________________
Regd. No. M H, 117 વાર્ષિક લવાજમ રૂા. ૭
પ્રબુદ્ધ જીવન
શ્રી મુંબઇ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છૂટક નકલ ૪૦ પૈસા
પ્રબુદ્ધ જૈન’તુ નવસંસ્કરણુ વર્ષ ૩૦ : અંક ૧૪
મુંબઈ, નવેમ્બર ૧૬, ૧૯૬૮, શનિવાર પરદેશ માટે શલિંગ ૧૫
તંત્રી : પરમાનંદ કુંવરજી કાપડિયા
> રાજકીય પ્રવાહા : રાષ્ટ્રીય
અમેરિકાના પ્રમુખની ચૂંટણી
અમેરિકાના ૩૭ મા પ્રમુખ તરીકે રીચાર્ડ નીકસન અલ્પ બહુમતીથી ચૂંટાયા. ૧૯૬૦માં કેનેડીએ અલ્પ બહુમતીથી તેમને હરાવ્યા હતા. આઠ વર્ષ પછી સફળતા સાંપડી. આ ચૂંટણી ઘણી રસાકસીભરી થઈ. એક રીતે હમ્ફ્રી અને નિકસન બેમાંથી કોણ ચૂંટાય છે તે બહુ મહત્વની વાત ન હતી. કેટલાકને મતે બેમાંથી કોઈની પસંદગી કરવા જેવું ન હતું. બેમાંથી કોઈ ઉમેદવાર પ્રજાના હૃદયને જીતે તેવા ન હતો. ચૂંટણીપ્રચાર ઘણી નીચી કક્ષાએ ઊતર્યો. પાંચ કરોડ ડાલરનો ખર્ચ થયો. હમ્ફીનું પલ્લું નમાવવા છેલ્લી ઘડીએ જૉનસને ઉત્તર વિયેટ નામ પરના બામ્બમાણે સદંતર બંધ કર્યો. અમેરિકાના પ્રમુખપદે કોણ વ્યકિત છે તેની અસર દુનિયાના રાજકારણ ઉપર પડે છે. અમેરિકાની પ્રજાના આંતરિક પ્રશ્નો જેટલા વિકટ છે, તેટલા જ વિદેશે સાથેના સંબંધોના પ્રશ્નો પણ જટિલ છે. વિયેટનામના યુદ્ધમાં અમેરિકન પ્રજા સંડોવાઈ ગઈ છે, તેવી જ રીતે રંગભેદના પ્રશ્ન અને તેને કારણે ઉત્તેજક અને હિંસક વાતાવરણ પણ પ્રજાને મૂંઝવે છે. અમેરિકન પ્રજા દુનિયાની ચોકી અને રક્ષણ કરવાની વધારે પડતી જવાબદારી માથે લઈને બેઠી છે; તે સાથે કેનેડી અને જૉન્સનની હબસીઓ પ્રત્યેની ઉદાર નીતિથી પીછેહઠ કરવા ઈચ્છતી હોય તેમ લાગે છે. Isolat onalist and Conservative વલણ કાંઈક જોર પકડતું હોય તેમ લાગે. Freedom કરતાં Law and Order ઉપર વધારે ભાર અપાય છે. આવું કાંઈક માનસ નીસનના વિજયનું કારણ છે. નિકસન શું કરશે તેની અટકળો કરવામાં દુનિયાના દેશે। પડયા છે. અમેરિકાના પ્રમુખને ઘણી સત્તા છે તે સાથે તેના પર ઘણાં અંકુશ પણ છે. અમેરિકન બંધારણ Cheeks and CounterCheeksથી ભરપૂર છે. નિકસનનો ભૂતકાળ તેની ઉજ્જવળ કારકિર્દી માટે બહુ શ્રાદ્ધા પેદા કરે તેવા નથી. પણ આઠ વર્ષના ગાળામાં તેનામાં પણ ધીરતા આવી હશે અને પ્રમુખપદની જવાબદારી તેને ઉતાવળાં પગલાં ભરતાં અટકાવશે. કૉંગ્રેસમાં ડેમોક્રેટિક પક્ષની બહુમતિ રહી છે તે પણ અંકુશ છે. એકંદરે અમેરિકાની પ્રજાને અને દુનિયાને, આવા સમયે, ભાવનાશીલ, માનવતાવાદી, શાંતિપ્રિય, અને પ્રભાવશાળી નેતાની જરૂર છે. તેવા નેતા નિકસન મળ્યો નથી એમ કહેવું પડે. પણ દુનિયામાં હવે એવી વ્યકિતઓ રહી છે કયાં ? બધા ય એમના કાબૂબહારના અને જેને તેઓ પોતે પણ પૂરા સમજતા નથી એવા ધસમસતા પ્રવાહમાં ઘસડાતા રહ્યા છે.
ચેકોસ્લાવેકીયા પરનું રશિયન આક્રમણ
ચેકોસ્લાવેકીયાના સામ્યવાદી પક્ષમાં છેલ્લા થોડા સમયથી કેટલુંક વિચારપરિવર્તન થતું રહ્યું હતું, જેને પરિણામે સામ્યવાદી વિચારણાની લાખંડી પકડમાંથી કાંઈક સ્વતંત્ર વિચારના અવકાશ પેદા થયા હતા. વર્તમાનપત્રો ઉપરના અંકુશો ઓછા થતા હતા અને મુકત વાતાવરણ સર્જાતું હતું. વિશેષમાં, પશ્ચિમના દેશો સાથેના
Ø
અને આન્તરરાષ્ટ્રીય
સંબંધો અને આર્થિક અને સામાજિક વ્યવહાર વધતા જતા હતા. આ પરિવર્તનના મુખ્ય સૂત્રધાર સામ્યવાદી પક્ષના મંત્રી ડુબચેક હતા. સ્ટાલીનશાહીના અવશેષો દૂર થઈ, યુગોસ્લાવિયા પેઠે, ચેંકોસ્લાવિયા પણ, રશિયાથી સ્વતંત્ર રીતે પોતાના વિકાસના માર્ગ લઈ રહ્યું હતું. સ્ટાલિનના અવસાન પછી, ધ્રુવે એવી હવા પેદા કરી હતી કે રશિયા ઉદાર થતું જાય છે અને લોકશાહી દેશે સાથે સહઅસ્તિત્વ સ્વીકારવા સાથે, બીજા સામ્યવાદી દેશને – ખાસ કરી પૂર્વ યુરોપનાને – પોતાના સ્વતંત્ર માર્ગે વિક્સવાની તક આપશે. જો કે હંગેરીમાં કુવે જ ભયંકર ખૂનરેજી કરી, મુકિતની લડતને કચડી નાખી હતી. ચેકોસ્લાવેકિયામાં જે બન્યું તેમાં રશિયા ફરીથી પેાતાના ખરા સ્વરૂપમાં પ્રક્ટ થયું. રશિયાએ ચેકોસ્લાવેકિયા ઉપર ભયના માર્યા આક્રમણ કર્યું અને પેાતાની આંતરિક નિર્બળતાનું જ પ્રદર્શન કર્યું. રશિયા અને પૂર્વ યુરોપના સામ્યવાદી દેશે વચ્ચેનું અંતર વધ્યું. એક તરફ રૂમાનિયા, યુગેાસ્લાવિયા, ચેકોસ્લાવિયા વિગેરેદેશે, ત બીજી તરફ રશિયા અને તેનાથી દબાયેલા પેલાંડ, પૂર્વજર્મની, હંગેરી, બલ્ગેરિયા વિગેરે પણ વેરસા પેકટના જે દેશે આ સંઘર્ષમાં રશિયા સાથે દેખીતી રીતે રહ્યા ને! પણ અંદરથી ધ્રૂજ્યા અને યુરોપના બીજા દેશના સામ્યવાદી પક્ષોએ રશિયાના આ આક્રમણને ઉંઘાડી રીતે વખોડી કાઢયું. પણ ચેકોસ્લોવેકિયાની ખરેખર કરુણ દશા થઈ. પ્રજા, રશિયા સામે લડી લેવા કટિબદ્ધ હતી, અસહકાર--પ્રતિકાર પણ તેણે કર્યા, પાતાના નેતાઓને પૂરો ટેકો આપ્યો, પણ લડત આપવા નેતાએની હિંમત ન ચાલી. બહારની કોઈ મદદ મળે એમ નથી એ જોઈને, નમતું જોખવામાં તેમણે ડહાપણ માન્યું. રશિયા કોઈ Puppet Government બીજા દેશમાં ઉભી કરે છે તેમ, ઊભું કરી ન શકયું. પણ ચેક નેતાઓએ, પ્રજાનું લોહી રેડવાને બદલે, રશિયા સાથે સમાધાન કરવાનું યોગ્ય માન્યું. બને તેટલી ટક્કર ઝીલી, પણ જેમ ૩૦ વર્ષ પહેલાં હીટલરને તાબે થવું પડયું હતું, તેમ રશિયાને નમવું પડયું. અમેરિકા અને પશ્ચિમના બીજા દેશએ વિરોધ જાહેર કરીને સંતોષ માન્યો. પણ આપણી સરકારે નામશીભરી રીતે, રશિયાને વખાડી કાઢતા ઠરાવને પણ ટેકો ન આપ્યો અને Condemn અને Deploreના શબ્દછળમાં પડી. હંગેરી ઉપરના આક્રમણ સમયે નહેરુએ નિર્બળતા બતાવી હતી તેવી જ નિર્બળતા તેની પુત્રીએ બતાવી, પણ જે બન્યું તેથી, રશિયાના પાયા હચમચ્યા, તેમ યુરોપ અને દુનિયાની રાજકીય હવા બદલાઈ ગઈ.
મધ્યપૂર્વ
મધ્યપૂર્વની પરિસ્થિતિ સ્ફોટક રહી છે. ઈઝરાઈલ અને ઈજીપ્ત વચ્ચે પરસ્પર હુમલા થતા રહ્યા છે. શાન્તિ જાળવવાના સંયુકત રાષ્ટ્રસંઘના પ્રયાસ સફળ થયા નથી. રશિયાએ ફરીથી ઈજીપ્તને મેટા પ્રમાણમાં શસ્ત્રસરંજામ પૂરો પાડયો છે, તેવી જ રીતે અમેરિકાએ ઈઝરાયલને. નાસર ફ્રીથી યુદ્ધના પંથે છે. આરબ રાજ્યો