________________
૧૨૪
પ્રભુદ્ધ જીવન
સમાજ પછી માત્ર દાન કે દયા ઉપર આધાર નથી રાખતો, પણ તેની રચના જ ધરમૂળથી બદલાય છે. જૈન ધર્મ સામ્ય અથવા સમાનતાના પાયા ઉપર રચાયૅલ છે. સર્વ જીવ સમાન છે. ઉચ્ચ- - નીચના ભેદ, જ્ઞાતિ - જાતિના ભેદ, કાળા - ગારાના ભેદ-આવા કોઈ ભેદને જૈન ધર્મમાં સ્થાન નથી. જગતમાં માનવતાનું નવું સર્જન થઈ રહ્યું છે તેમાં જૈન ધર્મ અને જૈનેએ ફાળા આપવાના છે. દુનિયાના સમર્થ વિચારકો એરીકોમ કે સારોકીન જેવા આ દિશામાં વિચારી Reconstruction of Humanityના આદર્શ રજુ કરે છે.
ત્રીજો સિદ્ધાંત છે અનેકાન્તન, જૈન દર્શનની આ વિશેષતા છે અને અનેકાન્તમાં વિચારની અહિંસા છે. મતાગ્રહ અથવા દુરાગ્રહમાં હિંસા રહેલી છે. જીવનવ્યવહારમાં મતાગ્રહ સંઘર્ષનું મૂળ બને છે. સત્ય બહુમુખી છે. આ હકીકત સ્વીકારતાં અંતરની ઉદારતા અને અન્ય મત—સહિષ્ણુતા પરિણમે છે.
ભારતીય સંસ્કૃતિના ઘડતર અને વિકાસમાં મુખ્યત્વે ત્રણ પ્રવાહો રહ્યા છે. વૈદિક, બૌદ્ધ અને જૈન. આ ત્રણેમાં પરસ્પરને સારા પ્રમાણમાં અસર થઈ છે. પરિણામે તત્વજ્ઞાનમાં મતભેદ રહ્યો છે, તે પણ આચારમાં બહુધા એકતા રહી છે. છતાં તેમાં પણ જૈનદષ્ટિ ખાસ કરીને આત્મલક્ષી અને નિવૃત્તિપ્રધાન રહી છે. જૈનદર્શનના જ્ઞાનનાં બધાં ક્ષેત્રામાં સારો ફાળા રહ્યો છે. માનસશાસ્ત્ર ( Psychology), જીવશાસ્ત્ર (Biology), ન્યાય અને નથવાદ ((Logic and theory of knowledge) વિગેરે વિષયો પર વિપુલ જૈન સાહિત્ય છે, પણ આ બધું સાહિત્ય પર ંપરાગત પરિભાષામાં જ રજુ થતું રહ્યું છે. વર્તમાન વિચારપ્રવાહો સાથે તુલનાત્મક દૃષ્ટિએ તેની વિચારણા થઈ નથી. એક રીતે કહીએ તે જૈન વિચારધારાને વિકાસ સદીઓથી સ્થગિત થઈ ગયો છે. તે શ્રમણવર્ગ અને પંડિતોના અભ્યાસનો વિષય રહ્યો છે. જ્ઞાનની દષ્ટિએ ધર્મ જનસમુદાયના જીવનવ્યવહારમાં ગુંથાયા નથી, ક્રિયામાં જ રહ્યો છે, તેથી જાણે કે જીવનવ્યવહાર અને ધર્મ ભિન્ન હોય એવું આપણું વર્તન રહ્યું છે.
, જૈન ધર્મના શ્રમણવર્ગ તેના ત્યાગ અને તપશ્ચર્યાનાં કારણે કોઈ પણ બીજા ધર્મના ધર્મગુરુઓ કરતાં વધારે આદરને પાત્ર રહ્યો છે. જૈન સમાજ ઉપર શ્રમણ વર્ગના ઘણા પ્રભાવ છે, પણ તેમાં ગુણપૂજા કરતાં અંધશ્રદ્ધા અને વેશપૂજા વધારે જણાય છે. શ્રામણ વર્ગમાં વિદ્રાન સાધુ-સાધ્વીઓ છે, પણ તેમનું જ્ઞાન આગમા અને જૈન સાહિત્ય પૂરતું મુખ્યત્વે સીમિત રહ્યું છે. વર્તમાન વિચારપ્રવાહાથી બહુધા તેઓ અપરિચિત છે. તેનાં કારણે વર્તમાન જીવનની સમસ્યાઓ, સંઘર્ષો અને અશાંતિના મૂળ અને તેના નિરાકરણના ઉપાયોમાં શ્રવણવર્ગ તરફથી ધર્મદષ્ટિએ માર્ગદર્શન જોઈએ તેવું મળી શકે તેમ નથી. તેથી પર પરાગત ઉપદેશ, જીવનવ્યાપી બનતા નથી અને જીવનવ્યવહાર અને ધર્મ ભિન્ન રહ્યા છે. જૈન સમાજ ઉપર શ્રમણવર્ગના જે મોટો પ્રભાવ છે તે જોતાં એમ થાય છે કે, પૂજ્ય સાધુ - સાધ્વીએ વર્તમાન વિચારપ્રવાહોથી પરિચિત હોય અને તેમના જ્ઞાનના સીમાડા વિસ્તરતા રહેતા એક એવી મેાટી શકિત પેદા થાય કે જે જૈન સમાજ માટે જ નહિ પણ દેશ અને દુનિયા માટે ઉપકારક નીવડે. વર્તમાન સમયે તે ધ્વનિવર્ધક યંત્રનો ઉપયોગ કરવા કે નહિ અથવા મોટા શહેરોમાં રહેવું હોય તે તેમની જીવનચર્યાની આચારવિધિમાં થોડો પણ ફેરફાર કરવા કે નહિ તે ઉપર વિવાદ રહે છે. શ્રમણવર્ગની વર્તમાન પરિસ્થિતિના અસંતોષનું એક કારણ દીક્ષાર્થીની યોગ્યતાના કોઈ ધારણનો અભાવ છે. દીક્ષા આપતા પહેલાં દીક્ષાર્થીના જ્ઞાનની કે વૈરાગ્યભાવનાની કોઈ તપાસ થતી નથી. હજી પણ બાલદીક્ષાને અનુમોદન અપાય છે. જેને ધર્મગુરુ તરીકે સ્વીકારવા છે તેમની
તા. ૧-૧૦-૧૮
યોગ્યતાની આપણને કોઈ ચિન્તા નથી. તેમના જ્ઞાનની અભિવૃદ્ધિ કે ચારિત્ર્યના ઘડતર કે રક્ષણ માટે કોઈ પ્રબંધ કે વ્યવસ્થાની જરૂરિયાત આપણે જોઈ નથી. પરિણામે ક્રિયાકાંડતા અથવા આચારની શિથિલતા અને અનુશાસનના અભાવ રહ્યો છે. આવી પરિસ્થિતિમાં કાંઈક સુધારણા કરવા માટે, થોડા સમય પહેલાં શેઠ કસ્તુરભાઈ લાલભાઈએ એક સમિતિ નિયુક્ત કરી હતી. પણ શ્રાવકસંઘે અને શ્રમણ વર્ગના સહકારના અભાવે તે સમિતિ તેમને વિસર્જન કરવી પડી. બીજા સંપ્રદાયોમાં પણ આવી જ દશા છે. આવી પરિસ્થિતિ માટે મુખ્યત્વે શ્રાવકો અને શ્રાવકસંઘો જવાબદાર છે. શ્રાવકસંધામાં સંગઠ્ઠનની ખામી છે અને કેટલાક શ્રાવકો, લૌકિક પ્રતિષ્ઠા માટે અથવા અન્ય કારણાએ અમુક સાધુએથી દોરવાય છે અથવા તેમને ટેકો આપે છે અને સંઘબળ ક્ષીણ થાય છે. જૈન સમાજ—સંખ્યાબંધ સંધા, ગચ્છ અને વાડાઓમાં વેરવિખેર છે. આપણે સૌએ સમાજહિતમાં ખૂબ જાગૃત થવાની જરૂર છે અને સામૂહિક વિચાર કરી, યોગ્ય વ્યવસ્થા કરવાની જરૂર છે.
સંખ્યાની દૃષ્ટિએ આપણા દેશમાં જૈન સમાજ અલ્પ હોવા છતાં, કોઈ ક્ષેત્ર એવું નથી કે જેમાં જૈનોને ગણનાપાત્ર ફાળો ન હાય. દેશની આઝાદીની લડતમાં આપણા ફાળા અલ્પ ન હતો. વ્યાપાર - ઉઘોગામાં કેટલાય જૈનો મોખરે છે. અન્ય વ્યવસાયામાં ઘણા જૈને આગળ પડતો ભાગ લઈ રહ્યા છે. સરકારી તંત્રમાં આપણી સંખ્યા ઓછી નથી. કોઈ અલગ પ્રતિનિધિત્વ જૈનાએ કોઈ દિવસ માગ્યું નથી. છતાં માત્ર ગુણવત્તાના ધેારણે જ લાકતંત્રની વિવિધ સંસ્થાઓમાં વિદ્નાન અને પ્રભાવશાળી જૈના પ્રમાણમાં સારી સંખ્યામાં સેવા આપી રહ્યા છે. શિક્ષણ, સાહિત્ય, કળા અને વિજ્ઞાનના ક્ષેત્રમાં આપણા ફાળા ઓછા નથી. ખરી રીતે વિવિધ ક્ષેત્રે ઘણા જૈના અગ્રસ્થાને છે તેની આપણને ખબર પણ નથી. જૈન સમાજની એકતાના અભાવે આ બધાનો અને સમગ્રપણે જૈન સમાજના જે પ્રભાવ પડવા જોઈએ તે પડતા નથી.
જૈન સમાજની એકતા ભારત જૈન મહામંડળના મુખ્ય ઉદ્દેશ છે. આ ઉ દેશને અનુલક્ષીને મંડળની સ્થાપના થઈ હતી અને આ દિશામાં મંડળના પ્રયત્ના રહ્યા છે. સમય પલટાતાં હવે આપણે ગંભીરપણે એકતાને વિચાર કરીએ છીએ, પણ હજી સફળતા મળી નથી, તો તેનાં કારણેા વિચારવાં જોઈએ. સાંપ્રદાયિક મેાહ અથવા મમત્ત્વ એટલું પ્રબળ હોય છે કે એકતાની વાત કરીએ ત્યારે પણ માનસિક ભાવ જુદા રહે છે. અને સાથે મળીને કાંઈ કાર્ય કરીએ છીએ ત્યારે પણ સમસ્ત જૈન સમાજ કરતાં પોતાના સંપ્રદાય દષ્ટિ સમક્ષ વધારે રહે છે. આ મમત્ત્વ એટલું સૂક્ષ્મ હોય છે કે તેમાંથી બહુ થાડા સર્વાંશે મુકત હાય છે. એકતા એટલે શું તે બરાબર સમજી લઈએ. બધા સંપ્રદાયો વિલીન થઈ જૈન સમાજ એક થાય એવી કોઈ કલ્પના નજીકના ભવિષ્યમાં નથી. પરસ્પર સહકાર અને આદર હોય, સંઘર્ષ થવાના પ્રસંગે ન આવે, અથવા આવે તે તેનું તાત્કાલિક સુખદ નિરાકરણ થાય અને સાથે મળીને કામ કરવાના જેટલા બને તેટલા વધારે પ્રસંગો યોજાય અને સંસ્થાઓ રચાય એ હેતુ એકતા છે. આ કાર્ય સફળ કરવામાં આગેવાનોની અને કાર્યકર્તાઓની જવાબદારી વધારે છે. પોતાના સંપ્રદાયમાં એકતાનું વાતાવરણ સર્જવું જોઈએ, એટલું જ નહિ પણ, પેાતાના સંપ્રદાયની ભૂલ થઈ હોય તે નિડરપણે પોતાના સંપ્રદાયને કહેવાની હિંમત દાખવવી જોઈએ. વિશેષમાં, કાંઈક ઉદારતા અને બાંધછેડ કરવાની વૃત્તિ જોઈએ. મુનિરાજોના સહકાર મળે તો આ કાર્ય ઘણું સરળ થાય. મારે મન સૌથી અગત્યની વસ્તુ એ છે કે બધાએ સાથે મળીને કામ કરવાના જેટલા પ્રસંગો મળે તે બધાને આવકારવા અને પોતાના જુદો રાહ ન કરવા. દા. ત. મહાવીર જયંતી, ક્ષમાપના દિન અને એવા સમસ્ત જૈન સમાજને લગતા જેટલા પ્રસંગેા મળે તે બધામાં, વિશેષમાં અન્ય સંપ્રદાયોના મહત્ત્વના પ્રસંગો હોય ત્યારે સર્વ સંપ્રદાયના આગેવાનો હાજર રહે તો પણ બંધુભાવ
r