________________
તા. ૧૬-૧૦-૧૮
પ્રબુદ્ધ જીવન
૧૭૬
- થી દાનની
આગામી મહાવીર જયનતી સુધીમાં શુભ દિન અંગે સાર્વજનિક છુટ્ટીની જાહેરાત કરવા ન આવે તો આ ઉદેશની પરિપૂર્તિ માટે સક્રિય યોજના બનાવીને સમાજને માર્ગદર્શન આપવામાં આવે અને એ યોજના અનુસાર દેશવ્યાપી અહિંસક તથા પ્રભાવશાળી દેલનની પ્રારંભ કરવામાં આવે.
પ્રસ્તાવ-૪ (ક) ભારત જૈન મહામંડળના આ અધિવેશનના અભિપ્રાય મુજબ શ્વેતાંબર તથા દિગંબર મૂર્તિપૂજક જૈન સમાજ વચ્ચે તીર્થોના પ્રશ્ન સંબંધમાં જે વિવાદ ચાલી રહ્યા છે તે અત્યંત દુ:ખદ છે. આ પ્રકારના વિવાદ અખિલ જૈન સમાજના સંગઠ્ઠનની દષ્ટિએ હાનિકારક છે. આ વિવાદના કારણે રરકારી ન્યાયાલયમાં કાર્યવાહી ચલાવ્યા કરવી અને એકબીજાની વિરુદ્ધમાં પ્રચાર કર્યા કરો તે શોભાસ્પદ નથી. આ મહામંડળ બને સંપ્રદાયોના નેતા
ઓને, કાર્યકર્તાઓને તથા સભ્યોને નિવેદન કરે છે કે તેઓ આ વિવાદનું પરસ્પર વિચાર વિનિમય દ્વારા સમાધાન કરી લે. મહામંડળનું આ અધિવેશન એવો વિશ્વાસ આપે છે કે જો આ પવિત્ર કાર્ય માટે તેની સેવાઓ આવશ્યક હશે તો તેવી સેવા આપવા માટે તે સદૈવ તૈયાર રહેશે.
(ખ) અન્તરિક્ષજી તીર્થ અંગે વેતાંબર તથા દિગંબર મૂર્તિપૂજક જૈન સમાજમાં અંદર અંદર જે મતભેદ ચાલી રહ્યો છે તે મતભેદનું અંદર અંદર મળીને નિરાકરણ કરવા માટે બને સાંપ્રદાયના મુખ્ય આગેવાન શેઠ કરતુરભાઈ લાલભાઈ તથા શેઠ લાલચંદ હીરાચંદ દોશીની જે નિમણુંક કરવામાં આવી છે તે નિમણુંકનું આ મંડળ સ્વાગત કરે છે અને મંડળનું આ અધિવેશન જૈન સમાજને પ્રાર્થના કરે છે કે રખે વાટાઘાટોનું શુભ પરિણામ આવે તે માટે અનુરૂપ વાતાવરણ નિર્માણ કરે, જેથી આ મામલાને વાટાઘાટદ્વારા સુખદ નિકાલ આવે અને એ રીતે બીજા તીર્થોના ઝગડાઓ પણ અંદર અંદરની વાતચીત દ્વારા પતાવવામાં આવે અને એ રીતે સમાજમાં સૌહાર્દનું વાતાવરણ પેદા થવા પામે.
પ્રસ્તાવના આપણા જૈનધર્મીઓ માટે આ મોટા સૌભાગ્યની બાબત છે કે - પાંચ વર્ષ બાદ અન્તિમ તીર્થકર ભગવાન મહાવરના નિર્વાણ ૨૫૦૦મું નિર્વાણ વર્ષ આવી રહ્યાં છે. આ પ્રસંગને સર્વ જૈનો મળીને એવા મહાન ઉત્સવના રૂપમાં ઉજવે કે જેથી ભગવાન મહાવીરના જીવન અને સિદ્ધાંતોને સંસારને સમ્યક પરિચય થાય. ભગવાન મહાવીરને ૨૫૦૦મો નિર્વાણ મહોત્સવ સફળતાપૂર્વક ઊજવાય તે હેતુથી શેઠ કસ્તુરભાઈ લાલભાઈની અધ્યક્ષતા નીચે સર્વ સંપ્રદાયના જેની એક સમિતિની સ્થાપના કરવામાં આવી છે. સંપ્રદાયના નેતાઓને તથા કાર્યકર્તાઓને તેમ જ સમસ્ત જૈન સમાજને પ્રાર્થના કરવામાં આવે છે કે આ મહોત્સવ સ્વતંત્રરૂપે અલગ અલગ ન ઊજવતાં આ સમિતિને સમર્થન તથા સહયોગ આપે કે જેથી આ મહોત્સવ ખૂબ સરસ રીતે ઊજવી શકાય. પ્રસ્તુત સમિતિએ આ કાર્ય માટે છ લાખ રૂપિયા એકત્ર કરવાને સંકલ્પ કર્યો છે. આ ફાળામાં આ કાર્યનું મહત્ત્વ સમજીને સર્વે ભાઈ બહેને સ્વેચ્છાપૂર્વક યોગદાન આપે. ભણાવન મહાવીરનું તત્ત્વ વિશ્વહિતકારી છે તેથી આવા મહાપુરુષને ૨૫૦૦ નિર્વાણ મહોત્સવ ઉજવવામાં આ સમિતિને સહકાર આપવા ભારત સરકારને પણ અનુરોધ કરવામાં આવે છે.
* પ્રસ્તાવ-૬ પર્યુષણ પર્વ જૈન ધર્માવલંબિઓ માટે એક અત્યંત પવિત્ર ધાર્મિક પર્વ છે જેનું પર્યાવસન સંવત્સરિમાં થાય છે. એક જ ધર્મના અનુયાયીઓ કેટલાક સાધારણ મતભેદના કારણે જુદા જુદા દિવસે પર્યુષણ તેમ જ સંવત્સરિ ઊજવે એ કોઈ પણ દષ્ટિથી આપણા ધર્મને ગૌરવપ્રદાન કરવાવાળી વાત નથી. આ સંમેલન સર્વ સંપ્રદાયના જૈનાચાર્યોને શ્રદ્ધાપૂર્વક નિવેદન કરે છે કે જે રીતે પર્યુષણ પર્વ
અને સંવત્સરિ અલગ અલગ ઊજવવામાં આવે છે તે વાંછનીય. નથી. આમ હોવાથી સર્વ સંપ્રદાયના આચાર્યોને વિનંતિ કે “જૈન જગતના માધ્યમારા આને લગતાં એકીકરણ અને તિપિતાને અભિપ્રાય પ્રગટ કરીને કોઈ નિશ્ચય ઉપર આવવાને તેઓ પ્રયત્ન કરે. આ બાબતમાં કેટલાક આચાર્યોને પિતાના મતને ત્યાગ પણ કરવો પડશે, પણ અમારા અભિપ્રાય મુજબ એમ કરવું તે જૈન દર્શનને સર્વથા અનુકુળ હશે, કારણ કે અનેકાન્ત દર્શન કોઈ પણ
એક દષ્ટિકોણને પૂર્ણ સત્ય માનીને ચાલવાનું ઉચિત લેખનું નથી. વળી આવું એકીકરણ કરવાથી જૈન ધર્મનું ગૌરવ વધશે, એટલું જ નહિ પણ, જેમાં એકતાની નવી શકિત પેદા થશે, જેનું શુભ પરિણામ જ આવશે. અમે સર્વ આચાર્યોને, સાધુસમાજને તથા શ્રાવકશ્રાવિકએને પ્રાર્થના કરીએ છીએ કે તેઓ ત્યાગ અને ઉદારતાને દૃષ્ટિકોણ અપનાવીને પર્યુષણ તથા સંવત્સરી એક જ દિવસેએ ઊજવવાને નિશ્ચય કરીને સહાયક બને.'
પ્રસ્તાવ-૭ (ક) ભારત જૈન મહામંડળના આ અધિવેશનને દઢ મત છે કે રાષ્ટ્રની સામાજિક, આર્થિક તથા નૈતિક સુરક્ષા માટે પૂર્ણ નશાબંધી દેશમાં અત્યંત આવશ્યક છે. આ દષ્ટિકોણથી દેશના પ્રાચીન ધર્માચાર્યોએ તેમ જ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ નશાબંધી ઉપર અત્યાધિક ભાર મૂક્યો હત-જેના પરિણામરૂપ દેશના સંવિધાનમાં રાજ્ય સરકારોને એવો આદેશ આપવામાં આવ્યું હતું કે નશાનિષેધના કાર્યમાં પ્રગતિ લાવે. કેટલીક રાજ્ય સરકારોએ આ દિશામાં પગલાં ભર્યા છે. આમ છતાં પણ અધિવેશનને એ જાણીને અતિ દુ:ખ થાય છે કે છેલ્લાં કેટલાંક વર્ષોથી ભારત સરકાર તથા કેટલીક રાજ્યસરકારો આ દિશામાં વિમુખ થઈ રહી છે, એટલે કે નશ:નિષેધની નીતિને ઢીલી કરી દીધી છે. અધિવેશનના અભિપ્રાય મુજબ ઉપરોકત નીતિ સર્વ દપ્ટિકે શી રાષ્ટ્રનું અહિત કરવાવાળી છે. આમ હોવાથી આ અધિવેશન ભારત સરકાર તેમ જ સમસ્ત રાજ્ય સરકારોને દઢતાપૂર્વક તથા જોરદાર શબ્દોમાં એમ નિવેદન કરે છે કે સંપૂર્ણ દેશ ઉપર નશાબંધી લાગુ કરે.
(ખ) ભારત જૈન મહામંડળનું આ અધિવેશન એ જાણીને પ્રસન્નતા અનુભવે છે કે રાજસ્થાનમાં નશાબંધીને પ્રશ્ન હાથમાં લઈને કેટલાક ઉત્સાહી કાર્યકર્તાઓએ સત્યાગ્રહ કર્યો છે અને અનેક પ્રકારનાં કષ્ટો સહન કર્યા છે. આ માટે આ અધિવેશન એ ઉત્સાહી બંધુઓને અભિનંદન કરે છે.
પ્રસ્તાવ-૮ . આ સંમેલન ખેદ સાથે અનુભવ કરે છે કે જેના અનુયાયીઓમાં જૈન દર્શનનું જ્ઞાન દિનપ્રતિદિન ઓછું થતું જાય છે, જેના પરિણામે ભાવનાવિહીને કર્મકાંડના પાલનની પ્રવૃત્તિ વધી રહી છે, એટલું જ નહિ પણ, આ કર્મકાંડની સાથોસાથ રૂપિયા પૈસાની લેણદેણ અને સમૂહભેજનને સંબંધ પણ જોડી દેવામાં આવે છે. સ્થિતિ એટલે સુધી બગડી ગઈ છે કે આજકાલ અધિકાંશ સ્ત્રીઓ પોતપોતાના સગાસંબંધીઓ પાસેથી રૂપિયા-પૈસા મેળવવાના તેમ જ સમાજમાં વરઘોડાઓ કાઢવાના પ્રલોભનથી અઠ્ઠાઈ વગેરે તપસ્યાઓ કરવા લાગી છે. આ પરિસ્થિતિ ધર્મના સ્વરૂપને વિકૃત કરે છે અને સુજ્ઞજનની દષ્ટિમાં આપણી પ્રતિષ્ઠા ઘટાડે છે અને બુદ્ધિમાન લોકોને તથાકથિત ધર્મસ્થાને પ્રતિ ઉદાસીન બનાવે છે. આ સંમેલન ધાર્મિક તપસ્યાની સાથે કોઈ પણ પ્રકારનું પ્રલોભન, ભેજન તથા પુરસ્કાર વગેરે જોડવામાં આવે છે, તેને ઘેર વિરોધ કરે છે અને પિતાના સદસ્યોને અનુરોધ કરે છે કે એવા કાર્યોમાં કોઈ સહન ન આપે. સાથેસાથે આચાર્યો અને મુનિઓને નિવેદન કરે છે કે આ પ્રવૃત્તિઓને રોકવા માટે સક્રિય પગલાં ભરે અને એવી તપસ્યાઓનાં પચખ્ખાણ ન આપે કે જેની પાછળ કોઈ પ્રલોભન કે આડંબર હોય. મૂળ હિન્દી
અનુવાદક: પરમાનંદ