SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ પ્રબુદ્ધ જીવન - તા. ૧૬-૧૦-૧૮ ળતા ગયાં. આ રીતે અમે તેમની સાથે યુરોપમાં ગ્રીસ (એથેન્સ), ઈટાલી (રોમ અને વેનીસ), સ્વીટ્ઝર્લૅન્ડ (બર્ન, ઈન્ટરલોકન, યુમર્ફી, અને જિનિવા), સ્વીડન (સ્ટોકહોમ)- આ દેશની કલ્પનામાં મુસાફરી કરીને અમે અમેરિકામાં દાખલ થયા અને ન્યુ યૉર્ક, શિગ્ટન, બેસ્ટન, ટોરોન્ટો (કેનેડા), શીકાગે, આવા સીટી, લેસ એંજલીસ, તથા સાનફ્રાન્સીસ્કો અને ડિઝનીલેન્ડ, લાસવેગાસ, નાયાગરા, ગ્રાન્ડ કેનીયન વગેરે જોવાલાયક સ્થળની મુલાકાત લઈને હોલુલુ (હવાઈ) આવ્યા અને ત્યાંથી જાપાનમાં ટાકી, એસાકા, ટો, અને નારાઆ ચાર શહેરેને લગતાં દશ્ય જોયાં અને ત્યાંથી હોંગકૅગ, બેંકોક અને સિંગાપોર થઈને ભારત ખાતે સહીસલામત પાછા આવી પહોંચ્યાં. . 'અહીં એ જણાવવું જરૂરી છે કે ડે. ભણશાળી કુશળ ઑક્ટર હોવા ઉપરાંત એક ઘણા કુશળ ફેટોગ્રાફર છે અને તેથી તેમની છબીએ ઘણી જ ચેખી અને પ્રસ્તુત દને આબેહુબ રીતે રજૂ કરતી હતી. ' તેમને વાર્તાલાપ પણ સરળ અને તળપદી ભાષામાં હતા. તેમાં બેલવાની છટા, વિનેદને જ્યાં ત્યાં છટકાવ અને મને રંજનની કળા પણ હતી. તેમના વક્તવ્યને કોઈ ઔપચારિક બંધન નહોતું, તેથી તેમને વાર્તાલાપ અત્યંત રોચક અને રસાળ બન્યો હતો. આ રીતે અમે તેમની સાથે બે કલાક પસાર કર્યા અને કલ્પનાસૃષ્ટિમાં જાણે કે સ્વપ્નસૃષ્ટિમાં–વિહાર કરતા હોઈએ એવો આહાદ અનુભવ્યું, અને દુનિયાનાં અનેક શહેરોમાં અને અદ્ભુત સ્થળોનાં તેમની સ્લાઈડ દ્વારા પ્રત્યક્ષ દર્શન કર્યા. આ વાર્તાલાપના સમાચાર સંઘના સભ્યને ઘણા મેડા પહેચ્યા હતા. તે ઉપરાંત વાર્તાલાપના દિવસે જ ચાલુ વીજળી અને મિઘગર્જના સાથે ઠીક સમય સુધી વરસાદ પડતે રહ્યો હતો. આ કારણે જેઓ આ પ્રસંગે હાજર રહી શકયા નહોતા તેમણે કેટલું બધું ગુમાવ્યું અને અમે હાજર રહેલા થોડા મિત્રો કેટલો મેટે આનંદ કમાયા તે પ્રકારના મિશ્રા સંવેદનપૂર્વક, વાર્તાલાપ સમાપ્ત થતાં, . અમે છૂટા પડયા હતા. વાર્તાલાપના અંતે સંઘના મંત્રી શ્રી ચીમનલાલ જે. શાહે ઑકટર રસિકલાલ ભણશાળીને હાર્દિક આભાર માન્ય હતું અને જે કાંઈ ભરચક અવનવું જોયું તે વિશે તેમણે ઊંડી ધન્યતા વ્યકત કરી હતી. " પરમાનંદ - વિજ્ઞાન અને ધર્મ- ૨ : આ મથાળાને પહેલે લેખ-મૂનાવાળા શ્રી શાંતિલાલ શાહને૧૬મી જુલાઈના અંકમાં પ્રગટ કરવામાં આવ્યું છે. તંત્રી) વિજ્ઞાન અને ધર્મ વચ્ચે, જે વિજ્ઞાન અને ધર્મના અમુક અંશે સ્વતંત્ર ક્ષેત્રે બરાબર ધ્યાનમાં લેવામાં આવે છે, કોઈ પણ અથડામણ પેદા થવાનો સંભવ ન રહે. વિજ્ઞાનનું કાર્ય કુદરતના રહસ્યને પ્રગટ કરવાનું અને તેના ગૂઢ નિયમને ધીને – પ્રગટ કરીને-માનવીના જીવન સાથે સંલગ્ન કરવાનું છે. ધર્મનું કાર્ય, વિજ્ઞાનની નવી નવી છે અને તેના પરિણામે ઊભી થતી નવી નવી પરિસ્થિતિને લક્ષમાં રાખીને વ્યકિત અને સમષ્ટિના સંબંધોને સમતલ કરતા રહેવાનું, બન્ને વચ્ચે સંવાદિતા નિર્માણ કરવાનું અને એકમેકને બાધક ન હોય એ રીતે પ્રત્યેકને ઉત્કર્ષ સાધવાનું છે, અને તે માટે ઉચિત આચાર નિર્માણ કરવાનું છે. વિજ્ઞાન અને ધર્મ વચ્ચે અથડામણ ત્યારે જ થાય છે કે જ્યારે વિજ્ઞાનલક્ષી કેટલીક સાંપ્રદાયિક માન્યતાઓ વિજ્ઞાનની નવી શોધોના સંદર્ભમાં ટકી શકવાને અસમ માલુમ પડે છે અને આવી પરિસ્થિતિમાં સંપ્રદાયપરાયણ માનસ, કોને સ્વીકારવું અને કોને ઈનકાર કર તેની દ્વિધામાં પડે છે. આ બાબતમાં જેને સ્પષ્ટ દર્શન થયું હોય છે કે, “વિજ્ઞાનલક્ષી એવી કોઈ ચક્કસ ધાર્મિક માન્યતા સાથે ભલેને કોઈ ધર્મશાસ્ત્રને કે સર્વજ્ઞપ્રણીત લેખાતા આગમાને સંબંધ હોય તે પણ તે તે માન્યતામાં રહેલું તથ્ય તે તે સમય પૂરતું સીમિત છે, તે તે સમયમાં જે કાંઈ વિજ્ઞાનવિષયક જાણકારી પ્રવર્તતી હોય તેને રજુ કરે છે. આવી કોઈ માન્યતા ત્રિકાલાબાધિત સત્ય હોઈ ન જ શકે. આજે નવી શોધના નવા પ્રકાશમાં તે માન્યતામાં આરોપાયલું તથ્ય અંતધ્ય ઠરતું હોય તો તેને તે મુજબ સ્વીકાર કરવો જ રહ્યો.”–આવું સ્પષ્ટ દર્શન ધરાવતી વ્યકિત માટે વિજ્ઞાન અને ધર્મ વચ્ચે કશો વિરોધ કે અથડામણ સંભવીત જ નથી. દા. ત. પહેલાનાં ધર્મશાસ્ત્રોમાં જે પ્રકારની વિશ્વરચનાનું નિરૂપણ કરવામાં આવ્યું છે તે આજની ભૂગોળ-ખગોળની શોધોના પ્રકાશમાં ટકી શકે તેમ છે જ નહિ. તે પછી તે ખોટી ઠરેલ માન્યતાને સાચી પુરવાર કરવાના ફાંફા મારવાને બદલે, તે પુરાણી માન્યતાને લગતે આગ્રહ વિવેકી વ્યકિતએ છોડવે જ રહ્યો. આપણી પૃથ્વી સપાટ હોવાની જૈન માન્યતાને આજે સ્કૂટનીક દ્રારા-અવકાશયાનેદ્રારા લેવાયેલી પૃથવીને નિ:શંકપણે ગળાકાર હોવાનું પુરવાર કરતી છબીઓ જો બેટી પાડે છે તે પૃથ્વીના ‘આકાર અંગે સેવાયલી જેની કલ્પનાને આપણે તિલાંજલિ જ દેવી ઘટે. આ નવી વસ્તુસ્થિતિને આપણે સ્વીકાર કરવો જ રહ્યો. - બીજું છેલ્લાં સો પચાસ વર્ષના ગાળા દરમિયાન વિમાને શોધાયાં, રેડીયે, અને ટેલિવિઝન આવ્યાં, કાપ્યુટર્સ આવ્યાં અને સાથે અણુબોંબ પણ શેધાયાં. આ બધાના પરિણામે દેશ દેશ વચ્ચે, પ્રજા પ્રજા વચ્ચેનું અત્તર એકદમ ઘટી ગયું છે; દૂરના લેખાતા, લોકો કેવળ પડોશી જેવા બની ગયા છે; દુનિયામાં કોઈ પણ ખુણે બનતી ઘટના આપણે ટેલીવીઝનદ્વારા જોઈ શકીએ છીએ, કોઈ પણ ખુણેથી પ્રસરેલી વાત આપણે રેડી દ્વારા સાંભળી શકીએ છીએ. બીજી બાજુએ માનવીની સંહારશકિત પારાવાર વધી ગઈ છે અને આણુશસ્ત્ર-સંપન્ન રાજ્ય કોઈ પણ ક્ષણે આખી પૃથ્વીને નાશ કરી શકે છે. આમ સે પચાસ વર્ષના ગાળામાં આપણે એટલા બધા નજીક આવ્યા છીએ અને એકમેકનાં હિતો એટલાં બધાં ગાઢપણે સંકળાયેલાં છે કે એકમેકને અલગ અને ચડિયાતા ઉતરતા લેખનારાં વલણને વળગી રહેવું આજે આપણને પાલવે તેમ નથી. વળી આગળના સમયમાં નાનાં મોટાં કારણે નાના નાના સમૂહો વચ્ચે અથડામણ ઊભી થતી, યુદ્ધો થતાં અને થોડી મારામારી બાદ તે યુદ્ધો શમી જતાં. એ દિવસમાં માનવીની સંહારશકિત અતિ સીમિત હતી. આજે નાની ચીનગારી લાગતાં મોટે ભડકો પેદા થાય છે અને જાનમાલની પારવિનાની નુકસાની થઈ બેસે છે. અને અણુશસ્ત્રને કદિ કોઈ ઉપયોગ કરી બેસે તે વિનાશને કોઈ સીમા રહેતી નથી. આમ હોવાથી આજે હળવા દિલે યુદ્ધનો કોઈ વિચાર કરવાનું શકય જ નથી. આ નવી પરિસ્થિતિમાં માનવી સમાજનાં યુગક્ષેમ કેમ જળવાય અને માનવીને વ્યકિતગત ઉત્કર્ષભૌતિક અને આધ્યાત્મિક કેમ સધાય તેની સુઝ આપવાનું–સાચી સમજણ આપવાનું, સાચા મૂલ્ય રજુ કરવાનું કામ–આચાર નિર્માણ અને ઘડતરનું કામ-વિજ્ઞાનનું નહિ પણ ધર્મનું છે. આવી રીતે આપણે જે વિજ્ઞાન અને ધર્મનાં ક્ષેત્રો વચ્ચેનો ભેદ યથાસ્વરૂપે ગ્રહણ કરીએ તે વિજ્ઞાન અને ધર્મ વચ્ચે કોઈ અથડામણનેકોઈ વિસંવાદને અવકાશ જ ન રહે. વિજ્ઞાન જ્ઞાનલક્ષી છે; ધર્મચારિત્રલક્ષી, આચારલક્ષી છે. જેને અંશ માત્ર આવૃત્ત છે એવી વિરાટ રાત્તાન (That Which Exists) ના નવા. નવા અંશોનું અનાવરણ કરવું-ભૌતિક જગતનાં રહસ્યો ખુલ્લાં કરવા અને તેને માનવી જીવનમાં ઉપગ દેખાડ-આ કામ વિજ્ઞાનનું છે. તેને સદુપયોગ કેમ કરો અને તેના દુરૂપયોગથી કેમ બચવું, સામાન્યત: પ્રેયલક્ષી એવા માનવીને શ્રેયલક્ષી માર્ગનું દર્શન કરાવવું, તદનુરૂપ આચારનું નિર્માણ કરવું તે કામ ધર્મનું છે. વિજ્ઞાન સદા પરિવર્તનશીલ છે. જેની શોધનું સ્થાન નવી શોધી લે છે અને તેના પરિણામે નવી નવી પરિસ્થિર્તિ નિર્માણ થાય છે. માનવીનું શ્રેય એ ધર્મનું લક્ષ છે, પણ આ શ્રેથ-સાધનાના . પ્રકારમાં દેશકાળના ફેરફાર મુજબ પરિવર્તન થાય છે. ધર્મનું આ સ્થાયી તેમ જ અસ્થાયી સ્વરૂપ માનવીના ધ્યાન ઉપર લાવવું અને તે મુજબ તેના આચરનું -આચરણનું ઘડતર કરવું એ કાર્ય - સમયજ્ઞ ધર્મદષ્ટાઓનું છે. તે મુજબ આચરણ કરવું, જીવન સાધના કરવી એ કાર્ય મારું, તમારૂં, સર્વ કોઈનું છે. પરમાનંદ માયિક: શ્રી મુંબઈ જેન યુવક સંધ: મુદ્રક અને પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ: ૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબ—૩. * " મુદ્રણમ્યાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ-૧.
SR No.525953
Book TitlePrabuddha Jivan 1968 Year 29 Ank 17 to 24 and Year 30 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1968
Total Pages268
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy