________________
તા. ૧-૧૨-૧૮
“બે લાખ રૂપિયાના ચાંદીના રથ’ અંગે
તા. ૧-૧૦-૬૮ ના પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થયેલ ‘બે લાખ રૂપિયાના ચાંદીના રથ ' એ મથાળા નીચેની નોંધ અંગે વ્યકિતગત પ્રત્યાઘાત રજૂ કરતા નીચે મુજબના ત્રણ પત્ર મળ્યા છે:૧. નેપાનગરથી શ્રી કસ્તુરમલ બાંઠિયાનો પત્ર
તા. ૧-૧૦-૬૮ ના પ્રબુદ્ધ જીવનમાં “બે લાખ રૂપિયાન ચાંદીના રથ : આ તે કેવી ધર્મધેલછા?” શિર્ષક નોંધ અંગે મારા અભિનન્દન સ્વીકારશે. પછીના ‘જૈન’માં રથમાં બેઠેલા એ મહાશયનું ચિત્ર જોવામાં આવ્યું હતું. ત્યારથી તે બાબત મનમાં ખટકી રહી હતી. એ સપ્તાહના જૈનમાં મેં તેનું બધું વિવરણ વાંચ્યું. હું તે એવી અપેક્ષા રાખું છું કે જેટલું વધારે આપણા જૈન ભાઈ ધનપ્રદર્શન કરે અને આપણા સાધુએ આને ધર્મપ્રભાવના લેખીને તેનું સમર્થન કરે એટલી જ જલ્દીથી ફરી વાર કોઈ નવા લાંકાશાહ જન્મ લેશે અને આ આડંબરી ધર્મને ખતમ કરી દેશે. ખર્ચાળ યજ્ઞાની સમાપ્તિ તો ભગવાન મહાવીર અને બુદ્ધે કરાવી, આજના આડંબરી ધર્મને સમાપ્ત કરવા માટે નવા પયગંબર નિર્માણ થવા જ જોઈએ. આવા ધર્મ જ સાધુઓને શિથિલાચારી બનાવ્યા છે.”
પ્રભુ જીવન
૨. પુનાથી શ્રી શાંતિલાલ સી. શાહના પત્ર
**
“ પ્રબુદ્ધ જીવન” ના ૧-૧૦-૬૮ ના અંકમાં આપશ્રીએ “બે લાખ રૂપિયાના ચાંદીના રથ. આતે કેવી ધર્મઘેલછા ? ’’( પ્રકીર્ણ નોંધ પૃષ્ઠ ૧૨૦) પ્રસિદ્ધ કરેલા વિચાર વાંચીને ઘણા જ આનંદ થયો. આપના વિચાર માટે હાર્દિક અભિનંદન. આજે સમાજમાં આપણા આચાર્ય આવાં કાર્યોમાં લાખો રૂપિયાના ખર્ચ કરવા માટે પ્રોત્સાહન આપે છે; પણ શ્રાવકો માટે કાંઈ પણ થતું નથી. પૂ. ન્યાયવિજયજી મહારાજ સાહેબ કહે છે એ મુજબ આજે “ ભગવાન અને માલદાર અને ભકત બને કંગાલ–પણ ભકતા નહીં હોય તે ભગવાનને કોણ પૂજશે? જ્યાં સમાજને જે જરૂરી હાય તેનું ધન મેટું, માટે ભરતાંમાં ભરતુ ન કરશે ” આવા વિચારો સમાજની આગળ મૂકવાવાળા આચાર્યો હવે છે કાં? દરેક આચાર્ય પોતાનું માન મેળવવા માટે, નેકારશી, ઉપધાન, શાંતિ સ્નાત્ર, વરઘાડા વગેરેમાં લાખો રૂપિયાનો ખર્ચ કરવા માટે પ્રોત્સાહન આપે છે. એક દેહરાસર ન સચવાતું હોય ત્યાં બીજું દેહરાસર બાંધવું એ ધર્મ નથી પણ ધર્મના દ્રોહ છે! ...... ભરતામાં ભરતૂ ન કરશો. શ્રાવકોના આજીવિકાનાં ફાંફાં થયા હોય, તેમને ખાવા ન મળતું હાય એવા સમયમાં નવકારશી, વરઘોડા, વગેરેમાં ખર્ચ કરવા વ્યર્થ છે . પરન્તુ તત્ત્વની ચર્ચા માટે, ઈતિહાસના સંશોધન માટે, સાહિત્યના પ્રચાર માટે, કેળવણીના પ્રચાર માટે ઘણું ઓછું થાય છે. પરન્તુ આ કોઈ પણ સમાજમાં કહેતું નથી. આપશ્રીએ સારા શબ્દોમાં સમાજ આગળ આ વિચારો મૂકયા – કોઈને પણ ડર રાખ્યા વીના મૂકયા એ માટે આપનું ફરી વાર અભિનંદન કરું છું.
*:
૩. મુંબઈના શ્રી પન્નાલાલ રસિકલાલ શાહને પત્ર
સ્વ. આયાર્યશ્રી વિજ્યવલ્લભસૂરીશ્વરજીના શિષ્ય પૂ. આચાર્યશ્રી. વિસમુદ્રસુરીશ્વરજી મહારાજના શિષ્ય મુનિશ્રી અનેકાન્ત વિજ્યજી મહારાજે હાલમાં બીકાનેરમાં મૌન સાધનાથી એકાવન દિવસના ઉપવાસની તપશ્ચર્યા પૂર્ણ કરી છે. આમ તે જૈન સમાજમાં લાંબા તપવાસની તપશ્ચર્યા અવારનવાર થતી હાવાથી આશ્ચર્ય ઉપજે નહીં, પરંતુ આજના યુગમાં જે વિલક્ષણ અને દીર્ઘદષ્ટિ વાપરવાની જરૂર છે એ વાતનું સમર્થન પૂ. મુનિશ્રીના પારણા પ્રંસંગે કરવામાં આવ્યું એથી જૈન મુનિ સમુદાય સમક્ષ જવલંત ઉદાહરણ ઈતિહાસના પાને લખાયું છે. આજની ભીષણ મોંઘવારીમાં પીસાતા મધ્યમવર્ગના દબાયેલા અવાજનો એમાં પડઘા છે - પ્રતિબિંબ છે.
સામાન્ય રીતે તપશ્ચર્યાના પારણા નિમિત્તે ઉજમાત્રુ ભપકાપૂર્વક કરવામાં આવે છે. એવી મહત્તા આપનારી બાબતને ઠોકરે મારી આચાર્યશ્રીએ પારણાના ઉમણાવિધિ પાછળ થનાર . સાઠ દ્રવ્ય – વ્યયને અટકાવી દીધા, સાદાઈથી પારણા વિધિ થયો એટલું જ નહિ પરંતુ ભાવિકોનાં દ્રવ્યવ્યય કરવાના ઉમળકાને
હજારના
૫
સન્માર્ગે વાળવા ગૌરવ લેવા જેવી શ્રાવિકાના ઉત્કર્ષ વાપરવામાં આવશે.
આચાર્યશ્રીએ પ્રેરણા આપી. જૈન સમાજે એ બાબત છે કે રૂા. સાઠ હજારની રકમ ડ્રાવક માટે, સાધર્મિક બંધુઓની સહાય માટે
એક બાજુ એવું સરસ કાર્ય થયું છે, તો બીજી બાજું પદ્મશ્રી દેવચંદભાઈ છગનલાલ શેઠ નિપાણીવાળાએ સ્થાનિક જૈન સંઘને રૂા. બે લાખના ચાંદીનો રથ અર્પણ કર્યો છે. આ બાબત એટલી દુ:ખદ છે. કોન્ફરન્સ જેવી સંસ્થાના આગેવાનો એમાં સામેલ થયા એ વ્યાજબી નથી. આપણા કુટુંબમાં પૂરતા પોષાક પહેરવા માટે નહીં હોય, તો વડીલો અગર ‘કમાઉ દીકરાએ” પોતે મોજશોખ, ભપકો, અને વસ્ત્રોના ઠઠારો કરશે અને પોતાના બંધુઓને દીન - દશામાં રાખશે ખરા? એવા જવાબ ખચિત ના જ છે. એ જ રીતે જૈન સમાજના ૯૦ ટકા ભાગ માંઘવારીમાં પીસાત હોય ત્યારે શ્રીમંતાઈનું પ્રદર્શન કરવાને બદલે વડીલ, કમાઉદીકરા અને મેટાભાઈ જેવા આ સમાજના શ્રીમંતા મધ્યમવર્ગના અને એ દ્વારા સમસ્ત સમાજના ઉત્કર્ષ માટે આગળ આવે એ વ્યાજબી છે કે ચાંદીના રથ દ્રારા પોતાની શ્રીર્મતાઈનું પ્રદર્શન કરે એ વ્યાજબી છે? તપશ્ચર્યાના પારણા દ્વારા આચાર્યશ્રીએ પાડેલી નવી પ્રણાલિકાને મુનિસમુદાય જલ્દી સ્વીકારે એ સમયની માંગ છે.
સાભાર-સ્વીકાર
કવિજીનાં કથારત્નો: લેખક: ઉપાધ્યાય શ્રી અમરમુનિ; પ્રકાશક શ્રી. અશોક કાન્તિલાલ કોરા, ૪૮, ગોવાલિયા ટેંક રોડ, મુંબઈ - ૨૬ કિંમત શૃ. ૧૮૦.
સમુદ્રના દ્વીપ: લેખક: શ્રી કિસનસિંહ ચાવડા, પ્રકાશક: રવાણી પ્રકાશન ગૃહ, ટિળક માર્ગ, અમદાવાદ, કિંમત રૂા. ૫-૦૦,
અન્તર કી ઓર: (હિંદી): પ્રથમ ભાગ: પ્રવચનસંગ્રહ મુનિશ્રી મિશીમલજી મ. મધુકર, સંપાદક: શ્રીમતી કમલા જૈન - ‘જીજી’ એમ. એ.; પ્રકાશક: મુનિશ્રી હજારીમલ સ્મૃતિ પ્રકાશન, બીયાવર, રાજસ્થાન. કિંમત રૂ. ૩.
જૈન દષ્ટિ: (હિંદી): લેખક ડૉ. ઈન્દ્રચંદ્ર શાસ્ત્રી; પ્રકાશક: ઉપર મુજબ કીંમત રૂા. ૧-૦૦
ખ્રિસ્તીધર્મસાર: લેખક: શ્રી વિનેબા ભાવે; પ્રકાશક: યજ્ઞપ્રકાશન, ભૂમિપુત્ર, હુઝરાતપાગા, વડોદરા - ૧, કિંમત રૂા. ૨૧૦૦
આચાર્ય કુળ: લેખક: શ્રી વિનોબા ભાવે; પ્રકાશક: ઉપર મુજબ કિંમત ૦-૫૦ પૈસા.
જૈનીઝમ (અંગ્રેજી): લેખક: શ્રી હરબર્ટ વારન: સંપાદક: શ્રી નગીનદાસ જે. શાહ, પ્રકાશક: શ્રી વલ્લભસૂરિ સ્મારકનિધિ પબ્લીકેશન, મુંબઈ, કિંમત રૂા. ૧-૦૦
ગાંધી રચનાત્મક કાર્યક્રમ ઉપસમિતિ (રાષ્ટ્રીય શતાબ્દી સમિતિ) ટુંકલિયા ભવન, કુંદીગીરીકા ભેરૂ, જ્યપુર - ૩, રાજસ્થાન તરફથી મળેલાં પુસ્તકો:
A Great Society of Small Communites: લેખક: શ્રી સુગત ગુપ્તા; કિંમત રૂા. ૧૦–૦૦
Freedom for the masses : લેખક શ્રી મનમોહન ચૌધરી; કિંમત ૨૫ પૈસા.
દવા હવાબારી : (હિન્દી નાટક): લેખક: શ્રી લલિત સહગલ, કિંમત રૂા. ૩-૫૦.
શાન્તિલેના વત્તિય : (હિંદી) લેખક: શ્રી નારાયણ દેસાઈ: કિંમત –૭૫ પૈસા.
બનતા રાજ્ય: : શ્રી મનમેાહન ચૌધરી કિંમત ૨૫ પૈસા. ઉત્તરા : વાર્ષિક અંક ૩ તથા ૪, સંપાદક : શ્રી શિરીષ મહેતા. ઠેકાણું આ અંકને છેલ્લે પાને,