથી ઉપયોગ કરીને જે નવી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે તે પ્રતિષ્ઠાને, શશીબહેનના પત્રમાં “મૈથુન’ શબ્દનો ઉલ્લેખ થવાથી તેમ જ તેમની નિરૂપણક્ષતિથી લેશમાત્ર હાનિ પહોંચી હોય એમ મને લાગતું નથી. પર્યુષણ વ્યાખ્યાનમાળા બાદ તેઓ ઉત્તરોત્તર વધારે ને વધારે ઊંડા પાણીમાં ઉતરતા ગયા છે અને આધ્યાત્મને બાજુએ રાખીને અનેક અન્ય વિષયો પરત્વે તેમણે આત્મસ્તિક અને રોકાવનારાં વિધાનની અવનવી પરંપરા નિર્માણ કરી છે. તેઓ પ્રતિષ્ઠા – અપ્રતિષ્ઠાથી પર બન્યા છે!
પરમાનંદ
સર્વધર્મ સમભાવ 9 [ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી યોજાયેલી ગત પર્યુષણ વ્યાખ્યાનમાળામાં ફાધર વાલેસે આપેલું વ્યાખ્યાન]
પર્યુષણ પર્વ મારે માટે પણ પર્વ છે. હું તેનો લાભ લઉં છું ને કૃતજ્ઞતાને ભાવ અનુભવું છું. આ દિવસે માં નીતિધર્મની વાતે કરીએ છીએ. રોજનું કામ તે જુદું હોય છે. આપણે ભાગ્યશાળી છીએ કે આવી વાતો પૂરા દિલથી કરી શકીએ છીએ.
ખૂબીની વાત એ છે કે એ જમાનામાં આ વિષયમાં આપણે ખુલ્લા દિલથી બોલી શકીએ છીએ. થોડાં વર્ષો અગાઉ આ વિષય પર બલવાનું હોત તો આજના જેટલી સ્વસ્થતાથી કદાચ હું બોલી શક્યો ન હોત.
વીસ વર્ષ અગાઉ ખ્રિસ્તી ધર્મના પ્રતિનિધિ તરીકે હું આ દેશમાં આવ્યા હતા. મારી સાથે હું અનેક ખેટા ખ્યાલ ને પૂર્વગ્રહોને ય લાવ્યો હતો, પણ આજે વાતાવરણ જુદું છે.
આજના જમાનાની સિદ્ધિને લાભ લઈએ. એક-બીજાની વાત દિલથી સમજીને કરીએ. પહેલાં આપણે એક-બીજાથી જુદા હતા.
આપણે માનતા કે આપણે સાચા ને બીજા બેટા. આપણે શુદ્ધ ને બીજા અશુદ્ધ, પણ એક-બીજાને મળીએ ત્યારે મનના ખ્યાલો બદલાય છે. લાગે છે કે તેઓ વધુ સિદ્ધિ ધરાવે છે. તે અનુભવને સંપર્કને ચીલે અપનાવીએ, અંતર દૂર કરીએ, એકબીજાની નજીક આવીએ. દલીલને પાયે આચરણ તેવું જોઈએ.
વિજ્ઞાન માટે પ્રથમ પ્રમેય કુદરત પાસે જવું જોઈએ. નિરીક્ષણ કરવું જોઈએ. પછી તેને સમીકરણના નિયમો લાગુ પડે છે કે નહીં તે જોવું.
ધર્મ એ ગુફામાં બેસી પંડિતે તર્ક કરે એ નથી. એથી તે આપણે દૂર રહીએ. એક-બીજાને સંપર્ક-વહેવાર જોઈએ. એ ધર્મ જોઈ હું ધન્ય થાઉં. વૈજ્ઞાનિક ને પંડિત પાસે આપણે એવા સમીકરણો માંગીએ કે જેને આચરણ સાથે મેળ બેસે.
હું કંઈક જાણતા હતા. પણ મદ્રાસમાં એક અધ્યાપકને ઓળખતે થયો. મને થયું કે મારાથી એ અધ્યાપક કેટલા ચડિયાતા છે. પછી હું ગુજરાતમાં આવ્યું. ભાષા શીખે. વાંચ્યું, અનેક કુટુંબમાં ભળે. ત્યારે સૃષ્ટિ ઘણી જ સુંદર લાગી.
પૂ. કાકા કાલેલકરને મળવા ગયોકાકાએ વિવેદમાં કહ્યું : “તમે મને નર્કમાં તે નહીં નાંખીને ?”
મેં કહ્યું : “નર્કમાં જો કોઈ જશે તે તે હું જ જઈશ.” મને લાગ્યું કે મીરાંબાઈનાં ને નરસિહ મહેતાનાં ભકિતગીતે કેટલાં સુંદર
છે. મારી પ્રાર્થનામાં ઊતારવા જેવાં છે. હું ઘણાં ભકિતગીતાની ' પંકતિઓ વડે પ્રાર્થના કરું છું.
પતિ -
અને અનેક વ્યકિતઓ સાથે સંપર્ક થાય છે ત્યારે અનેક પ્રશ્નો
વ્યકિત પૂછાય છે. કોઈ મને પૂછે છે કે તમે લગ્ન કેમ નથી કરતા ? મને મીરાંના જીવનમાંથી જવાબ મળે છે. હું કહું છું કે, “મેરે તે ગીરધર ગોપાલ દૂસરા ન કોઈ.”
આ સીધી વાત પૂછનારના દિલમાં સમજાઈ જાય છે. મને પણ સમાધાન થાય છે. હું હંમેશા પ્રાણું છું કે,
“પ્રભુ પ્રકટ થાવ મમ પ્રાણે.”
પ્રભુપ્રાર્થના વેળા હું પ્રભુને કહું છું કે, “હે પ્રભુ ! મારા જીવનમાં તમે પ્રકટ થાવ, આ તમારું જ કામ છે.
બીજો અનુભવ એ છે કે ધર્મની પ્રતીતિથી જીવન સમૃદ્ધ બની શકે. મને બધા ધર્મો પ્રત્યે આદરમાન છે. હિંદુ સાધુ-સંતોના સાનિધ્યમાં ય હું પ્રસન્નતા ને ભગવાનનું સાનિધ્ય અનુભવું છું. તે પરથી પ્રતીતિ થાય છે કે તેમના દિલમાં ભગવાન છે. અનુભવે જણાય છે કે, દિલમાં સરખે જ ભાવ છે. પહેલાં જુદા જુદા લાગે છે. પછી તે સરખું જ લાગે છે. મારી સાથે ઘણા ઉત્તમ માણસો હતા. કેટલાક આસિતક હતા, કેટલાક નાસ્તિક હતા. મને