________________
(૬)
પ્રભુ
છે. ‘વૈરાગી ’શબ્દથી ઘૃણા એટલા માટે થાય છે કે તેના સાચા અર્થ વીસરાઈ ગયો છે. વૈરાગ્ય એટલે Persue logicallyવિવેકપૂર્ણ સાધના. વિજ્ઞાની પણ થેાડો સમય વૈરાગી જ હોય છે. વૈરાગ્યને જીવનમાં ઉતારવા તે ધર્મ છે. વિજ્ઞાન તે જ સફળ થાય જો તેના ઉપયોગ કરવામાં આવે. તે કેવળ શાસ્ત્રોમાં રહે તે વહેમ બન્ને—જેમ ધર્મમાં બને છે. ધર્મના ઉપયોગ જો જીવનમાં હોય તો જ ધર્મ, હિં તે પછી અંધાધા. વિજ્ઞાનના ઉપયોગ ન કરીએ તે આપણે વૈજ્ઞાનિક નથી. તેને માત્ર યાદ કર્યા કરવાથી પછી નુકસાન જ થાય. જે ધર્મના અમલ ન કરી શકીએ તે ભૂલી જવા સારો, એવા ધર્મથી તે ઊલટું નુકશાન જ થાય.
૧૭૦
વિજ્ઞાનમાં પણ શાખાપ્રશાખા હોય છે, જેમ એક વૃક્ષને શાખાપ્રશાખા હોય છે. દરેક શાખા અલગ હાય છે, પણ મૂળ તા એક જ છે. જીવનરસ એક જ છે. ધર્મની પ્રગતિ થાય તો તેથી શાખાઓની પણ પ્રગતિ થશે જ. જૈનામાં દિગંબર, શ્વેતાંબર, સ્થાનકવાસી, દેરાવાસી એવા ભેદો છે. મુસ્લિમ ધર્મમાં પણ શાખાઓ છે. શાખાઓ ભલે થાય, પણ મૂળતત્ત્વ એક જ રહેવું જોઈએ. જે મનુષ્યમાં માનવતા નથી તે જૈન, બૌદ્ધ, ખ્રિસ્તી કોઈ પણ ધર્મના હાય એના કશા ઉપયોગ નથી. તેમ જૈનો તે ખરો જૈન હોય તોતે કયા ફિરકાના છે તે મહત્ત્વનું નથી. જે ધર્મથી તમારે જગતના ઝઘડા દૂર કરવા છે, જે ધર્મની નાની જ્યોતિથી ગાંધીજી દ્વારા ભારતને આઝાદી મલી તેની શાખા પ્રશાખાઓ આપસમાં આમ લડશે ?
શ્વેતામ્બર કે, દિગ્બર . તે જ થઈ શકે જે સાચા જૈન છે. મનુષ્યતા જ ન હોય ત। તે જૈન, મુસલમાન કે હિન્દુ ધર્મના હોય તે પણ તે કોઈ મહત્ત્વનું નથી.
આપણે પેાતાના ફાયદા માટે ધર્મને ભ્રષ્ટ કર્યો છે. ધર્મનાયે આપણે સ્વાર્થ માટે ઉપયોગ કરીએ છીએ.
પાંચ મહાવ્રતા – સત્ય, અપરિગ્રહ, બ્રહ્મચર્ય, અહિંસા ને અસ્તેય જ–લઈએ. બધા એકબીજાથી જોડાયેલા છે. ગરીબ જનસમૂહથી દૂર રહેનાર આવા વ્રતી ન રહી શકે. શાખા ધર્મની જાગૃતિ ભલે થાય, મૂળમાં બધી એક જ છે. જૈની બનવા માટે સૌ પહેલાં મનુષ્ય બનવા પ્રયાસ કરો. પછી પંથના ખ્યાલ કરો. મનુષ્ય બન્યા સિવાય ધાર્મિક વિકાસ ન થઈ શકે. કોઈ ધર્મને સમજાવવા ભાષાના સહારો લેવો પડે છે. ઉદાહરણ માટે વિજ્ઞાનના સહારો લેવે પડે છે. આધ્યાત્મિક સ્તરની વાતે સમજાવવા ભૌતિક સ્તરના સહારો લેવા પડે છે. એક જ વસ્તુને જુદા જુદા કવરમાં મૂકવી પડે છે. તેના રૂપ જૂજવાં છે, પણ મૂળતત્ત્વ એક જ છે. જે લોકો કવરના બહારન રંગ જુવે છે અને અંદરની બાબત નથી જોતા તે કવરના રંગ અનુસાર પોતાને જુદા ચેકો કરે છે. કવરના રંગેા તો સૌની ભિન્નભિન્ન રુચિ અનુસાર હોય છે. કવર ફાડીને અંદરના પત્ર વાંચે, એમ કરતાં ખબર પડશે કે બધાની મેટર તે એક જ છે: અહિંસા, અભ્યાસ અને વૈરાગ્ય. આપણે કેવળ કવરના રંગ પરથી ઝઘડવાનું છેડી તેમાંની અંદરની વાત જોઈએ. બધાં એક જ છે. સૂક્ષ્મ ભેદભાવ તા છે, પણ તે ઘણી ઊંચી કક્ષાએ. આપણે તે સામાન્ય માનવીએ છીએ.
પ્રસિદ્ધ અણુવૈજ્ઞાનિક નીલસ બાહર થડા વર્ષો અગાઉ ભારત આવ્યા હતા – વિશ્વવૈજ્ઞાનિક કૉંગ્રેસમાં ભાગ લેવા. મુંબઈ યુનિવર્સિટીએ તેમને ખાસ માનપદવી આપવાનું ઠરાવ્યું હતું. તેમને કાર્યક્રમ ઠરાવેલા જ હતા. પદવીદાનના દિવસે તેમનો એલ્ફિન્ટાની ગુફાઓ જોવાના પ્રોગ્રામ હતો. હું તે નિયત સમયે શ્રી બેહર અને તેમનાં પત્નીને એલિફન્ટા લઈ જવા રાજભવને ગયા. પણ તેમણે કહ્યું કે આજના બધા કાર્યક્રમ રદ કરવા પડશે.
"
મેં પૂછયું : “ કેમ, તબિયત બરાબર નથી ? ” તેમણે કહ્યું “ નહીં, તબીયત તે ઘણી સારી છે. “તો શું વાંધા છે?”
“સાંજે પદવીપ્રદાન છેને?”
“પણ તે અગાઉ તો આપણે આવી જઈશું.” મેં કહ્યું. “તે ઠીક, પણ મને હમણા ખબર પડી કે પદવીદાન વેળા મારે દશ મિનિટ બોલવાનું છે. મારે શું બેલવું તે અંગે એકાંતમાં હું વિચાર કરવા માગું છું.
હું તો આભા જ થઈ ગયો. જેમણે હજારો સભાઓમાં પ્રવચના કર્યા હશે તે આ જગપ્રસિદ્ધ વૈજ્ઞાનિકને દસ મિનિટના પ્રવચન
()
જીવન
તા. ૧-૧૨-૮
માટે વિચારવું પડે છે. એલિફન્ટાના સુંદર કાર્યક્રમ અને બીજો પણ રદ કર્યો, પત્નીને નારાજ કરી, પણ તેમણે તા દઢતાથી કહ્યું, “હું તો આજે કયાંય નહીં જાઉં; એકલા બેસી વિચારીશ. ’
પછી જાણવા મળ્યું કે જ્યારે તેઓ પ્રવચન આપવાના હોય ત્યારે તેઓ વિચાર કરી લેતા. એટલે જ તેમનાં પ્રવચનો મનનીય બની રહેતાં.
તેઓ તેમના વૈજ્ઞાનિક પ્રવચનમાં હંમેશ આ એક દાખલા દેતા : વિજ્ઞાનનું વહેવારુ ફળ તે બોમ્બ, મશીન વગેરે છે. પણ Spirit of Science તો સત્યની ખાજ જ છે, જેને Core of Science પણ કહે છે.
બે સગા ભાઈ હતા. એક ફિલ્લૂફ અને બીજો વેપારી, મોટો ફિસૂફ ગરીબ હતા, જ્યારે નાના વેપારી શ્રીમંત હતો. તે ગરીબ ભાઈની દેખરેખ રાખતા, એકવાર તે વેપારી ભાઈને કામપ્રસંગે બહારગામ, જવાનું થયું. તેને પોતાના મે।ટા ભાઈની ચિંતા થઈ. તેણે બેંકમાં એક લાખ રૂપિયા મૂકી મોટા ભાઈને કહ્યું કે તમારી જરૂરિયાત માટે બેંકમાં મે” એક લાખ રૂપિયા મૂકયા છે.
એક વર્ષ પછી એ ભાઈ પાછે. ફર્યો. જોયું તો ભાઈની હાલત વણસી ગઈ હતી. તેને દુ:ખ થયું. ગુસ્સો પણ આવ્યો. તેણે પૂછ્યું, “ભાઈ, તમે આવી હાલત કેમ કરી?તમારા માટે મૂકેલા લાખ રૂપિયા તમે નથી વાપર્યા?"
“ના ભાઈ, તારા લાખ રૂપિયા બે કમાં જ છે.”
નાના ભાઈએ ખીજાઈને કહ્યું, “તમે જીવનમાં કશું ય નહીં કરી શકો, મે કરોડો રૂપિયાની કમાણી કરી, કારખાનાં કર્યાં, નામ કાઢયું ને તમે કાંઈ જ ન કર્યું.” પેલા ભાઈએ જવાબ આપ્યો.” એ વાત બરાબર છે. હવે તું મને એક જ જવાબ દે. તું કહે છે કે હું કરોડો રૂપિયા કમાયા તે હું કોણ છે? હું તેની જ શેાધમાં છું એટલે જ બીજું કંઈ કરી શકતો નથી. ”
પેલા વેપારી ભાઈએ કહ્યું, “તે તો હું પણ જાણતે નથી. “તા પછી તારા કરોડો રૂપિયા શું કામના?”
આમ કેટલાક લોકો ધન કમાવામાં લાગ્યા રહે છે, પણ મૂળ . પ્રશ્નને' ઉકેલ નથી મળતા, વૈરાગ્ય તરફ જવા સમય નથી. સત્સંગથી આપણે એકબીજાની હિંમત વધારીએ; નિડરતાથી, હિંમતથી વિચારીએ. ૐ. ડી. એસ. કોઠારી
ઉત્તરા
તાજેતરમાં પ્રગટ થયેલ ચોથા વાર્ષિક અંક: કિંમત રૂ. ૩-૦૦, લેખન સામગ્રી લેખ: મુનિ ચિત્રભાનુ, આચાર્ય રજનીશજી, ફાધર વાલેસ, આનન્દશંકર ધ્રુવ, રામભાઈ બક્ષી, અમૃતલાલ યાજ્ઞિક, રમેશ ભટ્ટ, મીનુ દેસાઈ, નરસિંહ મૂ. શાહ.
વાર્તા: મુરલી ઠાકુર, કુન્દનિકા કાપડિયા, વર્ષા અડાલજા, મનીષા પટેલ, અભેસિંહ પરમાર, સુધીર દલાલ, ઈવા ડેલ, શશી શાહ, ભાગવત ભટ્ટ, મ. મે. ઝવેરી.
એકાંકી : કરસનદાસ માણેક, ધનસુખલાલ મહેતા
કાવ્ય : સુંદરમ્, રાજેન્દ્ર શાહ, મકરંદ દવે, સુરેશ દલાલ, હરીન્દ્ર
દવે, વેણીભાઈ પુરોહિત, ગીતા પરીખ, લાભશંકર ઠાકર, ચીનુ મોદી, પ્રાણજીવન મહેતા, સુધાંશુ, રતિલાલ છાયા, રતુભાઈ દેસાઈ. ઉમાશ’કર વિભાગ : મધુસૂદન કાપડિયા, રમેશ જાની, ભોળાભાઈ
પટેલ.
વાર્ષિક સમીક્ષા : રવિશંકર મહેતા (રાજકીય ), સી. એલ. ઘીવાળા ( આર્થિક ), હરિન મહેતા ( ચલચિત્ર).
પ્રકાશક :
સાહિત્યભારતી, ૮, નવયુગ સાસાયટી, એન. એસ. રોડ નં. ૪. વિલેપારલે, પશ્ચિમ- મુંબઈ - ૫૬ (A. S.)
માલિક : શ્રી મુખ જૈન યુવા સંધ ઃ મુદ્રક અને પ્રકાશક : શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ : ૪૫–૪૭, ધનજી સ્ટ્રીટ, મુખ—૩; મુદ્રણુસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, મુખ–૧