SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુ જીવન તા. ૧-૧૦-tz મંદિરોમાં મૈથુન શિલ્પો અંગે થોડી વધારે માહિતી તા. ૧૬-૫-૬૮ના ‘પ્રબુદ્ધ જીવન’માં પ્રાધ્યાપક કેશવલાલ હીંમતલાલ કામદારના “કોણાર્ક અને ખજુરાહોનાં મૈથુન શિલ્પા” એ મથાળા નીચે પ્રગટ થયેલા લેખમાં કરવામાં આવેલાં માઢેરા અને જૈન શિલ્પાને લગતાં વિધાનામાં રહેલી ક્ષતિ તરફ ધ્યાન ખેંચતાં અમદાવાદથી શ્રી ચિનુભાઈ ભાગીલાલ પટવા તા. ૩૧-૮-૬૮ના પત્રમાં એ મતલબનું જણાવે છે કે, “માઢેરાના સૂર્યમંદિરની દીવાલા પર ... મૈથુન શિલ્પા નથી એ પ્રકારનું પ્રાધ્યાપક કામદારનું વિધાન બરોબર નથી; ઉલટું મેઢેરા તેનાં મૈથુન શિલ્પા માટે જાણીતું છે અને તેથી અમે તો મોઢેરાના મંદિરનો ‘ગુજરાતનું ખજુરાહા' તરીકે ઉલ્લેખ કરીએ છીએ અને બીજું જૈન શિલ્પોમાં આવું કોતરકામ જોવામાં આવતું નથી એ મતલબનું તેમનું વિધાન પણ બરોબર નથી. હકીકતે રાણકપુરના અતિવિખ્યાત જૈન મંદિરમાં પગથિયાં ચડતાં અને બાકીનાં મંદિરોમાં પણ આવાં કોતરકામ ઠીક સંખ્યામાં જોવામાં આવે છે.” જગન્નાથપુરી, કોણાર્ક કે ખજુરાહોનાં મંદિરો આવાં શિલ્પોથી અને જગન્નાથપુરીમાં તે ખાસ કરીને ઘણા મેટાં કદનાં શિલ્પાથી ભરેલાં છે, જ્યારે રાણકપુરમાં આવાં શિલ્પા એટલાં બધાં આગળ પડતાં અને કોઈનું પણ એકદમ ધ્યાન ખેંચે એ પ્રકારનાં નથી – એટલું મેં આ બધાં મંદિરો જાતે જોયેલાં હોઈને હું ઉમેરી શકું તેમ છું. શત્રુંજ્યની મોટી ટુંકમાં પણ ખૂણે ખાંચરે આવાં શિલ્પા તરફ કોઈ સલાટે મારું ધ્યાન ખેંચ્યાનું સ્મરણ છે. જૈન મંદિરોમાં આવું કયાંથી આવ્યું હશે તેના ખુલાસે મને મળ્યો નથી, સિવાય કે મને કોઈ સલામિત્રે જણાવેલું તે મુજબ મંદિરો બાંધનારા સલાટોના મનમાં એવા કોઈ વહેમ હોય છે કે મંદિર હોય ત્યાં તેની ઉપર કોઈની બુરી નજર ન પડે એ હેતુથી તેમાં કોઈક ઠેકાણે આવું ગંદું કોતરકામ ગેાઠવી દેવું જોઈએ. પરમાનંદ શ્રી ચીમનભાઈએ રૉલના અવતરણો આપ્યા છે. તેમાંથી એક જ વસ્તુ ફલિત થાય છે કે માનવસ્વભાવ પ્રમાણે પતિ - પત્નીમાં વફાદારીની અપેક્ષા રહે એ સ્વાભાવિક છે. છટાછેડા સરળ બનાવવા જોઈએ, વફાદારી નથી રહી શકતી તે લગ્નજીવન વિચ્છિન્ન થાય છે, આ હકીકતો માત્ર છે. તેમના પોતાના જીવનના અનુભવ ઉપરથી તેમણે આ તારણ કાઢયું છે. પણ એથી કરીને લગ્નજીવન કે એની સમસ્યા વિષે. તેમના વિચાર સર્વથા બદલાઈ ગયા છે એમ માની લેવાની જરૂર નથી. ત્રણ ચાર દિવસ પહેલાં જ તેમની જન્મજ્યંતી વખતે લીધેલી તેમના જીવન વિષેની ડોકયુમેન્ટરી ટેલીવીઝનમાં જોઈ. તેમાં તેમને પૂછવામાં આવ્યું હતું કે તમારાં અપ્રિય થઈ પડેલાં લખાણો વિષે તમારો મત બદલવાની તમને જરૂર જણાય છે કે નહિ? તેના ઉત્તરમાં તેમણે જણાવ્યું છે કે શા માટે બદલવા? “નવી દુનિયામાં-૮ ’’: એક સ્પષ્ટીકરણ સમાજે તેમાંના ઘણા વિચારો તો આજે સ્વીકારી જ લીધા છે. આજે (ઉપર જણાવેલ શ્રી દલસુખભાઈના પત્ર ઉપર શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે કરેલી આલોચના ‘પ્રબુદ્ધ જીવન’ના જે અંકમાં પ્રગટ થઈ છે (તા. ૧૬-૭-૬૮) તેની નકલ તેમને મળી જવા બાદ સ્પીકરણ રૂપે લખાયેલા શ્રી દલસુખભાઈ તરફથી મળેલા પત્ર નીચે પ્રગટ કરવામાં આવે છે. તંત્રી ) ૧૨૧ લખવું પડે. લગ્નજીવનમાં સંયમ એ અનિવાર્ય છે અને તે વિના લગ્નજીવન વિચ્છિન્ન થાય છે એમાં તો બે મૃત છે જ નહિ. પણ મૂળ વાત તો એ છે કે એક તરફ સમાજમાં સ્રીપુરુષ બન્નેની સમાનતાનું ધારણ વધી રહ્યું છે. આર્થિક રીતે સ્ત્રી ગુલામ રહે એ હવે બનવાનું નથી, એ માત્ર ઘર સંભાળી બેસી રહે એ પણ બનવાનું નથી. બધી સ્ત્રીઓએ પરણવું જ જોઈએ એ માન્યતા પણ હવે ટકવાની નથી. ઘરમાં માત્ર પુરુષ જ પ્રધાન રહે, એ પણ ટકવાનું નથી, અને માત્ર પુરુષની જ કમાણી ઉપર ઘર ટકી રહેશે એ પણ બનવાનું નથી. - અને સરકાર હવે ટપાલી મારફત બર્થકટ્રેલના સાધનો વહેંચવાનું વિચારી રહી છે—આ પરિસ્થિતિમાં લગ્નજીવનની સમગ્ર સમસ્યા વિચાર માગે છે. તેમાં તેના સમાધાનમાં આપણે પશ્ચિમના માર્ગ જ અપનાવીએ કે તે માર્ગે જઈએ અથવા જવું અનિવાર્ય છે એમ નથી, પણ જો આંધળું અનુકરણ હશે તે એ માર્ગે ગયા વિના છૂટકો પણ નથી - એ સમજી લેવું જોઈએ. આટલી જ આગાહી મેં મારા લેખમાં કરી છે. તે ધર્મસંસ્કરણ કરી તે માર્ગે લગ્નજીવનની સમસ્યાનો ઉકેલ પણ સૂચવ્યો છે. આથી સંયમનો હું વિરોધી છું અગર સંયમને હું સ્વીકારતા નથી એમ માની લેવાની જરૂર નથી. તા. ૧-૭-૬૮ ના ‘પ્રબુદ્ધ જીવન’માં મુદ્રિત ‘નવી દુનિયામાં–૮’ એ લેખ વિષે શ્રી પરમાનંદભાઈની નોંધ અને ત્યાર પછીના અંકમાં મારા લેખ વિષે શ્રી ચીમનભાઈએ જે ઊહાપોહ કર્યો છે તે વધાવવા જેવા જ છે. શ્રી પરમાનંદભાઈ અને મારો બન્નેન સૂર એક જ છે કે આપણે પશ્ચિમનું આંધળું અનુકરણ કરી રહ્યા છીએ તે તેના અનુસંધાનમાં પશ્ચિમમાં જે થઈ રહ્યું છે તેથી પરિચિત થઈએ અને તેમાંથી બોધ લઈ માર્ગ કાઢીએ. મને લાગે છે કે આ સૂર પ્રત્યે શ્રી ચીમનભાઈએ ગૂરૂં ધ્યાન આપ્યું નથી, માર્ગ તો શ્રી વિનોબા ભાવે આપણને બતાવી જ રહ્યા છે. ગાંધીજીએ બતાવેલા માર્ગથી પણ આપણે અપરિચિત નથી. પણ આપણી સરકાર—એટલે આપણે તેથી ઉલટી દિશામાં જ ચાલી રહ્યા છીએ. આમ ચાલવું મને સંમત છે કે પસંદ છે એમ નથી, અને મારી સમજ પ્રમાણે પરમાનંદભાઈને પણ સંમત નહીં હોય, એટલે મારી તે મૂળ સૂચના એ જ હતી કે આપણે આપણી સંસ્કૃતિને અનુરૂપ થાય એ રીતે સમસ્યાના ઉકેલના માર્ગ કાઢીએ, વિચારીએ અને પશ્ચિમના પ્રવાહમાં તણાઈ ન જઈએ. એ માર્ગની ચર્ચા એ લેખમાં તેની મર્યાદા પ્રમાણે થઈ શકે તેમ ન હતી, અને અનિવાર્ય પણ નથી. તે માટે તો જવું જ જે વિચારો ટકવા જેવા નહિ હોય તે ટકી રહેએમ માનવાની મૂર્ખતા હું કરતો નથી. - આવા ભાવનું તેમણે કહેલું. તાત્પર્ય એ છે કે, આપણા આદર્શ ગમે તે હોય, પણ સમાજ એ આદર્શ પ્રમાણે ચાલે જ એવી આપણી અપેક્ષા હોય ત સમાજમાં તદનુરૂપ વાતાવરણ ઊભું કરવું જોઈએ. આદર્શ એક દિશામાં હોય અને વાતાવરણ બીજી જ દિશામાં લઈ જતું હોય તે આદર્શ માત્ર આદર્શ જ રહે છે, જીવન તેને અનુલક્ષીને ઘડાતું નથી. આપણે પશ્ચિમનું આંધળું અનુકરણ કરી રહ્યા છીએ એ પણ હકીકત છે. તો પછી તેનાં કટુ ફળ ચાખવા માટે પણ તૈયાર રહેવું જ પડશે. આ પ્રત્યે આંખ - આડા કાન કરવાથી ચાલશે નહિ. આપણું લગ્ન કે કૌટુંબિક જીવન પશ્ચિમ કરતાં ઊંચું હતું એમ માનવા હું તૈયાર નથી. આજે આપણે લગ્નજીવનમાં એક પત્નીવ્રતને જે મહત્ત્વ આપીએ છીએ તે જૈનધર્મમાં પણ અનિવાર્યરૂપે ગૃહસ્થો માટે સ્વીકારાયું નથી. ગૃહસ્થે લેવાના વ્રતામાં આજે પણ હજી આપણા ધર્મગુરુઓ એ બાબતમાં - તેના અતિચારોમાં સુધારા સુચવવાની હીંમત દાખવી શકયા નથી. માત્ર રુઢિપ્રમાણે ચાલી રહ્યા છે. અને આ જન્મની તપસ્યાના ફળરૂપે પરલોકમાં અનેક દેવાંગનાઓની લાલચ આપી રહ્યા છે. આ છે આપણી લગ્નજીવનની વિચારણા, ખરી વાત એવી છે કે આપણે એ સમસ્યાનો વિચાર જ કરતા નથી, ધર્મગુરુઓ પણ એ બાબતમાં ઊંડી વિચારણા કરતા નથી. રૂઢ માન્યતાઓ અને કાળક્રમે સ્થિર થયેલ પરંપરા પ્રમાણે ચાલી રહ્યા છીએ. આમ મૂઢતાથી ચાલીશું તે નવી પર’પરા પણ નહિ પડે. એટલે જરૂરી છે કે મૂઢતા છેાડીને તે સમસ્યા વિષે જાગૃત થઈએ અને સમસ્યા ઊભી થાય તે પહેલા તે ઊભી જ ન થવા પામે તેવા માર્ગ પકડીએ, આમ બનવું મે ‘અશકય’ કહ્યું છે પણ ‘અસંભવ’ તો નથી કહ્યું. અશકયને સંભવ બનાવવું એ આપણા સામર્થ્યની વાત છે. પણ આપણે સામર્થ્ય બતાવીએ જ નહિ તો તા અશય અશકય જ રહેશે. તા. ૧૭-૯૬૮ દલસુખ માલવણીયા.
SR No.525953
Book TitlePrabuddha Jivan 1968 Year 29 Ank 17 to 24 and Year 30 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1968
Total Pages268
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy