________________
પ્રભુ વન
માનવજાત માટે શૈલીનુ જાહેરનામુ
Shelley's manifesto for mankind : (લાંડન ખાતે પ્રગટ થતા ‘peace news ' નામના તા. ૨૨-૧૨-૬૭ના સામયિક માટે, ‘ક્રીસ્મસ’ને અનુલક્ષીને ખાસ પસંદ કરવામાં આવેલ અવતરણના નીચે અનુવાદ આપવામાં આવે છે. તંત્રી)
કોઈ પણ માનવીને ગુણવત્તા અને બુદ્ધિમત્તા સિવાય બીજી કોઈ વસ્તુઓની માલેકીના કારણે સન્માનિત લેખાવાના અધિકાર નથી. માનચાંદની કિંમત કોડીની છે; સત્તા માનવીના જીવનને દુષિત બનાવે છે; કીતિના પરપેટા જેવી ક્ષણજીવી છે; અને ધન તેના માલિકને કલંક રૂપ છે.
કોઈ પણ માનવીને, પોતે ભાગવી શકે તે કરતાં વધારે વસ્તુએનો કબજો રાખવાના અધિકાર નથી. જ્યારે લાખા માનવીએ ભૂખે ટળવળતા હોય છે ત્યારે જે કોઈ ધનવાન ગરીબને કાંઈ આપે તે પૂર્ણરૂપના અનુગ્રહ નથી, પણ માત્ર અપૂર્ણ આકારનો અધિકાર છે.
૨૩
આજની દુનિયા ઈશ્વરની કૃપાપાત્ર બનેલા જે અલ્પસંખ્ય લેકોની જાણે કે ઈજારારૂપ બની બેઠી છે અને જે લોકો સ્વર્ગને પણ આ દુનિયાની જ બીજી આવૃત્તિ સમાન ક૨ે છે તેમણે પેાતાના આ પૂર્વગ્રહની પુનવિચારણા કરવાની જરૂર છે, જે તેઓ એમ માનતા હોય કે આ તેમને પેાતાના ધર્મગુરુ તરફથી અથવા તે પેાતાની માતામહી તરફથી મળેલ છે તે તેને તેઓ ઈનકાર કરે, અસ્વીકાર કરે તેના કરતાં બીજું વધારે રૂડું કામ હાઈ ન શકે.
આજની પેઢી પછીની પેઢીને બંધનકર્તા બની ન જ શકે. ઘેાડા લોકો અનેકને અનુલક્ષીને વચન આપી ન જ શકે.
કોઈ પણ માનવીને, ઈષ્ટ પરિણામની આશામાં અનિષ્ટ કરવાના કોઈ હક્ક હોઈ ન શકે.
નૈતિક ક્ષેત્રે Expediencyને—ઉપયોગીતા કે તકવાદને અવકાશ હોઈ જ ન શકે. રાજકારણ જ્યારે નૈતિક સિદ્ધાંતા ઉપર આધારિત હોય ત્યારે જ આદરયોગ્ય બની શકે છે. એ જ રાષ્ટ્રોની નૈતિકતાના સાચા માપદંડ છે.
કોઈ પણ માનવીને પોતાના ભાઈની–સ્વજનની પ્રાણહાનિ કરવાના અધિકાર નથી. આવું કૃત્ય તે એક અમુક ગણવેશ (દા. ત. લશ્કરી સિપાઈના) ધારણ કરીને કરે છે તે કારણે તે વ્યાજબી ઠરી શકતું નથી. એમ કરીને તે તે ખૂનને ગુન્હા કરવા ઉપરાંત ગુલામીની બેઈજજતીમાં ઉમેરો કરે છે.
કોઈની અમુક પ્રકારની માન્યતા એ તેની અવશતાનું પરિણામ હોય છે. જે કાંઈ અનિચ્છાએ કરવામાં આવ્યું હોય કે સ્વીકારવામાં આવ્યું હોય તે નથી પ્રશંસાપાત્ર કે નથી દોષપાત્ર. માનવીને તેની અમુક માન્યતાના કારણે વધારે સારો કે ખરાબ માની લેવાની જરૂર નથી.
માનવી ગમે તે દેશ કે રાષ્ટ્રના હોય, તેને કોઈ એક સ્થળે કે બીજા સ્થળે એક સરખા હક્કો યા અધિકારો છે. આ છે વિશ્વનાગરિક તરીકેના હક્કો યા અધિકારો,
માનવીના દુર્ગુણાને દબાવવા તે જ માત્ર દરેક સરકારનું કર્તવ્ય અથવા તો ઉપયોગીતા છે. જો માનવી આજે દોષરહિત બની જાય તે, આવતી કાલે તેને એવી માગણી કરવાના હક્ક રહેશે કે હવે પછીથી સરકારને અને તેની સાથે જોડાયેલાં અનિષ્ટોને બંધ કરવામાં આવે ખતમ કરવામાં આવે.
સરકારથી થતાં લાભામાં અને તેને લગતી જવાબદારીઓમાં
સર્વ કોઈને સરખા હિસ્સાના અધિકાર છે. અમુક અભિપ્રાયો ધરાવવા અંગે કોઈનું પણ દમન કરવામાં આવે તે, તે દમનકૃત્ય શાસકપક્ષે નર્યો જુલમ અને શાસિતપક્ષે અજ્ઞાનમૂલક ગુલામી સૂચવે છે. સરકારને મૂળમાં કોઈ હક્ક કે અધિકાર નથી; પેાતાના હક્કોને રક્ષણ મળે એ હેતુથી ઉભી કરવામાં આવેલી એ સરકાર અનેક
તા. ૧-૧૦-૬૮
✩
વ્યકિતઓના પ્રતિનિધિત્વરૂપ છે. આમ હોવાથી જ્યાં લુધી આ વ્યકિતઓની તે સરકારને સંમતિ હોય ત્યાં સુધી જ તે ન્યાયી છે અને જ્યાં સુધી તેમના કલ્યાણમાં તે પરિણમે ત્યાં સુધી જ તે ઉપયોગી છે.
હક્કો યા અધિકારોની સુરક્ષા ખાતર જ સરકારની રચના કરવામાં આવી છે. સ્વાતંત્ર્ય અને જે કાંઈ કુદરત આપે તેના સમાનતાના ધોરણે ભાગવટો – આ માનવીના મૂળભૂત હક્કો છે.
જે કાંઈ અમુક કરણી માનવી માટે ફરરૂપ બને તે આચરી બતાવવાના તેના માટે પૂરો અવકાશ હોવા જોઈએ. અમુક કરવું જોઈએ તે પહેલાં તે મુજબ કરવાનો તેને પૂરો વિકલ્પ પ્રાપ્ત થવા જોઈએ; he may, before he aught.
દરેક માનવીને પરસ્પર ચર્ચાવિચારણા અંગે નિબંધ સ્વાતંત્ર્ય હોવું ઘટે. જેમ વીંછી પોતાના ડંખથી પેાતાને જ મારી નાખે તેમ અસત્યના ગર્ભમાં જ તેનું મૃત્યુ રહેલું છે.
માનવીને પેાતાના વિચારો વ્યકત કરવાનો અને તેની ચર્ચા કરવાના પૂરો હક્ક છે, એટલું જ નહિ પણ, એમ કરવું તે તેની ફરજ પણ છે.
સત્યના આચરણને ઢીલું કરવાના કોઈ કાનૂનને અધિકાર નથી. દરેક પ્રસંગે, દરેક અવસર ઉપર, માણસે સાચું હાય તે કહેવું જ જોઈએ, કારણ કે ફરજનું અનુપાલન કદિ પણ ગુન્હાહિત બની ન શકે અને જે ગુન્હાહિત ન હોય તે નુકસાનકારક પણ હાઈ ન જ શકે.
માનવીને તેની બુદ્ધિ જેમ સૂચવે તેમ વિચારવાને હક્ક છે. માનવી પાતાની આગવી પ્રતીતિપૂર્વક આચરણ કરે તે વધારે ઈચ્છવાયોગ્ય છે. તેથી મુકત મનથી ચિંતન કરવું તે તેની વિશિષ્ટ ફરજ બને છે.
સમાજની વર્તમાન પરિસ્થિતિમાં, માનવીના હક્કોનું ઉલ્લંઘન કરનાર વ્યકિત ઉપર અમુક દબાણ લાવવામાં આવે તે જ માનવીના હક્કોનું રક્ષણ થઈ શકે તેમ છે. તેથી આ દબાણની માત્રા બને તેટલી ઓછી હોય એવી અપેક્ષા રાખવાના દબાણનો ભાગ બનનાર વ્યકિતને અધિકાર છે.
જો સમજાવટને બદલે સત્તા દ્વારા દબાણ દ્વારા–તેને અમુક અમલ સ્વીકાર્ય બનાવવાના રાજ્ય સરકાર તરફથી પ્રયત્ન કરવામાં આવે તે આમાં કાંઈક પેાલાપણ' છે એમ સમજવું. જ્યારે સમજાવટપૂર્વક રાજ્યસત્તાને ટકાવવાનું શક્ય ન રહે ત્યારે જ તેને ટકા
વવા માટે છળકપટ અને દમદાટીને ઉપયોગ કરવાની સ્થિતિ સરજાય છે.
પેાતાના હક્કોની સુરક્ષા કરવા ખાતર વ્યકિતઓના પ્રતિનિધિત્વરૂપ જે સરકાર ઉભી કરવામાં આવી હોય તે સરકારને તે વ્યકિતએના અભિપ્રાયોનું રૂંધન કરવાની કોઈ નિર્બંધ સત્તા હાઈ ન જ શકે.
દરેક માનવીને નવરાશ અને સ્વતંત્રતા અમુક અંશે સુલભ હોવી જ જોઈએ, કારણ કે તેણે અમુક અંશમાં જ્ઞાનસંપન્નતા પ્રાપ્ત કરવી તે તેની ફરજ છે. આ તેને ફરજ રૂપ પ્રાપ્ત થાય તે પહેલાં તેને સહજરૂપે પ્રાપ્ત થાય એ વધારે ઈચ્છવાયોગ્ય છે.
માનવી, તારા હક્કો અહીં જાહેર કરવામાં આવ્યા છે. તો તું તારા ભાવીની કદિ પણ ઉપેક્ષા કરતા નહિ. તારા હક્કો, જેનાથી તને સદ્ગુણ અને શાણપણ પ્રાપ્ત થાય અને જે દ્રારા તને સુખ અને સ્વાતંત્ર્યની પ્રાપ્તિ થાય—એવી તારી સમૃદ્ધિના તું વિચાર કરજે. આ જાહેરાત એવી વ્યકિતએ કરી છે કે જે તારી વિશિષ્ટ પ્રતિભાને જાણે છે, કારણ કે . નું શું પ્રાપ્ત કરી શકે તેમ છે તેના ધ્યાનચિંતનમાં જ તેનું દિલ ગૌરવપૂર્વક એકાગ્ર રહે છે. આ હક્કો એણે જાહેર કર્યાં છે કે જે તારા આજના અધ:પતનથી અજ્ઞાત નથી, કારણ કે તું શું છે તેની દર્દકે ભરી પ્રતીતિ તે પ્રત્યેક ક્ષણે અનુભવી રહેલ છે. (‘સર્વોદય’ના જાન્યુઆરીના અંકમાંથી સાભાર ઉષ્કૃત.)
અનુવાદ : પરમાનંદ