SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧૨-૧૮ પ્રબુદ્ધ જીવન ૧૬૧ ઘડવાનું સન્માનનીય કામ એમને માથે આવતું, અને તેઓ કાળજી અને આનંદપૂર્વક તે કામ કરી આપતા હતા. તેઓ રાજકારણક્ષેત્રનાં પિ અને દષ્ટા હતા. જે જે આગાહીએ તેઓ કરતા તે થોડા વખત પછી સાચી પડતી જોવામાં આવી છે. રાષ્ટ્રીય ભૂમિકાપરની કેટલી યે સળગતી સમસ્યાઓના સરળ ઉકેલે તેઓની પાસે હતા. પણ મારે કહેવું જોઈએ કે તેને ઉચિત સમયે ઉપયોગ ન થયો. કોઈ પ્રલોભનોથી તેઓ કદિ ખેંચાયા નથી. જે જે સ્થાને તેમણે શોભાવ્યાં છે તે સ્થાને માટે પણ તેમને ખૂબ આગ્રહપૂર્વક સમજાવીને ગળે ઉતરાવવું પડેલું. ૧૯૪૭માં જે પહેલા ભારતીય પાંચ ગર્વનર થયા તેમાંના મધ્ય પ્રદેશના રાજ્યપાલપદ માટે પૂ. સરદાર વલ્લભભાઈ પટેલને કૅલ આવ્યો ત્યારે અમે તેમની પાસે જ બેઠેલા. ત્યારની વાતચીત મને યાદ છે. - સરદાર સાહેબે તેમને કહ્યું કે “મંગળભાઈ આ સ્થાન તમારે લેવાનું છે, અને ત્યાંને વહીવટ સંભાળી લેવું પડશે.” ત્યારે પૂ. કાકાએ કહેલું કે “મને તે આવે કશે અનુભવ નથી, તમે બીજ કોઈ રનનુભવીને લ્યો તે સારૂ” પણ સરદારે તેણે કહ્યું કે “પૂ. બાપુની પણ આવી ઈચ્છા છે, તેમના કહેવાથી જ મેં કૅલ કર્યો છે.” ત્યારે કાકાએ કહ્યું કે “હું કાલે જ દિલ્હી આવું છું, જો બાપુ મારે ગળે આ વાત ઉતરાવી શકે તો જ હું આગળ વિચાર કરીશ.” તેઓ બીજે દિવસે દિલહી ગયા. બાપૂ તે વખતે હરિજન કોલેનીમાં રહેતા હતા. ત્યાં તેમના રૂમમાં પ્રવેશ કર્યો કે બાપુએ આવકાર આપતા કહ્યું કે “આવો ગર્વનર સાહેબ.” એટલે કાકા સમજી ગયા કે આ ડોસા તે નક્કી જ કરી બેઠા છે એટલે બીજી કોઈ દલીલ કે ચર્ચાને અવકાશ રહ્યો નથી. તેમનાં શિર્વાદ લઈને તેઓ સાંજે પાછા આવ્યા. મધ્યપ્રદેશના રાજ્યપાલપદ દરમ્યાન અને મુંબઈ માઈસર રાજ્યનાં રાજ્યપાલપદ દરમ્યાન મુખ્ય મંત્રી તેમ જ અન્ય મંત્રીઓ સાથે તેમને સુમેળ, અનેક પ્રસંગોએ લેવાતી તેમની સલાહ એ બધું તે સહુને વિદિત છે જ, મિનિસ્ટર મિનિસ્ટર વચ્ચેનાં મનદુ:ખોને ટાળીને તેઓનાં મન એક કરવામાં અને રાજ્યોને વહીવટ ક્ષમતાપૂર્ણ બનાવવામાં તેમને ખૂબ સહયોગ રહ્યો છે. આ ઉપરાંત જ્યાં જ્યાં રાજ્યપાલપદે તેમની નિયુકિત માટે તેમની પરવાનગી મંગાવવામાં આવતી ત્યારે તેઓ હંમેશા કહેતા કે બુઢાને વારંવાર આ સ્થાન આપવાને બદલે બીજા ઘણા યોગ્ય લોકો છે તેમને નીમે તો સારું. પણ તે તે રાજનાં ચીફ મિનિસ્ટરોને આગ્રહ કાકા માટે જ રહેતો એટલે છેવટે એમને સ્વીકાર કરવો પડતો હતો. તેમના મનમાં શાંતિ અને કલ્યાણકામના સદા રહેતી. એટલે એમનાં વિચાર, વાણી અને કાર્યોમાં તે સદા સાકાર થયા જ કરતી હતી. અન્યત્ર કયાંય વિસંવાદિતા દેખાય તો ત્યાં બંબા (ફાયર બ્રિગેડ)નું કામ કરવા તેઓ પહોંચી જતા હતા. હિંદુ-મુસલમાન હુલ્લડો દરમ્યાન તેઓ એકલા મુસ્લિમ ક્ષેત્રોમાં તેમની મસજીદમાં ભેગા થયેલા સમૂહને સંબોધવા પહોંચી જતા. શુભેચ્છકો તેમને આમ ન કરવા સમજાવતા તે તેઓ કહેતા કે જો મારા મનમાં તેઓ પ્રત્યે કશો દુર્ભાવ નથી તે તેઓ મને નુકસાન કરી શકે તેમ હું માનતા નથી.” જનાબ મહમદ અલી જીણા પણ તેમના સારા મિત્ર હતા. પૂજય કાકાને પોતાની સગી બહેન ન હતી એટલે એક મુસલમાન અને એક પારસી મહિલાને તેમણે સગી બહેનની માફક અપનાવી લીધા હતા, તે શ્રીમતી કુસુમ સયાણી અને શ્રી કસ્તુરબા સેવાશ્રામ મરોલીવાળા શ્રીમતી મીબેન પીટીટ સાથે તે સંબંધ સુંદર રીતે નિભાવી જાણે. મરોલી આશ્રમ જોડે તેનો તેની શરૂઆતથી જોડાયા હતા. તે આશ્રમના નિભાવ અને વિકાસ માટે તેમણે ખૂબ સહયોગ આપ્યો હતો. તેવી જ રીતે બીજી અનેક સંસ્થાઓનાં તેઓ માનનીય સહાયક અને મુરબ્બી હતા. શકિતદલ અને ભોંસલે મિલિટરી સ્કૂલનાં મહિલાઓ માટેનાં વીન્ટર કેમ્પનાં તેઓ જન્મદાતા હતા. ધર્મપ્રતિ પણ તેમને દઢ અનુરાગ હતે. ધર્મ એટલે જીવનના પ્રત્યેક પાસાઓમાં ઉતરવા માટેનું વિજ્ઞાન તેવો અર્થ તેઓ કરતા , હતા. જેલમાં રહો રહ્યો પૂ. મુનશીકાકા અને બીજાઓ પાસેથી ગીતા અર્થસહિત શીખેલા. બાકી જગતનાં સમસ્ત દર્શને માટે એમને ખૂબ માન હતું અને જાતે વેદાંત, પડદર્શને, કુરાનેશરીફ, બાઈબલ, બુદ્ધદર્શન, જૈનદર્શન આદિનો તેઓને અભ્યાસ ચાલ્યા કરતે હતે. ફારસી એમની ઐચ્છિક ભાષા હતી, એટલે ફારસીનાં સાફી કવિઓની રચનાઓ પણ તેઓ રસથી વાંચતાં. ઘણીવાર હું પૂ. મુનિશ્રી ચિત્રભાનુ મહારાજનાં અને પૂ. આચાર્ય રજનીશજીન વ્યાખ્યાને સાંભળવા તેમને લઈ જતી. ત્યારે પાછા આવીને પણ તેઓ સાંભળેલા વકતવ્ય વિશે ઊંડું ચિંતન મનન કરતા, અને મારી સાથે ચર્ચા પણ કરતા. અનેક રીતે એ સાંભળેલી વાતોને બુદ્ધિ અને સમજની સરાણે ચઢાવીને તેને જીવનમાં કેમ ઉતારી શકાય તે વિશે વિચારતા. આંખો બંધ કરીને કલાકો સુધી તેમની પ્રિય ‘ગ્રાન્ડ ફાધર ચેર–દાદાજીની ખુરશી–માં બેસી રહેતા અને ધ્યાનસ્થ થવાની ખૂબ કોશીષ કરતાં. ઘણીવાર તેઓ મને કહેતા કે મને આ બધું સમજાય છે ખરૂં, મારી બુદ્ધિમાં પણ બરાબર બેસે છે, પરંતુ અંદર ઉતરાનું નથી, પછી હસીને કહેતા કે આ કામ બહુ વખત પહેલા સાધી લેવાની જરૂર હતી. હવે જ્યારે જાગૃતિ પ્રગટી ત્યારે શરીર અને મને સાથ આપવાની ના પાડે છે. તેઓ દઢપણે માનતા હતા કે રાજકારણમાં પડેલા લોકોમાં પણ જો યોગવિજ્ઞાન પ્રતિ અનુરાગ પ્રગટે, અને તેનાં મહત્વવિષેનું ભાન થાય તો દેશમાં ઉત્તમ પ્રકારને વહીવટ શકય બને. હમણાં તો પરમેશ્વરની કૃપાથી જે કોઈ સ્થિરબુદ્ધિવાળા પ્રમાણિક સજજને ભૂલેચૂકે રાજકારણમાં આવી જાય, અને તેઓનાં શાણપણ, પ્રમાણિકતા, સ્થિરતા અને નિ:સ્વાર્થતા, સાથેની કુશાગ્ર બુદ્ધિને જે લોકોને થોડા ઘણા લાભ મળી જાય તે મળી જાય. બાકી તે નક્કર તળીયાવગરનાં લોકો પાસેથી અંધાધૂંધી, અવ્યવસ્થા, અપ્રમાણિકતા, દ્વેષ, ખુરશી, સત્તા અને પૈસાની ખેંચાખેંચ સિવાય બીજી શું આશા રાખી શકાય? તેઓ અજાતશત્રુ હતા. કોઈને એમના વિશે દુશ્મનાવટ તો શું, પણ એકાદ નબળો વિચાર કરવાનું પણ કશું કારણ ન રહે. કારણ કે સૌ માટે એમણે માન અને મમતા કેળવ્યા હતા. સૌનું સદા કલ્યાણ તેઓ વાંચ્છતા હતા. હમણાં કેટલાક વખતથી તેઓ જૂના જૂના મિત્રો અને સગાઓને બહુ યાદ કરતા હતા. ફનદ્વારા સૌની સાથે વાત કરતા, અથવા તે ઘરે બોલાવીને મળતા. કોઈ મળવા ન આવી શકે તેમ હોય તે પોતે સામે ચાલીને મળવા જતા. બેસતા વર્ષને દિવસે અમારા બહોળા પરિવારનાં તેમ જ મિત્રમંડળનાં લોકો મોટી સંખ્યામાં પ્રણામ કરવા આવેલા. તેમને સૌને મળીને તેઓ બહુ જ તૃપ્ત અને આનંદિત થયા હતા. હમણાં છેલ્લા થોડા વખતથી તેઓ પોતાનાં અંતને નજીકમાં જોઈ શકતા હોય તેમ લાગતું. તેઓ કહેતા કે મારા હાથ પગ ચાલે છે ત્યાં જ પરમેશ્વર મને ઉઠાવી લે તે સારૂં. મારે લાંબી બિમારી ન જોઈએ, કોઈની સેવા ન જોઈએ. હસતી રમતો જેમ આવ્યા તેમ જ પાછા ચાલ્યો જાઉં તો સારું. તેમના અંતરની આ ઈછા ફળી. તા. ૫મી નવેમ્બરને મંગળવારે લોહીની તપાસ કરાવવા માટે ઘેરથી હોસ્પિટલમાં ગયા ત્યારે મેટર સુધી તેઓ ચાલીને ગયા, અને હોસ્પિટલમાં પણ મેટરથી પિતાનાં રૂમ સુધી ચાલીને ગયા. બેસવા માટે આવેલી ખુરશીને પાછી કાઢી હતી. ચહા અને દવા ખાટલામાં સુતા સુતા નહીં પણ બેસીને પીવાને આગ્રહ રાખતા, લોહીમાં સાકર વધી પડી હતી. એટલે વારંવાર ‘કમા” બેભાનીના હુમલાઓ થતા હતા, તેની સાથે સતત સંગ્રામ જારી રાખીને અંત સુધી તેઓ ભાનમાં રહ્યા હતા. જીવનસંગ્રામને વીર વૈો શરીરથી હાર્યો હતો. પણ મનથી હાર તેણે કબૂલી નહોતી. જીભમાં કૌવત નહોતું એટલે ઈશારાથી સમજાવીને પ્રશ્ન પૂછે, સમય પૂછે, અને શાંત થઈને સુઈ જાય. તા. ૬ઠ્ઠીએ રાત્રે દસ વાગે રોજનાં નિયમ પ્રમાણે સૌને મંગળરાત્રિ'-Good Night-ની શુભકામના કરીને પડખું ફેરવીને સૂતા. બ્લડપ્રેશર ઓછું ને ઓછું થતું જતું હતું. અને પ્રાણ જાણે ધીમે ધીમે અંદર ઉતરત જતો હતો. તેઓ શાંતિથી ધીમે ધીમે વિદાય લેતા હતા. તેને ખ્યાલમાં હતું કે, વિદાય નજીક છે, છતાં કોઈ જાતની દેખીતી પીડા, હાયવોય, તડફડાટ કે મૃત્યુને ભય ત્યાં નહોતો. હતી માત્ર પરમ શાંતિ. ૧૧-૩૦ વાગે તેમણે ઈશારતથી સમય પૂછયો, અને ૧૧-૪૦ વાગે શાંતિથી ચિર-નિંદ્રામાં પોઢી ગયો. આવું શાંત અને પ્રસન્ન મૃત્યુ કોઈ વિરલાઓને જ લભ્ય બને છે. પિતાના મંગળ નામને મંગળમૃત્યુમાં તે ચરિતાર્થ કરી ગયા. મને વિશ્વાસ છે કે તેમને માટે પ્રભુનાં મંગળદ્વાર ખૂલ્લાં જ હશે.' : : પૂણિમા પકવાસા
SR No.525953
Book TitlePrabuddha Jivan 1968 Year 29 Ank 17 to 24 and Year 30 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1968
Total Pages268
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy