________________
તા. ૧-૧૧-૧૮
પ્રબુદ્ધ જીવન
ગાંધીવિચાર આધારિત આશ્રમમાં ખાદી અને રેટિયાને આગ્રહ હોય તે જેમ સ્વાભાવિક લાગે છે તે જ રીતે ખાનપાનને લગતા અમુક આગ્રહો હોય તેમાં કશું અસ્વાભાવિક કે અનુચિત છે એમ માનવાને કોઈ કારણ નથી. આ વિચારસરણી અને આ શિસ્ત જેને સ્વીકાર્ય હોય તે જ તે સંસ્થામાં જોડાય. આવું વૈવિધ્ય પ્રજાના વૈચારિક વિકાસ માટે આવશ્યક છે, ઈટ છે. આમાં કોઈને ટાળો કે અલગતાવાદ છે જ નહિ. - કાકાસાહેબનાં માંસાહાર અને માંસાહારીઓને લગતા અવારનવાર સાંભળવામાં આવતાં કથનમાં એ પ્રત્યે જે અસાધારણ- દાક્ષિણ્ય જોવામાં આવે છે તે સમજી શકાતું નથી. નિરામિષ આહારીને પિતાની જીવનપદ્ધતિ અંગે કંઈક લાગણી, કાંઈ તીવ્ર સંવેદન હોય છે, તેને જીવ મુંગા પશુઓની માંસાહાર માટે કરવામાં આવતી કતલના કારણે દુભાય છે, અને તેની બાજુમાં બેસીને ધૃષ્ટતાપૂર્વક કઈ માંસાહાર કરે છે તે અકળાય છે–આ બાબત તેમના ધ્યાનમાં આવતી જ નથી, પણ બીચારા માંસાહારીઓને કોઈ દુભવશે નહિ, તે કાંઈક ખૂટું કામ કરી રહ્યો છે તેનું અણસારે પણ તેને ભાન થવા દેશે નહિ, તેને જરા પણ અલગપણું લાગવા દેશો નહિ, તેની પડખે હસતા મોઢે બેસીને તમે તમારો ખોરાક ખાજો–આવી તેમના વિશેની તેમની અત્યંત કોમળ બનેલી લાગણી માંસાહાર પ્રત્યે તેમનામાં પેદા થયેલી કુણાપણાની–પક્ષપાતની વૃત્તિને જાણે કે છતી કરે છે, પ્રગટ કરે છે.
આપણે સર્વધર્મસમભાવને જ્યારે આગળ ધરીએ છીએ ત્યારે તે સમભાવ પાછળ અનેક ધર્મોના અસ્તિત્વની એટલે કે ધર્મભેદની કલ્પના સ્વીકૃત જ છે અને ધર્મભેદ સાથે અમુક અંશે જીવન ભેદ રહેવાને જ છે, પછી તે જીવનભેદ કર્મકાંડને લગતે હોય કે ખાનપાનને લગતા આચારનિયમોને લગતે હોય. આમ જે ધર્મભેદ સ્વીકાર્ય હોય તે જીવનભેદ પણ સ્વીકાર્ય હોવો જ જોઈએ. વળી આ જીવનભેદ ટાળવાના વિચારમાંથી સહજપણે માંસાહાર જ ફલિત થવાને, જે આજસુધીની આપણી સમજણ મુજબ, કાકાસાહેબને સ્વીકાર્ય નથી. વસ્તુત: ભેદ અથવા તે વૈવિધ્યને સ્વીકારવા છતાં પરસ્પર સમભાવને સ્થાપિત કરવો એનું નામ જ ખરો સર્વધર્મસમભાવ છે.
મારા આદરણીય મિત્ર શ્રી જ્યન્તીલાલ માનકરને હું ઘણીવાર કહું છું કે જ્યન્તીભાઈ, આ નિરામિષઆહારના ડૂબતા વહાણને બચાવવાને આપણે વ્યર્થ પ્રયત્ન કરી રહ્યા છીએ. આમ છતાં પણ, તે પ્રયત્ન ભલેને વ્યર્થ નીવડે તો પણ, એ ડૂબતા વહાણને આપણી બાજુના પ્રયત્ન જરૂર થોડો લાંબો વખત ટકાવશે, કદાચ બચાવે પણ ખરા–એવી તેમની અને મારી જેવા અનેકની શ્રદ્ધા અને ધર્મકર્તવ્ય કર્યાને સંતોષ છે. કાકાસાહેબ તે તેમના અદ્યતનવલણ અને વિધાનથી નિરામિષ આહારના ડૂબતા વહાણને વધારે જદિથી ડૂબાડી રહ્યા હોય એવી વેદના આપણું દિલ અનુભવે છે. જ્યાંથી મેં અનેક ઉનત વિચારોનાં પિયુષ પીધાં છે અને ભવ્ય કલ્પનાઓનાં ઉશ્યને માણ્યાં છે તેવા આમ પુરુષ વિશે આવું લખવાનું આવે તેને હું મારી એક મોટી કમનસીબી લેખું છું. પરમાનંદ
આ બાબતમાં જન્મભૂમિ શું કહે છે?
તા. ૨૦-૧૦-૬૮ના જન્મભૂમિમાં “ જીવ જીવસ્ય જીવનમ્' એ મથાળા નીચે આ જ વિષય ઉપર અગ્રલેખ હતા તેમાંથી નીચેનો ભાગ ઉધૃત કરવામાં આવે છે:
બ્રિટનના વિખ્યાત લેખક અને વિખ્યાત વનસ્પત્યાહારી જોર્જ બર્નાર્ડ શૉને જ્યારે એક વખત પૂછવામાં આવ્યું કે તમે માંસ કેમ નથી ખાતા? ત્યારે તેમણે પ્રશ્નકર્તાને સામે સવાલ કર્યો હતું કે, “ માંસ તે બધુ સરખું. તમે માણસનું માંસ કેમ નથી ખાતા? તમારા પોતાના દીકરાનું માંસ કેમ નથી ખાતા?” વક્રો
કિતના સરદાર સમા શેની આ પ્રતિપુચ્છામાં વક્રોકિત અલબત્ત છે; એ સાંભળનાર કદાચ ડઘાઈ પણ ગયો હશે, પણ એમાં માંસાહાર પ્રત્યેને એમને મૂલગત અભિગમ પણ વ્યકત થાય છે. એવો કોઈ અભિગમ કેળવવાનું કામ, વિદ્યાપીઠ જેવી સંસ્થાએ ન કરે? અમને તે લાગે છે કે વિદ્યાપીઠના કુલપતિ શ્રી મોરારજીભાઈએ આવા જકોઈ ખ્યાલને કારણે કાકાસાહેબના સૂચનને વિરોધ કર્યો હશે. નિરામિષાહાર જીવનની એક શિસ્ત છે, કેટલાકને મન એ જીવનનાં શાશ્વત મૂલ્યમાંનું એક છે. આવી શિસ્ત પરાણે પાળવાનું, આવાં શાશ્વત મૂલ્યની ઓળખ પરાણે કરવાનું કોઈ કહેતું નથી. પરનું વિદ્યાપીઠ જેવી સંસ્થામાં જો કોઈ આવીને રહે તો એવી શિસ્ત પ્રત્યે એને અભિમુખ કરવાનો પ્રયત્ન થાય તે જરૂરી છે. ઋષિકેશના સ્વામી શિવાનંદજીના આશ્રમમાં ફ્રાંસ, હોલાંડ, દક્ષિણ આફ્રિકા વગેરે દેશના મૂળ માંસાહારી એવા ઘણા કાળા–ગોરા સાધકો રહે છે. એ બધા આમને તદ્દન સાદો વનસ્પત્યાહાર આનંદથી આરોગે છે. વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ અલબત્ત સાધકો નથી, પર જીવનમાં ઊધ્ધકરણવાંછુઓ તે તેઓ હોવા જ જોઈએ, અને અમે તે માનીએ છીએ કે નિરામિષાહાર એ ઊર્ધીકરણનું એક પગલું જ છે. માંસાહાર અને રાષ્ટ્રનાં ભાવાત્મક એકીકરણનો પ્રશ્ન કાકાસાહેબે જોડી દીધું એમાં એમની તર્કશકિત ગાથું ખાઈ ગઈ છે એમ અમને લાગે છે.”
આપણે કેને ધન્યવાદ આપીશ?
આ અંકમાં માંસાહારને લગતાં પૂજ્ય કાકાસાહેબ કાલેલકરનાં વિધાને અંગે ઉપર જે નોંધ આપવામાં આવી છે, તેના અનુસંધાનમાં આપણા માન્યવર બુઝર્ગ શ્રી મંગળદાસ પકવાસા પોતે મધ્યપ્રદેશના રાજ્યપાલ હતા તે દિવસોને એક પ્રસંગ કેટલાય એક સમય પહેલાં તેમણે મને કહેલું તે અહીં રજૂ કરવો સવિશેષ ઉચિત લાગે છે.
તે દિવસો દરમિયાન આપણા પહેલા ગવર્નર-જનરલ લંડ માઉન્ટબેટન એમના મહેમાન તરીકે અમુક દિવસે નાગપુર આવવાના છે એમ નક્કી થયેલું. તેમના આવવા પહેલા લૉર્ડ માઉન્ટબેટન નાગપુર રોકાય તે દરમિયાન તેમના ‘મેનુની-ખાનપાનની–વિગતે નક્કી કરવા તેમના પરિચારક મંગળદાસભાઈને ત્યાં આવ્યા અને લૉર્ડ માઉન્ટબેટન તે માંસાહારી હોઈને તેમના માટે તે પ્રકારના આહારની વ્યવસ્થા કરવી પડશે એમ તેમણે જણાવ્યું. એ દિવસેમાં કોઈ પણ પ્રાન્ત યા પ્રદેશના રાજ્યપાલ નિરામિપઆહારી હોય તેને ત્યાં પણ રસેડાં બે પ્રકારનાં ચાલતાં હતાં. દા. ત. આપણા માન્યવર મહોદય શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશી ઉત્તર પ્રદેશના ગવર્નર હતા ત્યારે તેઓ પોતે નિરામિષઆહારી હોવા છતાં તેમના રડે આ બે પ્રકારની વ્યવસ્થા ચાલતી હતી–સ્વીકારવામાં આવી હતી. પણ મંગળદાસભાઈને ત્યાં તો માત્ર શાકાહારી વ્યવસ્થા ધરાવતું એક જ રસોડું હતું. આમ છતાં આ તે ભારતના ગવર્નર જનરલ પોતાને ત્યાં આવી રહ્યા છે તો તેમના માટે તો અપવાદ કરે જ જોઈએ એવો તેમના પરિચારકોને આગ્રહ હતે. મંગળદાસભાઈના દિલમાં માટી મુંઝવણ પેદા થઈ. તેમનાથી આ વાત બને જ નહિ. તેમણે તે વખતના નાયબ વડા પ્રધાન સરદાર વલ્લભાઈ પટેલની આ બાબતમાં શું કરવું તે અંગે સલાહ માંગી. તેમણે સ્પષ્ટ શહાલ આપી કે તમારે ત્યાં ગમે તેટલે મેટા મહેમાન આવે તમે જે ખાતા હે તે મહેમાનને ખવરાવો. તમારી ચાલું પદ્ધતિમાં જરા પણ ફેરફાર કરવાની જરૂર નથી.” અને બન્યું પણ તેમ જ. લોર્ડ માઉન્ટબેટનને મદ્યવંચિત નિરામિષાહારી પદ્ધતિનું ખાણ આપવામાં આવ્યું અને તેમણે તે પૂરા રસપૂર્વક મર્યું. અહીં પ્રશ્ન એ થાય છે કે આ બાબત અંગે આપણે કોને ધન્યવાદ આપવા ? પરિસ્થિતિને અનુકૂળ બનીને ચાલુ આહારપદ્ધતિમાં ફેરફાર કરનાર મહાનુભાવ મુનશીને કે પરિસ્થિતૈિને સામનો કરીને પિતાની આહાર અને આતિથ્યની પદ્ધતિને વળગી રહેવાને આગ્રહ ધરાવનાર એટલા જ માનનીય શ્રી મંગળદાસ પકવાસાને? પરમાનંદ
શ્રી મિત્ર બરામિષાહારી. આમ છતાં