________________
પ્રબુદ્ધ જીવન
૧પર
કેટલાંક પગથિયા ચઢીને આગળ ચાલતાં પ્રવેશદ્રા ૨ આગળ જ ઊંચેની છત ઉપર કોરાયલાં નગ્ન મૈથુન શિલ્પો તરફ અમારું ધ્યાન ખેંચાયું. આ બાબત હું જાણતો હોવાથી, મને કોઈ આશ્ચર્ય ન થયું, પણ ચીમનભાઈએ આ જોઈને ઘણાં આઘાત અનુભવ્યો. રાણકપુર આવવાનું આ ચોથી વખત બન્યું હતું એમ છતાં અંદરની રચના અને કોતરકામ જોતાં મેં જાણે કે એટલા જ આનંદ અને વિસ્મય અનુભવ્યાં. મુખ્ય મંદિર જોયા બાદ બહાર નીકળતાં ભાજનશાંળાની બાજુએ એક બીજાં જૈન મંદિર છે. આ મંદિર મુખ્ય મંદિરનાં સલાટોએ પેાતાની ભકિતના પ્રતીકરૂપે બધાવેલું છે એમ કહેવાય છે. આ મંદિરમાં તો ચેતરફ ઢગલાબંધ બિભત્સ કોતરકામ જેવા મળે છે. જૈન મંદિરમાં આવું કોતરકામ કેમ કર્યું હશે તેના હજુ કોઈ સંતાકારક ખુલાસા મળતો નથી,
બપોરના થોડો આરામ કરીને અહિંથી ૯૦ માઈલ લગભગ દૂર આવેલ ઉદેપુર જવા અમે નીકળ્યા. રસ્તામાં શ્રીનાથજીનું તીર્થધામ અને એકલિંગજીનું મંદિર આવ્યું. આ બન્ને સ્થળો મેં પહેલી જ વાર જોયાં. શ્રીનાથજીનું તીર્થધામ જોઈને ભારે નિરાશા થઈ. ત્યાં તીર્થનું કોઈ પવિત્ર શાન્ત વાતાવરણ જ ન લાગે. શ્રીનાથજીના દર્શન, તેને લગતા સમય ન હોવાથી ન થયાં. તેનું મંદિર બહુ નાનું અને સામાન્ય કોટિનું લાગ્યું. જુદા જુદા વખતનાં દર્શન, શ્રીનાથજીને કરવામાં આવતા જાતજાતના શણગાર અને તેમને ધરવામાં આવતા અને પાછળથી વેચવામાં આવતા ભાતભાતના ભાગ અને ત્યાંના જાણીતા ‘ઠાર’આ સિવાય બીજી કોઈ બાબત ત્યાં સાંભળવામાં ન આવી. એકલિંગજીનું મંદિર જોઈને પ્રસન્નતા અનુભવી. શત્રુંજયની નાની સરખી ટુંક હોય એવું આ મંદિર લાગ્યું. એકલિંગજી ઉદેપુરના રાણાઓના ઈષ્ટદેવ મનાય છે.
સાંજના સૂર્યાસ્ત બાદ અમે ઉદેપુર પહોંચ્યા અને વિશાળ સરોવરના કિનારે ઠીક ઠીક ઊંચાણમાં આવેલ એવી લેઈક વ્યુ હોટેલમાં અમે ઉતર્યા. આવી અતિ ખરચાળ પશ્ચિમી ઢબની હોટેલમાં ઉતરવાના મારા માટે અને ખીમચંદભાઈ માટે આ પહેલવહેલા અનુભવ હ . હોટલમાંથી ભારે સુન્દર દષ્ય નજરે પડતું હતું. ખાધુ પીધું અને ખૂબ થાકેલા હાવાથી રાત્રી ગાઢ નિદ્રામાં પસાર કરી. સવારના નિત્યકર્મ પતાવી હોટેલના વિશાળ આંગણામાં થોડો સમય ફર્યા અને પ્રાત: કાળની પ્રસન્નતા અનુભવી. ત્યાર બાદ બ્રેકફાસ્ટ લેવા ડાઈનિંગ રૂમમાં ગયા. અમારામાંના ખીમચંદભાઈ માટે આ અંગ્રેજી ઢબના બ્રેકફાસ્ટ કાંઈક નવા અનુભવ જેવું લાગ્યું. એટલે કાંઈ પણ લેતા – રખેને જૈન આચાર વિરુદ્ધ નહિ હોય – એમ અચકાતા દેખાયા. હું આ બાબતના સાવ નવા નિશાળિયો નહોતો. બીજા બે સાથીઓ તો આથી સારી પેઠે ટેવાયેલા હતા, પ્રત્યેક પેય અથવા ખાદ્યપદાર્થ શું છે તેની સમજણ આપીને અમે ખીમચંદભાઈના સંકોચ દૂર કર્યો. આ દરમિયાન મેં અને ગિજુભાઈએ પશ્ચિમી ઢબના બ્રેકફાસ્ટની અમુક ચીજો આપણા સવારના નાસ્તામાં દાખલ કરવા જેવી છે એમ ખીમચંદભાઈને ગળે ઉતારવા પ્રયત્ન કર્યો, પણ તેમણે એમ જણાવ્યું કે “ આ બધું કરીને જીવનની જરૂરિયાત વધારવી અને પશ્ચિમની નકલ કરવી તેના બદલે આપણા નાસ્તા માટે દહીં અને બાજરીના રોટલા શું ખાટા છે?”
આ રીતે બ્રેકફાસ્ટ પતાવ્યા બાદ નાહ્યાધાયા એટલે સૌથી પહેલાં અહીંથી થોડે દુર રાણા પ્રતાપનું સ્મારક હતું તે જોવા ગયા. ઘોડા ઉપર બેઠેલી રાણા પ્રતાપની મૂતિ જેઈ ખૂબ રાજી થયા. એ દેશભકતને અમે ભાવભર્યું નમન કર્યું. ત્યાંથી કેટલાક જૈન ભાઈઓ સાથે અમુક સ્થળે મિલન ગેાઠવવામાં આવ્યું હતું ત્યાં અમે ગયા અને ચીમનભાઈએ ભારત જૈન મહામંડળના ઉદ્દેશો અને તાજે તરમાં મળેલા તેના અધિવેશનને લગતી કેટલીક વાંતે કહી. પછી બાજુએ આવેલા એક દિગંબર મંદિરમાં ગયા. ત્યાં વચ્ચે તીર્થંકરની મુખ્ય મૂર્તિ બિરાજમાન હતી, તેની એક બાજુએ બાહુબલિની આરસની ઊભી મૂતિ જોઈ અને બીજી બાજુએ, સમેતિશખર તીર્થં જ્યાં છે અને તેના જેવા ઊઠાવ છે તેવા આરસમાં આબેહુબ
તા. ૧૬-૧૧-૬૮ ઉપસાવેલા આકાર જોઈને અમને ખૂબ આનંદ થયો. દિવાલ ઉપર પટના આકારના સમેતિશખર મેં ઘણી વાર જોયો છે પણ આવા small scale ઉપર આબેહુબ પહાડનો ઉઠાવ અન્યત્ર કદિ જોયા નથી. ત્યાંથી આજે ગાંધીયન્તીના દિવસ (ઑકટોબર બીજી તારીખ) હાઈને કેટલાએક સર્વોદયવાદી મિત્રોએ એક નાનું સરખું સંમેલન અને ચીમનભાઈનું ગાંધીજી ઉપર વ્યાખ્યાન ગાઠવ્યું હતું. ત્યાં ગયા અને તે પતાવીને અમે ચીમનભાઈના મિત્ર શ્રી સાનીને ત્યાં જમવા ગયા. જમી પરવારીને બપોરના બે વાગ્યે અમદાવાદ તરફ રવાના થયા.
ઉદેપુરથી અમદાવાદ વચ્ચે લગભગ ૧૫૮ માઈલનું અંતર છે. રસ્તામાં આશરે ૪૦ માઈલના અન્તરે કેશરિયાજીનું તીર્થ આવે છે અને આગળ કેટલેક દૂર જતાં શામળાજીનું મંદિર આવે છે. કેશરિયાજી હું દશબાર વર્ષના હતા ત્યારે હું મારા માતપિતા સાથે યાત્રાએ નીકળેલા તે દરમિયાન ગયો હતો, તેનું મને આછું સ્મરણ હતું, પણ વિગતાનો કોઈ ખ્યાલ નહોતો.
ઉદેપુરથી અમદાવાદ સુધીના રસ્તાના શરૂઆતના અડધાથી વધારે ભાગ અરવલ્લીની પર્વતમાળ અને ગાઢ જંગલામાંથી પસાર થાય છે. તાજેતરમાં વર્ષા ઋતુ પૂરી થયેલી હોઈને ચાતરફ બધું લીલુંછમ હતું અને નદીનાળાંથી રમણીય લાગતું હતું. ટેકરા ટેકરીઓને વટાવાં સર્પાકારે આગળ ને આગળ વયે જતા ઊંચા નીચા રસ્તા ઉપર અમારો પ્રવાસ માઈલાના માઈલા સુધી ચાલ્યા કર્યો. આ અનુભવ મારા માટે અનુપમ આનંદનો વિષય બન્યો. આ રીતે અમે આગળ વધતાં વધતાં કેશરિયાજીની ભાગાળે આવી પહોંચ્યા. ત્યાંના એક જૈન ગૃહસ્થ સાથે અમે મંદિરમાં પ્રવેશ કર્યો અને કેટલીએક વસ્તુઆને નહિ જોયેલી જોઈ અને નહિ જાણેલી જોઈ. જેથી દિલમાં ભારે વિષાદ થયો.
આ તીર્થ દિગંબર તથા
શ્વેતાંબરો ઉભયને માન્ય છે આટલી નરી વાસ્તવિકતાનો સ્વીકાર અને તેમાંથી પરિણમવા જોઈતા ઉકેલના અભાવે બન્ને સમુદાય વચ્ચે વર્ષોથી કેવા કેવા ઝગડાઓ ચાલ્યા કર્યા છે અને તે પાછળ કેટલું ધન અને શકિતના વ્યય કરવામાં આવ્યો છે અને વર્ષોથી તે તીર્થના વહીવટના તત્કાલીન સરકારે કેવી રીતે કબજો લીધો છે – આ બધું જોઈને અને જાણીને ઊંડી ગમગીની અનુભવી. આજે પણ આ માલેકીહક્કનો ઝઘડો ચાલ્યા કરે છે અને આ તીર્થ માત્ર દિગંબર યા શ્વેતાંબરનું નહિ પણ સમસ્ત હિન્દુ કોમનું છે– એવા મુદ્દાને આગળ કરીને સ્થાનિક સરકાર પણ હાઈકોર્ટની બેંચની સામે આવી રહેલ અપીલમાં એક પક્ષકાર બની બેઠી છે. આ કેટલું બધું દુ:ખદ છે?
ત્યાંથી આગળ ચાલતાં અને વનઉપવન અને પહાડી પ્રદેશ વટાવતાં અમે શામળિયાજી પહોંચ્યા. સાંજનો સમય હતો. અમદાવાદ પહોંચવાની ઉતાવળ હતી અને એમ છતાં શામળિયાજીના મંદિરનાં દર્શન તે કરવા જ રહ્યાં. આ મંદિરમાં શામળિયાજીની ભવ્ય મૂર્તિ ભાવ પ્રેરે એવી છે. મંદિરનું બાંધકામ અને સ્થાપત્ય જોતાં જાણે કે રાણકપુરના મંદિરના નાનો નમૂનો ન હોય એવા આનંદ અનુભવાય છે. આજે તે મંદિરનો પુનરૂદ્ધાર થઈ રહ્યો છે. ગુજરાતનું ખરેખર આ દર્શનીય સ્થાન છે.
અંધારૂ થવા આવ્યું અને અમદાવાદ પહોંચ્યા. શાહીબાગમાં વસતા એક ગૃહસ્થને આગળથી ખબર આપી હતી તે મુજબ તેમને ત્યાં ભોજન કર્યું. ચીમનભાઈ તથા ગિજુભાઈ ત્યાંથી પ્લેઈનમાં મુંબઈ સીધાવ્યા. ખીમચંદભાઈ ગુજરાત મેલમાં રવાના થયા. હું તે રાત અને પછીના દિવસ અમદાવાદમાં રોકાયા. દિવસ દરમિયાન અનેક મિત્રા સ્વજનોને મળ્યો. પંડિત સુખલાલજી સાથે બે કલાક ગાળ્યા. રાત્રીના ગુજરાત મેલમાં રવાના થઈને ચાથી ઑક્ટોબરની સવારના મુંબઈ પાછા આવી પહોંચ્યો. પછીના દિવસે બપોરે હું શ્રી મુંબઈ જૈન યુવક સંઘદ્રારા યોજાયલા વજેશ્વરી પર્યટણમાં જોડાયા, જેનું વર્ણન પહેલી નવેબરના પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ કરવામાં આવ્યું છે.
પરમાનંદ