SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ અન ભારત જૈન મહામડળના અધ્યક્ષસ્થાનેથી શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનું વ્યાખ્યાન (તા. ૨૯ તથા ૩૦મી સપ્ટેબરના રોજ જોધપુર ખાતે મળેલા ભારત જૈન મહામંડળના ૪૦મા વાર્ષિક અધિવેશનના પ્રમુખસ્થાનેથી શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે આપેલ વ્યાખ્યાન નીચે આપવામાં આવે છે. તંત્રી) તા. ૧-૧૦-૬૮ બંધુઓ અને ભગિનીઓ, ભારત જૈન મહામંડળના ૪૦ મા અધિવેશનના પ્રમુખ તરીકે આપે મારી પસંદગી કરી તેમાં મારી યોગ્યતા કરતાં આપની મમતા વધારે કારણભૂત છે. આપ સૌનો હું અત્યંત ૠણી છું. ભારત જૈન મહામંડળ લગભગ ૭૫ વર્ષથી આપણા સમાજની સેવા કરી રહેલ છે. આટલા લાંબા સમય દરમિયાન આખા દેશમાંથી જૈન સમાજની અનેક વિદ્વાન અને શકિતશાળી વ્યકિતઓએ મંડળની આગેવાની લીધી છે અને મંડળના કાર્યને સફળ અને વેગવાન બનાવવામાં ફાળો આપ્યો છે. ઘણાં વર્ષો સુધી શ્રી ચિરંજીલાલ બડજાતેએ એક નિષ્ઠાથી વર્ષામાં મંડળનું સંચાલન કર્યું. છેલ્લાં લગભગ ૨૦-૨૨ વર્ષથી ભાઈથી રિષભદાસ રાંકા આ જવાબદારી સંભાળી રહ્યા છે અને જૈન જગતનું સંપાદન કરી રહ્યા છે. કેટલાંક વર્ષોથી મંડળનું મુખ્ય કાર્યાલય મુંબઈમાં હોવાથી મુંબઈના આગેવાન ભાઈઓના મંડળને સાથ અને સહકાર મળી રહ્યો છે. શ્રી રાંકાજી પોતાની સૌમ્ય પ્રકૃતિથી અને વિનમ્ર કાર્યપદ્ધતિથી બધા ફિરકાઆના વિચારશીલ ભાઈઓ અને કાર્યકર્તાઓને મંડળના કાર્યમાં રસ લેતા કરી શકયા છે. પણ જે વિશાળ કાર્યક્ષેત્ર મંડળ સમક્ષ પડયું છે તે જોતાં, મંડળના ઉદ્દેશને અસરકારક રીતે, અમલી બનાવવા, ભારે પુરુષાર્થ આપણે સૌએ કરવા પડશે એ દેખીતું છે. દેશમાં સ્થળે સ્થળે સંખ્યાબંધ યુવાન, શિક્ષિત અને ભાવનાશીલ બહેન અને ભાઈઓ સમાજહિતનાં કાર્યો કરવા તત્પર છે. પણ નિશ્ચિત કાર્યક્રમ અથવા યોગ્ય માર્ગદર્શનના અભાવે તેમની ભાવમૂર્તિમંત થતી નથી અને તેથી તેમને સ્વાભાવિક અસંતોષ રહે છે. વસ્તુત: દેશભરમાં જૈન સમાજની સંખ્યાબંધ સંસ્થા શિક્ષણ અને સામાજિક સેવાના તેમ જ સાર્વજનિક લોકકલ્યાણના કાર્યો સુંદર રીતે કરી રહેલ છે. આવા બધા ઉત્સાહી ભાઈઓ અને બહેનોના ભારત જૈન મહામંડળની પ્રવૃત્તિઓમાં સાથ અને સહકાર મેળવવે તે આપણી ફરજ છે. ના ભારત જૈન મહામંડળનો ઉદ્દેશ નીચે પ્રમાણે છે: – “સારાએ જૈન સમાજમાં અનેકાન્ત દષ્ટિ ફેલાવવી, આપસમાં ભાઈચારાની ભાવના ઉત્પન્ન કરવી, અહિંસા, સત્ય, અને પરિગ્રહ— પરિમાણ વિગેરે નૈતિક ગુણા તથા જૈન તત્ત્વોનું અધિકાધિક પાલન થાય અને લોકો આ મૂળ તત્ત્વોને અપનાવે આવી રીતે, સંસારમાં સુખ-શાંતિનું વાતાવરણ નિર્માણ થાય, જેથી પ્રત્યેક વ્યકિતને વિકાસ માટે પૂરો અવસર મળે.” જૈન ધર્મ મુખ્યત્વે આચારધર્મ છે. ડૉ. રાધાકૃષ્ણન કહે છે: “It is essentially an ethical religion. The name Jainism indicates the predominantly ethical character of the system.... Jainism is opposed to all theories which do not emphasise ethical responsibility. The ethical interest in human freedom is the determining consideration.' આ આચારધર્મનાં પાયારૂપે છે: અહિંસા, અપરિગ્રહ અને અનેકાન્ત. વર્તમાન યુગમાં સમસ્ત જગતને આ સિદ્ધાંતો ઉપર ગંભીરપણે વિચાર કરવાની ફરજ પડી છે. પરિણામે, આ સિદ્ધાંતો, જે માત્ર વ્યકિતના આધ્યાત્મિક વિકાસ માટેના ગુણા ગણાતા હતા, તેને હવે સામાજિક રચનાના પાયામાં પુરવાની