________________
તા. ૧૬-૧૧-૧૮
પ્રબુદ્ધ જીવન
--
-
જણાય છે. પણ સુધારો થવો જોઈએ તેના કરતાં એટલા બધા ઓછા છે અને આ વર્ષની અને ઉત્પાદન સ્થિતિ એટલી સારી ન હોવાને કારણે, આ સુધારો લાંબે વખત ટકશે નહિ એમ જણાય છે. મોંધવારીને આંક વધી રહ્યો છે અને મજૂર અને નેકરિયાત વર્ગની માંગણીઓ પૂરી પાડી શકાય તેમ નથી. જે ડી પૂરી પાડવામાં આવે છે તેને બોજો પણ એટલો ભારે થઈ જાય છે કે સરકારની કે ઉદ્યોગની, એ બેને સહન કરવાની શકિત નથી. મધ્યસ્થ સરકારના કર્મચારીઓની હડતાળ સખ્ત હાથે દબાવી દીધી છે. પણ તેથી અસંતોષ દુર થયો નથી. મોંઘવારીના વધતા આંક ઉપર સરકાર કાબુ મેળવી શકી નથી. વિદેશી સહાયનું પ્રમાણ ઘણું ઓછું થશે અને વધતી મોંઘવારીને કારણે સરકારી જનાઓમાં મેટા કાપ મૂકવા પડશે, અથવા મોટા પાયા ઉપર deficit finance કરવું પડે જેથી મોંઘવારી વધે. ' હકીકતમાં હીંમતપૂર્વક પેટે પાટા બાંધવાનું પ્રજા ન સ્વીકારે અને જીવનધોરણ ઊંચું લાવવાને નામે ખર્ચા વધતા જ રહે તે આ પરિસ્થિતિને પહોંચી વળવું મુશ્કેલ છે. પણ પેટે પાટા બાંધવાનું આ કામ ઉપરથી શરૂ થવું જોઈએ. મોટી કંપનીઓના અધિકારીઓને જે પગારે આપવામાં આવે છે અને સરકાર તે મંજુર કરે છે તે જોતાં મજૂરો અથવા બીજા નેકરિયાત વર્ગને ઓછું લેવાનું કહેવું તે તેમની હાંસી કરવા બરાબર છે.
કંપનીઓના અધિકારીઓના માસિક પગાર પાંચ, છ હજાર, કયાંક ૮-૧૦ હજાર અને બીજા ઘણા લાભ - મટર, Free Furnished Residential Quarters, તબીબી ખર્ચ, બાળકોને શિક્ષણ વિગેરે આપવામાં આવે છે, જે લાભે સહિત માસિક રૂપીયા ૧૨, ૧૫ કે ૨૦ હજાર જેવા થાય અને સરકાર તે મંજૂર કરે તે મજૂરો અને નેકરિયાતને કયા મોઢે ઓછું લેવાનું કહે? આ સિવાય બીજું ખાઈ જાય તે જુદું. પછી ભ્રષ્ટાચાર વધે નહિ તે બીજું શું થાય ?
ગવામાં કોંગ્રેસ મહાસમિતિની બેઠક ગોવામાં, કોંગ્રેસ મહાસમિતિની બેઠક મળી, જેમાં ગાંધીજયંતીના વર્ષથી, એટલે કે ૨-૧૦-૧૯૬૯ થી ૭ વર્ષમાં, એટલે અત્યારથી ૮ વર્ષમાં સંપૂર્ણ દારૂબાંધી દાખલ કરવાનો ઠરાવ થયો. દારૂબંધી કેંગ્રેસની પાયાની નીતિ છે. ૨૦ વર્ષમાં તેને પૂરો અમલ ન કર્યો, બલ્ક તેના પ્રત્યે ઉપેક્ષા કરી, ઢીલી કરતા રહ્યા. હવે આઠ વર્ષ પછી જ્યારે તેની રાજકીય હસ્તી હશે કે નહિ, ત્યારે દારૂબંધીને અમલ કરવાને નિર્ણય કરે છે. આ ઠરાવમાં રહેલા દંભ ઉપર વિવેચન કરવાની જરૂર નથી. એ ખરું છે કે માત્ર કાયદાથી દારૂબંધી સફળ થાય નહિ. એ પણ ખરું છે કે વર્તમાન પરિસ્થિતિમાં ૧ - ૨ વર્ષમાં સંપૂર્ણ દારૂબંધી બધાં રાજ્યોમાં દાખલ કરી શકાય તેમ નથી. કારણ કે ૨૦ વર્ષમાં તેને માટે પ્રમાણિક પ્રયત્ન થયો નથી, એટલું જ નહિ પણ, તેને નિષ્ફળ બનાવવાના માર્ગ લીધા છે. હકીકતમાં, દારૂબંધીને સફળ કરવા, કાયદો ગૌણ ઉપાય છે. લેકમત જાગ્રત કરવો, વાતાવરણ અનુકળ કરવું અને બીજી ઘણી પ્રવૃત્તિઓ કરવાની રહે. પણ આ બધું દારૂબંધીમાં જેને સાચી શ્રદ્ધા હોય એ જ કરી શકે. કેંગ્રેસમાં એ શ્રદ્ધા રહી નથી; કેંગ્રેસ પ્રધાનમાં એ શ્રદ્ધા નથી; દારૂબંધીનો જેને અમલ કરવો છે તે પોલીસ કે ન્યાયધીશને એ શ્રદ્ધા નથી અને આખી વસ્તુ એક ઉપહાસરૂપ બની ગઈ છે, અને તેથી જાણે દારૂબંધીને કારણે ઘણાં અનિષ્ટ થતાં હોય એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. વર્તમાનપત્રોને મોટા ભાગને–ખાસ કરીને અંગ્રેજી વર્તમાનપત્રને આવું વાતાવરણ સર્જવામાં માટે ફાળો રહ્યો છે. કાયદાથી માણસને નૈતિક બનાવી ન શકાય એવા ઉપલકીયાં વિધાનોથી પ્રજાને શ્રમમાં નાખી છે. અલબત્ત, માત્ર કાયદાથી નૈતિક ન બનાવી શકાય, જો લોકમતને પૂરો ટેકો ન હોય તે, પણ દરેક કાયદા માટે આ વિધાન લાગુ પડે છે. '
' હકીકતમાં, દારૂબંધીમાં પોતાને શ્રદ્ધા છે એવું કહેવાવાળાઓએ પણ આ દિશામાં પ્રયત્નો કર્યા નથી. પોતાની અમુક પ્રકારની પ્રતિષ્ઠા બંધાઈ છે એટલે દારૂબંધી થવી જોઈએ એમ કહો રાખે છે અને આવા ઠરાવ કરી આત્મસંતોષ લે છે. આ કાર્ય એટલું ભગીરથ છે કે પિતાને તેમાં શ્રદ્ધા છે એવું કહેવાવાળાએ બીજું બધું કામ છાડી દઈ, લોકમત જાગૃત કરવા, જરૂર પડે તો દારૂના પીઠાઓની ચાકી કરી અથવા સત્યાગ્રહ કરી, લોકોને દારૂના વ્યસનમાંથી છોડાવવા પ્રવૃત્તિ થવી જોઈએ. પણ તેઓ એમ જ માની બેઠા છે કે લોકો આ વ્યસન છોડવાના નથી અને પ્રયત્ન કરવો મિથ્યા છે.
ચીમનલાલ ચકુભાઈ શાહ
રાજસ્થાનમાં અઠવાડિયાનું પરિભ્રમણ
જોધપુર ખાતે મળનાર ભારત જૈન મહામંડળના અધિવેશન નિમિત્તે સપ્ટેમ્બર માસની ૨૭ મી તારીખની સાંજે અમે છ મિત્રશ્રી દુર્લભજી ખેતાણી, શ્રી ખીમચંદ વોરા, શ્રી કુલચંદ શામજી, શ્રી મણિભાઈ વીરચંદ, શ્રી ગિજુભાઈ મહેતા અને હું-ગુજરાત મેલમાં મુંબઈથી નીકળ્યા. અમદાવાદ સ્ટેશને ગાડી બદલીને દિલ્હી મેલમાં જોધપુરના ખાસ ડબ્બામાં બેઠા અને રાત્રે સાડાઆઠ વાગે લગભગ જોધપુર પહોંચ્યા. મુંબઈથી ઉપડયા તે જોધપુર સુધી વાત વિદમાં અને જાણે કે જ્યાંથી જે મળ્યું તે ખાવામાં અમે એવા તલ્લીન બની ગયા કે ટ્રેનની મુસાફરીને સમય કયાં ગમે તેની અમને ખબર ન પડી. એ વાર્તાવિદ એવા નાદ ઉપર ચાલ્યું કે અમે પરસ્પરને ઉમ્મરભેદ ભૂલી ગયા અને ગંભીર - પ્રૌઢ દેખાતા મિત્રો પણ હળવી વાતેની રસાળ ભૂમિકા ઉપર સરી પડયા. દા. ત. અનેક વિષયની ચર્ચામાં આપણે જે ચોથું અણુવ્રત છે - પરદારા વિરમણ વ્રત- તેમાં પરદારા કોને કહેવાય, તેમાં કુંવારી, ચૂકતા અને વિધવાને સમાવેશ થાય કે નહિ એ મુદ્દો પણ અમારી હળવી ચર્ચાને વિષય બની ગયું અને આ વિષય ઉપર અમારામાંના બહુલક્ષી પ્રજ્ઞા ધરાવતા અને બહોળો અનુભવ ધરાવતા ભાઈ દુર્લભજીએ બહુ ઝીણવટભર્યું વિવરણ કર્યું અને અમારી પ્રમુખ જિજ્ઞાસાને સવિશેષ ઉદ્દીપ્ત કરી.
જોધપુર રાજ્યના મુસાફરી બંગાલમાં અમે ઉતારો કર્યો. અહીં રમણલાલ સી. શાહ અમારી સાથે જોડાયા હતા. જોધપુરમાં અમે બે દિવસ રહ્યા તે દરમિયાન ૨૯ તથા ૩૦મી સપ્ટેમ્બરના રોજ-ભરાયેલા ભારત જૈન મહામંડળના અધિવેશનને લગતાં જરૂરી સ્મરણ તે ૧૫મી ઓકટોબરના “પ્રબુદ્ધ જીવનમાં આપવામાં અાવ્યા છે. અધિવેશનના નિયત સમયમાં અમે ત્યાં બાદશાહી રાજમહેલ અને મંડોર ઉઘાન જોઈ આવ્યા. બીજા દિવસે બાર સાડાબારે અધિવેશનનું કામ પૂરું થતાં ભેજન બાદ ત્યાં ચોમાસુ કરતાં સ્થાનકવાસી મુનિઓનાં દર્શને ગયા, તેમાંના એક હતા મુનિ શીમલજી મહારાજ જેએ “મધુકર” ના નામથી લખે છે. તેમના તરફથી ‘અંતર કી ઓટ' નામના તેમના લેખોના સંગ્રહનું પુસ્તક અને પ્રત્યેકને ભેટ મળ્યું. આ પુસ્તકનાં સંપાદિકાનું નામ હતું કુમારી કમલા જૈન ‘જી જી' એમ. એ. આ બહેન કોણ છે એમ પૂછતાં બાજુમાં બેઠેલા તે બહેનના પિતાને પરિચય થશે. તેમની સાથે વાતચિત થતાં પ્રબુદ્ધ જીવનને તેમણે ઉલ્લેખ કર્યો અને પોતે ચાલુ વાંચતા હોઈને તે વિશે પોતાને સદ્ભાવ વ્યકત કર્યો. પ્રબુદ્ધ જીવન અહીં સુધી પહોંચ્યું છે તે જાણીને આશ્ચર્ય થયું અને ચિત્તે થોડુંક અભિમાન પણ અનુભવ્યું.
ત્યાર બાદ ઈન્કમટેકસ લ પ્રેકટીશનર્સ એસોસિયેશન તરફથી ચીમનભાઈ અંગે સન્માન સંમેલન યોજવામાં આવ્યું હતું, એ જ રીતે ત્યાંની વ્યાપારી ચેમ્બર તરફથી શ્રી કોયાંસપ્રસાદ જૈન તથા શેઠ લાલચંદ હીરાચંદ અંગે અને સ્થાનિક રોટરી કલબ તરફથી શ્રી લાલચંદભાઈ અંગે સન્માન સંમેલન યોજવામાં આવ્યાં હતાં અને તેમાં નિમંત્રિત મહેમાન તરીકે અમે ભાગ લીધો હતે.
અહીંથી અમારી મંડળી વિખરાવા લાગી. રાત્રિના ફુલચંદભાઈ શ્રી રિષભદાસ રાંકા સાથે બિકાનેર ગયા. રમણલાલ સી. શાહ અમદાવાદની ગાડીમાં વિદાય થયા. સવારના દુર્લભજીભાઈ અને મણિભાઈ મુંબઈ જવા માટે જયપુર પ્લેઈનમાં ગયા અને ચીમનભાઈ સાથે અમે (હું, ખીમચંદભાઈ અને ગિજુભાઈ) રાણકપુર જવા ઉપડયા. આશરે ૪૦ માઈલના અન્તરે પાલી થોડો સમય અટકીને ત્યાં વસતા મુનિશ્રી હસ્તીમલજીનાં દર્શન કર્યા. જોધપુરથી રાણકપુર ૧૧૫ માઈલના અન્તરે આવેલું છે, ત્યાં પહેલી ઓકટોબર સવારના ભાગમાં ૧૧ વાગ્યા લગભગ અમે પહોંચ્યા. ચા-નાસ્તો પતાવીને રાણકપુરના મુખ્ય મંદિરમાં અમે દર્શનાર્થે દાખલ થયા.