SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ પ્રબુદ્ધ જીવન અમે બધા ભેટી પડયા હતા. પંદર વર્ષના ગાળામાં એ દિશાએ આપણે કશું કર્યું નહિ અને એ પ્રશ્ન વધા૨ે વિકરાળ સ્વરૂપમાં આપણી સામે આવીને ઊભા રહ્યો. લાંબી ચર્ચા બાદ સ્ટેટ લેગ્વેજ બીલ–રાજ્યભાષાના ખરડો પસાર તો થયો, પણ તેથી તે પ્રશ્નનો નિકાલ થઈ ચૂકયો એમ માનવાને કશું કારણ નથી. આજે કૉંગ્રેસ પ્રમુખ કામરાજ આ પ્રશ્ન ઉપર મોં મરડીને બેઠા છે. રાજગેાપાલાચારી તા છેલ્લા પાટલે જઈને બેઠા છે કે હિંદી જોઈએ જ નહિ. આમ ચોતરફ દષ્ટિ નાખતાં આપણને એમ લાગે છે કે રાજકારણને વરેલા આગેવાનામાં કોઈ દેશપ્રેમ—ખરા અને પૂરા અર્થમાંરહ્યો નથી. દરેક પોતપોતાના પ્રદેશના અને પક્ષના અને પોતાના વિચાર કરે છે. આ કારણે અન્ન બાબતમાં, આટલા બધા સારો પાક હોવા છતાં, પ્રાદેશિક ઝોનબંધી નાબુદ થઈ શકતી નથી; નર્મદા યોજના આગળ વધી શકતી નથી; મહારાષ્ટ્ર અને માઈસેારા બેલગામને લગતા સીમાપ્રશ્ન ઉકેલી શકાતો નથી. આજે કેન્દ્ર સરકાર કોઈ પણ પ્રશ્ન ઉપર નિડરતાપૂર્વક નિર્ણય લઈ શકતી નથી; જેવી રાજકીય પરિસ્થિતિ છે તેવી તેથી પણ વધારે ચિન્તાજનક—આર્થિક પરિસ્થિતિ છે. આજના ઘનઘાર આકાશમાં કોઈ સુવર્ણરેખા દેખાતી નથી. ત્યારબાદ કેટલીક પ્રશ્નોત્તરી થઈ હતી અને એક કલાકની ચર્ચાવિચારણા બાદ સભા વિસર્જિત કરવામાં આવી હતી. ચીમનલાલ ચકુભાઈ શાહ કેંગ્રેસ અધિવેશન કોંગ્રેસ અધિવેશન હૈદ્રાબાદમાં મળી ગયું. અધિવેશનમાં એક જ પ્રસ્તાવ રજુ થયા અને પસાર થયો. દેશની રાજકીય પરિસ્થિતિ અંગે કોંગ્રેસના ઈતિહાસમાં આ પહેલા જ પ્રસંગ છે જ્યારે અધિવેશનમાં એક જ પ્રસ્તાવ થયા હોય—કદાચ એમ કહેવાય કે અધિવેશન ભરવા ખાતર ભર્યું; નવું કાંઈ કહેવાનું કે કરવાનું હતું નહિ. આર્થિક પરિસ્થિતિ જે આટલી બધી વિષમ છે તે અંગે પણ કોઈ પ્રસ્તાવ થયો નહિ. શ્રી મોરારજી દેસાઈએ એક નિવેદન કર્યું જેમાં પોતાના આશાવાદ તેમણે રજુ કર્યો. જે રાજકીય પ્રસ્તાવ થયો. તેમાં પણ કોઈ નવી નીતિ અથવા નવા કાર્યક્રમ નથી, પણ મુખ્યત્વે રાજયોની બીનકેંગ્રેસી સરકારોની ટીકા અને તહોમતનામું છે. દેશની રાજકીય અસ્થિરતા, હિંસક વાતાવરણ, આર્થિક ખરાબી વિગેરે માટે બીનકૉંગ્રેસી રાજ્યસરકારો જવાબદાર છે એમ કાગ્રેસે જાહેર કર્યું. અલબત્ત, એક રાજકીય પક્ષ તરીકે, પોતાના વિરોધીઓની ટીકા કરવાનો અને તેમની નિષ્ફળતાઓ ઉઘાડી પાડવાના કોંગ્રેસને અધિકાર છે. ચેાથી સામાન્ય ચૂંટણીથી કૉંગ્રેસને જે મોટો ધકકો લાગ્યો હતો અને કૉંગ્રેસજનાને આઘાત લાગ્યા હતા તેમાંથી હવે કાંઈક કળ વળતી હોય અને ફરી વિશ્વાસ મેળવવાના પ્રયત્ન કરતા હોય તેવું લાગે છે. આ દરા મહિનાના ગાળામાં બીનકાગ્રેસી સરકારોની નિષ્ફળ કામગીરીના લાભ લેવાનો કોંગ્રેસને પૂરો અધિકાર છે. લોકોમાં કદાચ એવી લાગણી શરૂ થઈ છે અથવા કૉંગ્રેસ શરૂ કરવાના પ્રયત્ન કરે છે કે અંતે તે કૉંગ્રેસ જે સ્થિર શાસન આપી શકશે તે બીજા કોઈ રાજકીય પક્ષા આપી શકે તેમ નથી. એટલે બીનકાગ્રેસી સરકારો ઉપરનું કૉંગ્રેસનું આ આક્રમણ પ્રજામતને ફેરવવાન એક પ્રયત્ન છે. તે સાથે કાગ્રેસની નીતિમાં પણ થોડો ફેરફાર થયા છે. બીજા પક્ષાએ સાથે મળીને સરકાર ન રચવી એ નીતિ છેાડી છે અને બંગાળમાં, શ્રી પ્રફુલ્લ ઘોષના પક્ષ સાથે સંયુકત સરકાર રચવાના નિર્ણય કર્યો છે. કદાચ પંજાબમાં પણ તેમ જ થશે. બિહાર અને ઉત્તર પ્રદેશની સંયુકત દળની સરકારોને ઉથલાવી શકાય તો ત્યાં પણ તેમ થાય. આમ, કોંગ્રેસ ફરી સત્તા પર આવવા પ્રયત્ન કરે છે. આવી સંયુકત સરકારોમાં કૉંગ્રેસ બહુમતીપક્ષ હશે તો પણ બીજા તા. ૧-૧-૬૮ લઘુમતી પક્ષાના મુખ્યપ્રધાનો રહેશે. કૉંગ્રેસ આવી સ્થિતિ કયાં સુધી નિભાવશે તે જોવાનું રહે છે. આમ અધિવેશનમાં કેટલાક ઉદામવાદી યુવાન કાર્યકરોએ, નિયમ મુજબ, આગેવાનાની સારી પેઠે ઝાટકણી કાઢી. પણ હૈયાવરાળ કાઢવા ઉપરાંત વિશેષ કાંઈ પરિણામ ન હતું. આગેવાન High Command—પેાતાનું ધાર્યું કરી શકે છે તે કોંગ્રેસ વર્કીંગ કમિટીના સાત સભ્યોની ચૂંટણી ઉપરથી જણાયું. બીનકાગ્રેસી સરકારો ઉપર, એક રાજકીય પક્ષ તરીકે કોંગ્રેસે આક્રમણ કર્યું, પણ બંધારણીય સ્થિતિ સ્પષ્ટ રાખવા, શ્રીમતી ઈંદિરા ગાંધીએ વડાપ્રધાન તરીકે જાહેર કર્યું કે કેન્દ્ર અને રાજયસરકારોના સંબંધો બંધારણપૂર્વકના રહેશે. આ જરૂરનું હતું. કેટલે દરજજે તે અમલી રહેશે તે જુદી વાત છે. પણ વિરોધપક્ષાને કેટલાક રાજયોમાં સત્તાસ્થાના છેડવા પડે, તેથી એક’દર પરિસ્થિતિ સુધરશે જ એમ ન કહેવાય. તેમના વિરોધ વિશેષ ઉગ્ર બનશે. કાગ્રેસ પ્રત્યે પ્રજાના વિશ્વાસ વધે નહિ ત્યાં સુધી, આ સત્તાબદલીની રમતથી પ્રજાને કોઈ સંતોષનું કારણ નથી. કોંગ્રેસ પોતાનું ઘર સુધારે નહિ અને કૉંગ્રેસજનામાં સત્તાલાભને બદલે સેવાભાવ અને દેશપ્રેમ જાગે નહિ ત્યાં સુધી, સત્તા ઉપર આવવાથી પ્રજાનો પ્રેમ સંપાદન નહિ કરે. કાગ્રેસી આગેવાનો આ બાબત સભાન છે અને કૉંગ્રેસને ફરીથી પ્રાણવાન બનાવવાના પ્રયત્નો કરવાનું કોંગ્રેસપ્રમુખે કહ્યું છે. કેટલે દરજજે કરી શકશે તે જોવાનું રહે છે. કાગ્રેસજનામાં સેવાભાવ આવવા જોઈએ, નમ્રતા આવવી જોઈએ, લોકસંપર્ક તેમણે વધારવા જોઈએ, આંતરિક મતભેદો દૂર થવા જોઈએ એ ઘણી વખત કહેવાયું છે. આવા કાયાપલટ કરવાની કાંગ્રેસની શકિત રહી છે કે નહિ તે જોવાનું રહે છે. બીજા બધા વિવાદાસ્પદ પ્રશ્નો ટાળ્યા છે. ભાષાના, સીમા અને નદીના પાણીના ઝઘડાઓ, વધતો જતો ભાષાવાદ, કોમવાદ, લાંચરૂશ્વતખારી, કાર્યની અક્ષમતા, મોંઘવારી આ બધા સળગતા— પ્રશ્નો ઉપર પડદો પાડયો છે. માત્ર કોંગ્રેસ જનાને હીંમત આપવા માટે, હવે કોંગ્રેસ સત્તા ઉપર આવી શકે છે અને આવશે એવું વાતાવરણ ઉત્પન્ન કરવાનો આ અધિવેશનના મુખ્ય પ્રયાસ રહ્યો છે. ૧૨-૧-૬૮ ચીમનલાલ ચકુભાઈ શાહ આચાર્ય રજનીશજીનાં જાહેર પ્રવચનાના કાર્યક્રમ સમય સ્થળ દિવસ શનિ તા. ૨૦ સાંજના સવારના બપોરના રિવ વિ રિવ તા. ૨૧ રાતના ૮-૪૫ રૂઈલયા કૉલેજનું પટાંગણ માટુંગા, ૧૦-૦૦ પેદાર કોલેજ હાલ, માટુંગા ૩-૦૦ સન્મુખાનંદ હાલ, શિવ. ૮-૪૫ રૂઈયા કૉલેજનું પટાંગણ, માટુંગા ૯-૦૦ બીરલા ક્રીડા કેન્દ્ર મુંબઈ. ૯-૦૦ થ્રી માટુંગા સેવા મંડળનું (ફકત બહેનો માટે) પટાંગણ - માટુંગા સામ તા. ૨૨રાતના ૮-૪૫ રૂઈયા કૉલેજનું પટાંગણ, માટુંગા મંગળ તા. ૨૩ સાંજના ૪-૩૦ પેદાર કોલેજ હોલ, માટુંગા સુવણૅ મહાત્સવ અગે ચેાજાયલી વ્યાખ્યાનમાળા સામ તા. ૨૨ સવારના સામ તા. ૨૨ સાંજના શ્રી મહાવીર જૈન વિદ્યાલયના સુવર્ણ મહોત્સવ અંગે બીરલા ક્રીડા કેન્દ્ર (ચાપાટી ઉપર) ખાતે દરરોજ સવારના ૯ વાગ્યે તા. ૨૨ જાન્યુઆરીથી તા. ૨૫ જાન્યુઆરી સુધી એમ ચાર દિવસની નીચે મુજબ વ્યાખ્યાનમાળા યોજવામાં આવી છે. દિવસ વ્યાખ્યાન વિષય આચાર્ય રજનીશજી સાવિદ્યા યા વિમુક્તયે । મુનિશ્રી ચિત્રભાનુ ધાર્મિક શિક્ષણ ઉપર પરિસંવાદ સાધ્વીશ્રી મૃગાવતી વગેરે વ્યાખ્યાતા આપણુ સંસ્કારધન अमृतंतुविद्या તા. ૨૧ તા. ૨૧ ૨૨ સામ ૨૩ મંગળ ૨૪ બુધ ૨૫ ગુરુ 10
SR No.525953
Book TitlePrabuddha Jivan 1968 Year 29 Ank 17 to 24 and Year 30 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1968
Total Pages268
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy