SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ પ્રબુદ્ધ જીવન તા. ૧-૧૨-૧૮ - --- : - નવી દુનિયામાં–૧૧ - જ કે સંમતિ ભારત જવું એ આ આપણા ૭૫ મિલી. જાપારીઓનાં મિશીગન યુનિવર્સિટી ઘણી જ મેટી યુનિવર્સિટી છે તે હું ગયો છે. તે ૧૫૦ વર્ષ જૂની છે. એન-આરબર શહેર અને યુનિવર્સિટી એ બન્નેને વિકાસ ઉત્તરોત્તર થતો ગયો છે અને તેમાં બન્નેને સહકાર છે. તેનું ૧૯૬૭નું વાર્ષિક બજેટ ૧૭૫ મિલીચન ટૅલરનું હતું. સરકાર અને વ્યાપારીઓના સહકારથી સંશોધન પાછળ ૫૦ મિલિયન ડૉલર યુનિવર્સિટીએ ખર્ચ કર્યું છે. ચાલુ વર્ષમાં એથી પણ વધારે છે. ૩૦ હજાર વિદ્યાર્થીમાંથી ૧૮૬૪૨ વિદ્યાર્થીને સહાયતા રૂપે ૧૩,૧૯૧,૦૩૯ ડૉલર ૧૯૬૭માં અપાયા હતા. યુનિવર્સિટીમાં અધ્યાપકો વગેરેની સંખ્યા ૧૯૬૭માં ૨૦૧૨૧ હતી. આવી તે અન્ય પણ યુનિવર્સિટીઓ અમેરિકામાં અને કેનેડામાં અનેક છે. આ દેશના વિકાસમાં યુનિવર્સિઓના સંશોધન ખાતાને ઘણે જ મેટો ફાળે છે. સરકાર અને વ્યાપારીઓ પોતાની ઔદ્યોગિક, સૈનિક, વાતાવરણ, હાઈવે, સ્વાથ્ય, આર્થિક, રાજનૈતિક–જેવી અનેક સમસ્યાઓ માટે યુનિવર્સિટીને ગ્રાન્ટ આપી સંશોધન કરાવે છે. અધ્યાપક ઉપરાંત માત્ર અંશેાધકોને પણ યુનિવર્સિટી રોકે છે. આથી યુનિવર્સિટી એ દેશની ઉન્નતિનું મુખ્ય કેન્દ્રસ્થાન બની રહે છે. ઈંગ્લેન્ડ અને અમેરિકામાં અન્ય દેશના છાત્રો ભણવા માટે અધિક સંખ્યામાં આવતા હાઈ ફીના ધોરણ હવે બે પ્રકારના થવા લાગ્યા છે. એક, દેશના કે તે તે પ્રાન્તના વિદ્યાર્થી માટે અને બીજું, બહારના વિદ્યાર્થી માટે. બહારના વિદ્યાર્થીને હવે ઘણી મોટી ફી ભરવી પડશે. હું એન. આરબરમાં હતું તે જ દિવસમાં યુનિવર્સિટીના અધ્યક્ષ તરફથી બજેટ બાબતને પત્ર હતા. તેમાં નિર્દેશ હતો કે પ્રાન્તિક અને કેન્દ્રની રરકાર ચાહે છે કે વિદ્યાર્થીઓ પાસેથી ફી વધારે લેવી. અને બજેટની ઘટ તે રીતે પૂરી કરવી, આથી ફી-વધારે અનિવાર્ય બનશે, એટલે આપણા ગરીબ દેશમાંથી માત્ર ઉત્તમ વિદ્યાર્થી જ અહીં આવે એ જરૂરી છે. વિદ્યાર્થી પરીક્ષામાં નબળો જણાય કે તરત જ યુનિવર્સિટી તરફથી કહી દેવામાં આવે છે કે તે અન્યત્ર જાય. ચાલુ વર્ષમાં એક બહેન જેઓ ગુજરાતમાંથી ભણવા આવ્યા હતા, તેમને આવી સૂચના મળી ગઈ હતી. યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએટ વર્ગ એટલે કે M. A. ના વર્ગોમાં તે “B' gradeથી નીચેનાને લેવામાં આવતા જ નથી. અને પરીક્ષામાં તેથી નબળું દેખાય તે તરત જ વિષય બદલવો પડે છે, અથવા યુનિવર્સિટી છોડવી પડે છે. “B' grade એટલે ૬૫ ટકા જેવું ગણાય. મિશિગન યુનિવર્સિટી અને અન્ય કારખાનામાં કામ કરતા ભારતીઓની સંખ્યા એન-આરબરમાં ઘણી મોટી છે. પંદરમી ઑગસ્ટે તેમાંના ઘણા સ્વાતંત્ર્ય દિન ઊજવવા અને સાથે ઉજાણી કરવા ભેગા થયા હતા. મને પ્રાસંગિક કાંઈક કહેવા સૂચવવામાં આવ્યું. મેં તે કહ્યું કે દેશ સ્વતંત્રતા થા છે પણ ઉદ્યમી બુદ્ધિશાળી પ્રામાણિક કાર્યકર્તાઓની સખત જરૂર છે. તમે બધા જેઓ અહીં આવ્યા છે-તે કોટિના છે. એટલે દેશને તમારી જરૂર છે, તે ભણી-ગણીને વિદ્વાન થઈ અહીં જ ન રહેશે અને દેશમાં પાછા ફરી દેશની ઉન્નત્તિમાં તમારો સહકાર આપશે એવી મારી આપ સૌને નમ્ર વિનંતી છે– એમ પ્રવચન આપ્યું. પાછળથી તે જ રાત્રે અને પછી લેક ઉપરની ઉજાણીમાં તેમની સાથે જે ચર્ચા થઈ તેથી મને તે ઉત્પાત પણ થયું, ગ્લાનિ પણ થઈ અને નિરાશા પણ થઈ. એક પણ વિદ્યાર્થી કે અન્ય એવું ન મળ્યું જેમણે પાછા જવાની તૈયારી બતાવી. કદાચ હશે, જરૂર હશે પણ મારી સાથે જેમણે જેમણે વાત કરી તેમાંથી તે કોઈ ન હતું. ઊલટું મને સલાહ આપનારા મળ્યા છે. તમારે પાછા ને જવું જોઈએ. અને હજી સુધીમાં મને મારા મિત્રો અને પરિ- ચિત પ્રોફેસરમાંથી કોઈ પણ એમ સલાહ કે સંમતિ આપનાર નથી મળ્યું કે મારે પાછા ભારત જવું જોઈએ. આપણા દેશના યુનિવર્સિટીના અધિકારીઓ અને સરકારી ઑફિસરે સામે તેમનું હેમતનામું હતું કે તેઓને તેમના પ્રત્યે કોઈ સહાનુભૂતિ નથી. મોટી મોટી યોજનાઓ એમને આકર્ષવા માટે બને છે પણ પરિણામ બીજું જ આવે છે. અમેરિકા જેટલો પગાર ભારત ન આપી શકે તે તેમને મંજૂર છે પણ સામાન્ય યુનિવસિટીના રીડરને મળતા પગાર તો તેમને પ્રારંભમાં મળવો જોઈએ ને? માબાપના કેટલા હજાર રૂપિયા ખર્ચીને તેઓ અહીં આવે છે.ઘણા તે ઉધાર કરીને આવે છે. અહીં આવી ભણતા - ભણતા કમાય છે. તે પણ ભારતના સામાન્ય પગાર કરતા અધિક હોય છે. તે ભણી - ગણીને પાછા જઈએ ત્યારે માત્ર ૨૫૦ કે ૪૦૦ આવે તેમાં શું વળે? અહીં આરામ અને સુખ - સગવડો જે પ્રકારની છે – તેવી ત્યાં ન મળે એ સ્વાભાવિક છે પણ સામાન્ય સુખ - સગવડ અને આજની મોંઘવારી જોતા ૫00 નાં પગાર પણ પ્રારંભમાં અમને જો ન મળે તે પાછા આવવાનું મન કેમ થાય? ઘણા દેશભકિતથી તણાઈ પાછા ગયા છે પણ રખડીને અહીં પાછા આવ્યા છે. એક ફેસરે તે પિતાની હકીકત કહી તે તો આપણી યુનિવર્સિટી અને સરકાર કેવી નોકરશાહી ચલાવે છે તેને સાદર નમૂને છે. ભારતની યુનિવર્સિટીમાં તેઓ રીડર હતા અને ભણવા અહીં આવ્યા, ત્રણ વર્ષ પછી પાછા જવાનું હતું. તે તેમને મંજૂર હતું. પણ તે ત્રણ વર્ષ દરમિયાન પ્રત્યેક વર્ષે મળતા પગારવધારો પણ યુનિવર્સિટી આપવા તૈયાર ન હતી. અહીંથી તેમના જ એક અમેરિકન પ્રોફેસર ભારત આવ્યા હતા. અને તેમની જ યુનિવર્સિટીમાં જાહેર ભાષણમાં એ રીડરની સૌ સમક્ષ પ્રશંસા કરી હતી – છતાં યુનિવર્સિટીએ તેમના ત્રણ વર્ષના પગારવધારાને મંજૂર ન કર્યો, આજે તેઓ ભારતમાં એક વર્ષને જે પગાર મળે તેથી પણ વધારે એક માસમાં અમેરિકામાં કમાય છે. આવી પરિસ્થિતિ આપણી યુનિવર્સિટીમાં હોય ત્યાં અહીંથી પાછા જનાર : ભાગ્યે જ નીકળે. એક બહેન જે માત્ર ત્રણ ચાર કલાક કોઈના બાળકને સાચવે તેમાં જ માસિક ૪૦૦ રૂપિયા સહેજે કમાઈ શકે છે, અને તે કામ મળવું બહુ સહેલું છે તે પતિ-પત્ની બન્ને કમાતા હોય – પછી ભારત જવાનું શા માટે પસંદ કરે ? – આવી બધી સમસ્યાઓ જાણવા મળી, એટલે હું તે ઠંડો જ થઈ ગયો. આને જવાબ મારી પાસે તે હતો નહિં. ગાંધીજીના જમાનાના દેશભકતોને પણ આજે એશ - આરામ અને બંગલાની જરૂર છે તે જેનો તે બધું અહીં ભગવે છે તેમને કયા મોઢે પાછા જવાનો ઉપદેશ આપી શકાય ? દેશભકિત જરૂરી છે પણ જે પરિસ્થિતિ આપણા નેતાઓએ ઊભી કરી છે તેમાં દેશભકિતને જવાળ ઓસરી રહ્યો છે. તે જુવાળ ફરી લાવ હોય, તો ગાંધીજીના જમાનાની જેમ દેશનેતાઓએ જ ફરી ત્યાગ અને તપસ્યાના પાઠ શીખવા અને શીખવવા પડશે. અન્યથા આંતરરાષ્ટ્રીય ભાવનાના પ્રવાહમાં શું દેશ અને શું પરદેશ – એવી વિકૃત ભાવના સહેજે પ્રચલિત થશે. અહીંના ભારતીઓ તરફથી પ્રસિદ્ધ થતા Canadian India. Times-(૧૯૮૯૬૮)માં વાંચ્યું કે શ્રી મોરારજીભાઈ પાસે સૌથી વધારે સંખ્યામાં ચપરાસી છે. આ દેશમાં ચપરાસી મેં કયાંય જોયા નથી, યુનિવર્સિટીમાં પણ નથી, અમારા વિભાગમાં પણ નથી. અંગેજોએ આપેલી ભારતીઓને આ ભેટ આપણે પાછી વાળવાને બદલે હદાના મેહમાં રાચીએ છીએ અને પોતાના ટેબલ ઉપરના કાગળીઓ પણ બાજુના ટેબલમાં દેવા હોય તે ચપરાસીની જરૂર સ્વીકારીએ છીએ, આ ગુલામી માનસ છે, તે જવું જોઈએ. અહીં ટેલિફોનથી જ બધું પતનું હોય છે અને જે તેથી ન પડે તેમ હોય
SR No.525953
Book TitlePrabuddha Jivan 1968 Year 29 Ank 17 to 24 and Year 30 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1968
Total Pages268
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy