________________
પ્રબુદ્ધ જીવન
૧૬૦
તત્વોને મુકિતપૂર્વક કોઈવાર વિનાદ-મજાકપૂર્વક, તે કોઈવાર હળવા કટાક્ષ કરીને શિસ્તમાં રાખતા હતા. એક પ્રસંગના ઉલ્લેખ કરૂં. એકવાર સભાગ્રહમાં એક ભાઈએ પેાતાનુંનું વકતવ્ય બીજાઓને ચીઢવવા ખાતર કોંકણીમાં શરૂ કર્યું. સભામાં “પોઈન્ટ ઑફ ઑર્ડર'ના નાદ ઉઠ્યા અને ધાંધલ થઈ ગઈ. બધાને સમજાય તેવી ભાષામાં બાલવા માટે આગ્રહ થયો. પેલાએ તે મુક્કી પછાડીને જીદ જ લીધી કે મને આવડે અને મને ગમે તે ભાષામાં બાલવાના મારા અધિકાર છે. છેવટે અધ્યક્ષ વચ્ચે પડયા અને કહ્યું કે “હું આ ભાઈનાં પક્ષે છું, અને તેઓને બચાવ કરૂ છું. તેઓ પોતાની ભાષામાં બેલવાને સંપૂર્ણ સ્વતંત્ર છે, તે અધિકાર આપણે કેમ છિનવી શકીએ? ભલે પછી એના એકપણ અક્ષર આપણે ન સમજી શકીએ. પણ તેથી શું થયું? તેમાં કશું સમજવા જેવું નહીં હોય તેથી તે તેઓ કોઈને ન સમજાય તેવી ભાષામાં બેલે છે. આપણે તેમાં વાંધા ન હોવા જોઈએ.” પેલા એવા તે ભેાંઠો પડી ગયો કે તદૃન બેસી ગયા. બીજે એક પ્રસંગે એક વિવાદી પ્રશ્નપર ચારપાંચ જણાં સાથે બાલવા લાગ્યા. સભાગૃહે વાંધો લીધો કે એક પછી એક બાલે તા સમજાય. અધ્યક્ષે કહ્યું કે “ભલેને બધા સાથે જ બાલતા, વહેલું પુરૂ થશે. એક પછી એક બાલશે તો ઘણા સમય થશે, અને આમાં ખાસ સમજવા જેવું નહીં હાય તેથી તે તેઓ સાથે બાલી નાખે છે.” પેલા લોકો શરમાયા અને બેસી ગયા.
તેઓ સ્વયં પુરુષાર્થથી આપબળે ઘણી તકલીફો અને ગરીબીના સામના કરીને ભણ્યા, સન્માનપૂર્વક પરીક્ષાઓ પાસ કરી, ઘણાં પારિતાષિકો પ્રાપ્ત કર્યા, અને છેવટે એમનાં સેલિસીટરનાં વ્યવસાયમાં મૂળ આગળ આવ્યા. જીવનના મધ્યાન્હે તેમની ધીકતી પ્રેકટીસ હતી, તેમની ધંધાકીય ક્ષમતા, પ્રમાણિકતા, વિવેક અને સિદ્ધિની બહુ ખ્યાતિ હતી, એટલે લોકો પણ વધારે પ્રમાણમાં તેમનાં પ્રત્યે આકર્ષાતા. તેમનાં હાથમાં યશ હતા. ગરીબ અને સાધારણ સ્થિતિના લોકોને તેઓ કશું લીધા વગર કાયદાની સલાહ આંપતા હતા. અને કેટલાક પ્રસંગોએ નાનામોટા ઘરનાં ટંટા ઘરમેળે જ પતાવવાની સલાહ આપતા, એટલું જ નહીં પણ, તેમાં તેઓને મદદ કરતા હતા, આમ કરવામાં તેમની ફીનો પૈસા ભલે ન મળે. પણ એક પરિવારમાં શાંતિ સ્થાપવામાં પેતે સહાયભૂત થયા તેને અપૂર્વ આનંદ તેઓને થતા હતા.
ખાદી ગ્રામઘોગ સંસ્થાને એકવાર મેટો ટેકસ ભરવાનાં પ્રસંગ આવ્યો. રકમ બહુ મેટી હતી. લગભગ ૧૩ લાખની, અને કેસ હારી ગયા હતા. ખૂ. સરદાર સાહેબે પૂ. કાકાને (મંગળદાસ પકવાસા) આ કેસ છેક પ્રીવીકાઉન્સિલ સુધી પહોંચીને લડવા માટે સૂચવ્યું. તે વખતે કાકા જેલમાં હતા. તેઓએ પૂ. ભૂલાભાઈ કાકા (દેસાઈ) જેઓ સાથે જ જેલમાં હતા તેમની સલાહ લીધી. તે તેઓએ કહ્યું કે “મંગળભાઈ, આમાં કંઈ જીતાય નહીં. આ કેસ લડવાના વિચાર absolutely absurd છે.” આવા મેટા બેરીસ્ટરની આવી સલાહ મળી છતાં કાકાને થયું કે આ કેસ આપણે લડવા જ છે અને ખાદીનાં રૂા. ૧૩ લાખ બચાવવા જ છે. તેઓ કેસ લડયા અને જીતી આવ્યા. રૂા. ૧૩ લાખ બચી ગયા અને હંમેશ માટે પેલા ટેકસમાંથી મુકિત મળી ગઈ. તે પ્રસંગથી પૂ. બાપુને કાકાની કાયદા વિષેની સલાહ માટે ખૂબ જ માન થયું. અને અવારનવાર જરૂર પડયે તેમની તેઓ સલાહ લેવા લાગ્યા અને અગત્યનાં ડોક્યુમેન્ટસ આદિમાં પણ તેમને પૂછવા લાગ્યા. શ્રી કસ્તુરબા ટ્રસ્ટ માટે મેટી કીંમતના સ્ટેમ્પ મારવા પડે તેમ હતું. તે વખતે બીજા અગ્રગણ્ય ‘બૅરિસ્ટરો, વકીલો અને કાયદા–નિષ્ણાતોએ સ્ટેમ્પના પૈસાની મેડટી રકમ બચાવવા કેટલાક માર્ગો સૂચવ્યાં. એમ કહીને કે આતો ફડનાં પૈસા છે, તે તો ગમે તે રીતે બચાવવા જ જોઈએ. ત્યારે પૂ. બાપુએ પૂ. કાકાને વર્ધા બાલાવ્યા અને બધી હકીકત કહીને એમની સલાહ માગી. કાકાએ કહ્યું કે “બાપુ, તમે 'તો સત્યના આગ્રહી અને વળી પાછા મહાત્મા ગાંધી, તે જો ઊઠીને બીજાની સલાહથી સ્કેમ્પના પૈસા બચાવવા માટે આવા વિપરીત માર્ગો લેવાનું વિચારશે તે મારે શું સમજવું, અને બીજા શું સમજશે?” બાપુ તરત જ સમજી ગયા, અને કહ્યું કે, “બસ મારે આ જ જવાબ જોઈતા હતા. આપણાથી ઘેાડા પૈસા બચાવવાની લાલચે સરકારને છેતરવાનાં ઉપાય ન જ થઈ શકે.”
1
તેમની દક્ષતા અને કુનેહને લગતા નીચેના બે પ્રસંગે અહીં રજુ કરું તે તે અસ્થાને નહિ ગણાય.
૧૯૪૮ સુધી કાઉંટગાર્ડઝની વિશ્વપ્રવૃત્તિ આપણાં દેશમાં ત્રણ નામે ચાલતી હતી. બાયસ્કાઉટ, ગર્ભગાઈડ
અને
તા. ૧-૧૨
હિંદુસ્થાન સ્કાઉટ ત્રણે પ્રવૃત્તિઓ પરસ્પર સુમેળવિના પોતપોતાની સ્વતંત્રરીતે ચાલતી હતી. આવી ઉમદા વિશ્વપ્રવૃત્તિ કે જેમાં પરસ્પર મૈત્રી, દેશ અને સમાજસેવાનાં સંસ્કારની ભાવના બાળકોમાં બચપણથી જ રોપવાનાં કાર્યને મહત્ત્વ હાય, તે કામ કરતા લોકોમાં જ જો પરસ્પર સુમેળ ન હેાય તે પ્રવૃત્તિને ઘણું નુકસાન પહોંચે, તેવા વિચાર તેમને આવ્યો. અને ત્રણે પ્રવૃત્તિઓનું એકીકરણ કરવાના પ્રયત્ન કર્યો. સફળતા મળવી મુશ્કેલ હતી, છતાં એમની દક્ષતા, કુનેહ, સમાધાનભરી વલણ અને પ્રવૃત્તિ પ્રત્યેની નિષ્ઠાની આખરે અસર થઈ અને ૧૯૪૮માં નાગપુરનાં રાજભવનમાં તેમનાં અધ્યક્ષસ્થાને આ પ્રવૃત્તિનાં દેશભરનાં નેતાઓની પરિષદ બેલાવવામાં આવી. ઘણી ચર્ચા વિચારણા અને સમજાવટને અંતે અપેક્ષિત સિદ્ધિ મળી, અને ત્રણે સંસ્થાઓનું એકીકરણ થયું, અને તેમાંથી ભારત સ્કાઉટ અને ગાઈડ નામની નવી સંસ્થાના જન્મ થયો. આ સંસ્થાનાં અખિલ ભારતીય નેશનલ કાઉન્સિલનાં અધ્યક્ષ તરીકે તેમણે ઘણાં વર્ષસુધી માર્ગદર્શન આપ્યું અને સંસ્થાને એક નક્કર ભૂમિકાપર સ્થિર કરવામાં તન, મન અને ધનથી પૂરો સહયોગ આપ્યો. રાજ્યની કક્ષાએ સ્ટેટ કાઉન્સિલનું અધ્યક્ષપદ પણ છેક હમણાં સુધી તેઓ સંભાળતા હતા.
બે
કે
૧૯૪૭ - ૪૮ માં સરદાર વલ્લભભાઈ પટેલે દેશી રજવાડાઓનું એકીકરણ કરવાનો નિર્ણય કર્યો. નિઝામનું રાજ્ય ભારતભરમાં સૌથી મેટું હતું. સરદાર કહે કે હું હૈદ્રાબાદ ન જાઉં. નિઝામ કહે કે હું દિલ્હી ન આવ્યું. આખરે પૂ. કાકાએ તોડ કાઢયો કે જણાએ નાગપુરમાં મળવાનું રાખવું કારણ હું ગવર્નર તરીકે ગર્વમેન્ટ ઑફ ઈન્ડિયાને પ્રતિનિધિ છું અને સાથે સાથે સેન્ટ્રલ પ્રોવીન્સીસ અને બિહારના ગવર્નર છું એટલે નિઝામ બિહારમાં હોવાથી તેમને પણ ગવર્નર છું. એટલે બેઉ મારે ત્યાં આવીને મળે તો કોઈને કશા વાંધો નહીં આવે. નિઝામ અને સરદાર બેઉ કબૂલ થયા. પણ આ વાતની હૈદ્રાબાદમાં ચાલતી રઝાકાર પ્રવૃત્તિનાં નેતા કાસિમ રઝવીને ખબર પડી એટલે તે નિઝામનાં પેલેસ આડે રઝકારોની કિલ્લેબંદી કરી દીધી. નિઝામને લગભગ કેદ જેવી સ્થિતિમાં મૂકી દીધા, તેમને આ સ્થિતિમાંથી ઉગારવા માટે કાકાએ એક હેલીકોપ્ટર અને બાહાશ અનુભવી એફીસર પાયલટ શ્રી. જી. બી. સીંગને તૈયાર રાખ્યા હતા. તેટલામાં તે ભારતનું સૈન્ય અને ટૂંકો હૈદ્રાબાદ પહોંચી ગયા અને નિઝામનાં મહેલ આડેની કિલ્લેબંદી દર થઈ..
આ પ્રસંગની યાદગીરીમાં ના, નિઝામે પૂ. કાકાને મુગલ બાદશાહ બહાદુરશાહ ઝફરનાં પુત્રની મુગલ એમ્બાઝવાળી એક સુંદર ઐતિહાસિક તલવાર ભેટ આપી છે. જે હજી અમારે ત્યાં જાળવી રાખવામાં આવી છે.
પોતાનાં જીવનમાં અમુક સિદ્ધાંતને અપનાવ્યા પછી તેને ગમે તેવી મુશ્કેલીમાં પણ તેમણે કદી છેાડયા નથી. ૧૯૩૦ની દાંડીકૂચ વખતે તેઓ પૂ. બાપુનાં નામથી અને કામથી આકર્ષાયા, અને તેમને મળવા સુરત ગયા. મિત્રએ સલાહ આપી કે તમે ખાદીનાં કપડા પહેરીને જાઓ. ત્યારે તેઓએ કહ્યું કે “મારાથી એવી છેતરપીંડી ન થઈ શકે. મે' હજી ખાદી અપનાવી નથી. અને જો પહેરીને જાઉં તો એ સાંતને છેતર્યા ગણાય.” ત્યારબાદ દાંડી પણ તેઓ ગયા. પૂ. બાપુએ મીઠું ઉંચકયું અને કાકાને કહ્યું કે “મંગળદાસ તમે પણ મીઠું ઉંચકો.” ત્યારે કાકાએ હિંમતથી કહ્યું કે “આ કાયદા તેડવાની વાત છે અને હજી હું તે કાયદાનાં ધંધામાં છું. એટલે મીઠું ઉંચકવાનું મારાથી ન બને, પણ જ્યારે આમાં આવીશ ત્યારે બધું છેડીને આવી જઈશ.” આ બધા પ્રસંગોથી તેઓ પ્રભાવિત થયા અને મન સાથે સંકલ્પ કર્યો કે આપણે આ સત્યાગ્રહમાં જોડાવું છે. પણ ધંધા ચાલુ રાખીને નહીં. તેને સદાને માટે તિલાંજલિ આપીને જ આ પવિત્ર કાર્યમાં જોડાવું જોઈએ, તે વખતે તેઓ ધંધાકીય સિદ્ધિને સર્વોચ્ચ શિખરે પહોંચ્યા હતા. એ સ્થિતિમાં ત્યાંથી એકદમ બ છેડી દેવું એ ત્યાગ અઘરો હતા. ઘરના વિચાર, બે બાળકો અને તેમનાં ભવિષ્યના વિચાર પણ કરવાના હતા. વડીલા અને મિત્રાએ આમ ન કરવાની સલાહ આપી. પણ તેઓ પોતાનાં સંકલ્પથી ડગ્યા નહીં. અને ધંધા છડીને તેમાં ફરી ન જવાની પ્રતિજ્ઞા સાથે સત્યાગ્રહમાં જોડાયા. અને જેલવાસ સ્વીકાર્યા. જેલમાંથી બહાર આવીને તેમના ધંધાનાં ઘણાં પ્રતિષ્ઠાબદ્ધ સાથીદારો પાછા ધંધામાં જોડાઈ ગયા, પરંતુ તેઓ ફરી તે તરફ ન ગયા. તે છતાં એમનું કાયદા વિષેનું જ્ઞાન અને સલાહ એટલા ઉત્તમ મનાતા કે ઘણી સંસ્થાઓનાં બંધારણા અને મોટા મોટા ટ્રસ્ટો