________________
(82
પ્રબુદ્ધ
૧૪૮
લેવાની તીવ્ર ભાવના પણ પડી છે. રવામાં આવે અને આવા પ્રયોગોનું અપેક્ષિત પરિણામ કેમ ન આવે?
પદાર્થ પર પ્રયોગ કરીને પરિણામ સિદ્ધ કરવામાં ખૂબ સાધના અને લેબોરેટરીઝની જરૂર પડે છે, લાખો કરોડો રૂપિયાના ખર્ચ થાય છે, ત્યારે કંઈક મેળવી શકાય છે, જ્યારે ચેતનાપર પ્રયોગ કરીને અપેક્ષિત પરિણામ લાવવા માટે બહુ જ ઘેાડી સાદી વાતાનું જ ધ્યાન રાખવાનું છે. થેાડી નિયમિતતા, થોડું અનુશાસન, સાથે તીવ્ર જિજ્ઞાસા, અને દૃઢ પ્રતિજ્ઞાબદ્ધ શકિતઓ જો આ પ્રયોગમાં બેસે તા પરિણામ કેમ ન આવે ? આ તો ભાવનું વિજ્ઞાન છે. ભાવમાં ઉત્કૃષ્ટ અને બલિષ્ટ ચેતના જાગૃત કરવાની છે. ધરતીપર ઉચ્ચત્તમ ચેતનાના અવતરણનાં ઉદાહરણે તે આપણી સામે મેજુદ છે. આપણામાં પણ આવું અવતરણ થવું શક્ય છે, સા ટકા સંભવ છે; આ સંદેશા ઝીલવાનું સામર્થ્ય પણ આપણામાં કયાંક પડેલું જ છે. તેને ઢૂંઢી કાઢીએ, અને પ્રતિજ્ઞાબદ્ધ થઈને કામે લાગીએ. અસ્તુ.
પૂર્ણિમા પકવાસા
આ વાત પર ગંભીરતાર્થી વિચાસંચાલન કરવામાં આવે તે
- સંત તુર્કાજી ?
(અમરાવતી ખાતે તા. ૧૧ મી ઑકટોબરે અવસાન પામેલા સંત તુકડોજી મહારાજના સંક્ષિપ્ત પરિચય આપતી તા. ૨૦-૧૦-૧૮ના જન્મભૂમિ – પ્રવાસીમાં પ્રગટ થયેલી નોંધ તેમાંથી નીચે સાભાર ઉદ્ધૃત કરવામાં આવે છે. તંત્રી )
સંત તુકડોજી મહારાજ સંતોની પરંપરામાં એક હતા. તેમણે કૉલેજ તો શું, હાઈસ્કૂલ પણ નહોતી જોઈ. તેઓ ગામડામાં ધરતીનું ધાવણ ધાવીને ઊછર્યા હતા અને આ દેશની આધ્યાત્મિક પરંપરા વડે પોષાયા હતા. તેમના મનમાં આ દેશની સંસ્કૃતિ પ્રત્યે આદર હતા, સાચા અર્થમાં ધર્મ પ્રત્યે ભકિત હતી, અને આ દેશની ભૂમિ તથા પ્રજા પ્રત્યે આસકિત હતી. આ બધી ભાવનાઓને વ્યકત કરવા તેમની પાસે ઉદાત્ત વિચારધારા હતી, મધુર વાણી હતી અને સંગીતમય કંઠ હતા. જ્ઞાનદેવ અને તુકારામની યાદ આપતા સંત તુકડોજીએ બુલંદ અને મધુર સ્વરે ગાતાં ગાતાં લાકહૃદયમાં પ્રવેશ કર્યા. ભગવાન અને દેશની ભકિતનાં ભુજના તેઓ એવા ભાવપૂર્વક ગાતા હતા કે ૧૯૩૫ માં જ્યારે ગાંધીજી પાસે તેમણે ભજન ગાયું ત્યારે ગાંધીજી ભૂલી ગયા કે એ તેમને મૌનવાર છે. તેમણે સંત તુકડોજીને વધુ ભજનો ગાવા કહી નાખ્યું!
તા. ૨૯મી એપ્રિલ, ૧૯૦૯ના રોજ વિદર્ભમાં અમરાવતી જિલ્લાના ચાવલી ગામમાં ભકિતરસથી રંગાયેલા કુટુંબમાં જન્મેલા માણિક ઠાકુર બ્રહ્મદત્ત એક દરજીના દીકરો હતો. તે મધુર કંઠે ભજના ગાતો ત્યારે ગામના લોકો એકાગ્ર બનીને તેને સાંભળ્યા કરતાં. શાળાના ચાથા ધારણમાંથી જ તેણે ઘર છોડીને સંત અકડોજી મહારાજને ગુરુ કર્યા, પંઢરપુરમાં વિઠોબા – રૂક્ષ્મણીનાં દર્શન કર્યાં અને શિવની આરાધના કરવા રાહટેકરીના જંગલમાં જઈને વસ્યા. અહીં આદિવાસીઓ પર તેમના ઘણા પ્રભાવ પડયો. તપશ્ચર્યાથી તેમને જ્ઞાન લાધ્યું અને તેઓ ભજન કીર્તન કરતા વિદર્ભમાં ફરવા લાગ્યા. તેઓ મંદિરોમાં મુકામ કરે અને ભિક્ષામાં ટુકડો રોટલો લઈને પેટ ભરી લે. આથી મરાઠીમાં તેમનું નામ સંત નુકડૉજી મહારાજ પડયું.
ગાંધીજીએ વર્ષામાં સેવાગ્રામમાં આશ્રમ સ્થાપ્યો ત્યારે આ બે સંત નિકટના સંસર્ગમાં આવ્યા. ગાંધીજી પાસેથી પ્રેરણા લઈને સંત તુકડોજી પ્રજાના આધ્યાત્મિક જીવન સાથે આર્થિક અને સામાજિક જીવનની ઉન્નત્તિ કરવા તથા દેશની મુકિત કરવા ભેખ લીધા, તેઓ પોતે રચેલાં રાષ્ટ્રીય–આધ્યાત્મિક ભજનો ગાતા જાય અને રચનાત્મક કાર્ય કરતા જાય. ૧૯૪૨ ની લડતમાં અંગ્રેજોએ સંત તુકડોજીને પણ જેલમાં બેસાડી દીધા હતા !
ન
તા. ૧-૧૧-૮
એમના અનુયાયીઓ જે ભૂલી જ ગયા છે તે સામાજિક અને ધાર્મિક ક્રાન્તિ કરવાનું કામ સંત તુકડોજીએ એકલે હાથે ઉપાડી લીધું. શ્રી ગુરુદેવ સેવામંડળની આજે મહારાષ્ટ્રમાં અને આસપાસનાં રાજ્યોમાં ૪૦,૦૦૦ શાખાઓ છે! તેઓ કેળવણીથી માંડીને તબીબી સેવા સુધી સમાજ-કલ્યાણની તમામ પ્રવૃત્તિઓ કરે છે. સંત તુકડોજી મહારાજનું એક ધ્યેય હતું. – દરેક ગામને સહકારી સ્વાશ્રયી એકમ બનાવવાનું.
સંત તુકડોજી ધર્મ કે સંપ્રદાયના વાડામાં પુરાઈ રહેવા નહોતા માગતા. ૧૯૫૫માં તેમણે જાપાનમાં ભરાયેલી સર્વ ધર્મ પરિષદમાં ભાગ લીધા હતા.
પ્રજાની ઉન્નતિ માટે આધ્યાત્મિક પ્રવૃત્તિ સાથે રાષ્ટ્રીય પ્રવૃત્તિને વણી લેનાર અને રાષ્ટ્રભકિતનાં ભજનો ગાનાર સંત તુકડોજી રાષ્ટ્ર સંત તુકડોજી મહારાજ તરીકે પ્રખ્યાત થયા.
આવા પવિત્ર પુરુષ ૫૯ વર્ષની વયે કૅન્સરની બીમારીથી અવસાન પામ્યા એ પણ વિધિની કેવી વક્રતા !
સાહમ
સધ સમાચાર
સ્વ. ચંદુલાલ સાંકળચંદ વિષે શાકપ્રસ્તાવ
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનાં ઉપક્રમે, સંઘના વર્ષો જૂના સભ્ય અને કારોબારીનાં સભ્ય શ્રી ચંદુલાલ સાકળચંદ શાહનાં અવસાનનાં શાકમાં એક શોકસભા—બુધવાર તા. ૧૬-૧૦-૬૮ સાંજના ૬-૩૦ વાગે સંઘના કાર્યાલયમાં મળી હતી.
સ્વર્ગસ્થને શ્રી ચીમનલાલ ચકુભાઈ, શ્રી પરમાનંદભાઈ, શ્રી સુબોધભાઈ, શ્રી ચીમનલાલ જે. શાહ અને શ્રીમતી લીલાવતીબહેને અંજલિ આપી એમનાં જીવનના ઉમદા ગુણોના ખ્યાલ આપ્યો હતો.
આ સભાએ ઊભા થઈ બે મિનિટ મૌન પાળી, સ્વર્ગસ્થના આત્માને શાંતિ પ્રાર્થી નીચે મુજબના ઠરાવ પસાર કર્યો હતો.
“શ્રી મુંબઈ જૈન યુવક સંઘનાં વર્ષો જૂના સભ્ય અને સંઘની કાર્યવાહક સમિતિ સાથે પણ ઘણા સમયથી જોડાયેલા શ્રી ચંદુલાલ શાકળચંદ શાહનાં ૭૨ વર્ષની ઉંમરે – કટોબર માસની ચેાથી તારીખે નીપજેલા અવસાન બદલ સંધની આ સભા ઊંડા ખેંદની લાગણી પ્રદર્શિત કરે છે. તેઓ વકીલાતના વ્યવસાય કરતા હતા અને સંઘની સર્વ પ્રવૃત્તિઓમાં તેઓ ઊંડો રસ ધરાવતા હતા. તેમના અવસાનથી સંઘને એક સન્નિષ્ટ કાર્યકર્તાની જલ્દી ન પૂરાય એવી ખોટ પડી છે. તેમનાં પત્ની સમરથબહેન અને કુટુંબ પરિવાર પ્રત્યે સંઘ પોતાની ઊંડી સહાનુભૂતિ વ્યકત કરે છે અને તેમનાં પવિત્ર આત્માને શાશ્વત શાંતિ ઈચ્છે છે.
,,
સ્વ.સાહનલાલ દુગડ વિષે શાકપ્રસ્તાવ
કલકત્તા ખાતે જાણીતાં દાનવીર અને મારવાડી જૈન સમાજના આગેવાન શ્રી સહનલાલ દુગડના અવસાનની આ સભાએ સખેદ નોંધ લીધી હતી અને તેમનાં આત્માની શાંતિ માટે ઊભા થઈ બે મિનિટ મૌન પાળ્યું હતું અને નીચે મુજબનો શોકપ્રસ્તાવ પસાર
કર્યા હતા.
“કટોબર માસની ૧૩મી તારીખે કલકત્તા ખાતે અવસાન પામેલા ઉદારચરિત શ્રી સહનલાલ દુગડના મૃત્યુની આ સભા અત્યન્ત ખેદ સાથે નોંધ લે છે. શ્રી સહનલાલજી શ્રી મુંબઈ જૈન યુવક સંઘના એક શુભેચ્છક હતા. આપણા દેશમાં એક યા બીજા વ્યવસાયનું અવલંબન લઈને લાખો રૂપિયા કમાતી અનેક વ્યકિત છે, પણ તેમના જેવી ઉદારતા અને દાનવૃત્તિ ભાગ્યે જ કોઈ વ્યકિતમાં જોવામાં આવે છે. જ્યાં જ્યાં તેમનું મન ઠરતું તેવી અનેક સામાજિક તેમ જ ધાર્મિક પ્રવૃત્તિઓ પાછળ તેમની ધનસંપત્તિનો અખૂટ પ્રવાહ વહેતો રહ્યો હતો અને અનેક સંસ્થાઓ તેમની ધનવર્ષાના કારણે નવપલ્લવિત બનતી રહી હતી.
“આ રીતે તેમના અવસાનથી દેશ અને સમાજને ઘણી મોટી ખોટ પડી છે. તેઓ આપણી વચ્ચેથી ગયા છે, પણ તેમની સખાવાને કારણે આપણા માટે ચિરસ્મરણીય બની ગયા છે. એ સહૃદય આત્માને આપણે શાશ્ર્વત શાંતિ ઈચ્છીએ. ”
જેલમાંથી છૂટીને સંત નુકડોજીએ ૧૯૪૩ માં ગુરુદેવ સેવામંડળની સ્થાપના કરી અને અજ્ઞાન, વહેમ, સામાજિક દુષણો, ધર્મના નામે થતો ધર્મ વગેરેનો અંત આણવાની ઝુંબેશ ઉપાડી. ગાંધીજી જે કરવા માગતા હતા અને ગાંધીજીની વિદાય સાથે મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંધ માલિક : શ્રી મુંબઇ જૈન યુવક સંધ : મુદ્રક અને પ્રકાશક : શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ : ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુખ–૩. મુદ્રણુસ્થાન : ધી સ્ટેટ્સ' પીપલ પ્રેસ, કાટ, મુખ—૧.