________________
પ્રબુદ્ધ જીવન
૧૮
માનવીના સ્તર ઉપર આ રીતે સરકી પડતા આપણે જોઈએ છીએ ત્યારે તેઓ અને આપણે આખરે એક જ માટીના બનેલા છીએ એવું કઠોર ભાન આપણને થઈ આવે છે અને આપણા દિલમાં જડાયેલી પ્રતિમા ખંડિત થતી લાગે છે.
ભારત જૈન મહામંડળનું ૪૦ મું અધિવેશન
૭૫ વર્ષ જેટલું લાંબું આયુષ્ય ધરાવતી સંસ્થા શ્રી ભારત જૈન મહામંડળનું ૪૦મું અધિવેશન ગયા સપ્ટેમ્બર માસની ૨૯ તથા ૩૦મી તારીખે જોધપુર મુકામે મળી ગયું. આપણ સર્વને સુવિદિત એવા શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ આ અધિવેશનના પ્રમુખસ્થાને હતા. સમગ્ર જૈન સમાજનું એકીકરણ એ ભારત જૈન મહામંડળનો મુખ્ય ઉદ્દેશ છે. એ ઉદ્દેશની સિદ્ધિ સાથે જોડાયેલા અને જૈન સમાજના અન્તર્ગત એવા અનેક પ્રશ્નો અંગે પ્રમુખસ્થાનેથી અપાયલા અને પ્રબુદ્ધ જીવનના ગતાંકમાં પ્રગટ કરવામાં આવેલા શ્રી ચીમનભાઈના વ્યાખ્યાનમાં વિશદ આલેાચના કરવામાં આવી છે અને સ્પષ્ટ માર્ગદર્શન કરાવવામાં આવ્યું છે. પુસ્તૃત અધિવેશનમાં પસાર કરવામાં આવેલા પ્રસ્તાવે! 'આ જ અંકમાં અન્યત્ર આપવામાં આવ્યા છે.
આ પ્રસ્તાવા ઉપરથી પ્રસ્તુત અધિવેશનમાં થયેલી કાર્યવાહીના સામાન્ય ખ્યાલ પ્રબુદ્ધ જીવનના વાચકોને આવી શકે તેમ છે.
શ્રી ચીમનભાઈ પ્રમુખ હતા, એટલે ખાસ આકર્ષાઈને આ અધિવેશનમાં ભાગ લેવા અમે કેટલાક મિત્ર જોધપુર ગયા હતા. મુંબઈથી આવેલી વ્યકિતઓમાં શાહુ શ્રેયાંસપ્રસાદ જૈન અને શેઠ લાલચંદ હીરાચંદની ઉપસ્થિતિ ખાસ ધ્યાન ખેંચે તેવી હતી. આ ઉપરાંત, શ્રી દુર્લભજી કેશવજી ખેતાણી; શેઠ ફુલચંદ શામજી, શ્રી ગીજુભાઈ મહેતા, શ્રી મણિલાલ વીરચંદ, શ્રી ખીમચંદ કે. વેરા તથા શ્રી રમરમણલાલ સી. શાહ—મુંબઈથી આવ્યા હતા. શ્રી રિષભદાર રાંકા અધિવેશનના સૂત્રધારના સ્થાને હતા. . બિકાનેરથી આવેલા વિદ્રવર્ય
શ્રી અગરચંદ નહાયની હાજરી તેમની વિશિષ્ટ વેશભૂષાના કારણે ખાસ ધ્યાન ખેંચતી હતી. ભારત જૈન મહામંડળના પ્રાણરૂપ શ્રી ચિરંજીલાલ બડજાતે પક્ષઘાતથી વિકલ બનેલા હાવા છતાં ઠેઠ વર્ધાથી ઉદેપુર થઈને અહિં આવ્યા હતા. ભારત જૈન મહામંડળ પ્રત્યેની તેમની આવી નિષ્ઠા. અને ધગશ જોઈને કોઈને પણ આશ્ચર્ય થયા વિના ન જ રહે.
જોધપુર શહેર જૈન વસ્તીનું એક મોટું કેન્દ્ર છે. સ્થાનકવાસી તેમ જ શ્વેતાંબર મૂ. મળીને જોધપુરમાં આશરે ૩૫ થી ૪૦ હજાર જૈનાની વસ્તી હોવાનું માનવામાં આવે છે. આ વિચારતાં અધિવેવેશનમાં ઉપસ્થિત ભાઈબહેનોની ૧૦૦૦ થી ૧૫૦૦ની હાજરી નિરાશાજનક લેખાય. આવી અલ્પસંખ્યા એમ સૂચવે છે કે જૈન સમાજમાં એકતાના વિચારની પકડ હજુ જૉઈએ તેટલી જામી નથી. આમ છતાં જેની ભવિષ્ય તરફ નજર છે તેવા જૈનોએ, વર્તમાનમાં નજરે પડતી એકતાવિષયક ઉદાસીનતાથી નિરાશ કે નિરુત્સાહ ન બનતાં એકતાના વિચારને આગળ ને આગળ ધપાવવાનો જ રહે છે. જૈન સમાજના ટકાવ અને ઉત્કર્ષના આધાર આ એકતા ઉપર જ રહેલા છે.
શ્રી ચીમનભાઈની કુશળ કાર્યવાહીને લીધે વિષયવિચારિણી સમિતિનું કાર્ય અઢી-ત્રણ કલાકમાં પૂરૂ થયું હતું અને ચર્ચાવિચારણાને અંતે નક્કી કરવામાં આવતા પ્રસ્તાવો વિષયવિચારિણી સમિતિમાં તેમ જ અધિવેશનની ખુલ્લી .બેઠકમાં સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા હતા. પ્રસ્તાવ ઉપર કરવામાં આવેલાં વિવેચને પણ પરિમિત અને મુદ્દાસરના હતા. પ્રસ્તાવા માટા ભાગે અધિવેશનના દિવસેામાં જ નક્કી કરવામાં આવેલા હોઈને વધારે પડતાં લાંબા અને સ્થળે સ્થળે પુનરુકિતથી દૂષિત બન્યાં હતાં. એમ છતાં દરેક ઠરાવ પાછળ રહેલ મુખ્ય વિચાર એકીકરણની દષ્ટિએ ઉપયોગી અને મહત્ત્વના હતા,
ભારત જૈન મહામંડળનું હજુ જૈન સમાજ ઉપર બહુ જ
તા. ૧૪-૧૦૭૮
ઓછું વર્ચસ જામેલું છે. સામાન્ય જેના પાતપેાતાના સંપ્રદાયની બહાર ભાગ્યે જ નજર નાખે છે. અખિલ જૈન સમાજની દષ્ટિએ બહુ જ ઓછી વ્યકિતઓ વિચાર કરતી હોય છે. આ રીતે વિચારતાં ભારત જૈન મહામંડળના અધિવેશનામાં પસાર કરવામાં આવતા ઠરાવા Pious Resolutions-શુભભાવનાલક્ષી પ્રસ્તાવેા જેવા બની રહે છે. હજુ તે પાછળ કોઈ Sanction—તેન અમલ કરવાની ફરજ પાડતું કોઈ બળ – નજરે પડતું નથી, અનુભવાતું નથી. આ રીતે વિચારતાં ભગવાન મહાવીરના જન્મદિવસની છૂટ્ટીને લગતા ઠરાવમાં આગામી મહાવીર જયન્તી સુધીમાં કેન્દ્રીય સરકાર તેમ જ રાજ્ય સરકારો તેવી છુટ્ટીના સ્વીકાર ન કરે તો તે અંગે દેશવ્યાપી અહિંસક તથા પ્રભાવશાળી આન્દોલન મંડળ તરફથી ઉપાડવાનું સૂચન કરવામાં આવ્યું છે. આ ઠરાવ મંડળની અને તેના પ્રમુખની કાર્યક્ષમતાને પડકારરૂપ છે. એ ઠરાવમાં જે માગણી કરવામાં આવી છે તેના મહાવીર જયન્તી સુધીમાં ભારત સરકાર તરફથી સ્વીકાર કરવામાં આવે તે તે જરૂર આપણ સર્વને માટે આનંદ અને અભિનંદનનો વિષય બનશે. પણ એ મુજબ ન થયું– અને ન થવાના સંભવ મારી સમજણ મુજબ વધારે છે–તેવી પરિસ્થિતિમાં મંડળના પ્રમુખ કેવું માર્ગદર્શન આપે છે અને મંડળ શું કાર્ય કરી દેખાડે છે તે જોવાનું રહે છે.
જૈનાના એકીકરણના માર્ગમાં સૌથી મેાટી આડખીલી શ્વેતાંબરો અને દિગંબરોના ઉભયમાન્ય તીર્થોને લગતા ઝગડાઓ છે. આ ઝગડાઓ ઘણી વાર ઉગ્ર રૂપ ધારણ કરે છે અને તેમાંથી પરસ્પર મારામારીઓ પણ પેદા થાય છે. સરકારી કોર્ટોમાં એક યા અન્ય તીને લગતા ઝઘડાઓ લડાતા જ હોય છે અને તે પાછળ શિકત અને ધનની પારિવનાની ખુવારી થયા જ કરે છે. જ્યાં સુધી ઉભયમાન્ય તીર્થો કોઈ એક સંપ્રદાયનાં નહિ પણ બન્ને સંપ્રદાયનાં છે એમ મુકત મનથી સ્વીકારવામાં ન આવે અને ઉભયમાન્ય પૂજાવિધિ નિર્ણીત કરવામાં ન આવે ત્યાં સુધી આ પ્રશ્નોના કોઈ નિકાલ આવવાના સંભવ નથી. આ વિચારને પૂરા અર્થમાં સ્વીકરાનારૂ અને આ તીર્થોના ઝગડામાં અમને કોઈ રસ નથી અને અમે એ હવે ચાલવાં દેવા માગતા નથી-આાવી દઢ પ્રતિજ્ઞા ધરાવતા અને આવા ઝગડાની સામે જેહાદ ચલાવતા યુવકોની આપણને સૌથી વધારે જરૂર છે. આવું બળ જ્યાં સુધી પેદા નહિ થાય ત્યાં સુધી એકતાની દિશાએ આપણે ચાર ડગલાં આગળ ભરીએ અને કોઈ નવું ઘર્ષણ પેદા થાય અને પાંચ ડગલા પાછા હઠીએ—આવી આપણી દશા ચાલ્યા કરવાની છે.
ભારત જૈન મહામંડળના પ્રસ્તુત અધિવેશનના અનુસંધાનમાં તા. ૨૯મી સપ્ટેમ્બરના રોજ દિગંબર સમાજના જાણીતા કાર્યકર્તા બહેન શ્રીમતી કુસુમબહેન મેાતીચંદ શાહના પ્રમુખપણા નીચે જૈન મહિલા પરિષદ પણ ભરવામાં આવી હતી તેની અહીં નોંધ લે:માં ન આવે તે આ આલેચના અધૂરી ગણાય.
બીજી પણ એક બાબતનો ઉલ્લેખ કરવા જ જોઈએ. અધિવેશનના પહેલા દિવસની રાત્રીના મળેલી બેઠકમાં જોધપુરનિવાસી શ્રી ડી. એલ, સિંઘવીએ તથા સ્થાનિક અન્ય કાર્યકર્તાઓએ જોધપુર જિલ્લામાં પ્રવર્તેર્તી દુષ્કાળની ભીષણ પરિસ્થિતિ અંગે દર્દ ભરી રજુઆત કરી હતી અને ઘાસ તથા પાણીના અભાવે મરણતોલ દશામાં રીબાઈ રહેલા હજારો પશુઓ—ગાય ઢાર વગેરેને લગતું હૃદયદ્રાવક ચિત્ર રજ કર્યું હતું, આને તેના જવાબરૂપે અધિવેશનના પ્રમુખ શ્રી ચીમનભાઈએ મુંબઈમાં કાર્ય કરતાં ભગવાન મહાવીર કલ્યાણ કેન્દ્ર તરફથી રાહતકાર્ય માટે રૂપિયા એક લાખની રકમ મોકલવાનો પ્રબંધ કરવાની જાહેરાત કરી હતી. આ જાહેરાતથી સ્થાનિક કાર્યકર્તાઓ સુપ્રભાવિત બને એ સ્વાભાવિક છે.
અધિવેશનના કારણે અમારા એ બે દિવસો અનેક નવા પરિચયો