________________
૧૪૦
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧૧-૬૮
5% વળી પાછી પૂજ્ય કાકાસાહેબ અને માંસાહાર
રે
તા. ૧-૯૬૮ ના પ્રબુદ્ધ જીવનમાં પૂજ્ય કાકાસાહેબ કાલેલકરને ‘ભીષ્મની અહિંસા' એ મથાળાને લેખ અને તે ઉપર ટીકાટીપણી-એ બધું પ્રગટ થઈ ચૂકયું છે. તેમાં માંસાહાર અને માંસા- હારીઓ પ્રત્યેના કાકાસાહેબના ઋજુ વલણ અંગે ઠીક પ્રમાણમાં ચર્ચા કરવામાં આવી છે. વળી પાછું કટોબર માસની ૧૮ મી તારીખે અમદાવાદ ખાતે યોજાયેલા ગુજરાત વિદ્યાપીઠના ૨૧ મા પદવીદાન સમારંભ પ્રસંગે અપાયેલા દીક્ષાંત પ્રવચનમાં કાકાસાહેબે કરેલાં અમુક વિધાનોએ નવો ઉહાપોહ પેદા કર્યો છે. તેમના એ પ્રવચનમાં આગળ વધતાં તેઓ જણાવે છે કે: “. પણ, હવે આપણા દેશના તેમ જ બહારના હિન્દુ-અહિન્દુ બધાને દાખલ થવાનું મન થઈ શકે એવું નવું આશ્રમજીવન આપણે ગોઠવવું જોઈએ. એ દિશાએ કામ કરવા જતાં પહેલું પગલું શું હોય એવા સવાલ મને પૂછવામાં આવ્યા. મેં કહ્યું, “હું પોતે શુદ્ધ નિરામિષાહારી છું. પશુપક્ષીનું માંસ, માછલાં કે ઈંડાં કશું લેત નથી, શરાબ પી નથી, પણ બધાના હાથનું ખાઉં છું. પ્રાણીઓને મારીને ખાવાં એ પાપ સમજું છું, છતાં હું જાણું છું કે દુનિયાના માણસે મોટે ભાગે માંસાહારી છે. એ બધાને પાપી કહેવા કે માનવા હું તૈયાર નથી, એટલું જ નહિ પણ, એમને સાથે બેસાડીને ભોજન કરવામાં મને વાંધો નથી. મારી જેવા શુદ્ધ શાકાહારી સ્વજને જ્યારે પરદેશ જાય છે ત્યારે માંસાહારી લોકોના ઘરમાં અને હોટેલમાં રહે છે, જમે છે અને છતાં માંસાહર ન કરવાને પિતાને આગ્રહ જાળવી શકે છે. સ્વરાજ્યની લડતના દિવસેમાં જ્યારે આપણે બ્રિટિશ રાજ્યની જેલની દિવાલો ભરી દીધી હતી ત્યારે ત્યાં આપણે ભેગાં મળીને શાકાહારી અને માંસાહારી બને રડાં સાથે જ ચલાવતા હતા. ત્યારે એ જ અનુભવને માન્ય રાખી આપણે હવે પછીના આપણા આકામાં બન્ને આહારને અવકાશ આપવો જોઈએ. “બે રસોડાં અલગ, પણ જમવાનું સાથે બેસીને’ એટલે સુધારો આપણે દાખલ કર્યો જ છૂટકો. આ જાતની વ્યવસ્થા કેટલાંયે સંસ્કારી સ્થાનોએ ચાલતી મેં જોઈ છે. બંગાળ તરફના આશ્રમેમાં માછલાં ખાવાનો રિવાજ પ્રથમથી ચાલતો આવ્યો છે. એવો જ નિયમ હવે સર્વત્ર માન્ય થવો જોઈએ. ભિન્નધર્મી લોકો વચ્ચે અળગાપણું હવે આપણે સહન ન જ કરવું જોઈએ. ‘ધર્મભેદને કારણે બધી રીતે જીવનભેદ થાય અને તે તે ધર્મની ઉણપ ગણવી જોઈએ.”
કાકાસાહેબ કાલેલકરના પ્રવચનના આ મુદ્દાને અનુલક્ષીને વિદ્યાપીઠના કુલપતિ તરીકે પ્રવચન કરતાં માન્યવર મેરારજી દેસાઈએ જણાવ્યું કે"...બીજી વાત માંસાહાર અને શાકાહારને અપનાવવા વિશે એમણે કહી છે. એટલે અહીં પણ બે રસેડાં ચાલે એમ થયું. કાકાસાહેબ હમેશાં ક્રાંતિકારી રહ્યા છે. એમાં તે કેળવણીના ચિંતનશીલ રહ્યા છે. વિદ્યાપીઠનું ધ્યેય સત્ય અને અહિંસાથી વેગળુ ન હોય. એટલે એનાથી
અવિરોધી એવાં સાધને અહીં વપરાવાં જોઈએ. તેથી જો માંસાહારને વિદ્યાપીઠમાં સ્થાન આપીએ તો તે ધ્યેયથી વિરુદ્ધ છે એમ થયું. જે ધ્યેયને આપણે વર્યા છીએ, જે દષ્ટિ આપણે રાખી છે તે બરાબર છે એમ માનતા હોઈએ તો માંસાહારીની સાથે ઝઘડે ન કરીએ. પણ માંસાહારને સ્થાન ન આપીએ. ધર્મ અને માંસાહાર એક નથી. એમ કરવાથી બધા ધર્મો એક નથી થવાના. બધા ધર્મએને અહીં સરખું સ્થાન છે. બાપુએ આશ્રમ ચલાવ્યા. ત્યાં પણ સંપૂર્ણ શાકાહાર હતો. એટલે વિદ્યાપીઠમાં કાકાસાહેબની સૂચના સ્વીકારી શકાય નહિ એમ મને લાગે છે. છતાં વિદ્યાપીઠ મંડળ ઈચ્છે તે...”
આજે આપણે એવા વિચિત્ર સમયમાં જીવી રહ્યા છીએ કે આપણા અનન્ય આદરને પાત્ર બનેલા એવા મહાનુભાવો તરફથી આપણા અત્તર મર્મને આઘાત પહોંચાડે એવાં વિધાને આપણા
ભાગે સાંભળવાનું આવે છે! એક બાજએ આચાર્ય રજનીશજી પિતાનાં તાજેતરમાં પ્રવચનમાં “સેકસ'ની પવિત્રતાને બિરદાવી રહ્યા છે અને સંભોગસુખ સમાધિસદશ હોવાનું જણાવી રહ્યા છે, તે બીજી બાજુએ કાકાસાહેબ કાલેલકર માંસાહાર અને માંસાહારીએ પ્રત્યે અસાધારણ દાક્ષિણ્ય દાખવી રહ્યા છે અને આપણા આશ્રમમાં માંસાહાર દાખલ કરવાની હિમાયત કરી રહ્યા છે. વૈચિત્ર તો એ છે કે જ્યારે એક આજન્મ બાળબ્રહ્મચારી છે ત્યારે અન્ય આજન્મ નિરામિષાહારી છે. આપણી જાડી બુદ્ધિ અને રૂઢ વિચારસરણી આ બાબતમાં આ બન્ને મહાનુભવને સમજી શકતી નથી, સ્વીકારી શકતી નથી.
જે દેશમાં માંસાહાર સર્વસાધારણ છે ત્યાં તે આ પ્રશ્ન ઊભે થતું જ નથી. આપણો દેશ કે જયાં નિરામિષાહારીઓ અને માંસાહારીઓ સાથે સાથે અથવા છૂટાછવાયા વસે છે ત્યાં પણ આ પ્રશ્ન આજ સુધી ઊભા થયે નહોતે. ભલે આપણામાં કોઈ માંસાહારી હોય તે પણ, આપણા ચાલુ આચારવિચારમાં માંસાહારની અપેક્ષાએ નિરામિષાહારને એક વધારે ઉન્નત જીવનમૂલ્ય તરીકે સ્વીકાર થતો રહ્યો હતો અને તેથી જ્યાં બન્ને પ્રકારની આદતવાળા લોકોના સહભેજનો પ્રશ્ન હોય ત્યાં નિરામિષાહારી લોકોની લાગણીનો
ખ્યાલ કરીને બધાં માટે નિરામિષાહારી ભોજનની જ વ્યવસ્થા જાણે કે સહજ હોય એ રીતે આસુધી સ્વીકારાતી આવી હતી. છેલ્લાં બે ચાર વર્ષ બાદ કરે તો કેંગ્રેસના અધિવેશન દરમિયાન ગોઠવવામાં આવતે સામૂહિક ભેજનપ્રબંધ પણ નિરામિષઆહારના ઘોરણે જ કરવામાં આવતું હતું. ચાલુ માંસ ખાતા લોકોમાં ધાર્મિક પર્વના દિવસે માંસપરિવારની પ્રથા આજે પણ ઘણા ઠેકાણે પ્રચલિત છે. બદ્રીકેદારની યાત્રાએ ગયેલ ત્યારે અનેક ઠેકાણે પૂછતાં એમ જાણવામાં આવેલું કે આ તીર્થની યાત્રાએ આવેલ યાત્રિક યાત્રા દરમિયાન માંસાહાર ન જ કરે.
કાકાસાહેબ બંગાળના કેટલાક આશ્રમમાં માછલાં ખવાતા હોવાનું જણાવે છે. આમાં કાંઈ આશ્ચર્ય પામવાનું કારણ નથી. રામકૃષ્ણ મિશનના સંન્યાસીઓને માંસાહારત્યાગ ફરજિયાત નથી એ જાણીતું છે. ખ્રિસ્તી મઠોમાં માંસ અને મને ઉપયોગ થાય જ છે. પણ એ ઉપરથી ગાંધીનિષ્ઠા જેના પાયામાં રહેલી છે એવી આકામસંસ્થાઓમાં પણ માંસાહાર દાખલ કરવાની વાત કરવી એ ગાંધીનિષ્ઠાને ઈનકાર કરવા બરાબર છે. આ જ બાબત જૈન વિચારસરણી ઉપર આધારિત આશ્રમેને પણ લાગુ પડે છે. શું ત્યાં પણ કાકાસાહેબના અભિપ્રાય મુજબ માંસાહાર દાખલ કર એ ઉચિત ગણાશે ખરું?
બીજે જ્યાં ભય પ્રકારના આહારથી ટેવાયેલા લોકો વસે છે તેવા દેશની આશ્રમ સંસ્થાઓને સર્વસુલભ બનાવવા માટે તે સંસ્થામાં માંસાહારને પ્રબંધ કરવાની જરૂર છે એમ નથી, પણ ઉભયમાન્ય અને સર્વસાધારણ એવા નિરામિષ આહારને સ્વીકાર જ ઈષ્ટ અને આદરણીય છે. માંસાહારની ટેવવાળા માંસાહારની અપેક્ષા રાખે એ સમજી શકાય તેવું છે, પણ આપણા જીવનમાં શાકાહાર એટલો બધો વણાયેલું છે કે માંસાહારીઓ બહુ સહેલાઈથી શાકાહારથી ટેવાઈ શકે છે અને તે ખોરાક તેઓ પુરા રસથી માણી શકે છે. તેમને કદાચ ટેવાતાં થોડો સમય મુશ્કેલી પડે, પણ જેના પાયામાં નિરામિષ આહારનું એક સ્વતંત્ર મૂલ્ય રહેલું છે તેવી સંસ્થાના સંચાલકોને માંસાહાર દાખલ કરવાનું કહેવું તે તેમની સમગ્ર વિચારસરણીની અવમાનના કરવા બરાબર છે.
આપણી આશ્રમ સંસ્થાઓમાંની કોઈ ચોક્કસ પ્રકારની ધાર્મિક માન્યતા ઉપર તે કોઈ ચોક્કસ પ્રકારની વિચારસરણીના સ્વીકાર ઉપર અને તેમાંથી ફલિત થતા શિસ્ત ઉપર આધારિત હોય છે. જેમ કે