________________
તા. ૧-૧૧-૬૮
પ્રબુદ્ધ જીવન
૧૩૯
ફ્રોઈડના નિયમ મુજબ માનવીની ચાર ક્રિયાને આહાર, નિદ્રા, ભય ને મૈથુનને નિયંત્રણ ન હોવું જોઈએ.
પણ વિચારપૂર્વકનું નિયંત્રણ શકય છે. જરૂરનું છે. સ્વચ્છેદમાં વિનાશ છે.
કાલીદાસનું શાકુંતલ જુઓ. તેમાં ય પ્રથમ દષ્ટિના પ્રેમની વાત છે. પણ અંતે ત્યાગ અને તપશ્ચર્યાથી થતા સાચા મિલનની ગૂંથણી છે. પ્રેમથી ઊંચી કોઈ ચીજ નથી. પણ એ તો જેને સદ્ભાગ્ય સાંપડયું
તાજેને સદભાગ્ય સાંપડયુ હોય તેને જ સાચો પ્રેમ મળે. મનની ચંચળતાનું સરસ વર્ણન – ભર્તુહરિએ કર્યું છે.
याम् चिन्तयामि सततम् मयि साविरक्ता, साप्यनदिच्छति जनम् सजनोऽन्यसकतः। अस्मद्कृ ते परितुष्यति च काचिदन्या धिक् तं च तां च मदनं च इमां च माम् च ।। આમ તેઓ બધાં એક બીજાને પ્રેમ કરતાં હતાં. છતાં બધાં રાંચળ હતાં. આ ન ચાલે. એટલે એ સૌને અંતે ધિક્કારે છે.
શેક્સપીયરને ‘ઓથેલે” જુઓ, સાહિત્યકારે પ્રણય ત્રિકોણમાં જ રાચતા હોય છે, તેમણે તેની પરંપરા સર્જી છે. સ્ત્રી - પુરુષને પ્રેમ એ કેવળ વ્યકિતગત પ્રેમ નથી. તે સમગ્ર જીવનને આવરી લે છે. લગ્નવિરછેદ ને વિધવાવિવાહ પણ કોઈ વાર અનિવાર્ય થઈ પડે છે.
આ આખાયે પ્રશ્નને જોવાની દષ્ટિ કેવી છે તે સમજી લેવું જોઈએ. આપણે અન્ય સ્ત્રીઓને પુરુષ સાથે વહેવાર કે રહેશે? આપણે આપણા મનને ચંચળ થવા દઈશું કે સ્થિર બુદ્ધિ થઈશું? કામવાસનાને અને ચંચળ મનને ઉત્તેજનાની જરૂર જ નથી. તેને સતત જાતિ અને અંકુશની જ જરૂર છે. ગીતામાં સ્થિરબુદ્ધિનું વર્ણન આપ્યું છે.
અંતે ટાગોરે શકુન્તલા અને કુમાર સંભવના કરેલ વિવેચનમાંથી બે અવતરણો આપી મારું વક્તવ્ય પૂરું કરીશ. આ ફકરાઓમાં ભારતીય દષ્ટિબિન્દુનું હાર્દ આવી જાય છે અને તે આજે પણ સત્ય છે.
“ઉભય કાવ્યમાં કવિએ બતાવ્યું છે કે, મેહમય હોઈ જે અકૃતાર્થ છે તે જ મંગલમય થઈ કૃતાર્થ બને છે. તેમણે દેખાડયું છે કે જે સૌન્દર્ય ધર્મથી સંયત છે તે જ ધ્રુવ છે. અને પ્રેમનું શાન્ત, સંયત, કલ્યાણરૂપ જ શ્રેષ્ઠ રૂપ છે. સંયમમાં જ સૌન્દર્યની
ખરી શેભા છે. ઉચ્છુખલતામાં તેની તરત વિકૃતિ થાય છે. ભારતવર્ષના પુરાતન કવિએ પ્રેમને જ પ્રેમના અન્તિમ ગૌરવ તરીકે સ્વીકાર્યો નથી, કલ્યાણ જ પ્રેમનું પરમ લક્ષ્ય છે એ પોકારીને કહ્યું છે. તેમને મતે સ્ત્રી પુરુષનો પ્રેમ સુંદર નથી, સ્થાયી નથી. જો તે વંધ્ય હોય, જો તે પોતામાં જ મર્યાદિત થઈ રહે, કલ્યાણને જન્મ ન આપે, અને સંસારમાં, પુત્રપુત્રીમાં, અતિથિમાં અને પડપડોશીમાં વિવિધ સૌભાગ્ય રૂપે વ્યાપ્ત ન થય."
જે પ્રેમને કોઈ બંધન નથી, કોઈ નિયમ નથી, જે એકદમ નરનારી ઉપર આક્રમણ કરી, સંયમદુર્ગના તૂટેલા બૂરજ ઉપર પિતાની વિજયપતાકા ફરકાવે છે. તેની શકિતને કાલીદાસે સ્વીકાર કર્યો છે. પરંતુ તેની આગળ પ્રણિપાત કરતા નથી. તેમણે બતાવી આપ્યું છે કે જે અંધ પ્રેમ–સંજોગ માણસને પિતાના કર્તવ્ય વિષે પ્રમા બનાવે છે, તે ભર્તાના શાપથી ખંડિત થાય છે, પિના શાપથી અંત રાય પામે છે અને દૈવરોષથી ભસ્મસાત થઈ જાય છે. શકુન્તલાને
જ્યારે આતિથ્ય ધર્મ કંઈ નહિ, સઘળું દુષ્યત જ, એમ થયું ત્યારે તેના એ પ્રેમમાં કાંઈ માંગલ્ય ન રહ્યું. જે ઉન્મત્ત પ્રેમ પ્રિય
જન સિવાય બીજા સહુને ભૂલી જાય છે, તે સમસ્ત વિશ્વની નીતિને પિતાથી પ્રતિકુળ કરી નાખે છે. તેથી જ તે પ્રેમ થોડા દિવસમાં જ અસહનીય થઈ પડે છે. સઘળાની સામે તે પોતે પડે છે. પોતાને ભાર ઉપાડી શકતો નથી. જે આત્મ-સંવૃત્ત પ્રેમ સમસ્ત વિશ્વને અનુ- કૂળ છે, જે પોતાની આસપાસના નાનાં તેમ જ મેટાં, પિતાનાં
તથા પારકાં કોઈને વિસરતો નથી, જે પ્રિયજનને કેન્દ્ર સ્થળે રાખી, વિશ્વ પરિધિમાં પિતાનું મંગલ માધુર્ય ફેલાવે છે તેના અચલપણા ઉપર દેવ કે માનવ કોઈ આઘાત કરતું નથી. આઘાત કરે તે પણ તેથી તે વિચલિત થતો નથી. પરંતુ જે પ્રેમ પતિના તપોવનમાં તપોભંગરૂપે, ગૃહસ્થને બારણે સંસારધર્મના પરાભવ રૂપે આવિર્ભત થાય છે તે ઝંઝાવાતની માફક અન્યને નાશ કરે છે જ, પરંતુ સાથે પોતાના વિનાશને પણ તેડતો આવે છે.”
ચીમનલાલ ચકુ ભાઈ શાહ સ્થાયી મિલન (લીંબડીથી પ્રગટ થતા “અભિષેક'ના તંત્રી શ્રી શાંતિલાલ કે. મહેતા તરફથી નવદંપતીને માર્ગદર્શન અને આશીર્વચન આપવાના હેતુથી પોંડીચેરીના માતાજી તરફથી ઈ. સ. ૧૯૩૩ ની સાલમાં લખાય અને દક્ષિણા'ના છેલ્લા જોડિયા અંક ૭૫-૭૬ માં પ્રસિદ્ધ થયેલે પત્ર મળ્યું છે, જે આ અંકમાં પ્રસિદ્ધ થયેલા શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના ‘સ્ત્રી-પુરુષ સંબંધ’ ઉપરના પ્રવચન સાથે જોડતાં હું સવિશેષ આનંદ અનુભવું છું. પરમાનંદ)
તેના લગ્ન પ્રસંગે ક્ષનેતમારાં શારીરિક જીવનને જોડવાં, તમારી સ્કૂલ હિતની વસ્તુઓને જોડવી, જીવનની મુશ્કેલીઓ, પરાજ્યો અને વિજ્યનો સાથે રહીને સામને કરવાને જીવનમાં સહચાર સાધવ – લગ્નને આ જ પાયો છે, પણ તમે જાણો જ છે કે આટલી વસ્તુ પૂરતી નથી.
લાગણીઓમાં એક બનવું, એક જ સરખા રસ લેવા અને એક જ સરખા કલામય આનંદ માણવા, એક જ વસ્તુઓ પ્રત્યે એક સમાન પ્રતિભાવમાં એક સાથે સ્પંદન અનુભવવું, એ કે અન્ય દ્વારા અને અન્યને ખાતર જીવન ગાળવું – એ સારું છે, એ જરૂરનું છે પણ એ પૂરતું નથી.
ગહન લાગણીઓમાં એકરૂપ થઈ રહેવું, તમારી પરસ્પર માટે સ્નેહ, તમારી કોમળ લાગણીઓ જીવનના સર્વ આઘાતેમાં પણ એવી ને એવી જ રહે; થાક વિના, જ્ઞાનતંતુઓના ઉશ્કેરાટ અને નિરાશા વિના, સાથે રહેવામાં હંમેશાં અને હરેક પ્રસંગે સુખ અનુભવવું, અત્યંત સુખ એનુભવું; સર્વ સંયોગોમાં, પોતે બીજાની હાજરીમાં છીએ, આરામ, શાંતિ, અને આનંદમાં છીએ એમ અનુભવવું – એ સારું છે, ઘણું સારું છે, એ અનિવાર્ય છે– પરંતુ એ પૂરતું નથી. *
સંવાદમયતા સ્થાપીને અને અન્યોન્યનાં પૂરક બની રહીને, તમારાં માનસને, તમારા વિચારોને જોડી લેવાં, તમારી બૌદ્ધિક પ્રવૃત્તિઓ અને શેધખોળોને એકબીજાએ સાથે મળીને માણવી; એક શબ્દમાં, તમારી માનસિક પ્રવૃત્તિઓના પ્રદેશને એક વિશાળતા પ્રાપ્ત કરીને એકરૂપ કરી દેવા અને સાથે બંને જણે એક સમૃદ્ધિ પ્રાપ્ત કરવી-એ સારું છે, અત્યંત જરૂરનું છે–પરંતુ એ પૂરતું નથી.
એ સર્વથી પર, આપણા સ્વાનુભવના છેક તળિયે, મધ્યમાં અને ટોચ ઉપર અસ્તિત્વનું એક પરમ સત્ય, એક શાશ્વત પ્રકાશ આવી રહેલ છે, જન્મ, દેશ, પરિસ્થિતિ, કેળવણી એ બધાના સર્વ સંયોગથી સ્વતંત્ર એવાં, આપણા આધ્યાત્મિક વિકાસનું એ મૂળ છે, કારણ છે અને એમનાં એ સ્વામી છે – એ તત્ત્વ આપણા
અસ્તિત્વને એક ચેક્સ નવી ગતિ આપે છે, આપણા ભાવિને નિર્ણય એ તત્ત્વ કરે છે. આ તત્વની સભાનતામાં તમારે મિલન સાધવાનું છે. અભીપ્સા અને આરહણમાં એક થઈ રહેવું, આધ્યાત્મિક પથ ઉપર એકી સાથે ડગલાં ભરતાં આગળ વધવું – એક સ્થાયી મિલનનું રહસ્ય આવું છે.
કરી માતાજી
જાતીના
માર્ચ, ૧૯૩૩
' ?