________________
તા. ૧૬-૧૧૬૮
સમજીને દાન આપે છે. તે બધા દાન આપનારા સ્વાર્થથી દાન આપે છે તેમ પણ નથી. કેટલાક પ્રમાણિકપણે ઉચ્ચ હેતુથી પણ દાન આપતા હશે.
પ્રબુદ્ધ જીવન
પ્રશ્ન: આજકાલ એવું બને છે કે રાજકારણમાં કે સંસ્થાઓમાં રસ લેવા માટે સારા માણસે આગળ આવે તેવું વાતાવરણ નથી. ને પરિણામે જે ખાલી જગ્યા (વેકયુમ) રહે છે તેમાં લુચ્ચા ઘૂસી જાય છે તેનું શું?
ઉત્તર: લુચ્ચાઓનું છેલ્લું આશ્રયસ્થાન રાજકારણ છે. જો સારા માણસા આગળ નહિ આવે તે લુચ્ચાએ ઘૂસી જ જવાના. આપણે આ પરિસ્થિતિ અટકાવવી હાય તેને સારા પ્રમાણિક માણસને આગળ ઊભા રહેવામાં મદદ કરવી જ જોઈએ. તમે જૂઓને! દેશની આઝાદી પછી ગાંધીજી સરકારમાં જોડાયા નહિ તેને પરિણામે અજબ પરિબળા સરકારમાં ઘૂસી ગયાં ને આજે દેશની હાલત થઈ છે તે તમે જોઈ રહ્યા છે.
પ્રશ્ન: ગાંધીજી ભલે સરકારમાં ન જોડાયા પણ એમણે તો એમના કરતાં પણ સારા માણસના હાથમાં નહેરુજીના હાથમાં–રાજ્ય સોંપી દીધું હતું. તેની સામે તમે વાંધા કેમ ઊઠાવી શકો?
ઉત્તર : એ બરાબર છે. તમે નહેરુને સારા માણસ કહ્યા તે યોગ્ય કર્યું છે. નહેરુ સારા હતા, પણ સંત ન હતા. એટલે એમણે રાજ્ય રાજ્યના ઠગોને ભેગા કરીને પોતાની સત્તા મજબૂત કરી હતી. ગાંધીજી જે સરકારમાં હાત તે તેમ ન બન્યું હોત. તો આજે જયપ્રકાશ, ક્રીપલાણી, રાજાજી વગેરે કૉંગ્રેસની બહાર ન હોત. મહાત્માજી અને નહેરુમાં તે આસમાન જમીનનો ફેર છે. મહાત્માજી સત્યમાં માનતા હતા. નહેરુજી રાજકારણમાં જ જીવતા હતા. ને એટલે જ એમણે રાજ્યે રાજ્યે લુચ્ચાઓ ને ગુંડાઓને સત્તા પચાવી પાડવાની તક આપી હતી. હવે આ ગુંડાઓને જો હટાવવા હોય તો તેમના કરતાં મેાટા ગુંડાએક જ જોઈશે. નાના ગુંડાને હમેશાં મેટ્રો ગુંડો જ હટાવી શકે ને આમ જ ચાલશે તે મને દેશની ભયંકર બરબાદી દેખાઈ રહી છે.
પ્રશ્ન: આ દેશમાં સમાજવાદની સ્થાપના વિષે તમારો શું
ખ્યાલ છે?
ઉત્તર; સમાજવાદ, જ્યપ્રકાશ, નાંબુદ્રીપાદ કે લેાહિયા લાવી શકે તેમ હું માનતો નથી. એ માટે તે કોઈ સંન્યાસીએ જ આગળ આવવું પડશે.
પ્રશ્ન: કુટુંબનિયોજન વિષે તમારો શું ખ્યાલ છે?
ઉત્તર: હું કુટુંબનિયોજનની સે। એ સે। ટકા તરફેણમાં છું પણ આપણે ત્યાં જે પ્રયોગ ચાલે છે તે ધિંતગ છે. કુટુંબિનયોજન ફરિજયાત હાવું જોઈએ. ને બે કે ત્રણ બાળકોની ઉપર બાળક થાય તે માબાપને ગુનેગાર ગણીને છ મહિનાની જેલની સજા કરવી જોઈએ, તે જ કુટુંબનયોજન સફળ થશે.
પ્રશ્ન: જાતીય જ્ઞાન વિષે તમે શું માનો છે?
ઉત્તર: મને એમ લાગે છે કે જો બાળકોને તેર - ચૌદ વર્ષની ઉંમર સુધી તદ્દન નગ્નદશામાં જ રહેવા દેવામાં આવે તો સ્ત્રી અથવા પુરુષોના ગુપ્ત ભાગા વિષે જે કુતૂહલ છેતે દૂર થાય. ને નદીનાળા કે વનસ્પતિની માફક જ સ્ત્રી અને પુરુષ એક બીજા પ્રત્યે શ્વેતા થઈ જાય. એમ થાય તો અત્યારે જે અનેક જાતીય વિકૃતિઓ દેખાઈ
રહી છે તેનો અંત આવે.
પ્રશ્ન: ખાદીની આટલી બધી ટીકા કરનારા તમે પોતે તે ખાદી જ પહેરો છેા તેનું શું?
ઉત્તર: હું ખાદી પહેરું છું તે સાચું છે. પણ તે આર્થિક પ્રશ્નના નિરાકરણના એક પ્રયાસ તરીકે નથી પહેરતો. મને ખાદીની કુમાશ ગમે છે એટલે પહેરું છું. ખાદીથી આપણા આર્થિક પ્રશ્ન ઉકલી જશે એમ હું બિલકુલ માનતે નથી.
૧૫૫
પ્રકી નોંધ
અચાર્ય રજનીશજીનું પ્રગટ થઈ રહેલું વૈચારિક રૂદ્ર સ્વરૂપ ગુજરાતી ભાષાભાષી જનતામાં આચાર્ય રજનીશજીને સુપરિચિત બનાવવામાં ‘પ્રબુદ્ધ જીવન”ના આજ સુધીમાં ઘણા મહત્ત્વના ફાળો રહ્યો છે. કેટલાક લોકો ‘પ્રબુદ્ધ જીવન’ દ્રારા જ તેમને સૌ પ્રથમ ઓળખાતા થયા છે. આજ સુધીના તેમનાં પ્રવચનો કેવળ આત્મદર્શનલક્ષી રહ્યાં હતાં અને એ દિશામાં સ્વતંત્ર, મૌલિક અને પરંપરા–નિરપેક્ષ ચિન્તક તરીકે ‘પ્રબુદ્ધ જીવન' તેમને બિરદાવતું રહ્યું હતું. ઑગસ્ટ માસના બીજા પખવાડિયા દરમિયાન યોજાયેલી પર્યુષણ વ્યાખ્યાનમાળાની અંતિમ સભામાં અપાયેલું તેમનું વ્યાખ્યાન કામલક્ષી – સેકસલક્ષી – બની ગયું અને એ રીતે તેમના આજ સુધીનાં પ્રવચનોના ઝેક એકાએક બદલાતો લાગ્યો. પરિવર્તન અંગે આ નવા ઝોક અંગે પ્રબુદ્ધ જીવન'ના વાચકોને વાકેફગાર કરવાના હેતુથી તા. ૧-૧૦-૬૮ના ‘પ્રબુદ્ધ જીવનમાં’ તેમનું તે વિવાદાસ્પદ વ્યાખ્યાન પ્રગટ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ઑકટોબર માસની આખર અને નવેમ્બર માસની શરૂઆતમાં નારગાળ ખાતે યોજાયેલી તેમનાં પ્રવચનેાની શિબિર દરમિયાન ગોઠવવામાં આવેલી પત્રકાર પરિષદમાં દેશના વર્તમાન રાજકારણ અંગે અને તેના સંદર્ભમાં ગાંધીજી, જવાહરલાલ, વિનોબાજી વિષે તેમણે ભારે ચોંકાવનારા અને સામાન્ય લોકમાનસને આઘાત પહોંચાડનારાં વિધાનો કર્યાં. આ વિધાનો જેટલાં વિચિત્ર અને વિકળ હતાં તેટલી જ કઢંગી અને ઐચિત્યની સીમાને કોઈ કોઈ ઠેકાણે ઓળંગી જતી તેમની રજૂઆત હતી. આ રજૂઆત તા. ૧૦ મી નવેમ્બરના ‘ જન્મભૂમિ - પ્રવાસી ’ માં પ્રશ્નોત્તરના વ્યવસ્થિત આકારમાં પ્રગટ કરવામાં આવી છે અને તે સંપૂર્ણ આધારભૂત છે અને આચાર્ય રજનીશજીએ અનુમત કરેલ છે અને ટેઈપ રેકર્ડ ઉપરથી તૈયાર કરવામાં આવી છે એમ તેના તંત્રીએ મને ખાત્રી આપી છે. આમ આ રજૂઆતને સારી પ્રસિદ્ધિ મળેલી હોઈને તેને ‘પ્રબુદ્ધ જીવન’માં પુન: પ્રસિદ્ધિ અપાય તો તે કોઈને વધારે પડતું લાગે એવા સંભવ છે. આમ છતાં દૈનિક પત્રોમાં આજે પ્રગટ થતી બાબતો આવતી કાલે હાથ ઉપરથી સરી જાય છે અને પરિણામે તેનું મહત્ત્વ વિસરાઈ જાય છે, જ્યારે પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થતી બાબતોને પ્રમાણમાં વધારે સ્થાયી રૂપ મળે છે. આ ઉપરાંત આચાર્ય રજનીશજીની આ રજૂઆત ઠીક ઠીક પ્રમાણમાં સમીપગામી તેમ જ દૂરગામી પરિણામે નિપજાવે તેવા સંભવ છે અને તેથી‘પ્રબુદ્ધ જીવન’ના વાચકોને પ્રસ્તુત રજૂઆત હસ્તસુલભ રહે એ જરૂરી છે. આમ વિચારીને તેમ જ આચાર્ય રજનીશજીનાં પુરોગામી સ્વરૂપે માફક તેમનું આ અદ્યતન વૈચારિક રૂદ્ર સ્વરૂપ પણ પ્રબુદ્ધ જીવનમાં રેકર્ડ થવું જ જોઈએ એમ સમજીને, તેને પ્રબુદ્ધ જીવનમાં પુન: પ્રસિદ્ધિ આપવાનું ચિત ધાર્યું છે.
આ રજૂઆત તેમાં રહેલી વિચિત્રતાને, વિષમતાને, અધૂરી સમજણને તેમ જ અર્ધદગ્ધતાને સ્વત: જ પ્રગટ કરી રહી છે. અને તેથી તે ઉપર કોઈ ટીકા ટીપ્પણીની કે ઝીણવટભરી સમાલોચનાની જરા પણ જરૂર લાગતી નથી. આજ સુધી પ્રબુદ્ધ જીવન’નું વલણ વાચકોને રજનીશજીને અભિમુખ બનાવવાનું રહ્યું હતું; આજે તે વલણ તેમના વિષે અને તેમની વિચારણામાં રહેલાં ભયસ્થાના અંગે ચેતવણીની આંગળી ચીંધવામાં પલટાઈ રહ્યું છે. સમયના આ તે કેવા વિચિત્ર પરિપાક છે! આચાર્ય રજનીશજીના પેલા વિવાદાસ્પદ વ્યાખ્યાન અંગે મળેલાં થોડાંક ચર્ચાપત્રો વિશે
EE
તા. ૧-૧૦-૬૮ ના પ્રબુદ્ધ જીવનમાં પર્યુષણ વ્યાખ્યાનમાળાની છેલ્લી સભામાં આચાર્ય રજનીશજીએ આપેલું વિવાદાસ્પદ બનેલું વ્યાખ્યાન અને તે સાથે તે ઉપરનાં બે ચર્ચાપત્રો પ્રગટ કરવા સાથે