જરૂર સમજાઈ છે. દુનિયામાં હિંસાનો દાવાનળ ફાટી નીકળ્યો છે ત્યારે માનવજાતને પોતાના અસ્તિત્વ માટે અહિંસાને અપનાવવાની ૧૨૩ જરૂરિયાતનું ભાન થઈ રહ્યું છે. માનવીની બુદ્ધિએ અને તેની લાભ અને સત્તાની લાલસાએ વિજ્ઞાન દ્વારા સંહારલીલાના તાંડવની શકયતા ઊભી કરી છે. તે વિનાશમાંથી બચવા જગતના તત્ત્વચિન્તકો જીવનના આધ્યાત્મિક અને નૈતિક મૂલ્યોને એકમાત્ર ઉપાય તરીકે બતાવે છે. ગાંધીજીએ આ દર્શન વીસમી સદીની શરૂઆતમાં જ કર્યું અને અહિંસાને જીવનના સર્વ ક્ષેત્રમાં ઉતારી, અહિંસક સમાજની રચનાનો માર્ગ બતાવ્યો. ડૉ. આલ્બર્ટ સ્વાઈલ્જર, ૐા, માર્ટિન લ્યુથર કિંગ અને અન્ય વિચારકો તે જ નિર્ણય પર આવે છે. વિખ્યાત પત્રકાર જેમ્સ રસ્ટન ‘ન્યુ યર્ક ટાઈમ્સ’માં થોડા દિવસ પહેલાં જ Thc Politics of Violence ઉપર લખતાં જણાવે છે: "Men are resorting to violence these days because, we are told, they have no peaceful and legal remedies for their grievances. It is a common complaint heard all the way from Chicago to Viet Nam and from Moscow to Sucz and Nigeria, but violence does not seem to be working either. The record of the past few years in fact is very bad indeed ''. અહિંસાનું આ વ્યાપક સ્વરૂપ દનિયાના ઈતિહાસ માટે નવું છે. જૈન ધર્મની અહિંસા મુખ્યત્વે નિવૃત્તિશીલ અને પાપવિરમણ સ્વરૂપે વ્યકિતગત મેાક્ષની સાધના તરીકે રહી છે. પ્રેમ, કરુણા અને મૈત્રીની ભાવના સ્વરૂપે સમાજવ્યાપી અહિંસા જીવનના સર્વ ક્ષેત્રા—સામાજિક, રાજકીય, આર્થિક વિ.—ના પાયા રૂપે માનવ ઈતિહાસ માટે નવા પ્રયોગ છે. અહિંસાની ભાવનાના આ વિકાસને સમજીને તેને જીવનવ્યાપી બનાવવામાં, જૈનાએ પોતાના ફાળા આપવાના છે અને અહિંસા પરમો ધર્મ'નું પૂર્ણ સ્વરૂપ જગતને બતાવવાનું છે. બીજો સિદ્ધાંત અપરિગ્રહને. પરિગ્રહ પરિમાણવ્રત જૈન આચારધર્મનું મહત્ત્વનું અંગ છે. સ્વેચ્છાએ આચરેલ પરિગ્રહ-પરિમાણ વ્યકિતના આધ્યાત્મિક વિકાસનું કારણ બને છે, એટલું જ નહીં પણ સમાજની સ્વસ્થતા અને સમતુલા જાળવે છે અને અસમાનતાનાં અનિષ્ટો અટકાવે છે. પરિગ્રહમાહુ અને તૃષ્ણાથી ઉત્પન્ન થતાં સામાજિક અનિષ્ટોના અનુભવ દુનિયા કરી રહી છે. મૂડીવાદના પ્રત્યાઘાત રૂપે સામ્યવાદ અને સમાજવાદનો જન્મ થયો; પણ તેની દિષ્ટ ભૌતિક અને બળજબરી અથવા જરૂર પડે તે હિંસક સાધનોથી પણ ભૌતિક સંપત્તિની અસમાનતા દૂર કરવાની રહી છે. મૂડીવાદ અને સમાજવાંદની જીવનદૃષ્ટિ એક જ છે. ઉચ્ચ જીવનધારણને નામે જીવનની જરૂરિયાત વધારી જીવનમાં સાદાઈને બદલે સમૃદ્ધિ એ બન્ને ઈચ્છે છે. ફૅર એટલા જ છે કે મૂડીવાદમાં ઘણાને ભાગે થાડાને તે લાભ મળે છે. સમાજવાદ કે સામ્યવાદ બધાંને બને તેટલા સરખા લાભ આપવા ઈચ્છે છે. પણ તેમાં પરિગ્રહ પરિમાણ નથી. ભૌતિક સંપત્તિની સમાન વહેંચણી છે. અસમાનતાનાં અનિષ્ટો - ગરીબાઈ, બેકારી વિ. – દૂર કરવા ગાંધીજીએ સર્વોદય અથવા અહિંસક સમાજરચનાના આદર્શ રજૂ કર્યો છે, જેમાં પરિગ્રહ–પરિમાણ છે અને સમાનતાની ભાવના છે. સર્વોદયના આ આદર્શ જૈન ધર્મના અપરિગ્રહવ્રતની સામાજિક ક્ષેત્રે અને જીવનમાં વિકાસની નવી ભૂમિકા બતાવે છે. આવા સ્વસ્થ
SR No.525953
Book TitlePrabuddha Jivan 1968 Year 29 Ank 17 to 24 and Year 30 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1968
Total Pages268
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy