SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ પ્રબુદ્ધ જીવન ત, ૧-૧૨-૧૮ સમન્વય સૂચન ડે. કાંતિલાલ શાહ અમદાવાદથી તા. ૧૩-૧૦-૬૮ના પત્રમાં જણાવે છે કે: “ આચાર્ય રજનશીજીના વ્યાખ્યાનની ચર્ચા આપ લંબાવવા ઈચ્છતા નથી તે યોગ્ય જ છે. તથાપિ આપની રજા હોય તે શ્રીમતી શશીબહેન અને એમની જેવાં પ્રબુદ્ધજીવનના વાચકોને ગીતાના શ્લેક; अव्यक्त दीनि भूतानि, व्यक्त मध्यानिभारत । अव्यक्त निधनान्येव, तत्र का परिदेवना ।। ની યાદ આપી એના અનુકરણમાં કહ્યું કે, આદિમાં પ્રેમરૂપે જે, મધ્યમાં કામ તે બને, અન્તમાંયે રહે પ્રેમ, ચિન્તા છે કરવી ઘટે? તે શશીબહેન અને આચાર્ય રજનીશજી બન્નેના કથન વચ્ચે સમન્વય સિદ્ધ થઈ ન શકે? આમ સમન્વયસુલભ બનતે હોય તે તેના જેવું બીજું એક્ટ નહિ, પણ આચાર્યશ્રીની વિચારશ્રેણી મુજબ આદિમાં કામ છે અને તેમાંથી રામને પ્રગટાવવાનું અથવા તે કામને રામમાં પરિવર્તિત કરવાનું તેઓ કહે છે. આ રીતે વિચારતાં સૂચિત સમન્વય સહજસિદ્ધ બની શકતો નથી. . શ્રીકાન્ત દોશીનું દુ:ખદ અવસાન . શ્રી શ્રીકાન્ત દેશી તા. ૨૦મી નવેંબરના રોજ બપોરના ભાગમાં કાલબાદેવી રેડ ઉપરના તેમના દવાખાનેથી મેટરમાં પાછાં ફરતાં સાયનમાં રમાવેલા તેમના ઘર નજીક આવતાં કોઈ ટ્રક સાથે અથડાયા. તેમને કે. ઈ. એમ. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને અડધા કલાકમાં તેમનું ૫૧ વર્ષની વયે અવસાન થયું. તેઓ વ્યવસાયે ડાકટર હોવા ઉપરાંત બહુ જાણીતા સામાજિક કાર્યકર હતા, અને તેથી આ દુર્ઘટનાએ તેમના વિશાળ પરિવાર મંડળમાં ઊંડી વ્યથાની લાગણી પેદા કરી છે. સમાજને એક સન્નિષ્ટ કાર્યકર્તાની ખેટ પડી છે. તેઓ વઢવાણના મૂળ વતની. વિદ્યાર્થી તરીકેની તેમની કાર- કીર્દિ ઉજજવળ હતી. ૧૯૪૨માં પિતાને મેડિકલ કૅલેજને અભ્યાસ છોડીને હિંદ છોડોની લડતમાં તેમણે ઝંપલાવ્યું હતું અને ભૂગર્ભ પ્રવૃત્તિ સાથે તેઓ સંકળાયેલા હતા. સમાજવાદી વિચારકોણીને તેઓ વરેલા હતા. લીંબડીની હીજરતમાં પણ તેમણે પૂરો સાથ આપ્યો હતા. છેલ્લાં ૨૦ વર્ષથી તેઓ માટુંગા, વડાલા અને શિવના પ્રજાજનોને સેવા આપી રહ્યા હતા. તેઓ શીલાબહેન નામની એક પારસી યુવતી સાથે કેટલાંક વર્ષથી લગ્ન સંબંધથી જોડાયા હતા અને અનેક સામાજિક કાર્યોમાં શીલાબહેનને તેમને ખૂબ જ સાથ હતો. વળી તે બન્નેએ ઉત્તર તેમ જ દક્ષિણ ભારતને વિસ્તૃત પ્રવાસ ખેડયું હતું. આજથી લગભગ છ વર્ષ પહેલાં અમે યમુનોત્તરી ગંગોત્તરીની યાત્રાએ ગયેલાં ત્યારે તે દંપતી ગંગોત્તરી તથા યમુનત્તરી પતાવીને બદ્રીકેદાર તરફ જઈ રહ્યા હતા અને અમને ધરાસુ આગળ મળ્યા હતા. કેટલાક સમયથી જનમુકિત’ નામનું માસિકડે. શ્રીકાન ચલાવી રહ્યા હતા. તે બન્નેને હું પણ કેટલાંક વર્ષથી એળખતે હતો અને તે બન્ને માટે મારા દિલમાં ઊંડો પ્રેમ અને સદ્ભાવ હતે. ડૅ. શ્રીકાતને આવા અકસ્માતથી દેહવિલય થતાં શીલાબહેન કેવી વેદના અનુભવી રહ્યાં હશે તેની કલ્પના કરવી મુશ્કેલ છે. શીલાબહેન વિષે મારું દિલ ઊંડી સહાનુભૂતિથી દ્રવે છે. તેમને આ વિયોગ સહન કરવાની પરમાત્મા તાકાત આપે અને પતિના સેવા કાર્યને તંતુ ચાલુ રાખીને પિતાના અવશેષ જીવનને સાર્થક કરે એવી તેમના વિશે આપણા દિલની શુભેચ્છા અને પ્રાર્થના હ! . પરમાનંદ ગરીબાઈ (ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’ની એક નેધને આધારે) અમેરિકાના એક મોટામાં મોટા મંજૂર સંઘે કરેલ તપાસના પરિણામ જાણવા જેવા છે. યુનિયને કરેલ તપાસમાં જે કુટુમ્બની વાર્ષિક આવક રૂ. ૩૦,૦૦૦/- થી ઓછી હોય તેને ગરીબ ગણ્યા છે. ગરીબ એટલા માટે કે તેમની આટલી આવકમાંથી જીવનની જરૂરિયાત પૂરી મેળવી શકતા નથી. આ જીવનની “ જરૂરિયાત” શું છે? પતિ - પત્ની દરેકને જુદી મેટર જોઈએ; દરેકને જુદું સ્નાનગૃહ (B_th Room) જોઈએ; દરેકને જુદું છાપું મળવું જોઈએ. વિગેરે. આ “મારું - તારું” શા માટે? મારી ગાડી, મારું સ્નાનગૃહ, મારું છાપું, તારી ગાડી વિગેરે? કારણ, લગ્નજીવનમાં સંઘર્ષ ટાળવા માટે, પરિણીત જીવન ટકાવવા માટે (To avoid domest c frict.on in order to ensure the survival of marriages ) Alat ziu શા માટે થાય? કારણ કે દરેક વ્યકિત સ્વતંત્ર છે અને તેની સ્વતંત્રતા , જાળવવી જોઈએ. આના ઉપર વિવેચનની જરૂર છે? જીવનની “જરૂરીઆત વધારતા જ રહી છે, તો તેને અંત નથી. આજે આ જ ચાલ્યું છે. પછી આર્થિક સંકડામણ, માનસિક તાણ, ગમે તે ભેગે પૈસે મેળવવાની તૃષ્ણા અને તેના બધા વિષચકો, દુનિયાના સમૃદ્ધ દેશેની આ “સંસ્કૃતિ” છે. આપણે પણ આ જ કરીશું કે જીવનમાં સંયમને કાંઈ સ્થાન આપીશું? -ચીમનલાલ ચકુભાઈ શાહ “રાષ્ટ્રીય એકતા” આશ્વ પ્રદેશના ઉદ્યોગપ્રધાન શ્રી ગુરુમૂર્તિએ જાહેર કર્યું કે સરકારી દરેક ખાતાને આદેશ આપવામાં આવ્યો છે કે રાજ્યની જરૂરિયાત માટે રાજ્યમાં જ ઉત્પન્ન થયેલ ચીજવસ્તુઓ ખરીદવી (ગમે તે ભાવે?) બીજા રાજ્યની નહિ. વિશેષ આદેશ આપ્યો છે કે બીજા રાજ્યની કોઈ પેદાશ ખરીદવી હોય તો પ્રથમ પરવાનગી લેવી. આ હુકમ માત્ર સરકારી ખાતાઓને જ લાગુ પડે છે એમ નહિ, પણ સરકારી તંત્રના બીજા ખાતાઓ જેવા કે હાર્સિંગ બોર્ડ, ઈલેકટ્રીસિટી બોર્ડ વિગેરેને પણ લાગુ પડે છે. બીજા રાજ્યોમાં પણ આવું થઈ રહ્યું છે. કેટલાક રાજ્યમાં જિલ્લા- જિલ્લા વચ્ચે પણ આવા અંકુશ છે. સૌ સૌને જ સ્વાર્થ જુએ. એનીજની ઝેનબંધી તે છે જ. કેટલાક રાજ્યમાં એ પણ શરૂ થયું છે કે ઉદ્યોગ અને વ્યાપારધંધામાં રાજ્યના સ્થાનિક માણસે પ્રથમ સ્થાન આપવું બંગાળમાં બંગાળીને, બિહારમાં બિહારીને. બીજા બધા વિદેશી. બંધારણ મુજબ Free trade between states - રાજ વચ્ચે મુકત વ્યાપાર મૂળભૂત છે. બંધારણ મુજબ એક નાગરિકત્વ one citizenship છે. બંધારણ મુજબ એક રાજ્યને વતની બીજા કોઈ પણ રાજ્યમાં વસવાટ કરી શકે, વ્યાપાર કરી શકે, મિલ્કત મેળવી શકે, આજીવિકા માટે મુકત રીતે હરીફરી શકે છે. ભાષાવાદથી ટુકડા કર્યા. હવે આર્થિક, સામાજિક ક્ષેત્રે શરૂ થયું. આ જ વ્યકિતઓ રાજ્યના મુખ્ય પ્રધાને અને બીજાઓ-રાષ્ટ્રીય એકતા સમિતિમાં એકતાની વાત કરે! ચીમનલાલ ચકુભાઈ શાહ ૧૬મી ઓકટોબરના “પ્રબુદ્ધ જીવન” ના અંક અંગે જાહેરાત આ અંકની માંગ ધાર્યા કરતાં વધારે નીકળતાં સીલકમાં જેટલી નકલો રાખવી જોઈએ તેટલી પણ રહી શકી નથી તે તે અંકની નકલ જેમની પાસે હોય અને તેને જેમને હવે કોઈ ઉપગ ન હોય તેવા મિત્રને તે અંકની નકલ અમારા કાર્યાલયમાં ૪૫-૫૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ-૩ એ સરનામે પહોંચાડવા પ્રાર્થના છે. વ્યવસ્થાપક, “પ્રબુદ્ધ જીવન kj4173 , Colesterol Free
SR No.525953
Book TitlePrabuddha Jivan 1968 Year 29 Ank 17 to 24 and Year 30 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1968
Total Pages268
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy