________________
प्रबुद्ध भवन જીવન
Regd. No. M H, 117 વાર્ષિક લવાજમ રૂા. ૭
પ્રબુદ્ધ જૈન’તું નવસ ંસ્કરણ વર્ષ ૩૦ : અ ૧૩
મુંબઈ, નવેમ્બર ૧, ૧૯૬૮, શુક્રવાર પરદેશ માટે શલિંગ ૧૫
તંત્રી : પરમાનંદ કુંવરજી કાપડિયા
સ્ત્રી-પુરૂષ સંબધ
✩
( પર્યુંષણપર્વ વ્યાનમાળામાં
‘ સ્રી – પુરુષ સંબંધ ' એવા વિષય પર્યુષણમાં તે હાય, એમ ઘણાંને લાગતું હશે.
તમે હમણાં જ ભંવરમલજીના પ્રવચનમાં જીવનનાં મૂલ્યામાં, સ્ત્રી – પુરુષના સંબંધેામાં આવેલ પરિવર્તનોના નિર્દેશ સાંભળ્યા. સ્ત્રી - પુરુષ સંબંધ સમગ્ર જીવનને આવરી લે છે—સ્પર્શે છે. આથી ઘણાં એક બીજાને સુખી કરે છે તો ઘણા દુ:ખી પણ કરે છે. માટે આ વિષયનું સાચું મૂલ્યાંકન થવું જરૂરી છે.
આ સંબંધો પરત્વે બાહ્ય આચારોની નહીં પણ પાયાની સમજણ કેળવવાની જરૂર છે.
જીવનમાં ચાર પુરુષાર્થ કહ્યા છે – ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આમાં કામ તે સ્ત્રી - પુરુષ સંબંધ (Sex Relation). પણ sex શબ્દમાં કામના પૂરો ભાવ નથી આવતો. sex શારીરિક સંબંધ મુખ્યત્વે દર્શાવે છે. જ્યારે કામ શબ્દમાં માનસિક ભાવ પણ આવે છે. એટલે હું જે કાંઈ કહીશ તે માત્ર sexના નહીં પણ કામના વ્યાપક અર્થમાં જ કહીશ.
અંગ્રેજીમાં આવી જ રીતે ધર્મને માટે રીલીજીયન (Releigion) શબ્દ વપરાય છે. પણ ધર્મનો ભાવ ‘રીલીજીયન' માં આવતો નથી, રીલીજીયનનો અર્થ કંઈક એસ્ટાબ્લીશ્ડ 'ચર્ચ (established church) ના જેવા થાય છે, પણ ધર્મમાં વ્યાપકતા છે.
કામના અર્થમાં મર્યાદા ને વ્યાપ બન્ને આવી જાય છે. વિષય નાજુક છે તેમજ દરેક વ્યકિતને ગાઢ સ્પર્શતા હોઈ, તે વિષયે રૂઢિ, અનુભવ, રુચિ વિગેરેને આધારે દરેકને દૃઢ માન્યતાઓ બંધાઈ
હોય છે.
આજે દુનિયા એક થઈ રહી છે. તેમાં બધે જ ભારતીય સંસ્કૃતિનો આધાર ટાંકવા અશકય છે, દુનિયાનો પવન સૌને અસર કરે છે. વિચાર પરિવર્તન થયા જ કરે છે. એટલે કોઈ ચોક્કસપણે પૂર્વનું કે પશ્ચિમનું એવું અલગ રહ્યું નથી.
આ વિષય પસંદ કરવાને નિમિત્ત છે એક પત્ર. દલસુખભાઈ માલણિયા કેનેડામાં રહે છે. ત્યાંથી તેઓ અવારનવાર પત્રો લખે છે તે પ્રબુદ્ધ જીવનમાં છપાય છે. એક પત્રમાં તેમણે પશ્ચિમના દેશમાં સ્ત્રી - પુરુષ સંબંધો અંગે શું ચાલી રહ્યું છે તે લખ્યું છે. એટલેથી જ તે અટકયા નથી. તેમણે તે કહ્યું છે કે આપણા દેશમાં પણ આવી જ સ્થિતિ થનાર છે. માટે સાવધ રહીએ.
મેં તેને ટૂંકો જવાબ ‘ પ્રબુદ્ધ જીવન ’માં લખ્યો છે. આપણા દેશમાં પણ શું એવું જ થવું જરૂરી છે? પશ્ચિમનું બધું જ અપનાવવાની જરૂર છે?
શ્રી મુંબઇ જૈન યુવક સઘનું પાક્ષિક મુખપત્ર છૂટક નકલ ૪૦ પૈસા
હા, એ વાત સાચી છે કે પાંચ હજાર વર્ષની આપણી સંસ્કૃ તિને કોઈ પણ ઉથલાવી નહીં શકે એવી શક્યતા હવે રહી નથી. એના નજીકમાં જ ચીનના દાખલા છે. કાજ્યૂસની સંસ્કૃતિ માએ ૧૯ વર્ષમાં જ ઉખેડી નાંખી. તેમાંની કુટુંબ – ભાવના અને સામાજિક વ્યવસ્થામાં ક્રાંતિ આણી,
રશિયામાં પણ જ્યારે ક્રાંતિ થઈ ત્યારે તે કેવળ આર્થિક ક્રાંતિ નહોતી. સમૂળી ક્રાંતિ હતી, તેમાં લગ્નવિચ્છેદની, એટલી બધી છૂટ આપી દીધી હતી કે તેનાં ભયંકર પરિણામ જોઈને પછી. લેનિનને જ લગ્નવ્યવસ્થા સ્થિર કરવા પ્રયત્ન કરવા પડયો.
✩
આપેલ વ્યાખ્યાનની નોંધ)
.
તેણે “ અજીઠા ગ્લાસ ” ના દાખલા આપીને (drinking Water glass example) કહ્યું કે એક જણે પીધેલા પ્યાલાથી તમે પાણી પીએ તો તે આરોગ્યને કેટલું હાનિકારક છે? આજે હવે રશિયામાં કંઈક સ્થિરતા આવી છે; કુટુંબભાવના આવી છે.
પશ્ચિમમાં હિપ્પી ને બીટલ્સના પવન ફેલાયો છે. પરિણામે પ્રોફયુમે! પ્રકરણ – જેની ભયંકરતા ડેનીંગ રીપેર્ટમાં આછી બતાવી છે, તેવા અનેક પ્રકરણા સર્જાઈ રહ્યા છે.
આપણે ત્યાં પણ એવું થઈ રહ્યું છે અને આપણે નિ:સહાયપણે જોઈ રહ્યા છીએ, ત્યારે એ અંગે વિચારીએ.
મારું માનવું છે કે સંત પુરુષો ને ધર્મશાસ્ત્રીઓની સ્ત્રી - પુરુષ સંબંધ વિષે એક દ્રષ્ટિ હોય છે તે આધ્યાત્મિક દ્રષ્ટિ છે. પણ માનવીના હૃદયનું ઊંડું અવગ્રાહન કરનારા તે કવિએ જ છે.
કાલીદાસ, ટાગોર, ટોલ્સ્ટોય, શેકસપીયર, ગેટે વિગેરેની દ્રષ્ટિએ માનવીને જુઓ. સ્ત્રી - પુરુષ સંબંધ કેવા હોવા જોઈએ તે સમજવા માટે શ્રેષ્ઠ સાહિત્ય ઉત્તમ સાધન છે.
સ્ત્રી-પુરુષના આકર્ષણને તેએ તિરસ્કારતા નથી, જ્યારે ધર્મશાસ્રો તેના પ્રત્યે તિરસ્કાર કેળવી મનુષ્યને તેનાથી વિમુખ કરવા પ્રયત્ન કરે છે. શકુંતલા, ચાખેરવાલી, ઘરે બાહિરે એનાકરીના, મેડમ બાવરી વગેરે કૃતિએ આ વાતની પ્રતીતિ કરાવે છે. કુદરતે સર્જેલ આકર્ષણ એ એક એલીમેન્ટલ બાયેલ 1જીકલ ફેકટ (elemental biological fact) છે. આ વસ્તુ પાયા રૂપ છે. તેના ઉપર ઊર્મિનું તંત્ર રચાયેલું છે. તેના ઉપર આધ્યાત્મિક તંત્ર આવે છે.
કુદરતે પોતાના તંતુ ચાલુ રાખવા પ્રજોત્પત્તિની પ્રબળ પ્રેરણા આપી છે. પણ વ્યકિતગત સંબંધ એ એક વસ્તુ છે અને સામાજિક વ્યવસ્થા બીજી વસ્તુ છે. એક નિર્જન અરણ્યમાં બે જણાં ગમે તેમ વર્તી શકે, પણ સમાજમાં રહેવું હોય તો મન ફાવે તેમ ન વર્તી
શકાય.
લગ્ન સંસ્થા એક સોશ્યલ ઈન્સ્ટીટયુશન છે. એટલે સ્ત્રી-પુરુષ સંબંધના પરિણામે સામાજિક સ્વાસ્થ્ય, આર્થિક સંબંધો, આર્થિક હક્કો વિગેરે ઊભા થાય છે. એટલા માટે પર સ્ત્રી કે પર પુરુષ પ્રત્યેની દ્રષ્ટિનો નિર્ણય લેવા જરૂરી બને છે.
શાસ્ત્રકારો કહે છે કે લગ્નજીવનનો પાયો સંયમ છે. લગ્ન એટલે એક સ્ત્રી ને એક પુરુષ જોડાયાં. તેમણે સંયમની પાળ બાંધી; બીજો વિચાર, બીજી વસ્તુ છેાડી દીધી – છોડી દેવાં જોઈએ. લગ્ન સંયમનું મહાવ્રત છે. પરસ્પરની વફાદારી તેનો પાયો છે. એક પતિત્વ, એક પત્નીત્વ, બહુપત્નીત્વ કે પતિત્વ—બધામાં કર્યાંક તા મર્યાદા છે જ.
હિંદુ લગ્નપ્રથા કેમ ઘડાઈ? આર્યો ભારતમાં આવ્યા ને ઉત્તરમાં વસ્યા. તેઓની સાથે સ્ત્રીઓ થોડી હતી. ભારતમાં અનાર્યોની સંખ્યા વધુ હતી. એટલે પેાતાની સંખ્યા વધારવા તેમણે બહુપત્નીત્વની છૂટ આપી. એ જ પ્રમાણે અનુલામ, એટલે કે આર્ય પુરુષ સાથે અનાર્ય સ્ત્રીના લગ્નસંબંધ માન્ય રાખ્યો; પણ પ્રતિલામ એટલે કે આર્ય સ્ત્રી સાથે અનાર્ય પુરુષના લગ્નસંબંધની મનાઈ કરી. આશીર્વાદોમાં પણ પુત્રવતી ભવ, શતપુત્રવતી ભવ વિગેરે હતા. વિધવાવિવાહની છૂટ હતી. જ્યારે આર્ય સ્ત્રીઓની સંખ્યા વધી એટલે તે બંધ કરી અને સતીની પ્રથા દાખલ કરી. જુદાં શાસ્ત્રો ને
()