________________
પ્રભુ જીવન
૧૫૬
તે અંગેની તંત્રી નોંધમાં જણાવવામાં આવ્યું હતું કે: “ આચાર્યશ્રીના વ્યાખ્યાનને લગતી આ ચર્ચા હું વિશેષ લંબાવવા ઈચ્છતા નથી.” તે ઉપરથી કેટલાક મિત્રાને એમ લાગેલું કે આ વિષયને લગતા તેમના વિચારોને પ્રગટ થવા દેવા આડે મેં અયોગ્ય કાવટ મૂકી દીધી છે. આવી રૂકાવટ હંમેશને માટે મૂકવાનો મારો આશય નહોતો. પણ એ વખતે જો મે એ મુજબની રૂકાવટ મૂકી ન હોત તો જેવી રીતે અમદાવાદમાં પ્રગટ થતા દૈનિક પત્ર “ગુજરાત સમાચારે ” એ જ વ્યાખ્યાન ૧૬મી ઑકટોબરના અંકમાં પ્રગટ કર્યું અને એ વિષય અંગે ચર્ચાપત્રાની માગણી કરી અને પરિણામે તેની ઉપર ચર્ચાપત્રનો વરસાદ વરસી રહ્યો છે, જે આજ સુધીમાં ચાર હફતોમાં પ્રગટ કરવા છતાં તેના હજુ છેડો આવ્યો નથી, એવી રીતે એ દિવસેામાં એ અંગે એટલી બધી ગરમી હતી કે પ્રબુદ્ધ જીવન’ના બે ત્રણ અંકો સુધી એ ચર્ચાપત્રો પ્રગટ કરવા ઉપરાંત બીજી સામગ્રીને બહુ ઓછા અવકાશ આપી શકાયા હોત. હવે એ વ્યાખ્યાને પેદા કરેલી ગરમી ઘટી ગઈ છે અને લોકોનું ધ્યાન આચાર્ય રજનીશજીનાં નવા નિવેદન તરફ ખૂબ ખેંચાયું છે. આ વસ્તુસ્થિતિના સંદર્ભમાં જણાવવાનું કે પ્રસ્તુત ગાળા દરમિયાન આપણામાં વિચાર પ્રેરે એવું સમધારણપૂર્વકનું થેાડુંક પત્રસાહિત્ય પ્રાપ્ત થયું છે, જે હવે પછી પ્રગટ કરવામાં આવશે અને તે મુજબ હવે પછી મળનારાં એ કક્ષાનાં ચર્ચાપત્રને પણ ‘પ્રબુદ્ધ જીવન’માં સ્થાન આપવામાં આવશે.
સ્વર્ગસ્થ પુણ્યચરિત મંગળદાસ પકવાસા
આપ સર્વને સુપરિચિત – આપણા પરમ મુરબ્બી – શ્રી મંગળદાસ પકવાસાનું નવેમ્બર માસની છઠ્ઠી તારીખે રાત્રિના મુંબઈ ખાતે સર હરકિસનદાસ હૅાસ્પિટલમાં ત્રણ દિવસની માંદગીના અંતે ૮૬ વર્ષની ઉમ્મરે અવસાન થયું. વૃક્ષ ઉપરથી પરિપકવ ફળ ભૂમિશાયી બને એ પ્રકારનું આ મૃત્યુ ગણાય અને હવે વધારે આયુષ્ય એટલે વધારે યાતના ભાગવવાની – એવા વિચારે આ મૃત્યુ સાથે આપણા મનનું સમાધાન કરી શકાય છે અને મૃત્યુના આઘાતને હળવા કરી શકાય છે. આમ છતાં આ ઉમ્મરે પણ તેઓ જીવન્ત હતા અને જ્યારે પણ તેમને મળવાનું બને ત્યારે તેમને વાર્તાવિનાદ ચાલતો જ હોય. આવી. વ્યકતિના અભાવ આપણને ખૂબ સાલે અને દિલમાં વ્યથા પેદા કરે એ સ્વાભાવિક છે.
મંગળદાસકાકાની જીવન—કારકિર્દી અનેક ઉજજવળ ઘટનાઓથી સભર બની હતી. તેઓ જીવનના અંત સુધી નિષ્ઠાવાન કોંગ્રેસી રહ્યા હતા અને કૉંગ્રેસના આદેશને માન આપીને તેમણે અનેક વાર જેલવાસ સ્વીકાર્યો હતો. આપણને આઝાદી પ્રાપ્ત થયા બાદ તેઓ એ વખતના ‘સેન્ટ્રલ પ્રોવીન્સીઝ ’ના ૧૯૪૭ થી ૧૯૫૨ સુધી રાજ્યપાલ હતા. નવેમ્બર ૧૯૪૯ થી પેતાના પગારમાં તેમણે સ્વેચ્છાએ ૧૫ ટકાના કાપ સ્વીકાર્યો હતો. ફેબ્રુઆરી ૧૯૫૩ થી ૧૯૫૫ સુધી તેઓ મુંબઈના રાજ્યપાલપદે હતા. ૧૯૬૪ માં તેઓ થોડા સમય માટે મહારાષ્ટ્રના રાજ્યપાલપદે હતા. ૧૯૫૯ ના એપ્રિલમાં તેઓ માઈચારના કાર્યવાહક રાજ્યપાલ બન્યા હતા. વચ્ચે થોડો વખત સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાના વાઈસ ચેરમેન હતા. મહારાષ્ટ્ર રાજ્ય સ્કાઉટ ઍન્ડ ગાઈડ્ઝની પ્રવૃત્તિ સાથે તેઓ નિકટતાથી સંકળાયલા હતા. ખાદી અને ગ્રામેાઘોગના પ્રખર હિમાયતી હતા. ઉત્કૃષ્ટ કોટિનું સૌજન્ય તેમની વિશેષતા હતી. પ્રસન્નતા તેમની પ્રકૃતિને વરેલી હતી. સાદાઈ અને શીલસંપન્નતા તેમના જીવન સાથે વણાયલી હતી, ત્રણ પેઢીનું પ્રતિનિધિત્વ કરતા એવા – હવે વિરલ બનેલા – અગ્રગણ્ય ગુજરાતીઓમાંના તેઓ એક હતા. તેમના મંગળ મૃત્યુને આપણે આવકારીએ અને
તા. ૧૬-૧૧ ૬૮
તેમના રાષ્ટ્રસમર્પિત દીધું. જીવનમાંથી આપણે પ્રેરણા અને બળ મેળવીએ!
જૈન સમાજના એક સન્નિષ્ઠ કાર્યકરનું દુ:ખદ અવસાન
મૂળ મંદસૌર (માળવા ) ના વતની પણ ઘણાં વર્ષોથી મુંબઈમાં વસતા શ્રી માણેકલાલ ડી. મોદીનું તા. ૨૯-૧૦-’૬૮ના રોજ બામ્બે હાસ્પિટલમાં દુ:ખદ અવસાન થયું છે. તેમણે શ્રી જૈન શ્વે. મૂ. કોન્ફરન્સના એસિસ્ટન્ટ સેક્રેટરીના પદે રહી ૩૫ વર્ષ સુધી એકધારી સેવા આપી હતી. આ ગાળા દરમિયાન જૈન મૂ. કૉન્ફરન્સની કાર્યવાહી સાથે જોડાયલા અનેક આગેવાનોને તેમની એકાગ્ર નિષ્ઠાના અને કાર્યકુશળતાનો તેમણે સુસ્મરણીય પરિચય આપ્યો હતો. એ વર્ષો દરમિયાન હું પણ કોન્ફરન્સની કાર્યવાહીમાં સારો રસ ધરાવતો હત અને ભાગ પણ લેતો હતો અને એ રીતે મને તેમના સારા પરિચયમાં આવવાનું બન્યું હતું અને તેમની ઊંડી સમજણ અને જુદી જુદી પ્રકૃતિના આગેવાના સાથે મળીને કાર્યને પાર પાડવાની નિપુણતાથી હું પણ પ્રભાવિત થયો હતો. ઘેડાં વર્ષો પહેલાં મુંબઈમાં ભરાયલા કૅાન્ફરન્સના અધિવેશન તરફથી તેમના કાર્યની કદર રૂપે રૂ. ૧૦,૦૦૦ની થેલી તેમને આપવાના નિર્ણય કરવામાં આવ્યો હતો. સમય જતાં અને કોન્ફરન્સના તંત્રમાં પલટો આવતાં તેમાંથી તેમને છૂટા થવું પડયું હતું. છેલ્લા ૨૫-૩૦ વર્ષથી તેઓ શ્રી શકુન્તલા કાંતિલાલ ઈશ્વરલાલ ગર્લ્સ હાઈસ્કૂલના એસિસ્ટન્ટ સેક્રેટરી તરીકે કામ કરતા હતા. આ કામગીરી દરમિયાન તેમના ઉપર માંદગીના નાના મોટા અને કદી કદી જીવલેણ બની જાય એવા ત્રણચાર હુમલાઓ આવ્યા હતા. અને તેમાંથી તેએ ઉગરી જવા પામ્યા હતા. પણ છેલ્લા હુમલામાં તેઓ બચી ન શકયા અને બહેાળા કૌટુંબિક પરિવારને મૂકીને તેમણે આપણી વચ્ચેથી ચિરવિદાય લીધી. આ રીતે એક સામાન્ય માનવીએ સામાન્ય આર્થિક પરિસ્થિતિ વચ્ચે એકસરખું નિષ્ઠાવાન જીવન પૂરું કરેલું હાઈને પાછળ રહેલા કુટુંબ પરિવારના નિભાવ એક ચિન્તાજનક સમસ્યા બની છે. જૈન શ્વે. મૂ. સમાજના આગેવાને આ બાબતનો વિચાર કરશે ખરા? પ્રશંસનીય
સંઘના મંત્રી શ્રી ચીમનલાલ જે. શાહના પિતા જેઠાલાલ ડામરશીભાઈનું તા. ૩૧-૧૦-’૬૮ ના રોજ અવસાન થયાના અને તે જ ઘડીએ તેમના ચક્ષુઓનું દાન થયાના ખબર પ્રબુધ્ધ જીવનના ગતાંકમાં આપવામાં આવ્યા છે. આ અંગે તેમના ઉપર ફાધર વાલેસ, મુનિ સંતબાલજી વગેરે અનેક મિત્રાના આશ્વાસનપત્ર આવ્યા છે, જે માટે એ સૌ મિત્રોનો તેઓ આભાર માને છે. આના અનુસંધાનમાં સવિશેષ જણાવવાનું કે શ્રી ચીમનભાઈ તથા તેમના ભાઈઓ તરફથી જુદી જુદી સંસ્થાઓને નાની મોટી રકમૅાનાં દાન આપવામાં આવ્યા છે, જેના કુલ આંકડો રૂા. ૧૦૨૫૫ થાય છે. આ ઉપરાંત તેમણે રૂા. ૫૦,૦૦૦ની રકમ જુદી કાઢી છે, જેનું વ્યાજ દર વર્ષે શુભ ખાતાઓમાં વાપરવામાં આવશે. પ્રસંગને શોભે એવા આ દ્રવ્યવિતરણ માટે તે ત્રણે ભાઈઓને ધન્યવાદ ઘટે છે. પરમાનંદ. ૧૬મી આકટાબરના પ્રબુદ્ધ જીવન”ના એક
અંગે જાહેરાત
આ અંકની માંગ ધાર્યા કરતાં વધારે નીકળતાં સીલકમાં જેટલી નકલા રાખવી જોઈએ તેટલી પણ રહી શકી નથી તો તે અંકની નકલ જેમની પાસે હાય અને તેના જેમને હવે કોઈ ઉપયોગ ન હોય તેવા મિત્રને તે અંકની નકલ અમારા કાર્યાલયમાં (૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ મુંબઈ - ૩) પહોંચાડવા પ્રાર્થના છે.
છે. વ્યવસ્થાપક, પ્રબુદ્ધ જીવન'