________________
તા. ૧૬-૧૧-૧૮
પ્રબુદ્ધ જીવન
૧પ
Relaxation Physical and Mental શિથિલીકરણ: શારીરિક અને માનસિક
(મુંબઈના જાણીતા નિસર્ગોપચારક ર્ડો. એમ. એમ. ભમ- એ ગરાએ ગત પર્યુષણ વ્યાખ્યાનમાળામાં આપેલા વ્યાખ્યાનની નોંધ)
બે કે ત્રણ વર્ષ પહેલાં ભવનમાં આ જગ્યાએ જ શ્રી ઉમાશંકર જોષીને સાંભળવાનો લહાવો મળે. તે વખતે તેઓ શું બોલેલા તે બધું તે યાદ નથી, પરંતુ એમણે અંગ્રેજી શબ્દ discover ને સરસ રીતે સમજાવેલ. તis-cover ઢાંકણ ખેલવાની જરૂર છે અંત્મ સત્ય સમજવા માટે–એવું કંઈક એમણે કહ્યું હતું. આજે હું તમારી સમક્ષ એ રીતે જ બીજો એક અંગ્રેજી શબ્દ લઈ ઉપસ્થિત થયો છું. અને એ શબ્દ છે relax. એને વિસ્તારીને પછીથી વિચાર કરીશું, પરંતુ 1e-lax– ફરી ફરી પિતાને ઢીલા મૂકવાને અર્થ એમાં સમાયેલ છે.
આજના જીવનની – શહેરી જીવનની–પાયાની જરૂરિયાત છે શારીરિક અને માનસિક સ્વાસ્થયૂ માટે, શારીરિક અને માનસિક Relaxationની. શારીરિક અને માનસિક રોગો માટે Relaxation પાયાની ચિકિત્સા પદ્ધતિ (Therapy' છે. તમને થશે કે આ હું બોલું છું તે અતિશયોકિત ભર્યું છે, પણ ખરી રીતે હું કહું છું તે - હકીકત જ છે.
- ૧૫ વર્ષના લાંબા સંશોધન પછી ડાકટરી વૈજ્ઞાનિકો એવા નિર્ણય પર આવ્યા છે કે આપણા ઘણા ય શારીરિક રોગો પાછળ માનસિક તણાવ એક અગત્યનું – કયારેક તે એક માત્ર – કારણ હોય છે. હજારે દર્દીઓનાં નિરીક્ષણ અને પરીક્ષણ પછી એ લોકોએ અંદાજેલા આંકડા આ પ્રમાણે છે:
ગરદન ખભાના દુ:ખાવામાં ૭૫ ટકામાં માનસિક તણાવ એક મુખ્ય કારણ હતું.
- પેટના દુ:ખાવામાં ૫૦ ટકા; – ત્વચાના રોગમાં ૩૦ ટકા; – માથાના દુ:ખાવામાં ૮૦ ટકા;
- કબજિયાતમાં ૭૦ ટકા; અને થાકની ફરિયાદમાં ૯૦ ટકા દર્દીઓમાં માનસિક તણાવ એક અગત્યનું કારણ જણાયું હતું. આ ઉપરાંત દમના રોગમાં, હદય અને બ્લડ પ્રેશરના રોગમાં, વા- સંધિવામાં તેમ જ શરદી સળેખમમાં પણ માનસિક તણાવ એક કારણ હોય છે. કેન્સર રોગ વિશેના સંશોધનમાં પણ જણાયું છે કે આનંદ, સુખી સ્વભાવવાળી વ્યકિત આને કેન્સર જવલ્લે જ થાય છે. “Prevention ” માસિકે તે આ વિષય પર એક લેખમાળા લખેલી, જેનું શિર્ષક હતું ‘Happy People rarely get Cancer. ' માનસિક તણાવ નાના મોટા અનેક રોગેનાં મૂળમાં વર્તાતે હોય તે પછી Relaxation એ તણાવ દૂર કરવાના ઉપાય તરીકે આપણે જાણવો જરૂરી છે. ઉપરોકત રોગોના ઉપચારમાં જ Relaxation જરૂરી છે એમ નથી; અનેક રોગોના સાચા નિદાન માટે પણ Relaxation આવશ્યક છે. જો દર્દી Relaxed ન હોય, તણાવગ્રસ્ત હોય તે એનું બ્લડપ્રેશર રીડીંગ, એના નાડીના કે હૃદયના ધબકારા – અરે ! એને X-Ray ફોટો સુદ્ધાં -- શારીરિક અવ્યવસ્થાનું સાચું ચિત્ર રજૂ ન કરી શકે. (આ બાબત વિસ્તારીને મેં પરિચય પુસ્તિકા માટે લખી છે, જે થોડા મહિનામાં પ્રકાશિત થશે.)'
જેમ “અજ્ઞાનને બેધ એ જ્ઞાનનું પ્રથમ ચરણ છે..”(રજનીશ) તે પ્રમાણે તણાવની અવસ્થા છે એવું જ્ઞાન અને એ તણાવને પોતાનામાં અનુભવ થવો એ Relaxation પામવાનું પ્રથમ પગથિયું છે. શરીરમાં તણાવ છે એ સમજાઈ જાય તે Relaxation પામવું સરળ થઈ પડે છે. પછી તે આપણે એક મિકેનીકની જેમ કામ કરવાનું રહે છે. કોઈ પણ મશીનનું સમારકામ કરવું હોય તો તેને
પહેલાં બંધ કરવું પડે છે; મશીન ચાલુ હોય તો સમારકામ ન થઈ શકે. તે પ્રમાણે શરીરમાં તણાવ હોય તો શરીરનું સમારકામ પણ અશકય અથવા અઘરૂં છે. શારીરિક અને માનસિક રોગે દૂર કરવા પહેલાં પણ શરીર અને મનને શાંત કરવાં જરૂરી છે, કારણ એ બને ન્યુટનના પેલા સિદ્ધાંતની જેમ વર્તે છે: “A moving object continues to be in motion till counteracted by some force to check its momentum.” તણાવને counteract કરતો Force Relaxation 29.
તણાવ ઊભું કેમ થાય છે? જ્ઞાનતંતુના સંદેશ કે આદેશ પ્રમાણે સ્નાયુ કામ ન કરે તે તણાવ ઊભે થાય છે. દા. ત. ક્રોધિત માણસ ક્રોધ ન પ્રદર્શિત કરે તે એના સ્નાયુઓ અથવા અવયવો સખત થઈ કાર્યક્ષમતા ગુમાવી દે છે. લાંબે ગાળે, આવી તણાવગ્રસ્ત રહેતી વ્યકિતમાં પેટનું ચાંદું, ઊંચું બ્લડપ્રેશર, હૃદયના ભાગમાં દુ:ખાવો, નરવલ બ્રેકડાઉન વગેરે કોઈ પણ બિમારી લાગુ પડી શકે છે. આવી બિમારી સાઈકે - સેમાટીક કહેવાય છે. (માનસિક ઉદ્વેગને કારણે થતી શારીરિક બિમારીઓ) અને આજના સુધરેલા કહેવાતા જમાનામાં ખાસ કરીને શહેરી જીવનમાં ઘણાખરા રોગે મહદ્ અંશે સાઈકો – સેમાટીક હોય છે. ખલીલ જીબ્રાને કહ્યું છે તેમ આપણે – જાગતા કે ઊંઘતાદરેક વખતે તણાવગ્રસ્ત હોઈએ છીએ. ‘પ્રોફેટ’માં એ કહે છે You ! Restless in rest! - Relaxation એક ઉપચાર તરીકે
Relaxation એક Therapy તરીકે, એક ઉપચાર પદ્ધતિ તરીકે કઈ રીતે ફાયદો પહોંચાડે તે વિષે સંશોધન થયું છે. એથી જણાયું છે કે આપણે આરામ ભલે કરતાં હોઈએ, પરંતુ તે આરામની સ્થિતિમાં ધારે કે કોઈને મારવાનો વિચાર કરીએ–માત્ર વિચાર કરીએ તમારો યા મુક્કી મારવાનો- તે પણ આપણા હાથને સ્નયુઓ અમુક અંશે સખત થાય છે. ઈલેકટ્રીક યંત્રો દ્વારા આ તણાવ નોંધાયો છે. હવે જે હાથના સ્નાયુઓને વિચાર કરી, એને Relax કરવામાં આવે, તે મારવાને ખ્યાલ મનમાંથી દૂર થઈ જાય છે. અને જ્યાં સુધી માર મારવાનો વિચાર મગજમાંથી દૂર રાખી શકાય ત્યાં સુધી Relaxation ચાલુ રહે છે. હાથના સ્નાયુઓમાં તણાવ આવી શકતું નથી. મતલબ કે સ્નાયુઓને Relax કરવાથી મન Relax 2014 89. Somatc-Physchic Effect on Azeil o સાચી હકીકત છે, જેટલી મન Relax કરવાથી સ્નાય/શરીર ઢીલું કરી શકાય. Psycho-Somatic Effect એ એક હકીકત છે. સ્નાયુએના Relaxation દ્વારા માનસિક Relaxation પામવાને ભેદ ઉકેલાઈ ગયાથી Relaxation Therapy માં વૈજ્ઞાનિકો અને ડોકટરોને વિશ્વાસ બેઠો છે.
સ્નાય | શરીરને ઢીલા કેમ છોડવા? કોઈપણ આરામદાયક સ્થિથિમાં બેસી અથવા સૂઈને તણાવની હસ્તીના પહેલાં તે અનુભવ કરવો જરૂરી છે. પછી એ તણાવગ્રસ્ત
અવયે સ્નાયુઓની વિચાર કરતાં રહી - એને જોતાં રહી - હળવા માનસિક સૂચનો દ્વારા તણાવ દૂર કરી શકાય છે. આ હાથ મારો નથી, “મારા હાથમાંથી બધી શકિત જતી રહી છે,’ ‘મને ઊંઘ આવતી લાગે છે,’ એવા ખ્યાલથી તણાવ દૂર કરી શકાય છે. બીજા ઉપાયો પણ છે જે મદદ કરી શકે. દા. ત. પેટના શ્વાસોચ્છવાસ : એટલે શ્વાસ લેતાં છાતી ન વિકસે, પરંતુ પેટ વિકસે; અને શ્વાસ છોડતાં પેટ અંદર જાય, છાતી Immobile રહે. આ જાતનું એન્ડોમીનલ બ્રીલીંગ શરીરના બધા સ્નાયુઓ માટે પણ વિશેષત: પેટનાં અવયવ માટે ફાયદાકારક છે.
માનસિક શિથિલીકરણ આટલું જાણ્યા પછી તમને પણ લાગશે કે આપણને આપણા વિવિધ પ્રકારનાં રોગ, વ્યાધિઓ માટે જેટલી જરૂર Medication ની છે તે કરતાં વિશેષ Meditation ની છે. આ બાબત છેડી વિસ્તારીને સમજાવું, કારણ Meditation અને R laxation વચ્ચે ઘણું સામ્ય