SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૧૭-૬૮ પ્રભુ કરવામાં અને અનેક પ્રકારની ચર્ચાવાર્તામાં ખૂબ આનંદપૂર્વક પસાર થયા અને ભારત જૈન મહામંડળના કાર્ય વિષે અને જૈન એકતા વિષે સવિશેષ નિષ્ઠાવન્ત બનીને અમે મુંબઈ પાછા ફર્યા. સામાન્ય છતાં અસામાન્ય જીવનપ્રતિભા સ્વર્ગસ્થ મિત્ર ભાઈ પરમાનંદ કામદારના અવસાન અંગે એક ટૂં કી નોંધ તા. ૧૬-૯-૬૮ના પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થઈ ચૂકી છે. એમ છતાં પૂજ્ય કેદારનાથજી તરફથી ત્યાર બાદ મળેલું લખાણ એટલા માટે પ્રગટ કરવામાં આવે છે કે તે લખાણ દ્વારા ભાઈ પરમાનંદ કામદારના વ્યકિતત્વનો આપણને કોઈ જુદો જ પરિચય પ્રાપ્ત થાય છે, અને આપણી વચ્ચે વસતી હરતી ફરતી સામાન્ય દેખાતી વ્યકિતની જીવનપ્રતિભા કેવી અસામાન્ય હતી તેનું આપણને આદરપ્રેરક દર્શન થાય છે. તે લખાણ નીચે મુજબ છે: “શ્રી પરમાનંદભાઈ કામદારના અવસાનના થડા દિવસે બાદ શ્રી પરમાનંદભાઈ કાપડિયાએ કામદારભાઈ વિશે ડું નખી આપવા મને કહ્યું, પરંતુ તે વખતે મારી પ્રકૃતિ સારી ન હતી, હું બાલી શકતા ન હતા, તેથી શ્રી કામદારભાઈ વિષે તે વખતે મારાથી કંઈ લખાયું નહિ. એમના અવસાનને ઘણા દિવસે થઈ ગયા તે પણ તેમના જવાથી મારા મનમાં આવેલી ખિન્નતા હજુ પણ ઓછી થઈ નથી તેમ જ એમના વિષેની મારી કર્તવ્યનિષ્ઠા પણ મંદ પડી નથી, આથી એમના વિષે થેડું લખવાનો પ્રયત્ન કરું છું. 64 વ્યવહારશુદ્ધિના માર્ગે જીવનશુદ્ધિનાં મારાં પ્રવચનોના એક પ્રસંગે મણિભવનમાં મારી અને કામદારભાઈની ભેટ થઈ, ત્યારથી એમના અને મારા પરિચયનો આરંભ થયો. તે પહેલાં મારા પ્રવચનમાં તેઓ ક્યારેક આવતા હશે, પરંતુ અમારો પ્રત્યક્ષ પરિચય ત્યાં સુધી થયો નહતો. તે દિવસે પણ એક વિશેષ કારણને લઈને પરિચય થયો હતો. તે દિવસના પ્રવચનમાં આપણે આપણા જીવનમાં વેકને લઈને આપણું ધન, પરિશ્રમ અને સમયના કેટલા દુર્વ્યય કરીએ છીએ એ વિષે હું બે!લતા હતા. આપણે પૈસા અને અન્નના કેટલા દુરુપયોગ કરીએ છીએ જ્યારે બીજી બાજુ કેટલાય લેકોને પરિશ્રમ કરીને પણ પૂરતું ખાવાનું મળતું નથી. આવી સ્થિતિમાં ભેજનાના મેટામેટા સમારંભમાં અને લગ્નકાર્યોમાં પૈસા, અન્ન અને સમયને આપણે બગાડ કરીએ છીએ. માત્ર આવા સમારંભા વખતે જ નહિ, પરંતુ અન્ય પ્રસંગોએ પણ આપણે આપણી શકિતના કેવા દુરુપયોગ કરીએ છીએ અને એમાં મેટાઈ માનીએ છીએ વગેરે વિષે હું કહેતા હતા. મારા વક્તવ્યના પરિણામરૂપ અથવા એવા જ પ્રકારના વિચારો એમના મનમાં પ્રથમથી જ ચાલતા હશે એ કારણે પણ મારા પ્રવચન પછી શ્રી કામદારભાઈ ઊભા થઈને અત્યંત કળકળથી કેટલાક સમય બાલ્યા. એ વખતના એમના શબ્દો પરથી એમના મનની લાગણી સ્પષ્ટ દેખાઈ આવતી હતી. એ સ્થિતિમાં એમને બાલવું હતું તે બાલી રહ્યા પછી અંતમાં એમણે કહ્યું “ આજથી આવા પ્રકારના ખાનપાનના સમારંભામાં હું કયાંય પણ અન્ન ગ્રહણ કરીશ નહિ, એટલું જ નહિ પણ, ઘર સિવાય બીજે કર્યાય—સમારંભાના પ્રસંગાએ પણ–અન્ન અથવા કોઈ પણ પદાર્થ ખાઈશ નહિ.” બધાંની રામક્ષ એમણે આવી પ્રતિજ્ઞા કરી. આ પ્રસંગને દસ વર્ષથી વધુ કાળ વ્યતીત થઈ ગયા. આમાં એમને ખરેખર ધન્યતા આપવા જેવી વાત એ છે કે એમણે પેાતાની પ્રતિજ્ઞા કોઈના દબાણ કે સંકોચને વશ ન થતાં જીવનનાં અંત સુધી પાર પાડી. પેાતાના પુત્રના લગ્નમાં પણ વેવાઈને ત્યાં તેઓ જમવા ન જ ગયા. એમના આ પ્રતિજ્ઞાપાલન પરથી અને એ પાર પાડવા માટે તેમનામાં જોઈતી સદૈવ જાગૃતિ, દઢતા, નિર્ભયપણું અને એની સાથે એમની વિનયશીલતા વગેરે સદ્ગુણો પરથી મને કામદારભાઈના સ્વભાવની ખૂબ જાણ થઈ, અને પહેલેથી અંત પર્યંત એમના વિષે મારા મનમાં આદર અને સદભાવ સદા વધતાં ગયાં. જીવન 3 ૧૨૯ “મારી પ્રકૃતિ જેમ જેમ ક્ષીણ થવા લાગી તેમ તેમ મારું પ્રવચનેાનું કામ ઓછું થવા લાગ્યું. તો પણ કામદારભાઈ દરેક પ્રવચનમાં ઉપસ્થિત રહેતા. એમની જિજ્ઞાસાવૃત્તિ અંત સુધી જાગૃત હતી. જીવન ઉન્નત કરવા માટે માર્ગ તેમજ સાધન પ્રાપ્ત કરવાના પ્રયત્નમાં તેઓ હંમેશ રહેતા, તેથી આવા વિષયોનાં કોઈનાં પણ વ્યાખ્યાન સાંભળવાની સંધિ એ છેડતા નહિ. એમાંથી પેાતાની ઉન્ન ત્તિને સહાયક એવું કંઈક મેળવવાના એમના હેતુ રહેતા. એમને પેાતાની ઉન્નતિ માટે તાલાવેલી હતી. તેઓ જન્મે જૈન હતા. તેમનું વાંચન વિશાળ હતું. કોય માટે તેઓ પ્રયત્નશીલ હોવાને કારણે પેાતાના મૂળ ધાર્મિક સુસંસ્કારોને કોઈપણ રીતે બાધરૂપ ન થવા દેતાં પેતાની ઉન્નતિને સહાયક એવા માર્ગ, સાધન કે અનુભવાત્મક વિચાર સમજી લેવાની તેમનામાં તમન્ના હતી. રામજેલું આચરણમાં મૂકવા તેમના પ્રયત્ન રહેતા. તેમનામાં સ્પષ્ટ~વકતાપણું હતું તેટલું નિર્ગીપણું પણ હતું. તેમનામાં રહેલા સ્પષ્ટ વકતાપણાને ઉપયોગ સત્ય ધ્યેય અને એના સાધનને સમજી લેવા માટે તેઓ કરતા હતા, સમાજની તેમ જ દેશની ચાલુ દુ:સ્થિતિ વિષે એમને ખૂબ દુ;ખ થતું. આજની દુ:સ્થિતિમાં શુદ્ધ વ્યવહાર ચલાવવા ખૂબ કઠણ છે એમ તે સ્વાનુભવથી જાણતા હતા. શુદ્ધ વ્યવહારનાં પ્રતિબંધક બાહ્ય કારણોને આપણે નષ્ટ કરી શકતા નથી એનું એમને અત્યંત દુ:ખ લાગતું. છતાં તેવી સ્થિતિમાં પણ શકય એટલું શુદ્ધ આચરણ કરવાનો એમના પ્રયત્ન રહેતા. પેાતાના આ પ્રયત્ન માટે બળ મેળવવા તેઓ દરેક ઠેકાણે વ્યાખ્યાન – પ્રવચન સાંભળવા જતા. કેવળ મનોરંજન કે શાબ્દિક જ્ઞાનના સંગ્રહ કરવાની તેમને ઈચ્છા ન રહેતી. દંભ તેમનાથી સહન થત નહિ તેમ પ્રતિષ્ઠા પણ તેમને પ્રિય ન હતી. એમનું ધ્યેય એમને પ્રાપ્ત થયું હતું કે નહિ તેની મને જાણ નથી પરંતુ તે કોયાથી હતા અને એ માટે તે સતત પ્રયત્નશીલ હતા એવી મારી ખાત્રી છે. એમના અંતિમ ઉદ્ગારો ઉપરથી સમજાય છે કે તેમણે શાંતિપૂર્વક ઈહલોકની વિદાય લીધી. “મારા જીવનમાં મને જે થોડા નિષ્ઠાવંત સાધક મળ્યા, તેમાંના શ્રી કામદારભાઈ એક હતા. આવા એક સજ્જન મિત્રનો વિયોગ મને અને એમના બીજા મિત્રને ખૂબ દુ:ખદ લાગે છે. આપણી વચ્ચેથી એમણે હંમેશની વિદાય લીધી તો પણ તેમની પવિત્ર સ્મૃતિ આપણા સર્વે નાં હૃદયમાં સદૈવ જાગૃત રહેશે. ” શ્રી માંદુલાલ સાંકળચંદ શાહના સ્વર્ગવાસ અમારા મુંબઈ જૈન યુવક સંઘના વર્ષોજૂના સાથી અને સંઘની કાર્યવાહક સમિતિના લાંબા સમયના સભ્ય શ્રી ચંદુલાલ સાંકળરચંદ શાહનું ૭૨ વર્ષની ઉંમરે અઠવાડિયાની માંદગીના પરિણામે સપ્ટેમ્બર માસની ત્રીજી તારીખે નિપજેલા અવસાનની ખબર પ્રગટ કરતાં હું બહુ ઊંડી ખિન્નતા અનુભવું છું. તેઓ મૂળ અમદાવાદના, અને પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ તેમણે અમદાવાદમાં પ્રાપ્ત કરેલું. કાલેજના અભ્યાસ તેમણે મુંબઈ આવીને કર્યો અને ૨૨ વર્ષની ઉંમરે બી. એ; તથા એલ. એલ. બી. ની પરીક્ષા પસાર કરી તેમણે મુંબઈ ખાતે જ વકીલાતના વ્યવસાયની શરૂઆત કરી, અને વચગાળે સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝમાં દશ વર્ષ નોકરી કરવા સિવાય, બાકીની આખી જિંદગી તેમણે વકીલાતના વ્યવસાયમાં જ વ્યતીત કરી. કેટલાંક વર્ષથી તેઓ ફ઼ી પ્રેસને લગતા છાપાંઓના લીગલ એડવાઈઝર હતા. અમારા સંઘની કાર્યવાહીમાં તેઓ ઊંડો રસ ધરાવતા હતા અને સંઘ દ્વારા યોજાયલા પર્યટણામાં ભાગ્યે જ એવું પર્યાટણ હાય કે જેમાં તેઓ જોડાયા ન હોય. તેના ઉત્તમ કોટીના સજ્જન અને પ્રેમાળ મિત્ર હતા. અત્યંત વિનમ્ર અને શીલસંપન્ન ગૃહસ્થ હતા. કોઈ કામસર તેઓ થોડા દિવસ પહેલાં અમદાવાદ ગયેલા અને ત્યાં જ એકાએક પક્ષાઘાતના હુમલાના પરિણામે તેમનું મૃત્યુ નીપજ્યું. પોતાની પાછળ પત્ની, ૫ પુત્રીઓ અને ૩ પુત્ર એમ બહેાળા પરિવાર મૂકીને તેઓ વિદાય થયા છે. એક સ્વજનને ગુમાવ્યાની ખાટ અમે અનુભવીએ છીએ. તેપના આત્માને શાશ્વત શાંતિ પ્રાપ્ત થાઓ એમ અમારી પ્રાર્થના છે. પરમાનંદ
SR No.525953
Book TitlePrabuddha Jivan 1968 Year 29 Ank 17 to 24 and Year 30 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1968
Total Pages268
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy