SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ પ્રબુદ્ધ જીવન તા. ૧-૧૧-૧૮ વના કિનારે કુદરતની ગોદમાં બેસી બેટીંગ થઈ રહ્યું હોય તે જોઈ, ખાઈપી આનંદ કરી રાત્રે પાછા ફર્યા. ટોરોન્ટોથી એન-આરબારની મુસાફરી બસમાં કરી. એનઆરબારમાં મિશિગન યુનિવર્સિટી છે. આ નગર નાનું પણ સેહામણું છે. આને માત્ર વિશ્વવિદ્યાલય નગર કહીએ તે પણ ચાલે. યુનિવસિટીમાં ૩૭,000 થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ઘણા કુટુંબી વિદ્યાર્થીઓ હોય છે. તેથી તેમને સકુટુંબ સાથે રહેવાની સગવડ નર્થ કેમ્પસમાં કરી છે. તે કેમ્પર પણ એક નાના સબર્બ જેવું છે. પણ પહાડી પ્રદેશમાં વસાવેલ હોઈ અને નવું વસાવેલ હોઈ ઘણું જ સુંદર છે. એન-આરબરમાં વિખ્યાત સંગીતવિદ્યાલય છે. તે પણ આ નેઈ કેમ્પસમાં, ત્રણ તરફ પહાડ, સામે નાનું એવું સરોવર, એવી રમણીય જગ્યાએ બાંધ્યું છે. કુદરત જોઈને ન ગાવું હોય તે પણ ગાવાનું મન થાય એવું સુંદર વાતાવરણ છે. આ ઉપરાંત યુનિવસિટીના એજીનિયરિંગ વગેરે વિભાગના સંશાધનખાતાનાં મકાન પણ આ પહાડી પ્રદેશમાં ઊંચી-નીચી જગ્યાએ બાંધ્યા છે. ખરેખર વાતાવરણ વિદ્યામય છે. નગરની ધમાલ નથી. ડૅ. પદ્મનાભજીને ત્યાં ગયો એટલે આ બધું જોવાનું મળ્યું. એ જ દિવસે માં અહીં પેપીરસ કૅન્ફરન્સ હતી. તેના અનુસંધાનમાં જુની હસ્તપ્રતોનું પ્રદર્શન ગાઠવ્યું હતું. પ્રદર્શનમાં પેપીરસ પર લખાયેલા પુસ્તકોનાં પાનાં જોયાં. જિંદગીમાં આ પ્રથમ જ વાર પેપીરસનું દર્શન કર્યું હતું. આપણે ત્યાં તાડપત્ર કે ભાજપત્ર પર જનાં પુસ્તકો લખાતાં, પણ તે પહેલા, પણ પેપીરસ વપરાતે, એ નામના ઝાડની છાલમાંથી પાના બનાવી તે પર લખવામાં આવતું. પેપીરસના પાના ઈ0 પૂર્વ ત્રીજી સદી સુધીના જૂના પણ હતા. અને વળી ઠીંકરા ઉપર લખાણ પ્રથમથી ચોથી સદી સુધીનું પણ જોયું. ૨૫૪ ઈ. પૂર્વના એક પાનામાં ગધેડું ખવાઈ ગયાની સૂચના નગરજનોને આપવામાં આવી છે. ' વળી, તે ઈ0 પૂર્વ ત્રીજીથી ઈસવીના પ્રારંભ સુધી લખાયેલા પાનાએમાં મકાન બાબત, સૈનિકોના ગણવેશ, સૈનિકને અપાયેલ આશા, કોઈ સૈનિક રજા વિના ગમે હશે તેથી તેને પૃચ્છા ઈત્યાદિ સામગ્રી હતી. કોઈમાં સાહિત્યકૃતિ પણ લખાયેલ હતી. વળી મોટે ભાગ બાઈબલનાં અમુક પ્રકરણની નકલવાળા હતા. આ જોઈ એનઆરબર આવ્યો તે સાર્થક થયું. એન - આરબરની આસપાસ શ્રી પદ્મનાભની મેટરમાં ૪૦૦૫00 માઈલ ફર્યો. તેમાં ‘બીચ'દર્શન પણ કર્યું. તળાવ કે નદી કે સમુદ્રના કિનારે જો નહાવાની સગવડ હોય તે સહેલાણીઓ રજાના દિવસમાં નીકળી પડતા હોય છે અને ઉજાણી કરતા હોય છે. એનઆરબરમાં રહેતા અમુક ભારતીય વિદ્યાર્થીઓએ ત્યાંથી ૩૫ માઈલ દર આવેલ કેન્સીંગટન લેકના બીચ ઉપર ઊજાણી ગાઠવી હતી એટલે પદ્મનાભનું કુટુંબ પણ તેમાં સામેલ થયું હતું. મોટા ભાગના વિદ્યાર્થીઓ અહીં સકુટુંબ પણ હોય છે, તેથી સૌ પોતપોતાને ઘેરથી ફાવે તે બનાવી લાવ્યા હતા, તે સૌએ બીચની મજા માણ્યા પછી સાથે મળી ખાધું અને પછી સૌ પોતપોતાની મેટરમાં રાત્રે ઘરે પહોંચ્યાં. બીચનાં દૃશ્યનું વર્ણન જાણી જોઈને નથી કરતે, અને એ દૃશ્ય જોઈ અમને જે વિચાર આવ્યા તે વિષે પણ હવે લખવા જેવું નથી. ટોરોન્ટો, તા. ૧૫-૯-૬૮. દલસુખ માલવણિયા અનંતના યાત્રિક (“On an Eternal Voyage ” જેને નીચેના લખાણમાં ઉલ્લેખ કરવામાં આવ્યું છે, એ અંગ્રેજી પુસ્તકમાં શ્રી વિમલાબહેન ઠકારના અપૂર્વ રૂપાંતરની વાત અંતહિત પડી છે. ઉપરાંત કમી કૃષ્ણમૂર્તિ-કૃષ્ણજી સાથેના એમના આંતરખ્યની આત્મીથતાની સુગંધ એમાં સતત રસળતી રહે છે. આ પુસ્તક વાંચ્યું ત્યારે મારા ચિત્ત ઉપર એવી છાપ ઊઠી હતી કે જાણે આ નાનાશા પુસ્તકમાં મૈત્રીની એકતાનું કાવ્ય આલેખાયું છે. એટલામાં ભાઈ પરમાનંદ કાપડિયાએ એ પુસ્તકનો ગુજરાતી અનુવાદ કરવાનું સૂચવ્યું. એમના સ્નેહને વશ થઈને એને ગુજરાતી અનુવાદ કર્યો એ સારું જ થયું. આબૂમાં વિમલાબહેન સાથે ચાળીસેક દિવસ સાથે રહેવાનું થયું. એ સમય દરમિયાન એ અનુવાદ પૂરો કર્યો અને એમની સાથે બેસીને મૂળ અંગ્રેજી સાથે સરખાવી જવાની પણ વિરલ તક મળી. એથી મેટો લાભ એ થયો કે વિમલાબહેન ગુજરાતીમાં આ પુસ્તક લખે તે કેવું લખે એ દષ્ટિએ એનું રચના સ્વરૂપ બંધાયું. અંગ્રેજી પુસ્તકને જે ગુજરાતી અનુવાદ થયું છે. તે અનંતને સથવારે' એ નામે અમદાવાદની બાલગોવિદ પ્રકાશન સંસ્થા તરફથી નવેમ્બરની શરૂઆતમાં પ્રસિદ્ધ થશે. “અનંતને સથવારે' એ નામ પણ વિમલાબહેને જ આપીને એના રહસ્યને છતું કર્યું છે. કિસનસિંહ ચાવડા) થોડા સમય પહેલાં શ્રી વિમલાતાઈ ઠકારનું નાનુંશું પુસ્તક “On an Eternal Voyage” – ‘અનંતને સથવારે’ વાંચવાનું બન્યું. પુસ્તક વાંચ્યું તે પહેલાં વિમલાબહેનના ગાઢ પરિચયમાં આવવાનું બન્યું હતું. એટલે એમનાં બીજાં બે પુસ્તકો “Mutation of Mind ” અને “From Heart to Heart” ને સ્વાધ્યાય પણ કર્યો. આ ત્રણે પુસ્તકો વાંચ્યા પછી એમના માનસપિંડની સમગ્રતાને સાથે મુકાબલો થશે. ગુજરાતમાં વિમલાબહેન, વિનેબાના સાથી તરીકે અને સર્વોદયના તેજસ્વી અને વિચારશીલ અગ્રણી તરીકે જાણીતાં છે. છેલ્લા છેલ્લા ગુજરાતમાં લેકશાહી ઉપર એમનાં જે વ્યાખ્યાને થયાં, જુવાન પેઢીની શકિત બુદ્ધિને બરાબર નાથી, સાચી નહેરમાં નાખવાની પ્રવૃત્તિરૂપે જે શિબિર થઈ તે ઉપરથી એમની તંદુરસ્તી અને તસ્ટથ પ્રતિભાને પણ આપણા લોકોને સારો પરિચય થયું છે. હમણાં થોડા મહિના પહેલાં મુંબઈમાં અને અમદાવાદમાં એમનાં જે અપૂર્વ પ્રવચને થયાં હતાં તેમણે મારા માનસ ઉપર એક ઊંડી મુદ્રા ઊઠાવી છે. જીવનની કૃતાર્થતા આનંદની ગંગોત્રી પાસે પહોંચવામાં અને ત્યાંથી આનંદગંગાના નિર્મળ વારિને નીચે ઉતારી લાવી સમગ્ર જીવનમાં સિચીને જિદગીની હરિયાળીને ઉછેરવામાં રહેલી છે. આ વાત અને વસ્તુને એમણે અનુભૂતિના નવાણમાંથી એટલી સ્પષ્ટ રીતે પ્રગટ કરી હતી કે મારૂં અંતર પ્રતીતિની સુગંધથી ગદ્ગદ્ થઈ ગયું હતું. એમના દર્શનમાં અંતરનિષ્ઠા, વિશદતા અને વિનમ્રતા ત્રણેયને ત્રિવેણી સંગમ હતે. વિમલાબહેનને નિકટતાથી નિરખવાનું અને આત્મીયતાથી પામવાનું બન્યું છે. સર્વોદયના સત્ત્વનું અને તત્ત્વનું એમનું આક્લન જીવનરસની સમગ્રતાથી રસાયેલું છે એ વિદિત છે, છતાં સર્વોદયનાં પ્રવૃત્તિ અને સંગઠનથી એ સ્વતંત્ર છે એ વાત હવે અછતી નથી. એ મુકત અને મરમી જીવનયાત્રી છે એ વાતની સુગંધ પણ એમનાં આપ્તજનમાં આવી છે. છતાં એમના સમગ્ર જીવનની સર્વતોમુખી એજિસ્વી પ્રતિભાની લીલા હજી અજાણી છે. એમના જીવનની સહજતા એમની સામાન્યતામાં અંતહિત થયેલી છે. એટલે જ પોતાની સામાન્યતાના ઐશ્વર્યને કોઈ પણ ભોગે ખાવા એ તૈયાર થતાં નથી. “On an Eternal Voyage – અનંતને સથવારે ” એ નાનીશી પુસ્તિકામાં તથ્યનું નિવેદન છે. જીવનના પ્રાચીન રૂપની વિદાય અને નવા રૂપના આગમનને સંકેત છે. ઘટનાઓના અનુબંધ પૂરતું જ નિરૂપણ છે. અનિવાર્ય હોય એટલું જ વર્ણન છે. આ સ્વાભાવિકતાને કારણે જીવનનું એજિસ્ ઘટનાઓની વચ્ચેથી ડોકિયું કર્યા કરે છે. પ્રસંગને આખો ક્રમ એવી રીતે ગોઠવાય છે કે તે જ પિતાની ગોઠડી કહે છે. ઘટના અંશની બની હોય, તો પણ એની સમગ્રતા અખંડ રહી છે. એ અખંડિતતાનું લાવણ્ય એ આખા આત્મનિવેદનની વિશેષતા છે. - તથ્યના આલેખનમાં સન્નિષ્ઠા હોવાથી, શૈલી આપમેળે - બR 1
SR No.525953
Book TitlePrabuddha Jivan 1968 Year 29 Ank 17 to 24 and Year 30 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1968
Total Pages268
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy