SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬, પ્રભુ આવી દુવિધાઓમાં મારે કરવું શું એમ મૂંઝવણ થાય છે. તમે કંઈ રસ્તા બતાવી શકો ? મે કહ્યું: “ગાંધીજી કહી ગયા છે કે સૌએ પેાતાના અંતરાત્માને પૂછીને ચાલવું ને એમાં બીજાએ શું કહેશે કે કરશે એને વિચાર ન કરવા. સંસ્કૃતમાં એક સુવાકય છે કે, “આત્માર્થ" પૃથિવી ત્યજેત ” એમ તમારી આત્માતિ માટે તમારા અંતરમાં જે ઊગે તેને હિંમતપૂર્વક આચરતાં થયું.” એટલામાં બીજી માટી સાધ્વીએ ત્યાં બેઠેલી તેણે વાત બદલી પૂછ્યું: “દાકતર સાહેબ, તમે અહીં બધું જોયું તે ગમ્યું ?” બીજી માટી સાધ્વી કહે: “ચાલો હવે સૂર્યાસ્ત થવા આવ્યો છે.” પેલી નાની સાધ્વી બહેન તે વિચાર કરતી બેઠેલી. મેં કહ્યું: “તમારો સમય થઈ ગયા હોય તો ભલે જાઓ. મને વાંધા નથી, પણ તમને સમય હોય તો હું વાતો કરવા રાજી છું.” ત્યાં વળી ત્રીજી સાધ્વીએ મને એક ચાપડી ભેટ આપી ને પેલી નાની સાધ્વીને ઉઠાડી અને અમે બધાં છૂટાં પડયાં. મારી છાપ એવી જ પડી કે પેલી યુવતી સાધ્વીને તાલીમ વગર લાગણીના જોરે સાધ્વી બનાવી દીધી હશે ને હવે એને સાચવીને બીજા ચાલે છે. આમ આજકાલ અનાયાસે નાના સંપર્ક વધતા જાય છે. ધોડનદીના જૈન ભાઈઓ જે સંસ્થાએ ચલાવે છે તેમણે મને ત્યાં ગાંધીજીની બધી જ પ્રવૃત્તિઓ ચલાવવા આમંત્રણ આપ્યું છે. લોકસેવા ટ્રસ્ટ તરફથી ત્યાં શું થઈ શકે એ હું વિચારી રહ્યો છું. ઘણા વખતથી બાપુની કલ્પનાના “લાકસેવક' કેવા હોય, એની તાલીમ શી વગેરે હું વિચારતો રહ્યો છું. શાન્તિસેના વિશે વાંચ્યું છે, પણ મને બહુ અસરકારક લાગતું નથી. એટલે મારા મનમાં સર્વસમધર્મ-ભાવી લાકસેવક કેવા હોય તેના પ્રયોગ કરવાનું ઘાળાયા કરે છે. એમાંથી જે નીપજે તે ખરૂં. પૂ. બાપુના સતત આશીર્વાદ મળેલા રસ્તે હોઉં છું. એમના એટલે કે ભગવાનના ધાર્યા પ્રમાણે જ બધું થયા કરશે. લિ. કાંતિલાલ ગાંધીના પ્રણામ. આકારના લય જે કંઠમાંથી મીઠાશ ઘૂંટાઈ ઘૂંટાઈને સુરાવલિ રૂપે હવામાં વહેતી હોય એ કંઠ સદા માટે બંધ પડી જાય એ વિચાર પણ કેવા રુણ છે! પરંતુ શૂન્યમાંથી શરીર ઉત્પન્ન થાય, શરીરમાંથી સ્વર ઉત્પન્ન થાય અને અંતે એ બંને શૂન્યમાં સમાઈ જાય એ કુદરતના અફર નિયમ છે. એમ પંડિત ઓમકારનાથ ઠાકુર પેાતાની સંગીતકળા સમાવી લઈને પોતે શૂન્યમાં સમાઈ ગયા છે. ગુજરાતની ધરતી પરથી એક મહાન સંગીતજ્ઞ સમગ્ર ભારતની ધરતી પર ચાલતા થયા હતા અને પોતાના દિવ્ય ગાન વડે સૌને મુગ્ધ કરતા હતા એ એક સુખદ પણ છેવટે કરુણાન્ત સ્વપ્ન જેવું લાગે છે. ડો. એમ કારનાથના પિતા ગૌરીશંકર મહાશંકર ઓમ્ કારના ઉપાસક હતા. તેઓ કરતા હતા તો વડોદરા રાજ્યની નોકરી, પણ હતા પ્રભુભકત. તેમણે એક અલૂણી બાબા પાસેથી પ્રણવ (એમકાર)ની દીક્ષા લીધી હતી. આથી જ્યારે તા. ૨૪ જૂન ૧૮૯૭ના રોજ પુત્રજન્મ થયો ત્યારે તેમણે તેનું નામ પણ ઓમ કાર રાખ્યું. આમ પંડિત ઓમ્ કારનાથ સાધુવૃત્તિના પિતાને ત્યાં ગરીબીમાં જીવન તા. ૧૬-૧-૬ ૮ જન્મ્યા, છતાં સત્ત્વગુણી વાતાવરણમાં ઉછર્યા. હતા, “ પણ બાલ્યાવસ્થામાં જ તેમણે પિતાનું છત્ર ગુમાવ્યું. પુરાણપ્રસિદ્ધ નર્મદામૈયાના કાંઠે ઊછરતા ઓમ્ કારનાથ પાસે કંઈ મૂડી હોય તે મધૂર કંઠ. અ મૂડી લઈને ઓમકારનાથ ૧૩ વર્ષની વયે મુંબઈ આવ્યા અને ગંધર્વ જેવા મહાન ગાયક પંડિત વિષ્ણુ દિગંબર પલુસ્કર પાસેથી સંગીતની દીક્ષા લઈ તરીકે ગુરુ તરીકે સ્થાપ્યા. તેમના ગાંધર્વ મહાવિદ્યાલયમાં સંગીતની આરાધના શરૂ કરી અને ગુરુગૃહે રહીને તેમની સેવા કરી. પંડિત ઓમ કારનાથના જીવનની એ કરુણતા છે કે તેમના ભકતો અને પ્રશંસકોની સંખ્યા અગણિત હતી ત્યારે તેમનું આપ્તજન કોઈ ન હતું. તેમણે એકાકી જીવન ગાળ્યું, છતાં લાખા મુગ્ધ શ્રોતાઓની વચ્ચે રહ્યા. મુખ્યત્વે તો વેપાર માટે પંકાયેલા ગુજરાતમાં આવા એક સંગીતશાસ્ત્રી પાર્ક એ એક વિશિષ્ટતા હતી. તેઓ સંગીતકાળમાં ઉત્તીર્ણ થઈને યુવાન વયે લાહારમાં ગાંધર્વ મહાવિદ્યાલયના મુખ્ય આચાર્ય તરીકે નિમાયા એ બનાવ ગુજરાત માટે ગૌરવ લેવા જેવા હતા. ગુજરાતની એ લાક્ષણિકતા છે કે તેના સુપુત્રાની કદર પહેલાં ગુજરાત બહાર થઈ છે. દયાનંદ અને ગાંધીજી તેનાં દૃષ્ટાંત છે. ઓમ કારનાથની બીજી કર્મભૂમિ કાશી હતી. બનારસ હિંદુ યુનિવર્સિટીમાં તેઓ વર્ષો સુધી સંગીત વિભાગના વડા હતા. તેમણે બંકિમબાબુના ‘વંદેમાતરમ' ગીતને શાસ્ત્રીય સંગીતમાં બેસાડી દીધું ત્યારે તેમની દેશવ્યાપી કીર્તિમાં વધારો થયો. ઘણી વિદ્યાપીઠાએ અને સંસ્થાઓએ તેમનું બહુમાન કર્યું હતું અને ૧૯૫૫માં ભારત સરકારે તેમને ‘પદ્મશ્રી’ના ઈલકાબ આપ્યો હતો. પરંતુ એમ્ કારનાથને ધન, કીર્તિ કે પ્રશંસાની ખેવના ન હતી. તેઓ સરસ્વતીના ઉપાસક હતા અને આજીવન તેમણે સંગીતશાસ્ત્રના સંશોધનમાં તેમ જ સંગીતની સાધનામાં પોતાનું જીવન ગાળ્યું હતું. આ જમાનામાં આવા નિર્લેપ તપસ્વી કર્યાં મળે? સરસ્વતી અને નારદ, ગંધર્વ અને કિન્નર એ બધા પૌરાણિક પાત્રા વિશે તો આપણે કલ્પના જ કરીએ છીએ, પણ આવા એક સંગીતમૂર્તિ સાધક હજી સુધી આપણી વચ્ચે હતા એ ખ્યાલ આશ્ચર્ય પમાડે છે અને હવે નથી એનું ભાન આપણને ગમગીન કરી દે છે. યુરોપ અને અમેરિકાએ પોતાના પ્રાચીન અને અર્વાચીન સંગીતશાસ્ત્રીઓને બહુ બહુ બિરદાવ્યા છે, આપણે યુરોપના અમર સંગીતશાસ્ત્રીઓ બિથેાવન અને મેાઝાર્ટની કીતિ સાંભળી છે અને આપણે ફિલ્મીસંગીતમાં ખોવાઈ ગયા છીએ. આ બેની વચ્ચે ગંગા જેવા નિર્મળ, દૂધ જેવા પવિત્ર અને મધ જેવા મધુર આપણા શાસ્ત્રીય સંગીતને સૌમ્ય અને સનાતન પ્રવાહ વહેવડાવનારાઓને આપણે ભૂલી ગયા છીએ. જે કંઠમાંથી નીકળતા સ્વરોના આરોહ - અવરોહ સાથે આપણે તલ્લીન બનીને સચ્ચિદાનંદમાં વિહાર કરતા હતા તે કઠ ત્રણ વર્ષથી લકવામાં વિલય પામ્યા હતા. જ્યાં તેમણે સંગીતમાં સર્વોચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી તે મુંબઈમાં જ તેમનો નાદ બ્રહ્મ બ્રહ્મર બ્રમાંથી ગયા ડીસેમ્બર માસની ૨૯મી તારીખે ઊડી ગયા અને જે નર્મદામૈયાના તટ પર બેસીને તેમણે ભાવિનાં સ્વપ્નો જોયાં હતાં તે સ્વપ્ના સિદ્ધ કરીને આ સંગીતવિભૂતિને નશ્વર દેહ એ જ નર્મદામૈયાના તટ પર પંચતત્ત્વમાં ભળી ગયો. આમ્ કારનાથના લય થયા છે, પણ સંગીતના સ્વરદેહ વડે તે સદા આપણી વચ્ચે રહેશે. સહમ (‘જન્મભૂમિ–પ્રવાસી’માંથી સાભાર ઉત્કૃત) માલિક: શ્રી મુખઈ જૈન યુવક સંધ: મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ : ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ. મુખ-૩, મુદ્રસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, મુખર 2 -
SR No.525953
Book TitlePrabuddha Jivan 1968 Year 29 Ank 17 to 24 and Year 30 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1968
Total Pages268
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy