________________
તા. ૧-૧૧-૬૮
શીલવંતી બની છે. વેધકતા એની આનીપજ છે. તથ્યને, કેવળ તથ્યને જોવાની પ્રમાણિક તટસ્થતાની હાજરીથી સત્યને પ્રગટ થવામાં કર્યાંય લજ્જા નથી આવી. જીવનઘટનાને, હકીકતની મર્યાદામાંથી ઊઠાવીને, સત્યના પ્રસાદમાં મુકત કરવી એ કવિકર્મ છે. આ મુકિત પુનવિધાન નથી, જીવનના અભિનવ આવિર્ભાવ છે.
એટલે જ એ પુસ્તકની કથા બે વ્યકિતઓની સાધારણ મુલાકાતની વાત નથી રહેતી, બે જણાં જ્યાં એક થાય છે, તે એકાન્તમાં જન્મેલી મૈત્રીની એકતાનું કાવ્ય બની રહે છે. આ કાવ્ય બે માનવા વચ્ચે સરજાયું હાવાથી, એમાં કોઈ એકનું કર્તૃત્વ નથી. એટલે કયાંય અહંતાના દંશ નથી. પ્રેમનો અભિષેક છે.
અધ્યાત્મ અને જીવન વિમલાબહેન માટે બે જુદા પદાર્થ નથી. એક જ સત્યના બે પર્યાય છે. એક વિના બીજાનું અસ્તિત્વ નથી. એવી રીતે સત્ય અને વિજ્ઞાન પણ એક જ તથ્યનાં બે પાસાં છે. સત્યની પાસે વિજ્ઞાનની અનિરૂદ્ધ ચોક્કસાઈ છે. એટલે સત્યના વૈજ્ઞાનિક આકલનને એ આ જીવનની શ્રાદ્ધા કહે છે.
સહજ જીવનની લીલા હોય છે. સંસ્કૃત જીવનની કલા હાય છે. લીલા સ્વયંભૂ આવિર્ભાવ છે. કલા બુદ્ધિ કે પ્રજ્ઞાનું નિર્માણ છે. સહજ જીવનની લીલામાં નિજાનંદનો પરિમલ હોય છે. સંસ્કૃત જીવનની કલામાં જીવનનો પરિતોષ હોય છે, સંતૃપ્તિ પણ ત્યાં આનંદના આભાસ બને છે, આનંદ પોતે નહીં. આનંદ એ જીવનની સમગ્રતાનો અનુગ્રહ છે. એટલે આનંદની ઉપસ્થિતિ એ જ હુંપદનું વિસર્જન: નિજાનંદની એ જ સહજતા અને એ જ આત્મરતિના વિલાસ છે.
રસૌ વૈ સ: । રસિનિધ પ્રભુમાં અખિલ જીવનનું આતપ્રોત થવું એ જ કૃતાર્થતા. એ જ આર્જવ. આ કૃતાર્થતાના પ્રસાદ જેનેં મળે છે તે જીવન અભિનંદનનું અધિકારી છે. * આબૂ, ફેબ્રુ આરી, ૧૯૬૮
કિસનસિંહ ચાવડા * લેખકના તરતમાં જ પ્રસિદ્ધ થનાર પુસ્તક “ તારામૈત્રક ” માંથી.
નૂતન વર્ષના સંદર્ભોમાં પ્રાથના
शिवमस्तु सर्वजगतः,
परहितनिरता भवन्तु भूतगणाः ।
दोषाः प्रयान्तु नाशं
सर्वत्र सुखीभवन्तु लोकाः ॥
પ્રભુ જીવન
ॐ तत्सत् श्री नारायण तू, पुरुषोत्तम गुरु तू । सिद्ध-बुद्ध तू, स्कन्द विनायक सविता पावक तू જ્ઞા મળ્યું તૂ, ચચ રાષિત તૂ, રૂતુ-પિતા પ્રભુ તૂ॥ रुद्र विष्णु तू, राम कृष्ण तू, रहीम ताओ तूं ॥ वासुदेव गो - विश्वरूप तू, चिदानन्द हरि तू । अद्वितीय तू, अकाल निर्भय आत्म-लिंग शिव तू ॥
ईशावास्यमिदं सर्वम् ।
विनोबा
આ તો ઈશ તણા આવાસ :
તું આમંત્રિત અતિથિ એને : નહિ સ્વામી નહિ દાસ ! એ પીરસે તે ખાવું રસથી એ આપે તે લેજે : એના જતને તારાં ગણીને એ રાખે તેમ રહેજે : વેરા પ્રતિપળ પ્રેમનું હાસ; અખંડ ચાલે બ્રહ્મ-ચિચોડો: કોઈ તાણે, કોઈ માણે; તું નવરો નવ ગૂંજે: વહેજે ભૂંસરી ગજા પ્રમાણે :
કામમાં નાવે કદીય કચાશ !
તું અથરો નવ થાજે જાવા, નવ રે’જે વળી ચોંટી : સૌ વચ્ચે વહેંચીને ખાજે : રામની દીધેલ રોટી, સુધા સમ સમજી સહ્યારી છાશ આ તો ઈશ તણો આવાસ !
૧૪૭
કરસનદાસ માણેક
सत्यं शिवं सुन्दरम्
સંસારે સઘળે ભલે અસત્ છે, શું સત્ય છે કર્યાંય ના? જયાં ત્યાં દુ:ખ વિષાદ છે। વરસતાં, શું ભદ્ર દેખાય ના? છે સર્વત્ર કુરૂપ ને મલિનતા, સૌંદર્ય શું ના લસે? રે રે જીવનમાં સદા નિરખિયે સત્યં શિવં મુત્ત્વમ્ ॥
નટવર મ. દવે
નૂતન વર્ષ પેાતાનાં આગમન સાથે આપણે માટે શું ભેટ લાવ્યું અને શે। સંદેશ લાવ્યું તે વિષે વિચારતાં ધ્યાનમાં આવ્યું કે બહુ જ શુભશુકનથી આ વર્ષના પ્રારંભ થઈ રહ્યો છે.
ભેટ વિષે વિચારતા લાગ્યું કે આપણા પ્રધાનમંત્રી શ્રીમતી ઈન્દિરા ગાંધીનાં ત્રણ અઠવાડિયાનાં દૂર દેશનાં વિસ્તીર્ણ પ્રયાસ દરમ્યાન તેઓ તે તે દેશમાં રાજ્યકર્તાઓ, નેતાઓ અને નાગરિકગણ ઉપર ભારતીય દૃષ્ટિબિંદુના બહુ સારો પ્રભાવ પાડી શક્યાં છે. તેમનાં વક્તવ્યમાં તેઓએ વિશ્વશાંતિની અને પરસ્પર સહયોગની ઉત્કટ ભાવનાનાં દર્શન કર્યા, એકતા અને વિશ્વબંધુત્વનું મહત્વ નિહાળ્યું અને સૌથી મહત્ત્વના સૂર તો એ રહ્યો કે આપણે સૌ આટઆટલા વિચારવંત અને કલ્યાણ-કામનાવાળા લોકો હોવા છતાં ત્રીજા વિશ્વયુદ્ધ વિષે એક નાનાશે વિચાર પણ કેમ ઊઠી શકે? અને આવી ભાવનાનો વિચાર જો બધાનાં મનમાં ઉદ્દ્ભવ થાય તો ખરેખર યુદ્ધનાં વિચારને ટાળી શકવાની સંભાવના છે.
આપણાં દેશની જાગૃત સ્ત્રીશકિતનાં પ્રતિનિધિ ઈન્દિરાબહેનની આવી ઉન્મત્ત ભાવનાવાળી વાતોની અસર જરૂર પડી છે, અને એજ એમની સૂક્ષ્મતાની સૂચક છે. તેઓ આપણાં અભિનંદનનાં
અધિકારી છે.
નોબેલ પ્રાઈઝ વિજેતા ડૉ. ખારાનાની પોતાની શોધમાં સફળતા પણ નવા વર્ષની સુંદર ભેટ છે.
હવે આ વર્ષના શા સંદેશો છે તે આપણે જૉઈએ. વિશ્વનાં મહાન વૈજ્ઞાનિક આઈનસ્ટાઈન પોતાની સૂક્ષ્મબુદ્ધિ અને સતત પ્રયોગથી જડ પદાર્થને એટમિક એનર્જીમાં પરિતિત કરી શકયા.આ એક સિદ્ધ થયેલી વાત છે. જો જડ પદાર્થ ઉપર સંશોધન અને પ્રયોગ કરવાથી એનું એક ખાસ શકિતમાં રૂપાંતર કરવાનું સંભવિત બન્યું (જેનો ભલા અને બુરા બેઉં જાતનાં કાર્યોમાં ઉપયોગ થઈ શકે છે અને થઈ રહ્યો છે.) તે આગળ વિચારતાં એક બીજી મેટી સંભાવના પણ સ્પષ્ટ દેખાય છે કે, જે “એનર્જી ’ શકિત જીવંત છે, અને પ્રત્યેક મનુષ્યમાં પડી છે, એનું પણ વિશેષ પ્રયોગાદ્વારા સંસ્કરણ કરીને એક મહાન શકિતશાળી એનર્જીમાં રૂપાંતર હાવું શક્ય બની શકે છે. આવા વૈજ્ઞાનિક પ્રયોગો આપણા દેશમાં ભૂતકાળમાં સફળતાપૂર્વક સંપન્ન થઈ ચૂકેલા છે. એટલે આમ થવું સર્વથા સંભવ છે, અવશ્ય સંભવ છે. કારણકે અહીં તો ચેતનાપર, જીવંત ચેતના પર પ્રયોગ છે. જડ પદાર્થમાં જે પરિણામ સંભવિત બન્યું, તેનાથી પણ અધિક માત્રામાં ચેતનાપર સિદ્ધ પરિણામ આવવું શક્ય છે અને મજાની વાત તો એ છે કે આવી સિદ્ધિને ઉપયોગ માત્ર વિશ્વનાં ક્લ્યાણમાં જ હોવા સબવે છે. આવા જીવનનાં વૈજ્ઞાનિક લોકો જ વિશ્વનું કલ્યાણ કરી શકે છે.
નોંધ આવી જીવંત ચૈતનવંત શકિતઓ તે ઘરઘરમાં પડી છે અને તેમાંથી ઘણાંનાં મનમાં પોતાનું જીવન યથાર્થરૂપમાં સફળ બનાવી